મરણ નોંધ

જૈન મરણ

શ્રી દિગંબર મુમુક્ષુ જૈન
ઘાટીલા નિવાસી, હાલ સોનગઢ મુંબઈ બાલબ્રહ્મચારી ઈન્દિરાબેન નવલચંદ લોદરીયા (ઉં. વ. ૮૮), તે સ્વ. જગદિશભાઈ લોદરીયા અને સ્વ. મધુબેન – પ્રવિણભાઈ શાહના મોટાબેન. સ્વ. હસુમતિબેન લોદરિયાના નણંદ. તે રાજીવ-સ્મિતા અને અમિષા-મેહુલ અજમેરાના ફઈબા. તે પ્રિયલ, રોનક જોધાવત, આયુષી, અભિષેક અને આદિત્યના મોટા ફઈબા. સોમવાર, ૨૫-૩-૨૪ના દેહપરિવર્તન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડીયા દેવડી નિવાસી હાલ વિરાર પિયુષભાઇ ઔતમચંદ દોશીના ધર્મપત્ની અ. સૌ. વિણાબેન (ઉં. વ. ૬૫) તે તા.૨૬-૩-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે હેમકુંવર બા તથા ઔતમચંદ વિઠ્ઠલજી દોશીના પુત્રવધૂ. ગામ જાલાનું વડોદરા (હાલ માટુંગા) તે લક્ષ્મીબેન તથા વીરાભાઇ હમીરભાઇ લાડવાની સુપુત્રી. તે કાંજીભાઇ તથા શાંતાબેનના બેન. તે ચેતન, વિરેન, ક્રિષાના માતુશ્રી. તે દિક્ષીતા, નેહા, ચેતન પંચમીયાના સાસુ. તે આયુષ, દિશા, પર્વ, રિદ્ધિના દાદી. તે ફેનીલના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વે. મૂર્તિ. જૈન
સુરેન્દ્રનગર નિવાસી સ્વ. દલસુખલાલ વાડીલાલ દોશીના પત્ની શારદાબેન (ઉં. વ. ૯૨) મુનિ રત્નધ્વજ વિ. મ, સા. જ્ઞેયરત્નાશ્રીજી મ. હરિષ, પંકજ, દેવાંગીના માતા. શોભના, નીતા, મયુરકુમારના સાસુ. સ્વ. અમૃતલાલ, સ્વ. ઇન્દુલાલ, શશીકાંતભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. લીલીબેન, સ્વ. સુભદ્રાબેન, સરોજબેનના ભાભી. બોટાદ નિવાસી વિરચંદ હેમચંદ દેસાઇના પુત્રી. સ્વ. રમેશભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પુષ્પાબેન, સા. રાજીમતીશ્રીજી મ. સા. સન્મતિશ્રીજી મ. સા., સા. મુક્તિમતિશ્રીજી મ. સા. ના બેન. શનિવાર તા. ૨૩-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બી-૧, ૩૦૨, સુરભી કોમ્પ્લેક્સ, એમ. જી. રોડ, ક્રોસ રોડ, નં.૧, કાંદિવલી (વે).
દશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી સ્વ. અભયકાંતભાઇ અમૃતલાલ મહેતાના સુપુત્ર શૈલેશભાઇના ધર્મપત્ની અવનીબેન (ઉષા) (ઉં. વ. ૬૬) મંગળવાર, તા. ૨૬-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેશભાઇના પત્ની. તે પંકજભાઇ, સ્વ. પ્રતિભાબેન, મીનાબેનના ભાભી. તે સ્વ. સૌભાગ્યચંદ વીઠલદાસ ગાંધી તથા વિમળાબેનના પુત્રી. ગીરીશ, દીપા (અરુણા), હિતેશ, રીટાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના સ્વ. મીણાબેન નિસર (ઉં. વ. ૮૨) શનિવાર, ૨૩-૩-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. દિવાળીબેન રતનશી પેથાના પુત્રવધૂ. સ્વ. વેલજીભાઈની ધર્મપત્ની. સ્વ. રસિક પ્રવિણ, ચેતન, ગં.સ્વ. જયશ્રી, ભારતીના માતુશ્રી. સ્વ. અરુણા, સંગીતા, નિકીતા, સ્વ. શાંતિલાલ દેઢિયા, અમરશીભાઈ છેડાના સાસુ. રવિ, ઋષભ, મીત, ક્રિશ, શ્રેય, ક્યાનના દાદી. સ્વ. વિશાબેન ભચુ લાલજી સત્રાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: ૧૦૧, પેરેડાઈઝ, એલ.ટી.રોડ, ૬, એમ.જી.રોડ, ગોરેગાંવ વેસ્ટ.
હરસોલ સત્તાવિસ જ્ઞાતિ જૈન
ગં.સ્વ. સરોજબેન રસિકલાલ શાહ (ઉં. વ. ૬૪) તે સ્વ. રસિકલાલ ભોગીલાલ શાહના ધર્મપત્ની, તે ભૂમિકા, વિરલ, જેમિનના માતા. ધવલકુમાર અંકિતાના સાસુ ૨૬-૩-૨૪ના અરિહંતશરણ થયા છે. તેમની પ્રાર્થનાસભા ૨૭-૩-૨૪, બુધવારે ૩થી ૫ દેવ વાટિકા હોલ, ભાયંદર (વેસ્ટ). પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી દિગંબર જૈન
વિછીંયા નિવાસી હાલ મલાડ સ્વ. પાનાચંદ છગનલાલ ડગલીના પુત્ર સ્વ. જશવંતરાય ડગલી (ઉં. વ. ૮૪) ૨૬-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મધુકાંતા ડગલીના પતિ. અશીતભાઈ, હેમાંશુ, રૂપાબેન, સોનલબેનના પિતા. પ્રીતિબેન, જિનંદાબેન, સંદિપભાઈ દોશી અને હેમીશભાઈ લાઠીયાના સસરા. તે મણિલાલ ભુદરભાઈ શાહના જમાઈ. સાગર-પૂજા, કવિશા-દિવ્યમ, શુચિ, દેવાંશી, કિયાંશ, શ્ર્લોકા અને વેદના દાદા. તેમની પ્રાર્થનાસભા ૨૮-૩-૨૪ના ૧૦થી ૧૨. સ્થળ: પી.ડી. ખખ્ખર બેન્કવેટ હોલ, અસ્પી ઓડિટોરિયમ, નૂતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ બોરીવલી અ.સૌ.આરતીબેન સતિષભાઈ શેઠ (ઉં. વ. ૫૭) તા. ૨૫/૩/૨૪ના બોરીવલી મુકામે અરિહંતશરણ પામ્યા છે. તે ગં.સ્વ. જયાલક્ષ્મીબેન મનસુખલાલ શેઠના પૂત્રવધૂ. તે હર્ષ તથા ફોરમના માતુશ્રી. તે અ.સૌ.મૈથિલીના સાસુ. તે સ્વ. પારુલબેન જીતેન્દ્રકુમાર, પ્રજ્ઞાબેન જગદીપકુમાર, નીતાબેન મુકેશકુમાર, પરિતાબેન ભરતકુમાર, શીલાબેન સંજયકુમારના ભાભી. તે ગં. સ્વ રમીલાબેન બળવંતરાય દેસાઈના સુપુત્રી. તે દુષ્યંત દેસાઈ, અ.સૌ. દીપ્તિબેન જયેશકુમાર ખીમાણી, અ. સૌ. છાયાબેન જયેશકુમાર દોશી, અ.સૌ.મેઘનાબેન કેતનકુમાર શાહ, અ.સૌ. મનીષાબેન પ્રફુલકુમાર મડીયા તથા અ.સૌ. મીતાબેન દીપકકુમાર રૂપાણીના બેન. પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૨૮/૩/૨૪ના ૧૦ થી ૧૨. પાવનધામ, પાવનધામ માર્ગ, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મુલુંડ સ્વ. ચંપકલાલ કેશવલાલ દોશીના સુપુત્ર સ્વ.હિતેષ (ઉં. વ. ૫૧) તા. ૨૩-૩-૨૪ને શનિવારે અરિહંત શરણ પામેલ છે. તે મનીષાના પતિ. દિયા અને દિવ્યના પિતા. કમલેશના ભાઈ. રમણીકલાલ કેશવલાલ દોશીના ભત્રીજા. રશ્મિબેન પ્રકાશકુમાર શાહ, હર્ષાબેન વિજયકુમાર શાહ, દક્ષાબેન શરદકુમાર મણિયાર, ફાલ્ગુની આશિષકુમાર દીઓરાના ભાઈ. શ્ર્વસુર પક્ષે સ્વ. ભૂપતરાય નગીનદાસ શાહ તે પ્રવિણભાઈ હરિલાલ સંઘવીના જમાઈ. તેમની સાદડી તા. ૨૮-૩-૨૪ ગુરુવારના ૪ થી ૬. ગોપુરમ હોલ નં.- ૨, જ્ઞાન સરિતા શાળાની બાજુમાં, ડૉ. આર.પી. માર્ગ, મુલુંડ (પ.).
ઝાલાવાડી વિસા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ નીવાસી હાલ કાંદિવલી, સ્વ. સુરેખાબેન મનુભાઈ શાહના પુત્ર રોહિતભાઈ, (ઉં. વ. ૭૩) ૧૯/૩/૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે બીના (રૂપા)ના પતિ. નીલોમી, મિતીના પિતા. અમિતભાઈના સસુર. વર્ષાબહેન, સ્વ. પ્રદીપભાઈ, કિરીટભાઈના ભાઈ. સ્વ. કમળાબેન કુંદનલાલ શાહના જમાઈ, લૌકિક વહેવાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રી માળી જૈન
ખડસાલિયા નિવાસી હાલ કાંદિવલી સ્વર્ગવાસી નયનાબેન શાહ તથા ચંદ્રકાંત ચીમનલાલ શાહના સુપુત્ર કૌશલ (રોનક) (ઉં. વ. ૩૮) તા. ૨૦-૦૩-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિકાના પતિ. સાચીના પપ્પા. સુષ્માબેન સુરેશભાઈ શાહ, ગીતાબેન રાજેશભાઈ ટોલિયાના ભત્રીજા તથા પ્રણવ (રાહુલ)ના ભાઈ. મીનાબેન મિલનભાઈ શાહ (નગરશેઠ) પાટણવાલા હાલ ભાઈંદર નિવાસીના જમાઈ. લૌકિક વ્યાવહાર રાખેલ નથી.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ માટુંગા ઉર્વશીબેન નવીનચંદ્ર શાહ (ઉં. વ. ૮૪), તે સ્વ. બચુભાઈ દલપતભાઈ પારીના દીકરી, સતીષભાઈ, પ્રદિપભાઈ, ભારતીબેન, મીનાક્ષીબેન અને પલ્લવીબેનના બેન. સંજયભાઈ તથા પ્રિતીબેનના માતુશ્રી. સ્નેહાબેન તથા સાંપ્રત મ્હાત્રેના સાસુ. પ્રિયાંક, પ્રિયા, રોહન તથા આકાશના દાદી તા. ૨૫-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ચાંગડાઇના રતનબેન (વેલબાઇ) દામજી નાગડા (ઉં. વ. ૭૪) ૨૫-૩ના અવસાન પામેલ છે. પાનબાઇ ટોકરશી પાસુના પુત્રવધૂ. દામજીના પત્ની. નરેશ, કવિતા, દિવ્યા, નેહલ, મોન્ટુના માતા. કોટડી (મહા.) નેણબાઇ રતનશી શિવજીના પુત્રી. શાંતીલાલ, ભોજાય રાજબાઇ ખીમજી, જવેર દેવચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દામજી નાગડા, ૨૦૪, રામેશ્ર્વર કૃપા, ફડકે રોડ, ડોંબીવલી (પૂ.).
નારાણપુરના મેઘજી વોરા (ઉં. વ. ૮૧) તા. ૨૫-૩ના અવસાન પામેલ છે. મા. જેતબાઇ કેશવજીના પુત્ર. જવેરબેનના પતિ. શીલા, પ્રીતી, ધિરેન, કવિતાના પિતા. ગાંગજી, વલ્લભજી, દેવચંદ, ડુમરા સ્વ. મુલબાઇ પ્રેમજીના ભાઇ. ઉનડોઠ પુરબાઇ રતનશીના જમાઇ. પ્રા.સ્થળ : જીરાવલ્લા પાર્શ્ર્વનાથ મુ.શ્ર્વે.જૈન સંઘ, દેરાસર લેન, ઘાટકોપર (ઇસ્ટ). સમય : ૩ થી ૪.૩૦. ચક્ષુદાન કરેલ છે.
ગુંદાલાના રતનબેન શાંતિલાલ ગાલા (ઉં.વ. ૭૯) તા. ૨૫.૩.૨૪ ના અવસાન પામ્યા છે. પાનબાઈ મોરારજી જેઠુભાઈના પુત્રવધૂ. શાંતિલાલ મોરારજીના ધર્મપત્ની. જયેશ, રાજેશ, સંજયના માતુશ્રી. ટોડા ખેતબાઈ ખીમજી માણેક સંગોઈના પુત્રી. રામજી, જયંત, ડો. ચંદ્રકાંત, લક્ષ્મીબેન, વિમળા, ડો. જયવંતીના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦.
નાગલપુરના સંઘમાતા પાનબાઈ દામજી વિસરીયા (ઉં.વ. ૯૩) તા. ૨૦-૩-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી ચાંપઈબાઈ કુરપારના પુત્રવધૂ. દામજીના પત્ની. પ્રફુલ, વસંત, રાજન, ગુણવંતી, સાકર, ભાનુ, વર્ષાના માતુશ્રી. નાગલપુર વેજબાઈ આણંદ સરવણના પુત્રી. શામજી, ભવાનજી, જયંતિલાલ, રતિલાલ, લાયજા કુંવરબાઈ હિરજી, કોડાય કસ્તુર ખીમજીના બેન. પ્રા. શ્રી મા. શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાયણજી શામજી વાડી, માટુંગા. ટા. ૩ થી ૪.૩૦.
સાભરાઇ હાલે પૂનાના અ.સૌ. મીના ગાલા (ઉં. વ. ૫૬) તા. ૨૨-૩-૨૪ના અવસાન પામેલ છે. જેતબાઈ મેઘજી મુરજીના દોહિત્રવધુ. સાકરબેન ગોવિંદજી ગાલાના પુત્રવધૂ. ઉમેશના પત્ની. શેરડીના નવલબેન જેઠાલાલ હરીયાની પુત્રી. દેવપુરના લીનાબેન જયંતીલાલ, ચીઆસરના હીના તરૂણ, લાખાપુરના અલ્પા હિમાંશુ, ફરાદ્રીના નીલમ બીપીન, શેરડીના પદમના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમેશ ગાલા, ૩૦૨, પ્રથમેશ સમૃધ્ધિ, ૬૦, ટી.એમ.વી. કોલોની, મુકુંદ નગર, પૂના-૪૧૧૦૩૭.
બિદડા અડુલા ફરીયાના શૈલેષ રમણીકલાલ મારૂ (ઉં. વ. ૩૮) તા. ૨૨-૦૩ના કચ્છ બિદડામાં અવસાન પામેલ છે. રેખાબેન તથા વિમળાબેન રમણીકલાલના પુત્ર. જીનલના પતિ. બેબી રાહીના પિતા. જ્યોતિ, વિપુલ, જયેશના ભાઇ. મોખાના ઉષાબેન મોહનલાલ ખીમજી લાપસીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: શૈલેષ રમણીકલાલ મારૂ (મારૂ સર્વિસ) અડુલો ફરીયો, બિદડા-૩૭૦૪૩૫.
દેવપુરના મેઘરાજ રાઘવજી વીરા (ઉં. વ. ૮૮) તા. ૨૩-૩-૨૪ના દેહપરિવર્તન કરેલ છે. દેવકાંબેન રાઘવજીના પુત્ર. કેસરબેનના પતિ. જયેશ, ભદ્રિક, ડો.નિલેશ, હીના, શીલાના પિતા. મણીલાલ, નવીન, ડો.ચંદ્રકાંત, વલ્લભજી, કસ્તુરબેન (લક્ષ્મીબેન), મંજુલાબેનના ભાઈ. ધનબાઈ રતનશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા ૨ થી ૩.૩૦. દેહદાન કરેલ છે.
મોટા આસંબિયા હાલે મલાડના રમેશ ખીમજી સાવલા (ઉં. વ. ૭૪) તા. ૨૪-૩-૨૪ના દેહપરિવર્તન કરેલ છે. વિજયાના પતિ. હીરબાઈ ખીમજીના પુત્ર. સ્વ પુરબાઈ મગનલાલ, સ્વ. વલ્લભજી, જવેરી, પ્રવીણ, નગીન, મેરાવાના સરલા રમણિકના ભાઈ. દિવ્યા કેતુલ, આરતીના પિતાશ્રી. પુનડીના હીરબાઇ વીરજીના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ત્વચાદાન કરેલ છે. નિવાસ : રમેશ ખીમજી સાવલા, ૬૦૩, સિધ્ધી એપાર્ટમેન્ટ, ભંડાર વાડા, કે.જી.મિત્તલ કોલેજની સામે, મલાડ (વે).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત