જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સરસઈ નિવાસી હાલ નાસિક ગં. સ્વ. ઝબકબેન જગજીવનદાસ ગોડાના પુત્ર વિનોદભાઈ (નાનુભાઈ) (ઉં.વ. ૭૩) તે તા. ૧૪-૪-૨૪, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. આસ્મિત, બીજલના પિતા. અ. સૌ. ગાયત્રી (પાલકર), રવિકુમાર મોદીના સસરા. સ્વ. મનમોહનભાઈ ગોવિંદભાઈ શાહ (માંગરોળ)ના જમાઈ. સ્વ. મહેન્દ્રભાઈ, રમેશભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, લલિતભાઈ, રાજેન્દ્રભાઈ, મંજુલાબેન વિનોદરાય મહેતા, મંગળાબેન શરદભાઈ દોશી, ચંદ્રિકાબેન પ્રફુલ્લભાઈ ગાંધી, નીતાબેન રાજેન્દ્રભાઈ શાહના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ કકરવાના હાલે મુલુન્ડ સ્વ. ચંદ્રકાન્ત કારીઆ (ઉં.વ. ૬૪) તા. ૧૨-૪-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. પૂંજીબેન ભુરાલાલ કોરશી કારીઆના પુત્ર. તારાના પતિ. વેલજી, શીવજી, જયંવતીના ભાઈ. નિર્મળા, હંસાના દિયર. સુવઈના ગં. સ્વ. રમાબેન શામજી હિરજી સાવલાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૭-૪-૨૪, બુધવારના યોગી સભાગૃહ, ટાઈમ ૩ થી ૪.૩૦.
સોરઠ શ્રીમાળી જૈન
માણાવદર નિવાસી, હાલ બોરીવલી સ્વ.કલાવંતી ચંદુલાલ દોશીના સુપુત્ર નરેન્દ્રભાઈ (ઉં. વ. ૭૦) તા. ૧૫.૦૪.૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. લેરિયા નિવાસી સ્વ.ભાનુબેન રતિલાલ શેઠના જમાઈ. નેહા પ્રતીક શાહ અને કિંજલ મિલિન કોરડીયાના પિતાશ્રી. જીતુભાઈ, હર્ષદભાઈ, પ્રફુલાબેન દલસુખરાય શાહ, ભાવનાબેન કમલેશભાઈ શાહ, રેખાબેન રાજેશકુમાર મહેતાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. : એ -૧૦, ૩જે માળે, કવિતા દર્શન, નાટકવાળા લેન, મેઘદૂત બિલ્ડિંગની સામે, બોરીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજા હાલે સુરતના પૂ. પ્રવિણા મૈયા સાવલા (શાહ) (ઉં. વ. ૬૪) તા. ૧૩-૪-૨૪ના સ્વધામ થયા છે. પૂ. લક્ષ્મીચંદ બાપુના ધર્મપત્ની. કેશવજી ઉકેડા સાવલાના પુત્રવધૂ. મોતાના રણછોડભાઇ ભુલાભાઇ પટેલના સુપુત્રી. ધર્મિષ્ઠા, શ્રી યોગેશ્ર્વરબાપુના માતુશ્રી. મોતાના મહેન્દ્રભાઇ વિજયભાઇ, પુનાના નીલા ઠાકોરભાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. યોગેશ્ર્વર લક્ષ્મીચંદ સાવલા (શાહ), શ્રી શિવશક્તિ અલખ ધામ મંદિર, મુ.પો. ગંગાધરા ચાર રસ્તા, સુરત, બારડોલી, તા. પલસાણા, જિ. સુરત.
બિદડા (વિ.ફ.)ના જવેરબેન હંસરાજ હીરજી વોરા (ઉં. વ. ૮૧) તા. ૧૫-૪-૨૪ના અવસાન પામેલ છે. હાંસબાઇ/દેવકાંબેન હીરજી આસગના પુત્રવધૂ. સ્વ. હંસરાજના પત્ની. દિપા, દિપ્તી દિલેશ, દિપેનના માતુશ્રી. ના. આસંબીયા દેવકાબેન રવજી ડુંગરશીના સુપુત્રી. મમીબેન રતનશીના નણંદ. રતનબેન ગાંગજી, રાજબાઇ નાંગશી, મણીબેન પ્રેમજી, રૂક્ષ્મણી ગાંગજી, પ્રભાબેન કાનજી, લીલાવંતી પ્રેમજી, તુંબડીના ઇંદુમતી જેઠાલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપેન વોરા, બી-૫, અક્ષરધામ, નારાયણનગર, ઘાટકોપર (વે.).
ગોધરા (લાતુર) હાલે પુનાના ચુનીલાલ ધારશી નાગજી સાલિયા (ઉં. વ. ૮૨) તા.૧૪-૪-૨૦૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઈ ધારશીના સુપુત્ર. લીલાવંતીના પતિ. વિમલ, કપિલના પિતાશ્રી. હેમલતા, ચંદ્રકાંત, ચંદન, ધનવંતી, હરખચંદ, હર્ષદ, બિપીનના ભાઈ. નાના ભાડીયા જેશંગ ખીમજી રાંભીયાના જમાઈ. પ્રા.રામજી અંદરજીની વાડી – રામવાડી માટુંગા (સે.રે.), ટા. ૪. થી ૫.૩૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ ઘાટકોપર લીલાવંતીબેન પુરુષોત્તમદાસ દિપચંદ ધ્રુવના સુપુત્ર મધુકર (ઉં. વ. ૭૪) તા. ૧૪-૦૪-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વિલાસબેનના પતિ. મૌલીક, પ્રાચી પ્રણકુમારના પિતાશ્રી. દૈવિકના નાના. સ્વ.સુરેશભાઈ, સ્વ.શશીકાન્તભાઈ, હર્ષદભાઈ, સ્વ. દિનપ્રભાબેન ધીરજલાલ પટેલ, વસંતબેન રસીકભાઈ વોરા, અરૂણાબેન જયંતીલાલ વોરા તથા જયશ્રીબેન ગિરીશકુમારના ભાઈ. અમરેલી નિવાસી બિપીનભાઈ ત્રંબકલાલ મહેતાના જમાઈ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ-૨, જીનેશ્ર્વર દર્શન, નવરોજી લેન, પરમ કેશવબાગની બાજુમાં, ઘાટકોપર-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટનિવાસી ભરતભાઈ રતિલાલ પારેખ (હાલ બેંગ્લોર)નાં ધર્મપત્ની તેમજ ચેન્નાઈનિવાસી લીલાવતી ભાણજી ભગવાનદાસ પારેખનાં પુત્રી તથા કિશોર અને પ્રવીણના ભાભી. તેમજ જયેશ-નીતા, મીતા-હરેશ દફતરી, સીમા- જયકાંત પારેખના માતુશ્રી નીલાબહેન (ઉં. વ. ૯૪) ૧૫ એપ્રિલ-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શાહ જસવંતીબેન જમનાદાસ હીરાચંદ (કામરોળવાળા)ની પુત્રી બીનાબેન (બેબીબેન) જમનાદાસ શાહ (ઉં. વ. ૬૦) ૧૪-૪-૨૪ના મહુવા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઈ, દીનેશભાઈ, મહેશભાઈ, ચેતનભાઈ, પ્રવિનાબેન હર્ષદરાય, કલ્પનાબેન હરેશકુમાર, હર્ષાબેન રાકેશકુમારના બેન. ગુણવંતીબેન, મીનાક્ષીબેન, મિતાબેન, બિનલબેનના નણંદ. અજીતકુમાર જગજીવનદાસ પાલીતાણાવાળા મુલુંડના ભાણેજ. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.