ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાંચ ટોબરા નિવાસી હાલ સુરત-અંકલેશ્ર્વર (સ્વ.) ચીમનલાલ નાગરચંદ જાદવજી સંઘવીના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૮૭) બુધવાર તા. ૧૭-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રજનીભાઈ, શૈલેશ, પ્રતીક્ષા, હર્ષા, નયનાના માતુશ્રી. સુરેખા, ભાવના, મહેશભાઇ, અશ્ર્વિન, રાજેન્દ્રના સાસુ. અર્ચના મહર્ષિ, મેધા વિરલકુમાર, સાગર, ઈશાન, પલક, આયુષીના દાદી. પિયરપક્ષે પચ્છેગામવાળા જયંતિલાલ ત્થા ભોગીલાલભાઈના બેન. લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના નિખીલ મહેન્દ્ર હરીયા (ઉં. વ. ૪૪) તા. ૧૮-૪-૨૪ ના અવસાન પામેલ છે. રંજનબેન મહેન્દ્રના પુત્ર. હેતલના પતિ. પિયાના પિતા. ભક્તિ, આરતીના ભાઈ. વિમળાબેન વિરચંદ ગોસરના જમાઈ. પ્રા.શ્રી ક.વિ.ઓ. સ્થા. મહાજનવાડી, ચીંચપોકલી. ટા.૩ થી ૪.૩૦. નિ : નિખીલ હરીયા. ૫૦૧, પદ્માવતી ગાર્ડન, રોડ નં.૩૩, માટુંગા, મું – ૧૯.
ગુંદાલા હાલે પત્રીના ઉમેદચંદ્ર વાલજી સતરા (ઉં. વ. ૭૭) તા. ૧૭-૪-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. રતનબેન (લધીબાઈ) વાલજીના પુત્ર. જયવંતીબેનના પતિ. વિશાલ, અંકિત, નીતા, મિત્તલના પિતા. બગડા ગંગાબેન લાલજી ખેરાજ છેડાના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સ. સ. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦.
રાધનપુર તીર્થ જૈન
હાલ મુંબઈનિવાસી સ્વ. શારદાબેન જયંતીલાલ (સાલમ)ના પુત્ર હેમેન્દ્રભાઈ તા. ૧૮-૦૪-૨૪ ને ગુરુવારના સ્વર્ગવાસ થયા છે. તે સ્વ. કુમુદબેનના પતિ. તોરલ સની પટેલ, જૈના એન્ડુપસ, હેતલજીત શાહના પપ્પા. સ્વ. દીપક, રાજેશ તથા શ્રીમતી વીણાબેનના મોટાભાઈ. સનયના નાના. જામનગરનિવાસી હાલ અંધેરી ગં. સ્વ. અશ્રુબેન વેણીલાલ શાહના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી જૈન
મહેમદપુર નિવાસી (હાલ ખાર) સ્વ. જીતેન્દ્ર અમૃતલાલ મહેતા (ઉં. વ. ૭૩) શિલ્પાબેનના પતિ તથા અંકુર, પ્રતિકના પિતા. વૈશાલી તથા હીનાના સસરા. પાર્શ્ર્વ, આશી, નક્ષીના દાદા ૧૨-૪-૨૪ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
