મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાલ જૈન
બારોઇ હાલે ડોંબીવલીના હેમંત ભવાનજી કેનિયા (ઉ.વ. 60) તા. 06/04/24ના અરિહંતશરણ પામેલ છે. રૂક્ષમણીબેન ભવાનજી વેલજીના પુત્ર. કોમલના પતિ. સાક્ષીના પિતા. મુકેશ, મનોજના ભાઇ. મુંબઇના માધુરી દત્તાત્રેય બાસુદકરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા નમ્ર વિનંતી. નિ. મનોજ ભવાનજી કેનિયા, 101, સુખસાગર, દેવીચોક, ડોંબીવલી (પશ્ચિમ).
દશા શ્રીમાળી જૈન
સરધાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાન્તાબેન વ્રજલાલ મુલચંદ દોશીના સુપુત્ર મહેશભાઇ (ઉં. વ. 74) તા. 6-4-24ના શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રીતિબહેન (પ્રવિણાબેન)ના પતિ. ગૌરવના પિતા. ફોરમના સસરા. નયસાના દાદા. સ્વ. પ્રફુલભાઇ, નલીનભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, સ્વ. પ્રવિણાબેન સતિષભાઇ ગોસલીયાના ભાઇ તથા ધારી નિવાસી સ્વ. ઝવેરચંદ રૂપસી શેઠના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button