જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોખડકા નિવાસી હાલ પ્રભાદેવી ભુપતરાય લાલચંદ શાહ (ઉં.વ. ૮૯) તા. ૧૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેનના પતિ. નિલેશ, પરેશ, ચેતનના પિતા. ફાલ્ગુની, પ્રિયા, નેહલના સસરા. ઈશાની, કૃશાલી, શૌનક, આશવી, દ્રિશા, ક્રિશાના દાદા. સ્વ. દલીચંદભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. પુનમચંદભાઈ, સ્વ. ચંદનબેન, સ્વ. ચંદ્રાબેનના ભાઈ. ભાવયાત્રા તા. ૧૪-૪-૨૪, રવિવારે ૧૦ થી ૧૨.૩૦. સ્થળ: રામવાડી, ચંદાવરકર રોડ (રામ આશ્રય હોટલની લેન), માટુંગા (સેન્ટ્રલ રેલવે), મુંબઈ-૧૯.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી વાવડી નિવાસી હાલ ભાયંદર સ્વ. ભાઈચંદભાઈ કાનજીભાઈ શાહના પુત્ર સ્વ. જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૬૨) તા. ૧૧-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્મિતાબેનના પતિ. પ. પૂ. સમરસવર્ષાશ્રીજી મ.સા., ખુશ્બુના પિતા. સ્વ. હર્ષદભાઈ, દિનેશભાઈ, સ્વ. રમીલાબેન વીરેન્દ્રકુમાર, સ્વ. પ્રફુલાબેન વિજયકુમાર, નીતાબેન વિજયકુમારના ભાઈ. રિતેશ, હીપેનના કાકા. તે (રતનપર ગાયકવાડ નિવાસી) સ્વ. શાંતિલાલ પરસોત્તમદાસ સંઘવીના જમાઈ. નિવાસસ્થાન: પાર્શ્ર્વનગર નં. ૨, બી-૩૦૨, દેવચંદ નગર રોડ, ભાયંદર (વેસ્ટ). સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાંગલપુરના હેમલતા (ચંદ્રીકા) હરખચંદ મોતા (ઉં. વ. ૬૬) તા. ૧૧-૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મમીબાઇ માલશી વીધુના પુત્રવધૂ. સ્વ. હરખચંદના ધર્મપત્ની. અલ્પા, ભાવિની, અશ્ર્વિનીના માતા. મઠાબાઇ લાલજી ગંગરના પુત્રી. દિનેશ, શશીકાંત, હરેશ, ઇંદીરા/ભારતી નેમચંદ, ભોરારા વિમળા રામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ભાવિની દેઢીયા, ૭૦૩, શ્રધ્ધા રાજ મયુર, સેવારામ લાલવાની રોડ, મુલુંડ (વે.), મું.નં. ૪૦૦૦૮૦.
કોટડા રોહાના નિર્મળાબેન લાલજી હરીઆ (ઉં. વ. ૬૯) તા.૧૧-૪-૨૦૨૪ના દેશમાં અવસાન પામેલ છે. ગુમીબાઇ દેવજી હરીઆના પુત્રવધૂ. લાલજી દેવજીના ધર્મપત્ની. હિરેન, રાજેશ, દક્ષાના માતાજી. કોટડા (રોહા)ના પુરબાઇ ભાણજી લીલાધર ગાલાની પુત્રી. કેશવજીભાઇ, વિશનજી, મોથાળાના ઝવેરબેન વિશનજી, ગઢશીશાના કસ્તુર ભવાનજી, નારાણપરના નયના નવીનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લાલજી હરીઆ, વેસ્ટર્ન સીટી, એલ.પી.સવાણી સ્કુલની પાછળ, સુરત.
મોટા આસંબીયાના માતુશ્રી મણીબેન આણંદજી વેલજી સાવલા (ઉં. વ. ૮૦) તા. ૧૧-૪-૨૪ના અવસાન પામેલ છે. આણંદજી વેલજી સાવલાના ધર્મપત્ની. મમીબાઇ વેલજી ઘેલાના પુત્રવધૂ. લાયજાના કેસરબેન વેલજી હીરજી ગાલાના સુપુત્રી. નાંગલપુરના ખેતબાઇ, જેઠાલાલ, ભવાનજી, પ્રેમચંદના બેન. રાજેશ, લતા (દર્શના), સ્વ. જયેશ, કિશોરના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : કિશોર આણંદજી સાવલા, ૧૦૪, સી-વિંગ, અંબાજી દર્શન, એન.ઇ.એસ. રોડ, ભાંડુપ (વે.), મુંબઇ-૭૮.
દશા શ્રીમાળી જૈન
જૂનાગઢ (છત્રાસા) નિવાસી હાલ હૈદ્રાબાદ, સ્વ. જયાબેન પ્રભુદાસભાઈ અવલાણીના પુત્ર હસમુખભાઈ અવલાણી (ઉં. વ. ૭૫), તે માલતીબેનના પતિ. પૂર્વી, ભુમિકાના પિતા. રામકૃષ્ણ મલેલા, ગૌરવ મહેતાના સસરા. શશીકાન્તભાઈ, સુરેશભાઈ, નિતીનભાઈ, સ્વ.પ્રદિપભાઈ, સ્વ.કિરીટભાઈ, હિતેશભાઈ, મુકેશભાઈ, સ્વ.ચંદ્રિકાબેન શેઠ, ભાનુબેન મોદી, અરૂણાબેન સંઘરાજકા, મીનાબેન પારેખ, નયનાબેન ગાંધીના ભાઈ. સ્વ. ચીમનભાઈ વિરાણી (અહમદનગર)ના જમાઈ, પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૦૨૪ના પરમ કેશવ બાગ, ઘાટકોપર, ૪.૩૦ થી ૬.૦૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કામરોળ નિવાસી હાલ મીરારોડ સુરેશચંદ્ર દલિચંદ શાહના ધર્મપત્ની પ્રભાબેન શાહ (ઉં. વ. ૮૨) તે ૯/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અશોક, રાજેશના માતુશ્રી. તેજલ તથા રૂપલના સાસુ. ભાવિક, દર્શિત, વિરતી તથા રાજવીના દાદી. પિયરપક્ષે સ્વ. અમૃતલાલ ત્રિભોવનદાસ શાહના દીકરી ભાવયાત્રા ૧૪/૪/૨૪ના ૧૦ થી ૧૨. સેન્ટ્રલ પ્લાઝા હોલ, બેન્ક ઓફ ઇન્ડિયાની ઉપર, શાંતિપાર્ક મીરારોડ ઇસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાયદેશ દશા હુમ્મડ દિગંબર જૈન
ભિલોડા નિવાસી હાલ કાંદિવલી રમણલાલ જીવરાજ શાહ (ઉં. વ. ૮૮)તે શારદાબેનના પતિ. જયેશભાઇ, પિયુષભાઇ, જ્યોતિબેન તથા ઇલાબેનના પિતા. પિન્કાબેન, કેનાબેન, સુનિલકુમાર અને નરેશકુમારના સસરા. જીનાલી, મેશ્વા, જૈનમ અને સ્નેહીના દાદા. મંજુલાબેન, લીલાબેન અને પ્રેમિલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૩-૪-૨૪ના ૩ થી ૪:૩૦. સ્થળ.. શ્રી વર્ધમાન સ્થાનક વાસી જૈન સંઘ, ડાયમંડ સિનેમાની સામે. એલ ટી રોડ બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જસવંતીબેન તથા સ્વ. હરસુખલાલ ઓધવજી સંઘવીના સુપુત્ર દિલીપભાઇ સંઘવી (ઉં. વ. ૭૭) તે કુમુદબેનના પતિ. હિરેન-હિરલ તથા જોલી-કેતકભાઇ બાટવીયાના પિતાશ્રી. તે ગજેન્દ્રભાઇ, સ્વ. વજેન્દ્રભાઇ, સુરેશભાઇ, નયનાબેન, રજનીકાંત મોદી, સાધનાબેન ભરતભાઇ વોરા તથા ઇલાબેન (આશાબેન) અશોકભાઇ શેઠના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. દલીચંદભાઇ ન્યાલચંદ દોશીના જમાઇ તા. ૧૨-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.