મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ સાયન સ્વ. પ્રવિણચંદ્ર રતીલાલ દોશીના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. 73) 14-4-24, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચંદ્રકાંતભાઈના ભાઈના પત્ની. અલ્પેશ તથા શીતલના માતુશ્રી. અ.સૌ. મેઘાના સાસુ. સલોની, ફેલીશાના દાદી. પિયરપક્ષે કાજાવદરવાળા મહેશભાઈ ભીમજી લાખાણી હાલ મુલુન્ડના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. અલ્પેશ દોશી, 601, સુમીત લત્તા, સાયન દેરાસર પાસે, સાયન (વેસ્ટ).
માંગરોળ દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી, હાલ સાંતાક્રુઝ સ્વ. સુશીલાબેન શાંતિલાલ હરકિશનદાસ દલાલના પુત્ર નિરંજનભાઈ (ઉં. વ. 79) તે સ્વ. જ્યોત્સનાબેનના પતિ. અજેશ, નિમેષ, પુર્વીના પિતા. અલ્પા, નેહા અને વિશાલભાઈના સસરા. સ્વ. દિલીપભાઈ-વર્ષાબેન, સ્વ. કિરીટભાઈ-મધુબેન, ડૉ. રાજેન્દ્રભાઈ-ડૉ. જ્યોતિબેનના ભાઈ. દેવાંશ, વામાના દાદા 14-4-24, રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વિજાપુર નિવાસી હાલ સાયન-ચુનાભઠ્ઠી સ્વ. મુળજી નાથાલાલ પિપલિયાના સુપુત્ર અનિલકુમાર (ઉં. વ. 72) તે ઇંદુબેનના પતિ. હેતલ, દિપેશ, બિજલના પિતાશ્રી. ભરતકુમાર ભટ્ટ, ભૂષણ પરાડકર અને જિનલનાં સસરા. હસમુખલાલ, ચિમનલાલ, સ્વ. કિશોરભાઇ, છબીલભાઇ, સ્વ. ધીરજભાઇ, અરુણાબેન હર્ષદરાય પંચમિયા, સ્વ. ભાવનાબેન રમેશકુમાર દોશીના ભાઇ. સ્વ. મુળચંદ કાળીદાસ હેમાણીના જમાઇ. તા. 14-4-24 રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠીનિવાસી, હાલ સાંગલી અ. સૌ.માલતીબેન દિલીપભાઈ રમણીકલાલ શાહ (ઉં. વ. 68) તા. 14 એપ્રિલના રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે દક્ષતા સંજય ગોડા, નયન, રચનાના માતા. નીવ અને રેયાંસના દાદી. વિરાજના સાસુ. હસમુખ, અરુણા, નલિની અને ઉષાના ભાભી અને સ્વ. નિર્મળાબેન ગુલાબરાય મહેતાના પુત્રી. તેમની પ્રાર્થનાસભા તા. 18 એપ્રિલના ગુરુવારે 11થી 12 . સ્થળ: માહેશ્વરી ભવન, મહાવીર નગર, સાંગલી.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજ સીતાપુર નિવાસી હાલ કાંદિવલી સ્વ.સુરજબેન લક્ષ્મીચંદ શાહના દીકરા. ધ્રાંગધ્રા નિવાસી શેઠ શ્રી શાંતિલાલ હંસરાજ દફતરીના જમાઈ સ્વ.સુરેશભાઈ (ઉં. વ. 84) તા. 14.4.2024ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વાતીબેનના પતિ. સંદીપ, શીતલ, સુનિલના પિતાશ્રી. અમી, સુનિલકુમાર ગોસલીયા, ફાલ્ગુનીના સસરા. કરણ, કિંજલ, વત્સલના દાદા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સુનિલ શાહ, બી-705, બ્લુ તુલિપ બિલ્ડીંગ, એકતા નગર, કાંદિવલી વે.
પાટણ સાંડેસરા જૈન
કસુંબીયા વાડો હાલ બોરીવલી મુકેશભાઈ શાંતિલાલ શાહ (ઉં. વ. 64) તે 14/4/24ના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. મેઘા તથા દર્શનના પિતા. સ્વરા તથા અનીલકુમારના સસરા. નરેશભાઈ તથા સ્વ. ભરતભાઈના ભાઈ. સ્વ. સોનલ તથા આરતીબેનના દિયર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
અમરેલી નિવાસી હાલ મલાડ બાવચંદ વલ્લભદાસ ટોલીયા (ઉં. વ. 90) તે સ્વ.પુષ્પાબેનના પતિ. મિતેષ તથા દર્શનાના પિતા. પૂનમ તથા અફઝલભાઈના સસરા. સ્વ.રસિકભાઈ, સ્વ.બચુભાઈ, સ્વ.બાબાભાઈ, રમાબેન તથા મધુબેનના ભાઈ. મોટા સમઢીયાળા નિવાસી સ્વ.મણિલાલ અમરશી દેસાઈના જમાઈ. 12/4/24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણ (હાલે ભાવનગર)ના અ.સૌ. અવની મિતેષ સાવલા (ઉં. વ. 46) તા. 12-4-24ના અવસાન પામેલ છે. પુષ્પા ધીરજના પુત્રવધૂ. મિતેષના પત્ની. ચંચળબેન કંચનભાઇના પુત્રી. ચિરાયુના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મિતેષ શાહ, ગુરૂકૃપા, બાબાભાઇની ચાલ, રૂપાણી, ભાવનગર.
ગુંદાલા હાલે બીજાપુરના માતુશ્રી દમયંતીબેન (બચુભાઇ) દામજી માલશી રાંભીયા (ઉં. વ. 90) તા. 14-4-24ના અવસાન પામેલ છે. દામજીના પત્ની. નંદા, જીતેન્દ્ર, જસ્મીન, વર્ષા, કેતન, કોમલના માતુશ્રી. કારાઘોઘાના માતુશ્રી મણીબાઇ મુરજી લાલજી નાગડાના પુત્રી. ભવાનજી, લખમશી, મેઘજી, દામજી, ઉત્તમચંદ, કેસરબેન રવજી, દમયંતી મણીલાલ, હેમકુંવર મુલચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતેન્દ્ર દામજી, અંબીકા હાઉસ, સ્ટેશન રોડ, બીજાપુર, કર્ણાટક.
ડેપાના દામજી ઉમરશી રાંભીયા (ઉં. વ. 77) તા. 14-04-24ના અવસાન પામેલ છે. દેવકાબેન ઉમરશી પાલણના પુત્ર. દમયંતીના પતિ. દીલીપ, ભાવિનના પિતા. સ્વ. નાગજી, સ્વ. પોપટલાલ, પ્રવિણ, નાની તુંબડીના ચંચલ ગણપત, ઇંદુમતી ચુનીલાલ, પુનડીના ભાનુમતી હરીલાલ, તલવાણાના સુનીતા જયંતીલાલના ભાઇ. પત્રીના ઝવેરબેન ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. બાર નવકાર ગણવા. નિવાસ : દમયંતી રાંભીયા, 402, રામેશ્વર, ધોબી આળી, મુંદડા કંપાઉન્ડ, થાણા (વેસ્ટ).
પુનડીના કાંતિલાલ લાલજી સંગોઈ (ઉં. વ. 83) તા. 13-4-2024 ના અવસાન પામ્યા છે. રતનબાઈ લાલજી ઉમરશીના સુપુત્ર. જવેરબેનના પતિ. હિતેશ, કલ્પા, ધર્મેશના પિતાશ્રી. જીવરાજ, ગણપત, ફરાદી મોંઘીબેન કેશવજી, કોડાય સુંદરબેન મુલચંદ, મોટા આસંબીયા ગાંગબાઈ દામજીના ભાઈ. મોટા આસંબીયા લાછબાઈ હીરજી દેવશીના જમાઈ. પ્રા. માટુંગા ક.મૂ.શ્વે. જૈન સંઘ : નારાણજી શામજી વાડી (ટા. 3.30 થી 5), નિ. કાંતિલાલ લાલજી : 601, અન્નપૂર્ણા ભવન, મહિલા આશ્રમ રોડ, માટુંગા, મું-19.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button