જૈન મરણ
પાટણ નિવાસી તંબોળીવાડા, કુંભારીયા પાડાના દેવેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૯) તે વસંતબેન નાનકચંદના સુપુત્ર. શ્રીકાંતભાઈ, દામિનીબેન, નિકીતાબેનના પિતાશ્રી તા. ૧૦-૪-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ ગોંડલના વતની હાલ મુંબઇના નિવાસી મહેશભાઇ ચીનુભાઇ કોઠારી (ઉં.વ.૭૮), તે રેખાબેનના પતિ અને સ્વ. વિજયાબેન ચીનુભાઇ કોઠારીના પુત્ર. તે નીરજ, સમીર અને અમીતના પિતા. તે જીજ્ઞા, કિરણ અને પ્રીતિના સસરા. તે સ્વ. પ્રદિપભાઇ અને રાજુભાઇ તેમ જ હરેશભાઇના મોટાભાઇ અને ભાવનાબેન અને પરિન્દુબેનના જેઠ. તે નીલ, પૂજા, હરિપ્રીયા, રૂષભ, ઉર્વિરા અને યશ્વીના દાદા તે મંગળવાર, તા. ૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. રાયચંદ સતરા (ઉં.વ. ૬૮) તા. ૭-૫-૨૪ના અવસાન પામેલ છે. તે ચાંપુબેન જીવરાજ સત્રાના પુત્ર. સ્વ. કસ્તુર, રાહુલના પિતા. મનીષા, જીતેન્દ્રના સસરા. રૂપલના દાદા. ક્રિસના નાના. સ્વ. ઉમરશી, સ્વ. હિરુબેન, મણીબેન, દિવાળીબેનના ભાઈ. ગામ વણોઈના સ્વ. વેલુબેન મણશી શામજી બૌવાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: ગણેશ ટાવર, ફ્લેટ નં. ૮૦૧, થાણા (વેસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા
શ્રીમાળી જૈન
મૂળી નિવાસી, હાલ કાંદિવલી, નરેન્દ્રભાઈ હિંમતલાલ શાહ (ઉં.વ. ૮૨) તે જ્યોતિબેનના પતિ. સેજલ- હિમાંશુ, જલ્પા-બ્રિજેશના પિતાશ્રી. તે સ્વ. ભોગીનભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. કસ્તુરચંદ મગનલાલ શાહ (સુરત)ના જમાઈ. પૂનમચંદ પોપટલાલ દોશી તથા સ્વ. અશોકભાઈ વાડીલાલ શાહના વેવાઈ. તે મનન તથા આગમના દાદા તા. ૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૪, ગુરુવારના ૩.૩૦થી ૫.૩૦, સ્થળ: પાવનધામ, સત્યા નગર, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. (ત્વચા દાન કરેલ છે.)
વિશા પોરવાડ વણિક જૈન
જામનગર નિવાસી, હાલ વસઈ (ઈ) સ્વ. પ્રભુદાસ કચરાભાઈ પારેખ તથા સ્વ. વનિતાબેન પ્રભુદાસ પારેખના સુપુત્ર ચિ. રાજેશ પારેખ (ઉં.વ. ૫૫) તે અનિતાના પતિ. સ્વ. પ્રફુલભાઈ, સ્વ. કિર્તીભાઈ તથા ઉષાબેનના ભાઈ. સ્નેહા પ્રફુલચંદ્ર પારેખના દિયર. ચિ. હાર્દિક તથા તેજસના કાકા તા. ૮-૪-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા
શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ શહેર નિવાસી (હાલ – બોરીવલી) શ્રીમતી ભારતીબેન ગાંધી (ઉં.વ. ૮૭) તેઓ સ્વ. પ્રવીણચંદ્ર વ્રજલાલ ગાંધીના ધર્મપત્ની. મીલન, બીરેન, સુષમા તથા પ્રીતિના માતુશ્રી. નીપા, હિના, દિપકકુમાર તથા નીતિનકુમારના સાસુ. સ્વ. મનુભાઈ મોહનલાલ સંઘવીના દીકરી. હર્ષિત, મીતી જેનીશા રાજ શાહ, કરણ, નિધિ, અંકિત, સાગર, તાન્યા પ્રાચી સાગર સંઘવી, વિધિ સ્મીત શાહના નાની-દાદી તા. ૯-૪-૨૪ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. બધા પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના ૪.૦૦થી ૬.૦૦ સ્થળ: લોટસ હોલ, રઘુલીલા મેગા મોલ, ચોથા માળે, પોયસર ડેપોની પાછળ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા રોહાના ગૌતમ ભવાનજી નાગડા (ઉં.વ. ૫૦) તા. ૮-૪ના અવસાન પામેલ છે. મેનાબેન ભવાનજીના પુત્ર. ભાવિનીના પતિ. લબ્ધિ, સિધ્ધીના પિતા. મહેશ, વિજય, તિલક, ભાવિકાના ભાઇ. નીરુબેન પોપટલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાવિની નાગડા, ૪૦૧, સેંટોસા રેસિડેન્સી, મગર પટ્ટા, પુના-૧૩.
કોડાયના પંકજ દામજી સાવલા (ઉં.વ. ૫૫) તા. ૮-૪-૨૪ના અવસાન પામેલ છે. નવલબેન દામજીના પુત્ર. મંગલાબેન ઉર્ફે ગંગાબાઈ સામજી ગડાના જમાઇ. રક્ષાના પતિ. ચાંદની, અમનના પિતા. નિલના સસરા. અરૂણા, રાજેશના ભાઇ. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વેે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે). ટા.: ૪ થી ૫.૩૦. નિ. પંકજ સાવલા, ૫/૬, શંકર નિવાસ, પ્રભાત કોલોની, સાંતાક્રુઝ (ઈ.).
બાંભડાઇ હાલે ઇન્ડીના માવજી મુરજી સોની (ઉં.વ. ૮૩) ૭-૪-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મુરજીના પુત્ર. રાજુલના પતિ. કલ્પના, નયના, કિર્તી, રોહિતના પિતા. દેઢિયાના ધનબાઇ ટોકરશી, ઉનડોઠના મણિબેન કાંતિલાલના ભાઇ. નારાણપુરના કેશરબાઇ દેવજી લાલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
બેરાજાના લક્ષ્મીબેન દેઢિયા (ઉં.વ. ૮૩) મુંબઇમાં તા. ૯/૪/૨૪ના અવસાન પામ્યા છે. તેઓ રમણીકલાલ દામજી લધાના ધર્મપત્ની. નેણબાઇ દામજી લધાના પુત્રવધૂ. ડો. પરેશ અને દિપ્તીના માતુશ્રી. બેરાજા (હાલે દૌંડ)ના પાનબાઇ વેલજીના પુત્રી. માવજી, ભવાનજી, મણીબેન કાનજી, કસ્તુરબેન શાંતિલાલના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસ: ડો. પરેશ રમણીક દેઢિયા, ચંદ્રવિલા, પારસી કોલોની, દાદર (ઇ.).
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
વઢવાણ નિવાસી હાલ મલાડ ગં. સ્વ. કનકબેન સોલંકી (ઉં.વ. ૬૦) તે ૩/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હર્ષદભાઈ ચત્રભુજભાઈ સોલંકીના ધર્મપત્ની. જસ્મીના, દિપાલી, કશ્યપના માતુશ્રી. વીરેન્દ્રકુમાર થોરિયા, હર્નિશકુમાર પરમાર, સેજલબેનના સાસુ. દર્શનાબેન અનિલભાઈ સોલંકીના દેરાણી. ગં. સ્વ. જયશ્રીબેન પ્રદીપભાઈ સોલંકીના જેઠાણી. સ્વ. મધુબેન ભાઇલાલભાઈ સોલંકીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૧/૪/૨૪ના ૪ થી ૬. બાંગુર વિદ્યાભવન, પ્લોટ નં. ૦૯, સ્વામી અયપ્પા મંદિર માર્ગ, બાંગુરનગર મેટ્રો સ્ટેશન, બાંગુરનગર, ગોરેગાવ વેસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ગામ કડી હાલ દહિસર ભાનુમતી અરવિંદભાઈ ઠાકર (ઉં.વ. ૭૦) તે ૯/૪/૨૪ના દેવલોક પામેલ છે. તે રિતેશ, હિમાંશુ તથા વૈશાખીના માતુશ્રી. કવિતા, પૂનમ તથા ચેતનકુમારના સાસુ. ઉર્મિલાબેન, મૃદુલાબેન, સ્વ. અનિલભાઈ તથા સ્વ. વિષ્ણુભાઈના ભાભી. સ્વ. રમેશચંદ્ર ભગવાનદાસ રાજાણી, સ્વ. મંગળાબેન, મીનાબેનના બહેન. રિષભ, હેતાંશ, આયુષી, જેનીલ, નિશીના દાદી. પ્રાર્થનાસભા ૧૧/૪/૨૪ના ૫ થી ૭. નોર્ધન હાઈટ્સ, પી ૩, બેન્કવેટ હોલ, એસ. વિ. રોડ, દહિસર ઈસ્ટ.
હાલાઇ લોહાણા
નરેન્દ્ર મોહનલાલ મજીઠીયા (ઉં.વ. ૮૭), કાંદિવલી તે મધુરીબેન મજીઠીયાના પતિ. તે ચારુબેન, રાજેશ અને પરેશના પિતા. તે સ્વ. વિનોદભાઈ, સ્વ. શશીકાંતભાઈ, રમેશભાઈ, પ્રવીણાબેનના મોટાભાઈ. તે સ્વ. હરેશકુમાર, તૃપ્તિ અને બીજલના સસરા. તે સ્વ. કરસનદાસ ગોકાલદાસ પાબારીના જમાઈ. તે પાર્થ, ઐશ્ર્વર્યા અને હર્ષના દાદા તા. ૧૦/૪/૨૪ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૧/૪/૨૪ના ગુરુવારે ૫ થી ૭ શ્રી હાલાઇ લોહાણા બાળઆશ્રમ, કાંદિવલી વેસ્ટ.
વેજલપુર એકડા વિશા ખડાયતા
મૂળ વતન દેલોલ હાલ વિલેપાર્લે નિવાસી જયેશભાઇ શાહ (ઉં.વ. ૬૯) તે ૩૧/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુધાબેન તથા સ્વ. બિપીનચંદ્ર શાહના પુત્ર. તૃપ્તિબેનના પતિ. તે પાયલ અને પાર્થીકના પિતા. કનૈયાલાલ રમણલાલ અને કોકિલાબેનના જમાઈ. તે હરીશ; રશેશ; સચિન અને શૈલેષના ભાઈ. તેમનું બેસણું ૧૨/૪/૨૪ના ૯ થી ૧૦:૩૦. ખડાયતા ભવન, ૩૨ હનુમાન રોડ, વિલે-પારલે પૂર્વ.
ઘોઘારી વિશા મોઢ વણિક
થાણા નિવાસી સ્વ. શાંતિબેન જયંતીલાલ શિવરામ પારેખના સુપુત્ર મનુભાઈ પારેખ (ઉં.વ. ૮૦) તે ૫-૪-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. યામિની (મીના)ના પતિ. કલ્પેશ અને પરેશ – સોનાલીના પિતાશ્રી. સ્વ. સુભદાબેન ત્રિભોવનદાસ દલાલના જમાઈ. સ્વ. માલતી, સ્વ. જવાહરભાઇ, રીટા, વિજયભાઈ, ગં.સ્વ. રાજુ (લીના) ગિરીશકુમાર મેહતાના ભાઈ. દેવ્યાની અને રાજેન શાહ, સાધના, જેરી જોસેફ, ભારતી અને સ્વ. ગોંદુ જોશી, સ્વ. મીના અને યજ્ઞેશ દલાલ, અલકા અને તુષાર દલાલના બનેવી. પ્રાર્થના સભા રાખેલ નથી.
દશા સોરઠિયા વણિક
હસમુખલાલ કાંતીલાલ મહેતા (ઉં.વ. ૭૬), તે સ્વ. જશવંતીબેનના પતિ. તે સ્વ. છોટાલાલ, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. રસીલાબેન ગુલાબચંદ પારેખના ભાઈ. તે દિપક, સોનલ જીગ્નેશ સાંગાણી, મીતા હિતેન શાહ, નીપા મિલન શાહના પિતાશ્રી. તે જીતેન્દ્ર પ્રભુદાસ ધોળકીયાના બનેવી. કનૈયાલાલ પ્રભુદાસ કાચલીયા(આકોલા)ના વેવાઈ તા. ૯-૪-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજિયા સોની
જાફરાબાદ વાળા, હાલ-બોરીવલી, સોની વ્રજલાલભાઈ ભીમજીભાઈ સુરુના પુત્ર સ્વ. કિરીટભાઈ સુરુ (ઉં.વ. ૭૨) રવિવાર, તા. ૭-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મનસુખલાલ, વ્રજલાલભાઈ સુરુના નાના ભાઈ, તે નીરંજનાબેન, જ્યોત્સનાબેન, હેમલતાબેનના ભાઈ. તે ગં.સ્વ. સંગીતાબેન સુરુના (પતિ), અ.સૌ. ઊર્મિલાબેન મનસુખલાલ સુરુના દિયર. વડોદરાવાળા એભલભાઈ હરસુરભાઈ (જામ)ના જમાઈ. પ્રાર્થનાસભા સ્થળ: ૧૧-૪-૨૪, ગુરુવારે ૫.૦૦થી ૬.૦૦, સ્થળ: સોની વાડી, શિમપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક
આતરસુંબા નિવાસી હાલ-ઘાટકોપર માતુશ્રી ગં.સ્વ. રંજનબેન મધુસુદન દાણી તેઓ સ્વ. શાંતિલાલ શાહના સુપુત્રી (ઉં.વ. ૭૯) તા. ૮-૪-૨૪, સોમવારે તેમના નિવાસસ્થાને શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પુત્ર-મનીષ તથા સમીર, પુત્રવધૂ-હીના તથા ઊર્મિ, પૌત્ર-પૌત્રી-અમલ, મહિમા, દેવાંશ, પૌત્રવધૂ-અદિતિ, દિયર-દેરાણી-ગિરિશભાઈ તથા રીનાબેન, જયેશભાઈ તથા નીતાબેન.
કચ્છી લોહાણા
સ્વ. કાંતાબેન કરશનદાસ ચાંપશી ખાંટ ગામ બેટદ્વારકા વાળા હાલે વડાલા આઝાદ નગર (પ્રતાપ નગર)ના જયેષ્ઠ પુત્ર દિનેશ (ઉં.વ. ૮૨) તે રામદાસ સોમૈયા કલીકટવાળાના દોહિત્રા. તે ગં.સ્વ. નિર્મળાબેન ભૂપેન્દ્ર રાયકુંડલીયા, સ્વ. રમેશ, સ્વ. નરેન્દ્ર (નરૂ), કેશવજી, સ્વ. પુષ્પાબેન ભુપેન્દ્ર કતીરા, સ્વ. લક્ષ્મીદાસના મોટાભાઈ તા. ૮-૪-૨૪, સોમવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર
બંધ છે.