મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના લક્ષ્મીચંદ (બચુભાઇ) પાસુ છેડા (ઉં.વ. ૮૪) ૧૮-૪-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ પાસુના પુત્ર. સ્વ. ભાનુમતી, ભાનુબેનના પતિ. નયનના પિતા. ભવાનજી, આણંદજીના ભાઇ. કોડાયના ગાંગજી રામજી, ચાંપશી રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નયન છેડા, સી-૩૩, પ્લોટ નં. ૧૨૪, સાઇ સિધ્ધી સોસાયટી, ગોરાઇ-૨, બોરીવલી.
લાખાપુરના માતુશ્રી અમૃતબેન રામજી ગાલા (ઉં.વ. ૮૪) તા. ૧૮-૪-૨૪ના અવસાન પામેલ છે. તે નાનબાઇ નરશીના પુત્રવધૂ. રામજીના પત્ની. બીપીન, શૈલેષ, વિપુલ, કલ્પના, કિરણના માતુશ્રી. છસરાના સ્વ. મમીબાઇ ભીમશી મુરજીના પુત્રી. લુણીના મણીબેન માલશી, મંજુલા માવજી, છસરાના મોંઘીબેન મેઘજી, વડાલાના લક્ષ્મીબેન ભવાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બીપીન ગાલા, એ/૬, ન્યુ દલ્વી નગર, શીંપોલી રોડ,
બોરીવલી (વે.).
પત્રીના માતુશ્રી વનીતાબેન (લાડબાઈ) દેવજી ધરોડ (ઉં.વ. ૮૩) તા. ૧૯/૪/૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ. દેવઈબાઈ વેલજીના પુત્રવધૂ. સ્વ. દેવજી (બાબુભાઇ)ના ધર્મપત્ની. શાંતિલાલ, રાજેશ, રીટાના માતુશ્રી. કપાયાના સ્વ. મેઘબાઈ ટોકરશી ચોથાના સુપુત્રી. સ્વ. લાલજી, પ્રાગપુરના સ્વ. સાકરબેન રતનશી, ભુજપૂરના સ્વ. કેશરબેન વીજપાર, ગુંદાલાના સ્વ. લક્ષ્મીબેન જયંતિલાલના બહેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. રાજેશ ધરોડ, ૧/૧, શ્રવણ પાટીલ બિલ્ડીંગ, તુકારામ નગર, આયરે રોડ, ડોમ્બીવલી (ઇસ્ટ).
માંગરોળ જૈન
હાલ મલાડ ઈસ્ટ, ગં.સ્વ. રેણુકાબેન કિર્તીકુમાર શાહ (ઉં.વ. ૮૦), તા. ૧૯-૪-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. જ્યોત્સનાબેન નવીનચંદ્ર શાહના પુત્રવધૂ. સ્વ. લીલાબેન રામદાસ શાહના પુત્રી. નિલેષ, ભૈરવીના માતુશ્રી. કેયુરભાઈ, જાસ્મીનના સાસુ. મીતના દાદી. નિહારના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. બાબુલાલ હેમચંદ દોશીનાં સુપુત્ર મનુભાઈ (ઉં.વ. ૮૦) તે ૧૯/૪/૨૪નાં અરિહંતશરણ પામેલ છે. તે જયબાળાબેનનાં પતિ. દેવાંગ તથા રાગીણીના પિતા. સ્વ. જયંતીલાલ વાડીલાલ દોશીનાં જમાઈ. રાજુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. રોહિતભાઈ, મુકેશભાઈ, સ્વ. રમીલાબેન, મધુબેન, સ્વ. મીનાબેન, પૂર્ણિમાબેનનાં ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાદ્રોડ નિવાસી હાલ અંધેરી સ્વ. અમુલખભાઈ પાનાચંદ દોશીના ધર્મપત્ની રસીલાબેન (ઉં.વ. ૮૭) તે જયેશભાઈ, મનીષભાઈ, મીતાબેન તથા ફાલ્ગુનીબેનના માતુશ્રી. મુકેશકુમાર, બકુલ કુમાર, મનીષકુમાર, અવનીબેન, શીતલબેનના સાસુ. ભાવનગર નિવાસી હાલ અંધેરી સ્વ. ધનજીભાઈ ગોવિંદજી શાહના પુત્રી. તા. ૧૯-૦૪-૨૪ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. : ૩૦૧, એમરેલ્ડ પાર્ક, વીરા દેસાઈ રોડ, દામજી શામજી ઉદ્યોગ ભવનની સામે, અંધેરી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
તોરી વાડિયા નિવાસી હાલ ઘાટકોપર સોમચંદ માણેકચંદ દોશી (ઉં. વ. ૯૩) તે સ્વ. મનોરમા સોમચંદ દોશીના પતિ. દિક્ષીત, સીમા પ્રકાશ મેઘાણી, રૂપલ પરેશ ગાંધી તથા જયશ્રીના પિતાશ્રી. સ્વ. નાથાલાલભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. કપૂરબેન, સ્વ. શાંતાબેન, સ્વ. લીલીબેનના ભાઇ. સ્વ. કેશવલાલ વીરપાળ પારેખના જમાઇ.ચિ. સિદ્ધિ, હર્ષિત-હેમાલી, જીનલ, ઉર્મિના નાના-દાદા. તા. ૧૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના સ્વ. નીમચંદ ખેરાજ ચરલા (ઉં. વ. ૬૫) ગુરુવાર, ૧૮-૪-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. દેસરીબેન હરખચંદના પૌત્ર. ગં.સ્વ. રૂપાબેન ખેરાજના પુત્ર. સ્વ. જયશ્રી, ભારતીના પતિ. અશોક, વિજય, પ્રતિકના પિતા. જયેષ્ઠી, રિધ્ધી, સ્નેહાના સસરા. ગં.સ્વ. મણીબેન ભીમશી રામજી કારીઆના જમાઈ. પ્રાર્થના સોમવાર ૨૨-૪-૨૪ના ૧૦થી ૧૧.૩૦ પ્રાર્થના સ્થળ. એમ.એમ. પ્યુપિલ્સ હાઈસ્કૂલ, ખાર-વેસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભરૂડિયાના સ્વ. વિરમ શીવજી ગાલા (ઉં. વ. ૭૧) શુક્રવાર, ૧૯-૪-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. લાડુબેન શીવજીના સુપુત્ર. જવેરબેનના પતિ. દિનેશ, નિકુંજ, ભારતી, દમયંતીના પિતાશ્રી. નિશા, હિરલ, પ્રવિણ, કલ્પેશના સસરા. કાન્તી, કુંવરજી, જયંતી, શાંતી, રંજનના મોટાભાઈ. પાર્વતી, ભાનુબેન, ભાવનાના જેઠ. ભરૂડિયાના સ્વ. મીઠીબેન પચાણ ગુણશી સત્રાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, ૨૧-૪-૨૪ના ૩થી ૪.૩૦. સ્થળ. શ્રી થાણા વર્ધમાન સ્થા. તળાવપાળી, થાણા-વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button