જૈન મરણ
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
માણસા નિવાસી, હાલ બોરીવલી કુમુદચંદ્ર મફતલાલ શાહ (ઉં. વ. 86) તે કાંતાબેનના પતિ. પરેશ, અલકાના પિતા. સંજયકુમાર તથા કાશ્મીરાના સસરા. ભાનુબેન, ઉર્મિલાબેન, દિલીપભાઈ, સરોજબેનના ભાઈ. સંકેત, ઈશા, અર્પિત, હેમલના દાદા સોમવાર 15/4/24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 204, અંબા આશિષ અંબેમાતા મંદિર સામે, કાર્ટર રોડ 3, બોરીવલી ઈસ્ટ.
દશા શ્રીમાળી જૈન
રાજકોટ નિવાસી, હાલ વિલેપારલા, સ્વ. મલુકચંદ મહેતાના પુત્ર જીતેન્દ્ર મહેતા (ઉં. વ. 76) 17-4-24 બુધવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ પ્રતિભાબેનના પતિ. નીરવ તથા શ્વેતાના પિતાશ્રી. જિનલ તથા તેજસકુમારના સસરા. આરવના દાદા. સ્વ. નલીનકાંત તથા પદ્માબેન દેસાઈ તથા ચંદ્રિકાબેન શાહના ભાઈ. સાસરા પક્ષે સ્વ. પૂનમચંદ શાહ (હાલ વસઈ)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડુમરા હાલે થાણાના અ.સૌ. વિમળાબેન ભવાનજી કારાણી (ઉં. વ. 73) તા. 16-4-24ના દેહત્યાગ કરેલ છે. ભવાનજીના ધર્મપત્ની. જેઠીબાઇ મોરારજી (ખરેવાલા)ના પુત્રવધૂ. બાંભડાઇના મણીબેન દેવરાજ સોનીના સુપુત્રી. દિપક, પ્રીતી, અમીષા, મીતા, ભાવનાના માતુશ્રી. સાભરાઇના વિજયા પ્રવિણચંદ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રીતી ગીરીશ ગાલા, 101/208, સહકાર એપાર્ટમેન્ટ, પોપ્યુલર હોટલની સામેની ગલીમાં, હીંગવાલા ક્રોસ લેન, ઘાટકોપર (ઇ.).
વડાલાના જીવીબેન ભવાનજી સતરા (ઉં. વ. 89) તા.16.4.24ના અવસાન પામ્યા છે. માતુશ્રી કુંતામા કુંવરજીના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. લક્ષ્મીચંદ, મનસુખ, શાંતિલાલ, મુકેશના માતુશ્રી. વડાલાના દેવકામા દેવશી જેઠા કેનિયાના સુપુત્રી. લાલજી, લક્ષ્મીચંદ, કુંદરોડીના અમૃત પ્રેમજીના બેન. પ્રાર્થના : તા. 19-4-24, ટા. 4 થી 5.30. શ્રી વર્ધમાન સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નીશર હોલ, દાદર (વે)
લાયજાના કુ. ઇન્દુમતી કેશવજી છેડા (ઉં. વ. 75) તા. 17-4-2024ના અવસાન પામેલ છે. નેણબાઇ કેશવજી છેડાના સુપુત્રી. વેલબાઇ પાસુ નરશીના પૌત્રી. ગુંદાલા ચંપાબેન વિસનજી રાંભીયા, સ્વ. રમેશ, ભરતના બેન. લાયજા લાધીબાઇ ખીમજી તાલાના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત કેશવજી છેડા, 902, જીવન મંગલ, દૌલત નગર રોડ નં. 6, બોરીવલી (ઇ.), મુંબઇ-66.
ડેપાના ઠાકરશી મોરારજી શાહ/મારૂ (ઉં. વ. 85) તા. 17.4.2024ના અવસાન પામ્યા છે. સુંદરબેન મોરારજી કોરશીના સુપુત્ર. નિર્મળાબેનના પતિ. સુરભિ, નયનના પિતાશ્રી. ડેપાના વશનજી મોરારજીના ભાઈ. પ્રાગપરના લક્ષ્મીબેન લખમશી ખીમજીના જમાઈ. ત્વચાદાન કરેલ છે. પ્રા. યોગી સભાગૃહ (ગ્રાઉન્ડ ફલોર), દાદર-ઈ. ટા. 4 થી 5.30.
પોરબંદર દશા શ્રીમાળી સ્થા જૈન
હાલ બોરીવલી નિવાસી ગં. સ્વ. ભાવનાબેન ભુપેન્દ્રભાઈ શાહના પુત્ર હિતેશ શાહ (ઉં. વ. 45) તે 15/4/24ના પાલીતાણા અરિહંતશરણ પામેલ છે. વ્યોમાબેનના પતિ. અસ્મિ તથા માન્વીતના પિતા. પાયલના ભાઈ. વેરાવળવાળા નીલા દિપક શાહના જમાઈ. પ્રાર્થનાસભા 20/4/24ના 3 થી 5. શ્રી વર્ધમાન સ્થા જૈન ઉપાશ્રય, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, શંકરમંદિરની સામે, એસ. વિ રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા જૈન
માંગરોળ નિવાસી સ્વ. ત્રિભોવનદાસ મદનજીના પુત્રવધૂ તથા મધુકરભાઈ શાહના ધર્મપત્ની હાલ બોરીવલી અ. સૌ. મીનાબેન શાહ (ઉં. વ. 66) તે સેજલ પારસકુમાર ગાંધી, અમિષા વિપુલકુમાર શાહ તથા સલોનીના માતુશ્રી. બીલખા નિવાસી હાલ મુંબઈ સ્વ.મંગળાબેન રતિલાલ ગીરધરલાલ શેઠની પુત્રી. કિર્તીકુમાર, સ્વ.પ્રદીપકુમાર, જ્યોતિ પ્રકાશકુમાર પારેખના બહેન 16/4/24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરાપુર (ધાનાણી) નિવાસી હાલ મુંબઇ ગોરેગામ પ્રકાશભાઇ ઉત્તમચંદ દેસાઈ (ઉં. વ. 79) તે સ્વ. નિરૂપમાબેનના પતિ. કુંજલ તથા ધૈવતના પિતાશ્રી. તે કીર્તિકુમાર જોબાલીઆ, તથા નેહલના સસરાજી. ક્રિતી, ઈશાનના મોટાપપ્પા. ખ્યાતિ, ચૈતન્યના નાના. તે રાજુલબેન નરેન્દ્ર ગાઠાણી, નલિન – અમિતા, વર્ષા મુકેશ કોઠારી અને શૈલેશ- હીનાના મોટાભાઈ, તા. 16/ 4 / 2024ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ડોમ્બીવલી હરેન્દ્ર શાહ (ઉં. વ. 70) તા. 16-4-24ના અવસાન પામેલ છે. તે લીલાવતીબેન ચંપકલાલ હરિલાલના પુત્ર. નટવરલાલ, સ્વ. અશોકભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈના ભાઈ. ઇન્દિરાબેન ચંદ્રકાન્ત શાહના ભાઈ. તે રંજનબેન નટવરલાલ શાહ, સ્વ ચારુબેન અશોકભાઈના દિયર. ધર્મેન્દ્ર, કિંજલ, ગુંજા, ધ્રુવલના કાકા. વૈશાલી ધર્મેન્દ્રભાઈ શાહ, લબ્ધી ધ્રુવલ શાહના કાકાજી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.