જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી (ખાનપર) નિવાસી હાલ ઘાટકોપર અ.સો. કવિતાબેન (ઉં.વ. ૭૫) તે ચીમનલાલ શામજી મહેતાના ધર્મપત્ની તા. ૩૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીતેન -અ.સૌ. રીમા, જીજ્ઞેશ-અ.સૌ. સપના તથા અ. સૌ. આરતી-આશીષકુમારના માતુશ્રી. ક્રિષા, સિયા, સનાયા તથા દિવ્યાનના દાદી. સ્વ. લલિતાબેન હિંમતલાલ દલીચંદ શેઠના સુપુત્રી. સ્વ. રતિલાલભાઇ, સ્વ. રમણીકલાલભાઇ, અમૃતલાલભાઇ, સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વનિતાબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જોડીયા નિવાસી હાલ મુંબઇ રજનીકાન્ત દોશી (ઉ. વ. ૮૧) તા. ૨-૪-૨૪ના મુંબઇમાં અરિહંતશરણ પામેલા છે. તે ચુનીલાલ દોશીના સુપુત્ર. સ્વાતિબહેનના પતિ. કાર્તિક અને મેઘાના પિતા. નિતેશ તલસાણીયાનાં સસરા. દિશીકાના નાના, મોહનલાલ જેચંદ બારાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારગણી નિવાસી હાલ કાંદિવલી-મુંબઇ સ્વ.લાભુબેન તારાચંદ અજમેરાના પુત્ર કાંતિલાલ (ઉં. વ. ૮૯) તે સ્વ. કુમુદબેનના પતિ. તે જાસ્મીન (જોની), વૈશાલી, રૂપા ચેતન પટેલ તથા ડિમ્પલ વિજય હેમાણીના પિતાશ્રી. તે રીટાના સસરા. તે સ્વ. ચંપકલાલ, સ્વ. હસમુખલાલ, કિશોરભાઇ, નવીનભાઇ, સ્વ. કાંતાબેન, શારદાબેન, લતાબેન, અરુણાબેન, સરોજબેન તથા સુશીલાબેનના ભાઇ. તે સ્વ. નંદનબેન ગીરધરલાલ પારેખના જમાઇ તા. ૩૧-૩-૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૪-૪-૨૪ના ગુરુવારે ૪થી ૫.૩૦. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
તળાજા નિવાસી હાલ કાંદિવલી બચુભાઈ નાગરદાસ શાહ (દલાલ)ના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૧) સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે દિલીપભાઈ, રાજેશભાઈ, પ્રકાશભાઈ, રાકેશભાઈ તથા ભાવનાબેન ધર્મેન્દ્રના માતૃશ્રી. નીલા, સોનલ, મનીષા, જીજ્ઞાના સાસુ. પલક,રિચા, જીમીત, જેનીલ, દીપ, આર્યન તથા ખુશ્બુ જીમિત કુમાર તથા મહેક અને ધ્યેયના દાદી. પિયરપક્ષે મહુવા નિવાસી હાલ પાર્લા મહેતા સ્વ જેઠાલાલ માણેકચંદની દીકરી. જશવંતભાઈ મહેતા, પી જે મહેતા, સીજે મહેતા, વીજે મહેતા, સ્વ. ઇન્દુબેન ગિરધરલાલ શાહના બહેન તેમની માતૃવંદના તા.: ૦૪/૦૪/૨૦૨૪, ગુરુવારના ૧૦ થી ૧૨. સ્થળ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ૫મે માળે, પારેખ લેન કૉર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
દેરાવાસી જૈન
પાટણ નિવાસી ભાભાના પાડાના મેહુલ શાંતીલાલ શાહ (ઉં. વ. ૬૮) તે મિતાબેનના પતિ. રિકેન -રાહિલના પિતા. અર્પિતા-તન્વીના સસરા. પર્વ-અબીરના દાદા. ભાવિનીબેન અશોકભાઈ શાહ, સ્વ. નયનાબેન દીપકભાઈ શાહ, રૂપમબેન સુરેનભાઇ શાહના ભાઈ, રાજેન્દ્રભાઈ કોટિયાના જમાઈ તા.૧ એપ્રિલ સોમવારના અરિહંતશરણ થયેલ છે. (લૌકિક વહેવાર રાખેલ નથી)
દશા શ્રીમાળી સ્થા. જૈન
બાબરા નિવાસી હાલ પૂના-યવતમાલ ગં.સ્વ. શોભનાબેન (ઉં. વ. ૬૪), તે સ્વ. દિલીપભાઈ છગનલાલ ગોયાણીના ધર્મપત્ની, તે શીતલ તથા વિરાલીના માતુશ્રી. તે બિપીનભાઈ, રાજેશભાઈના ભાઈના ધર્મપત્ની. તે જીગ્નેશભાઈ પીપરીયા તથા કરણભાઈ પૂરીના સાસુજી. તે સ્વ.બચુભાઈ રૂપશી દોશી (હાલ કલકત્તા)ના સુપુત્રી. તે ભૂપતભાઈ, બિપીનભાઈ, સ્વ. દિલીપભાઈ, અશોકભાઈ, કિર્તીબેન, હકુના બેન, તા. ૨૮-૩-૨૦૨૪ના ગુરૂવારે યવતમાલ મુકામે સમાધિમરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી જૈન
માંગરોળ નિવાસી હાલ કાંદિવલી, સ્વ. મણિબેન મણિલાલ કામદારના પુત્રવધૂ. સ્વ.પ્રવિણભાઈ કામદારના ધર્મપત્ની પદ્માબેન, (ઉં. વ. ૮૦) તે સોમવાર તા. ૦૧-૦૪-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કેતુલ, ભાવિતાના માતુશ્રી. નિલેષભાઈ ડુંગર અને અર્ચના કામદારના સાસુ. પિયરપક્ષે ગુણવંતીબેન ગુલાબચંદ શાહના દીકરી. કશીષ, મેહર-કીયાના નાની-દાદી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રતાડીયા (ગણેશવાલા)ના નીતીન દેવજી મામણીયા (ઉં. વ. ૬૫) તા. ૩૧-૩ના અવસાન પામેલ છે. મોંઘીબાઇ દેવજી ખીમજીના સુપુત્ર. પ્રફુલ્લાના પતિ. રૂચી રોનક, દર્શના નીલના પિતા. કસ્તુરબેન, નવિન, સ્વ. વિનોદના ભાઇ. પુનડીના મણીબેન પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. (ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે) ઠે. પ્રફુલ્લા મામણીયા, ૧૨, ગુરૂ જ્યોત, એમ.પી.રોડ, મુલુંડ (ઇ.), મું. ૮૧.
મેરાઉના ભાનુમતી ગાલા (ઉં. વ. ૭૮) તા. ૩૧-૩-૨૪ ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. જેઠાલાલના પત્ની. સંસારપક્ષે શ્રી શાશનપ્રભાશ્રીજી, શ્રી શુનયનાશ્રીજી મ.સા., હસમુખ. સ્વ. રાજેશ, હર્ષાના માતુશ્રી. સ્વ. ગંગાબાઈ ભાણજીના પુત્રવધૂ. કોટડા રોહાના ખીમઈબાઈ વીરજી ભાણજીના સુપુત્રી. સ્વ. ગાંગજી, શામજી, ડુમરાના રાણબાઈ ખીમજી, દેવકાંબેન દામજી, સાભરાઈના દેવાંબેન નાનજી, દેવપુરના કેસરબેન લીલાધર, શેરડીના હીરબાઈ મણશીના બેન. ત્વચાદાન કરેલ છે. પ્રા.શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં. સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ. હસમુખ ગાલા, બી/૩, નિર્મલ સીએચએસ, ૧લે માળે, પાંડુરંગ વાડી, માનપાડા રોડ, ડોંબીવલી (પૂ.)
દેવપુરના ભુપેન્દ્ર નાનજી ગાલા (ઉં. વ. ૫૭) તા. ૩૧-૩-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ નાનજી નાગજીના પૌત્ર. શાંતાબેન નાનજી ગાલાના સુપુત્ર. વિપુલ, કલ્પનાના ભાઇ. ગઢશીશાના ધનબાઇ દામજી કાનજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નાનજી નાગજી ગાલા, ૬૩-એ, દાદરકર કંપાઉન્ડ, વૈભવ જી-૨૦૪, ૨જે માળે, તાડદેવ-૩૪.
ડુમરાના શ્રી વિશનજી હરશી ગાલા (ઉં. વ. ૮૭) તા.૩૧-૩-૨૪ ના દેહ પરિવર્તન કરેલ છે. લક્ષ્મીબેન હરશીના પુત્ર. તારામતીબેનના પતિ. કિરીટ, નયના, અલ્પા, વૈભવીના પિતા. શામજી, દામજી, જયંતિલાલ, મીઠીબાઇ, સાકરબેન, મુલબાઈ, પુષ્પાબેન, હેમલતાબેનના ભાઇ. ડુમરા મઠાંબાઇ ઠાકરશી મેઘજી ગોસરના જમાઇ. પ્રા : યોગી સભાગૃહ, દાદર (સે.રે.). ટા. ૩ થી ૫. નિ : વિશનજી હરશી ગાલા, ૧૬૦૦, લોઢા એરીસ્ટો, માજીવાડા, ઓફ. ઈસ્ટર્ન એકસપ્રેસ હાઇવે, થાણા (વે).