મરણ નોંધ

જૈન મરણ

વિશા પોરવાલ જૈન
પેથાપુર નિવાસી હાલ બોરીવલી કલ્પનાબહેન અનિલભાઇ પટવા (ઉં. વ. ૬૯) તા. ૩૧-૩-૨૪ના શ્રી અરિહંતશરણ પામ્યા છે. તે અનિલભાઇ શાંતિલાલ પટવાના ધર્મપત્ની. ધ્વનિબહેનના માતુશ્રી. અનિશભાઇના સાસુ તથા સેવંતીલાલ ફકીરચંદ ગાંધી (સાંગલી)ના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ખેરવા (જતના) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પુષ્પાબેન શાંતિભાઇ છગનલાલ શાહના સુપુત્રી જયશ્રીબેન (ચકુ) (ઉં. વ. ૬૬) તા. ૩-૪-૨૪ના અરિહંતશરણ થયેલ છે. જે રાજેશભાઇ, મીતાબેન, ભારતી બિપીન કોઠારી, ઇલા દિપક શાહ, કાશ્મીરા પ્રકાશ પટેલ, જયોતિ કેતન ગાંધીના બેન. સ્વ. ખીમચંદભાઇ, સ્વ. ચીનુભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. શાંતાબેનના ભત્રીજી. સ્વ. નટવરલાલ શાંતિલાલ શાહના ભાણેજ. પ્રાર્થનાસભા શનિવાર તા. ૬-૪-૨૪ના ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયાનગર, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
અમદાવાદ નિવાસી હાલ મલાડ શ્રીમતી અરૂણા શાહ (ઉં. વ. ૮૩), તા. ૩-૪-૨૦૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે દિલીપકુમાર માણેકલાલના ધર્મપત્ની, હેમા, મહેર, દામિની, દેવાંગના માતા, સૌરભભાઈ, અલ્કાબેન, સ્વ. મિનેશભાઈ, અદિતીબેનના સાસુ. પરિન, દક્ષના દાદી, કોનાલી, ઝીલ, કુનાલના નાનીમા. પાટણ નિવાસી સુશીલાબેન જેશંગલાલના સુપુત્રી, લૌકિક વહેવાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નાનચંદ તારાચંદ શાહના સુપુત્ર શ્રી રાજેન્દ્રભાઈ, (ઉં. વ. ૭૫) તે સ્વ. જ્યોતિબેનના પતિ, ઈન્દ્રસેનભાઈ, ચંદ્રસેનભાઈના ભાઈ, નિશા આનંદ શાહના પિતા, હ્સ્રી, મન, વિયોનીના નાના, સસરાપક્ષ અમરતલાલ ગોરધનલાલ વોરા ત્રાપજ નિવાસી હાલ સાયનના જમાઈ, તા. ૪-૪-૨૦૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર કંચનબેન શાહ (ઉં. વ. ૮૪) સ્વ. જિતેન્દ્ર વ્રજલાલ શાહના ધર્મપત્ની તા. ૨/૪/૨૪ અરિહંતશરણપામેલ છે. તે સ્વ. આશાબેન શૈલેષભાઈ ઝાટકિયા, ભવિતા કીર્તિભાઈ શાહના માતુશ્રી. સ્વ.અમરચંદ હેમચંદ ફિફાદ્રાના દિકરી. સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ.બળવંતભાઈ, ઉમેદભાઈ, સ્વ.જયાબેન, સ્વ.વિમલાબેન, સ્વ. સૂર્યાબેન, વિદ્યાબેન, ઈન્દુબેનના બેન, નરેશભાઈ અને જયંતભાઈના ભાભી. હિરલ કોઠારી, જીનલ પટણી, નિષ્ઠા ભીમાણી, પ્રતિક, હેમિલના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભદ્રાવળ નિવાસી હાલ કાંદિવલી જાધવજી જેઠાલાલ શાહના પુત્ર હર્ષદરાય શાહ (ઉં. વ. ૭૩) તે ૩/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. જીગર તથા હેતલના પિતા. કુસુમબેન ભોગીલાલ ગાંધી, ભરતભાઈ, દિનેશભાઇના ભાઈ. સાસરાપક્ષે સ્વ. રમણીકલાલ રણછોડદાસ શાહ જીથરી હાલ પુનાના જમાઈ તેમની ભાવયાત્રા ૫/૪/૨૪ના ૧૦ થી ૧૨. ઠઠ્ઠાઈ ભાટીયા હોલ નં ૫, શંકર ગલ્લી કાંદિવલી વેસ્ટ. ચક્ષુ તથા ત્વચાદાન
કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના માતુશ્રી ગંગાબાઈ રાંભિયા (ઉં. વ. ૮૯) તા. ૩-૪-૨૪ ના અવસાન પામેલ છે. ચોથીબાઈ મોનજીના પુત્રવધૂ. વીરજીના ધર્મપત્ની. જયેશ, વાસંતી, ભારતી, ભાવના, હીનાના માતુશ્રી. ના. ભાડીયા મમીબેન નાનજી છેડાના સુપુત્રી. ચાંપશી, વીરજી, ગુણવંતીબેન, વિમળાબેનના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦. નિ. જયેશ રાંભિયા, ૧૦૨ ઉર્વશી બિલ્ડીંગ, બેસન્ટ રોડ,
સાંતાક્રુઝ (વે).
મોટી ઉનડોઠના ઉર્મિલા હીરજી નાગડા (ઉં. વ. ૬૮) તા ૩-૪-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. હાસબાઈ ગોવિંદજીના પુત્રવધૂ. હીરજીના પત્ની. મયુર, કાજલના માતા. બાડા કેશરબેન કુંવરજી દેવરાજના પુત્રી. મણીલાલ, ખેતબાઈ ગાંગજી, ભોજાય સાકરબેન મુરજી, નાંગલપુર વિજયા નવીન, શેરડી હેમલતા અમૃતના બેન. (પ્રાર્થના રાખેલ નથી) નિ. મયુર નાગડા, એ-૨૦૨, ઓમ શિવ દર્શન, દાતાર કોલોની, ભાંડુપ (ઇ).
નાની તુંબડીના પ્રેમીલા પ્રેમજી સાવલા (ઉં. વ. ૭૪) તા.૩-૪-૨૪ ના અવસાન પામ્યા છે. તેજબાઈ વેરશી, બુધ્ધિબેન શીવજીના પુત્રવધૂ. પ્રેમજીના જીવનસંગીની. આશિષ, દિપા, દર્શનાના માતા. લક્ષ્મીબેન મોનજીના પુત્રી. રતીલાલ, અમૃતલાલ ભોગીલાલ, ગુંદાલા રસિકબાળા પોપટલાલ, અરૂણા કલ્યાણજી, સમાઘોઘા કલ્પના મહેન્દ્ર, લાયજા નયના નિલેશના બેન. પ્રા.શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ નારાણજી શામજી વાડી. ટા. ૩ થી ૪.૩૦. નિ. આશિષ સાવલા, બી-૧૦૦૨, સરગમ કો.ઓ.સો., બિલ્ડીંગ નં.૩૫, તિલક નગર (વે), ચેંબુર, મું. ૮૯.
દેવપુર (માટુંગા)ના અ. સૌ. રમિલા પ્રકાશ મોતા (ઉં. વ. ૫૭) તા.૨.૪ના દેહ ત્યાગ કરેલ છે. વિજયાબેન શામજીના પુત્રવધૂ. પ્રકાશના પત્ની. વિધી, કિરણ, હર્ષિતાના માતુશ્રી. ભોજાયના કલાવતી કાનજી ગડાના સુપુત્રી. રમેશ, દેઢિયાના રૂપલ હિતેન પાસડના બેન. પ્રા. માટુંગા ક.શ્ર્વે.મૂ. સંઘની નારાયણજી શામજી વાડી, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે.) મું. ૧૯. ટા. ૪ થી ૫.૩૦. નિ. પ્રકાશ મોતા, નવકાર, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા, મું. ૧૯.
પ્રતાપુરના દિલીપ પ્રેમજી વોરા (ઉં. વ. ૬૩) તા. ૩-૪-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ પ્રેમજીના પુત્ર. પ્રવિણાના પતિ. હર્ષિલના પિતા. ધનજી, પોપટલાલ, સુરેશ, અમૃત, લક્ષ્મી, વિમળા, કુસુમ, ઉર્મીલાના ભાઇ. કેસરબેન રવજી માણેકના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, જ્ઞાન મંદિર રોડ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. ઠે. દીલીપ વોરા, ઇ/૧૦૧, આયોજનનગર, લીબર્ટી ગાર્ડન ક્રોસ રોડ નં. ૪, મલાડ (વે.), મુંબઇ.
દિગંબર જૈન
થાનગઢ નિવાસી હાલ મુંબઇ દાદર નયનાબહેન શાહ (ઉં. વ. ૭૦)ને દેહપરિવર્તન તા. ૪-૪-૨૪ના ગુરુવારન થયેલ છે. તે અંજનભાઇ શાંતિલાલ શાહના ધર્મપત્ની. શ્રદ્ધા પ્રશમભાઇ જૈન અને અનુભૂતિ દર્શનભાઇ દોશીના માતુશ્રી. સ્વયં અને સ્વસ્તિના નાની. યોગિનીબેન જશવંતભાઇ શાહના દેરાણી. સ્મિતા રાજેશ શાહના જેઠાણી. કજરી તેજસભાઇ શાહ તથા મુક્તિ અમીતભાઇ શાહના કાકી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૬-૪-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. પી. ડી. ખખ્ખર બેન્કવેટ હોલ, અસ્પી ઓડિટોરિયમ લક્ષ્મીનારાયણ મંદિર, નૂતન હાઇસ્કૂલ પાસે, માર્વે રોડ, મલાડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ માટુંગા મુંબઇ તે સ્વ. અનસુયાબેન, સ્વ. વનેચંદ ગોપાળજી વોરાના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. લતાબેનના પતિ. તેજલ, માનસીના પિતાશ્રી. સ્વ. દમયંતીબેન રમણીકલાલ પારેખના જમાઇ. શરદભાઇ, સ્વ. હંસાબેન, રાજેનભાઇ, ચાંદનીબેનના ભાઇ. તથા રાકેશભાઇના બનેવી. તા. ૨-૪-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૪-૨૪ના ઘાટકોપર (ઇસ્ટ), જીરાવલા દેરાસર, દેરાસર લેનમાં રાખેલ છે. બપોરે ૩થી ૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દીવ (ઉના) નિવાસી હાલ મુલુંડ વિરેન્દ્રભાઇ વોરા (ઉં. વ. ૭૩) તે સ્વ. અંજવાળીબહેન તુલસીદાસ વોરાના સુપુત્ર તા. ૪-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભદ્રાબહેનના પતિ. તથા સ્વ. મનુભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ.ચંદ્રકાન્તભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. મધુબેન અનોપચંદ, સ્વ. રમાબેન, જયોત્સનાબેન ભૂપતરાયના ભાઇ. અ. સૌ. વ્યોમા હિરેનકુમાર-સ્વયમ, અ. સૌ. અમી કવનકુમાર-વિહા, કહાનના પિતાશ્રી. તથા અ. સૌ. ચાંદની ભાવેશભાઇ, અ. સૌ. રેખાબેન ભાવેશકુમાર, અ. સૌ. રૂપાબહેન જીનેશકુમાર, અ. સૌ. ફાલ્ગુનીબેન હર્નિશકુમાર, અ. સૌ. દિપ્તીબેન જીનેશકુમાર, અ. સૌ. મમતાબેન, જીગરકુમાર, અ. સૌ. ઉન્નતિ દેવલકુમારના કાકા. શ્ર્વસુર પક્ષે જયંતભાઇ રમણીકલાલ પ્રભુદાસ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button