મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. લીલીબેન ધીરજલાલભાઈ શાહના સુપુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૮૨) તા. ૨-૪-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. અપૂર્વભાઈ, નિરાલીબેનના પિતા. તોરલબેન, શ્રી ચેતનભાઈના સસરા. અનસુયાબેન રમણીકલાલ શાહના જમાઈ. તે ડૉ. મંજુબેન જયંતભાઈ પારેખ, પ્રફુલભાઈના મોટાભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા, સાંતાક્રુઝના માતુશ્રી રતનબેન ધરમશી મેઘજી સાવલાના જમાઈ. કચ્છ: નરા ઘાટકોપરના પ્રવીણભાઈ લાલજી ઠક્કર (ઉં.વ. ૭૭) તા. ૧-૪-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. વસુમતીબેનના પતિ. માતુશ્રી ગૌરીબેન લાલજી ઠક્કરના સુપુત્ર. કેતન, સ્વ. પૂર્વીના પિતાશ્રી. સ્વ. દિનેશ, રમેશ, જગદીશ, વૈજંતીના મોટા ભાઈ. પ્રાર્થના: ગુરુવાર, તા. ૪-૪-૨૪ ૫.૦૦થી ૭.૦૦. સ્થળ: લાયન્સ કમ્યુનિટિ હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈ
બોટાદ નિવાસી, હાલ મલાડ, સ્વ. રમણીકલાલ લક્ષ્મીચંદ ગોપાણીનાં ધર્મપત્ની ગં.સ્વ. શુશીલા (ઉં.વ. ૯૩) તા. ૨-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ વઢવાણ નિવાસી સ્વ. વિજયાબેન લક્ષ્મીચંદ સંઘવીના દીકરી. તે રજનીકાંત, પ્રદીપ, વિજય, નરેન્દ્ર તથા કોકિલાબેન સંઘવીનાં માતુશ્રી. રેખા, કલ્પના જયના, દિપ્તી અને ભુપેન્દ્રકુમાર સંઘવીનાં સાસુ. સ્વ. સવાઈલાલ, સ્વ. ચંદુલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. રસિકભાઈ, સ્વ. કંચનબેન જયંતીલાલ કોઠારી, સ્વ. સવિતાબેન નટવરલાલ દોશીનાં ભાભી. અંકુર, નેહા, કેયૂર, રિદ્ધિ, યાશિતા અને યશનાં દાદીમા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્વે.મૂ. જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ મલાડ મયુરિકાબેન ગજેન્દ્રકુમાર ભીખાલાલ પારેખ (ઉં.વ. ૭૫), તે પારસ, ભાવિની અમિતકુમાર, પૂર્વી પીંકેશકુમારના માતુશ્રી. દીપાલી ભરતભાઈના સાસુ. સ્વ. વસુમતી રમણીકલાલ, સ્વ. કલાવતી છોટાલાલ, પરમ પૂજય ગુરુદેવ શ્રી સાધ્વીજી ભગવંત પૂર્ણકલાશ્રીજી મહારાજ સાહેબ, અરૂણાબેન મહેન્દ્રકુમાર, મહેન્દ્રભાઈ, ધર્મિષ્ઠાબેન મુકેશકુમાર, ચંદ્રિકાબેન રમેશકુમાર, ગીરીશભાઈના ભાભી. પિયરપક્ષે સ્વ. કાંતિલાલ પાનાચંદ મઠીયાના દીકરી. સ્વ. શારદાબેન ચમનલાલ, સ્વ. પ્રભાબેન મનહરલાલ, સ્વ. પદમાબેન ભોગીલાલ, સ્વ. સરોજબેન હેમેન્દ્રભાઈ, સ્વ. મધુસૂદનભાઈ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. શિરીષભાઈ તથા સ્વ. કિરીટભાઈના બહેન. દિયા, મીર, શિખા, ટ્વીંકલ, માનવના દાદી-નાની, તા. ૨૭/૩/૨૪ને બુધવાર અરિહંતશરણ થયેલ છે. લૌકીક વહેવાર સદંતર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી નિવાસી હાલ મુંબઈ ચંદ્રકાંતભાઈ ઉત્તમચંદ કામદાર (ઉં.વ. ૮૨) તા. ૨/૪/૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. સંગીતા તથા સપનાના પિતાશ્રી. બિમલ પરીખના સસરા તથા રૂતુરના નાનાજી તથા સ્વ. કાંતિલાલ ઉદાણીના જમાઈ તથા મનહરભાઈ, સ્વ. ભાનુબેન, સ્વ. નિર્મલાબેન, સ્વ. મંજુબેન, રંજનબેન તથા જ્યોતિબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કાઠા સતાવીસ દશા શ્રીમાળી જૈન
વિજાપુર નિવાસી હાલ બોરીવલી શ્રી જવાહિરભાઈ લલ્લુભાઈ દલાલ (ઉં.વ. ૯૪), તા. ૩-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ.અ.સૌ. વીરબાળાબેનના પતિ. સ્વ. પરેશભાઈ, ચેતનભાઈ, જૈમીનભાઈ, નીતાબેનના પિતાશ્રી. ચેતનાબેન, પ્રિતીબેન, જયશ્રીબેન, સ્વ. જયેશભાઈના સસરા. તેજસ, સલોની, જીનાંક, અમીશ, નૈસર્ગ, પંક્તિ, જીલ, વાસ્વીના દાદા. સલોની, પ્રિયન્કા, ધ્વની, મમતા, રૂષભકુમાર, કૈવનકુમારના દાદાસસરા. સ્વ. અંબાલાલ ગણપતલાલ શાહના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૪-૨૪ શનિવારે સાથે રાખેલ છે. સ્થળ- શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી-વેસ્ટ, ૧૦ થી ૧૨.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button