મરણ નોંધ

જૈન મરણ

હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
નરેન્દ્ર શાહ (ઉં. વ. ૬૫), ધનસુરા નિવાસી હાલ માલાડ ૨૮-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માતુશ્રી તારાબેન ભોગીલાલ શાહના પુત્ર. જયશ્રીબેનના પતિ. અમિત અને સેજલના િ૫તા. કોકીલા-નવિનચંદ્ર, હર્ષા-પ્રફુલચંદ્ર તથા કલ્પના-અરવિંદકુમારના ભાઈ. રિતેશકુમાર તથા કોમલના સસરા. મોહનપુર નિવાસી હિરાબેન ડાહ્યાલાલ શાહના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૩૦-૩-૨૪, શનિવારે ૬થી ૮ નવજીવન સ્કૂલ હોલ, રાનીસતી માર્ગ, માલાડ (ઈસ્ટ). સસુર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ગામ સુદામડા હાલ અમેરિકા રહેવાસી સ્વ. વસંતબેન અને સ્વ. રસિકલાલ સુખલાલ તુરખીયાના સુપુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૬૯) તા. ૨૯-૩-૨૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. આશિતા શેતુ ચેતન પંડયા, માનસી માધવ દિલીપ શાહના પિતા. સ્વ. ભરતભાઇ તથા ચેતનાબેન બિપીનભાઇ ખેતાણીના ભાઇ. તે શ્ર્વશુર પક્ષે ઇન્દ્રવદન ચીમનલાલ શાહના જમાઇ. પૂર્વી કૌશલ, નિધી જીજ્ઞેશ, વિરાજના કાકા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ મલાડ અ. સૌ. ઉર્વશીબેન હસમુખભાઇ શાહ (ઉં. વ. ૭૮) તે સ્વ. મંગુબેન જમનાલાલ દોશીના સુપુત્રી. તા. ૨૮-૩-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે નેહલ, રૂપલ, તેજલના માતુશ્રી. મેહુલકુમાર, શ્રેયાંસકુમાર, શ્રેયાના સાસુ. સૌમ્ય, જીનયના દાદી. શ્રેય, હિત, કોશલ, ખુશીના નાની. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૦-૩-૨૪ના સાંજે ૭થી ૯.ઠે. શાંતિ પાર્ક, પોદાર રોડ, ગોળ ગાર્ડન પાસે, મલાડ (ઇસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ મુંબઇ સ્વ. અર્મતલાલ ઘેલાભાઇ શાહના સુપુત્ર નરેંદ્રભાઇ શાહ (ઉં. વ. ૮૬) જે શોભનાબેન શાહના પતિ તથા છાયા, દેવેનના પિતાશ્રી. જમાઇ દેવાંગ તથા પુત્રવધૂ ભક્તિના સસરા. ચી. કૃપાલીના નાના. તા. ૨૮-૩-૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેરાવાસી જૈન
વિજય પ્રતાપરાય ભોજક (ઉં. વ. ૬૫) તા. ૨૭-૩-૨૪ના દેવલોક પામેલ છે. ગં. સ્વ. શ્ર્વેતાબેનના પતિ. રૂચિતા તથા ફોરમના પિતા. કૌશિક તથા પ્રિયાંકના સસરા. પંકજ, દીપક, વિક્રમના ભાઇ. બન્ને પક્ષનું બેસણું સોમવાર તા. ૧-૪-૨૪ના ૧૦થી ૧૨, નિવાસસ્થાને : એકતા ભૂમિ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
સુરત વિશા ઓશવાલ શ્ર્વે. મુ. પૂ. જ્ઞાતિ જૈન
મૂળ વતન સુરત હાલ મુંબઇ સ્વ. નયનાબેન, તે ચંદ્રકાન્તભાઇ ઝવેરીના ધર્મપત્ની ગુરુવાર તા. ૨૮ માર્ચ અરિહંત શરણ પામ્યા છે. તે રાહુલ, નૂતન તથા કાજલના મમ્મી. પીંકી, કુમારભાઇ તથા હિતેનભાઇના સાસુજી. શનાયાના દાદી. કૌશલ્યાબેન, રમેશભાઇ, જતીનભાઇ તથા હેમેન્દ્રભાઇના ભાભી. સરોજબેન, નીતાબેન, પૂર્ણિમાબેનના જેઠાણી. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ના ભારતીય વિદ્યાભવનમાં રાખેલ છે, ૪થી ૬. ઠે. ભારતીય વિદ્યા ભવન, કે. એમ. મુનશી માર્ગ, ગામદેવી-મુંબઇ-૪૦૦૦૦૭.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ માંડવી હાલે માટુંગા નિવાસી સ્વ. ચંદ્રાવતીબેન મણિલાલ પોપટલાલ શાહના સુપુત્ર સ્વ. ટ્રુમેનભાઇ શાહના ધર્મપત્ની શ્રીમતી પ્રફુલ્લાબેન શાહ (ઉં. વ. ૭૬) ગુરૂવાર તા. ૨૮.૦૩.૨૦૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. જડાવબેન વાડીલાલ હંશરાજ શાહના સુપુત્રી. તે કેકીનભાઇ તથા મયંકભાઇના માતુશ્રી. તે વૈશાલીબેન તથા નેહાબેનના સાસુ. ખુશીના દાદી. તે ધીરજભાઇ, સ્વ. અશ્ર્વિનભાઇ, રશ્મિનભાઇ, સ્વ. વનિતાબેન ચંદ્રકાંતભાઇ તથા અ.સૌ. કુમુદબેન દિલીપભાઇ વોરાના ભાભી. પ્રાર્થના સભા રાખેલ નથી.
કચ્છી ગુર્જર જૈન
અમિત મણિલાલ ખંડોર ગામ (માંડવી), ઘાટકોપર (ઉં. વ. ૫૧) ગુરુવાર તા. ૨૮.૦૩.૨૦૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ.મીતાબેનના પતિ. અમી, ચાર્મીના પિતાશ્રી. ગં.સ્વ. લીલાવંતીબેન શિવલાલ મણિલાલ સંઘવીના જમાઈ. સીમાબેન રાજેન શાહના ભાઇ. મેહુલ, મયુરી, પિન્કેશના બનેવી. પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦/૩/૨૦૨૪ના ૩.૩૦ થી ૫.૩૦ પારસધામ, ઘાટકોપર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થા જૈન
ઉમરાળા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. શારદાબેન શાહ (ઉં. વ. ૮૮) તા. ૨૮/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. છોટાલાલ મણિલાલ શાહ કરજણના ધર્મપત્ની. સ્વ. ચંપાબેન રતિલાલ જાગાણીના સુપુત્રી. હસમુખભાઈ, કીર્તિભાઇ, સ્વ. કમલેશભાઈ તથા સંગીતાબેન ઠોસાણીના માતુશ્રી. લેખાબેન, રૂપલબેન, નયનાબેન, ચેતનભાઈ ઠોંસાણીના સાસુ. નવીનભાઈ બટુકભાઈ, સ્વ. ઇન્દીરાબેન મગિયા, તથા સ્વ. વિલાસબેન દેસાઈના મોટાબહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી હાલ અંધેરી સુનંદાબેન પરીખ (ઉં. વ. ૭૯) તે ૨૮/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષદભાઈના ધર્મપત્ની. બિનિતા, જાસ્મીન, રેશ્મા મિહિરના માતુશ્રી. સમીરભાઈના સાસુ. ગીરીશભાઈ, પંકજભાઈ, દિવ્યાબેનના ભાભી. નીલા તથા અમિતાના જેઠાણી, જયંતિલાલ પાનાચંદ જીનવાલાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. અમિતા મંદિર, વર્માનગર, બિલ્ડીંગ નં ૭, ઓલ્ડ નાગરદાસ રોડ અંધેરી ઈસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધાંધલપુર નિવાસી હાલ વિલે પારલે, સ્વ. કાંતાબેન ગિરધરલાલ તુરખીયાના પુત્ર કિશોરભાઈ, (ઉં. વ. ૮૦) તે સ્વ. સરોજબેનના પતિ. પ્રતીક, સ્વ. વૈશાલીના પિતા. મોના, સંજયભાઈના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મહસુખભાઈ, સ્વ. કુંદનબેન, સ્વ. રમેશભાઈ, હર્ષદભાઈના ભાઈ. સ્વ. સુશીલાબેન અમૃતલાલ શેઠના જમાઈ. ૨૮.૩.૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩૧.૩.૨૪ને રવિવારે ૧૦થી ૧૨. અમૃત તારા હોલ, દીક્ષિત ક્રોસ રોડ, શિવ સાગર રેસ્ટોરન્ટની બાજુમાં, વિલે પારલે ઇસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના ચંદ્રાવતી વ્રજલાલ ભેદા (ઉં. વ. ૭૫) તા. ૨૬-૩-૨૦૨૪ના અવસાન પામેલ છે. સાકરબેન મોણશી લાધાના પુત્રવહુ. સ્વ. વ્રજલાલના પત્ની. કાશ્મીરાના માતા. કોડાયના સાકરબેન રવજી લાલનના પુત્રી. સુરેન્દ્ર, સ્વ. નરેન્દ્ર, કૈલાસ લાલન, પુનડીના સ્વ. કુસુમબેન પ્રેમજી, બિદડાના સુશીલાબેન અરવિંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા નમ્ર વિનંતી. નિ. વ્રજલાલ ભેદા, ૩, મધુકુંજ, નુતન લક્ષ્મી સોસાયટી, રોડ નં. ૧૦, જુહુ સ્કીમ, વિલેપાર્લા (વે), મું. ૪૯.
સાભરાઇના બા.બ્ર.ચંપાબેન માલસી ગોસર, (ઉં. વ. ૮૬) તા.૧૬/૩/૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાબેન કાનજી વેરસી ગોસરના પૌત્રી. માતુશ્રી કુંવરબાઇ માલસી ગોસરના સુપુત્રી. બાડા સ્વ. તેજબાઇ લખમશી વિસરીયા, ભવાનજી માલસી ગોસરના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. બી.એમ.ગોસર, ઓમ કો.ઓ.સો., બી-૨, દેવી ચોક, શાસ્ત્રીનગર, રામ મંદિર રોડ ક્રોસ ૨, ડોંબિવલી (વે).
ગોધરાના માતુશ્રી મણીબેન તલકશી છેડા (ઉં. વ. ૮૧) તા. ૨૮-૩-૨૦૨૪ના અવસાન પામ્યા છે. તલકશી રવજીના ધર્મપત્ની. રતનબેન રવજી કુંવરજીના પુત્રવધૂ. પરેશ, અનીતા, બીના, જ્યોતીના માતુશ્રી. ગોધરા લીલબાઈ ચનાભાઈ ખીમજીના સુપુત્રી. દામજી, કાંતિલાલ, પદમશી, તલવાણા વિજયાબેન લાલજી દેવરાજના બેન. પ્રાર્થના : નપુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.) ટા. ૪ થી ૫.૩૦. નિ. પરેશ છેડા : ૭૦ર, ઇન્ડીયા હાઉસ, ટાગોર રોડ, સાંતાક્રુઝ-વે. મુંબઇ-૫૪.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ ઘાટકોપર પ્રતાપરાય ઉમેદચંદ શેઠના સુપુત્ર પરેશભાઇ (ઉં.વ. ૭૦) તા. ૨૯-૩-૨૪ના શુક્રવારના અવસાન પામેલ છે. તે જયોત્સનાબેનના પતિ. મેઘા તેજસ કનાડિયા, હેમ ગૌરવ સોટા, રાજના પિતાશ્રી. પ્રાચીના સસરા. શ્ર્વસુર પક્ષે હીરાચંદભાઇ તુલસીભાઇ દોશી (મોટા ઉજળા)ના જમાઇ. જીઆન-ક્રિશીવના નાના. બધા પક્ષની સાદડી રવિવાર, તા. ૩૧-૩-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. શિવાજી હોલ, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુમાં, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button