મરણ નોંધ

જૈન મરણ

વેરાવળ દશા શ્રીમાળી સ્થા જૈન
સ્વ. લીલાવતી કરસનદાસ દોશીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. 85) તે 7/4/24ના અરિહંતશરણ પામેલ છે. તે રમીલાબેનના પતિ. માંગરોળ નિવાસી સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શાહના જમાઈ. મિતેષ તથા નિશા આશિત દોશીના પિતા. સ્વ. કાંતાબેન, સ્વ. મનસુખલાલ, મૂળરાજભાઈ, હરીશભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ મીરા રોડ સ્વ, મણિલાલ ગુલાબચંદ પંચમીયાના પુત્ર દલસુખભાઈ તે ભાવનાબેનના પતિ. (ઉં. વ. 86) તા. 3-4-2024ના અરિહંતશરણ પામેલ છે. તે વિરાજ, હાર્દિક, હીનાબેન મોદીના પિતાશ્રી. સ્વ. મુકુંદભાઈ, મહેન્દ્રભાઈ, જયાબેન ગોયાણીના ભાઈ. તે અલ્પા પંચમીયા, હરેશ મોદીના સસરા. સ્વ. તારાબેન સાકરલાલ મગીયાના જમાઈ. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા રાખેલ નથી. પૂનમ કોમ્પલેક્ષ ફ્લેટ નં -001, બિલ્ડીંગ નં -96, એચડીએફસી બેન્કની પાસે, શાંતિ પાર્ક. મીરારોડ (ઈસ્ટ).
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈન
શેખપર નિવાસી હાલ મલાડ કાંતાબેન વાડીલાલ શાહ (ઉં. વ. 103), સ્વ. વાડીલાલ સુખલાલ શાહના ધર્મપત્ની. સ્વ. કીર્તિભાઈ, નવીનભાઈ, જયવંતભાઈ, ચંદ્રકાંતભાઈ, રંજનબેન, સ્વ. ભારતીબેન અને દક્ષાબેનના માતુશ્રી. વિમળાબેન, સ્વ. ઇન્દિરાબેન, સ્વ. સુધાબેન, રશ્મિબેન, ધનપાલભાઈ , મહેન્દ્રભાઈ, હર્ષદભાઈના સાસુ. સ્વ. લાલચંદ રૂઘનાથ શેઠ (નાગનેશવાળા) ના દીકરી શનિવાર તા. 6.4.2024ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વીશા શ્રીમાળી દેરાવાસી જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી શશીકાંત ત્રંબકલાલ શાહ (ઉં. વ. 79), તે ઈલાબેનના પતિ. તે વિવેક, સોનાલીના પિતા. વિશાલ, સિદ્ધિના સસરા. તે સ્વ.મુગટભાઈ, સ્વ.દલસુખભાઈ, રમણીકભાઈ, મણીકાંતભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.ધીમંતભાઈ, સ્વ. શીરીષભાઈ, સ્વ.સુશીલાબેન જમનાદાસ શાહ, સ્વ.હંસાબેન મહેન્દ્રભાઈ ચીકાણી, મૃદુલાબેન મધુકરભાઈ ડગલી, સ્વ.રાધાબેન ભુપેન્દ્રભાઈના ભાઈ. સ્વ.હરસુખરાય વર્ધમાન કોઠારીના જમાઈ. તા. 8-4-24ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.ચંપાબેન દામોદરદાસ મહેતાના પુત્રવધૂ ગં. સ્વ. હર્ષદાબેન, (ઉં. વ. 73) તે સ્વ.જીતેન્દ્રભાઈના પત્ની. સંદીપ અને સમીરના માતુશ્રી. તેજલ અને નેહાના સાસુ. તે સ્વ. પ્રવીણભાઈ દામોદર મહેતા, સ્વ.અનસુયાબેન નટવરલાલ શાહ, શોભનાબેન ચંદ્રકાન્ત દેસાઈ, વાસંતીબેન અશ્વીનભાઈ મહેતા અને દિપીકાબેન હરીશભાઈ મડીયાના ભાભી. તે સ્વ.કાંતાબેન ગુલાબરાય દોશીના દિકરી તા. 6-4-24ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના ભવાનજી હરશી સાવલા (ઉં. વ. 69) તા. 7/4/24ના અવસાન પામેલ છે. વેલબાઇ હરશીના પુત્ર. દમયંતીના પતિ. જીગર, અમી, જુલીના પિતા. કાંડાગરાના ચંપાબેન ઠાકરશી છેડાના ભાઇ. મોટા આસંબીયાના રાજબાઇ ટોકરશી હંસરાજ છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભવાનજી હરશી, બ્લીસ કાસા રૂ. નં. 804 ભવાની શંકર રોડ, દાદર (વે.), મું. 28.
ગુંદાલાના ઝવેરબેન ધીરજલાલ રાંભીયા (ઉં. વ. 73) તા. 7.4.24ના અવસાન પામ્યા છે. મણીબાઇ કુંવરજીના પુત્રવધૂ. ધીરજભાઇના ધર્મપત્ની. જીગ્નેશ, ફાલ્ગુનીના માતુશ્રી. લક્ષ્મીબેન/હીરબાઇ જાદવજી નરશીના સુપુત્રી. રવિન્દ્ર, હિતેશ, બારોઈ હેમલતા સુરજી રાઘવજી, વાંકી પુષ્પા ભરત વીરજીના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુ નિસર હોલ (દાદર). ટા. 4 થી 5.30.
નાગ્રેચા હાલે ગઢશીશાના હેમલતા શામજી ગાલા (ઉં. વ. 78) તા. 5/4/2024 અવસાન પામ્યા છે. માતુશ્રી કુંવરબાઈ મેઘજી ગાલાના પુત્રવધૂ. સ્વ. શામજીના પત્ની. રેખા (રશ્મિ), સ્વ. કેતનના માતુશ્રી. ખેતબાઇ નાગજીની પુત્રી. સ્વ. હીરજી, સ્વ. વલ્લભજી, સ્વ. લખમશી, સ્વ. લક્ષ્મીબેન ખેરાજ મારૂના બેન. નિવાસ : રશ્મિ રાજેશ ગડા, એ-201, શાંતિ નિકેતન, મીરા ભાયંદર રોડ, સામરાવ બેન્કની સામે, મેક ડોનાલ્ડની બાજુમાં, મીરારોડ (ઈસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગામ ઝીઝુંવાડા હાલ ઘાટકોપર નિવાસી સ્વ. લીલચંદ (મહાવીરબાપ્પા) લક્ષ્મીચંદ કપાસીના સુપુત્ર જયેશ કપાસી (ઉં. વ. 61) તા. 5-4-24 શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે જયોતીબેનના પતિ. તે સાગર, જીનલના પિતાશ્રી. તે કમલેશ કપાસી અને સ્મીતા કૈલાશ શાહના ભાઇ. તે મીતા કમલેશ કપાસીના દિયર. તે ઉન્નતી, પ્રતિકના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી સ્વ. ડો. પી. વી. દોશી (પપ્પાજી)ના પૌત્ર ભાવિન (ઉં. વ. 58) તે સ્વ. ડો. હર્ષદભાઇ અને મધુરીબેનના સુપુત્ર. અર્પણાના ભાઇ. સ્વ. ડો. પ્રફુલભાઇ દોશી, ડો. રેખાબેન ઉદાણી, અવનીબેન ઝાટકીયા અને મુકેશભાઇ દોશીના ભત્રીજા. તે પ્રવીણભાઇ છોટાલાલ રાજદેવના ભાણેજનું તા. 7-4-24ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
અજાબ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સમજુબેન રામજીભાઇ દેસાઇના સુપુત્ર જસવંતરાય (બટુકભાઇ) (ઉં. વ. 85) તા. 7-4-24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. તરૂલતાબેનના પતિ. તે ચેતન, રશ્મિન, કૌશિકના પિતાશ્રી. અલ્પા, પૂર્વી, પ્રિતીના સસરા. તે સિદ્ધાર્થ, હેતા, જીમિત, નીલય, મૌલિકના દાદા. તે સ્વ. વનિતાબેન ચંદુલાલ વાલજી બાવીશીના જમાઇ પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચિતલ નિવાસી હાલ બોરીવલી સ્વ. ધર્મપત્ની લીલાબેનના શ્રાવક ધીરજલાલ ફૂલચંદ મહેતા (ઉં. વ. 94) તે સાધ્વીજી હર્ષ પૂર્ણાશ્રીજી, રેણુકા, શૈલેષ, કમલેશ, રશ્મીના પિતાશ્રી. ધર્મેન્દ્ર, શૈલેષ, ભાવના, હર્ષાના સસરા. ધનવંતભાઇ, નગીનભાઇ, ભરતભાઇ, કિશોરભાઇ, અશ્વીનભાઇના ભાઇ. સાવરકુંડલાવાળા, ગુલાબબેન નેમચંદ વનમાળીના જમાઇ તા. 6-4-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ધાણીથરના સ્વ. લક્ષ્મીબેન નિસર (ઉં. વ. 92) શુક્રવાર, તા. 5-4-24ના મુંબઇ મધ્યે અરિહંતશરણ પામેલ છે. સ્વ. ગોમાબેન રણમલ નિસરના પુત્રવધૂ. તે સ્વ. રતનશીના ધર્મપત્ની. અમરશી, વિજય, વિનોદ, કુંવર, મણી, જયશ્રીના માતુશ્રી. ગીતા, નિર્મળા, જયવંતી, સ્વ. પ્રેમજી ખીમજી ગાલા, ડો. જયંતિલાલ સત્રાના સાસુ. હાર્દિક, હિતેશ્રી, કોમિલ, રિયા, ઝીલ, દાનેશના દાદી. લાકડિયાના સ્વ. ચાંપુબેન જેસંગ છાડવાના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. 702, ઉધ્યમ બિલ્ડિંગ, સોની મોનીની બાજુમાં, એસ. વી. રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના શાંતાબેન ગડા (ઉં. વ.87) તા. 7-4-24ના અવસાન પામેલ છે. અરઘાબેન વાઘજી મુરજી ગડાના પુત્રવધૂ. સ્વ. ખેરાજના ધર્મપત્ની. કાંતિલાલ કિશોર, ડો. હંસા, ઉષા, રેખાના માતુશ્રી. હંસા, રંજન, ઉમરશી, સંજય, જિતેન્દ્રના સાસુ. જિજ્ઞા, રચના, યશ, શ્યામ, કરણના દાદી. ભચાઉના ભચીબેન માડણ મુરજી છાડવાના પુત્રી. પ્રાર્થનાસભા બુધવાર, તા. 10-4-24ના પ્રા. ટા. સવારે 10.30થી 12. ઠે. યોગીસભા ગૃહ, સ્ટેશન સામે, દાદર (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button