જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (ગેલાણી ફરિયો)ના અ.સૌ. પ્રભાબેન પ્રવિણ છેડા (ઉં.વ. ૭૦) બેંગ્લોર મુકામે ૨૮/૯/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ, સ્વ. ભાણબાઇ ટોકરશી કાનજીના પુત્રવધૂ. પ્રવિણના ધર્મપત્ની. અલ્પા, પરાગના માતુશ્રી. ત્રગડી (સંભવપુર)ના પાનબાઇ કાનજી આણંદના પુત્રી. કલ્યાણજી, કાંડાગરાના મણીબેન ખીમજી, નાના ભાડિયાના વિમળાબેન કેશવજી, બિદડાના રતનબેન કલ્યાણજી, તલવાણાના જયવંતીબેન કિર્તી, ના. ખાખરના કુસુમબેન હર્ષદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિવાસ: પ્રવિણ ટી. છેડા, ૧૫/૧, ૧૬મો ક્રોસ, ૮મો મેન રોડ, મલેશ્ર્વરમ, બેંગ્લોર -૫૬૦૦૫૫.
ઉનડોઠના દેવજી વાલજી દેઢિયા (ઉં.વ. ૭૫) ૨૮/૯ના અવસાન પામેલ છે. કુંવરબાઇ વાલજી લખમશીના પુત્ર. પુષ્પાના પતિ. હિતેષના પિતા. મેગજી, ભાણજી, જેઠાલાલ, જેતબાઇ, તેજબાઇ, સોનબાઇ, ધનબાઇના ભાઇ. લક્ષ્મીબેન (જયાબેન) તેજશીના જમાઇ. પ્રાર્થના. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ શ્રી કરસન લધુભાઇ નીસર હોલ, દાદર-વેસ્ટ. ટાઇમ ૪ થી ૫.૩૦ ઠે. હિતેષ દેઢિયા, સી-૧૦ બીજે માળે, ઇશ્ર્વરનગર, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વેસ્ટ).
નરેડીના (માટુંગા) હાલે વાપી ડુંગરશી વેલજી નાગડા (ઉં.વ. ૭૫) ૩૦/૯/૨૩ના અવસાન પામેલ છે. કંકુબાઇ વેલજી પચાણના સુપુત્ર. કસ્તુરના પતિ. સાગર તથા સાભરાઇ હીના નિમેષના પિતા. દેવપુરના પુરબાઇ મેઘજી (ભચુશેઠ)ના જમાઇ. મણીલાલ તથા લહેરચંદ, ખારૂઆના કુંવરબાઇ હંસરાજ, મુલબાઇ મુરજી, નરેડીના સુંદરબેન પ્રેમજી, કોટડા (રોહા)ના હીરબાઇ હીરજી, ડુમરાના સુશીલાબેન મણીલાલના ભાઇ. મુંંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. વાપીમાં પ્રાર્થના ૧/૧૦/૨૩ના બપોરના ૩ થી ૪ ઠે. મહાવીર નગર, ૪ રસ્તા વાપી (ગુજરાત) ઠે. ડુંગરશી નાગડા, જી/૧ અતિત-આસો પાલવ કોમ્પલેક્ષ, શિવ મંદિરની સામે, વાપી-ઇસ્ટ, ગુજરાત-૩૯૬૧૯૧.
કપાયાના ગં.સ્વ. મંજુલા ડુંગરશી મામણીયા (ઉં.વ. ૮૦) તા. ૨૮/૯/૨૩ના અવસાન પામ્યા છે. સ્વ. કુંવરબેન દેશર વીરજીના પુત્રવધૂ. સ્વ. ડુંગરશીના ધર્મપત્ની. સ્વ. નિલેશ, અતુલ, લતાના માતુશ્રી. બેરાજાના સ્વ. વેલબાઇ શીવજી ખેતશીના પુત્રી. બેરાજાના સ્વ. હીરબાઇ શામજી, લુણીના સ્વ. મણીબેન નાનજી, કપાયાના પ્રભાબેન ચુનીલાલ, સમાઘોઘાના સ્વ. લીલાવંતી શાંતિલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અતુલ ડુંગરશી, એ/૬ વિરા સદન, ઝવેરી બાગ, એસ.વી. રોડ, કાંદિવલી (વે.).
કાંડાગરાના માતુશ્રી પ્રભાવંતી જાદવજી દેઢીયા (ઉં.વ. ૮૩) ૨૯/૯ના દેહ પરિવર્તન કરેલ છે. કંકુબેન રતનશી માણેકના પુત્રવધૂ. જાદવજીના ધર્મપત્ની. સરલા, નીરુ- હીરેનના માતુશ્રી. સમાઘોઘા કંકુબેન મગનલાલ વેલજીના સુપુત્રી. સંસાર પક્ષે લી.અ.જ. અંજનાબાઇ મહાસતી, મુકુંદ ચીમન, વીમળા રવીલાલ, હેમલતા હરિલાલ, કાંતા કલ્યાણજી, ભોરારા રૂક્ષ્મણી પ્રેમજી, પ્રવિણા અમૃતના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીરેન દેઢીયા, એસ/૪૦૧ નવનીત નગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી હાલ મલાડ સ્વ. કુસુમબેન હસમુખભાઈ ડગલીના પતિ. સ્વ. હિરાભાઈ, સ્વ. છબીલભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. શારદાબેન તથા ધીરૂભાઈ ડગલીના ભાઈ. કેતનભાઈ તથા શિલ્પાબેનન પિતા. સીમાબેન તથા પરાગભાઈ કોઠારીના સસરા. ઈશા, પીનાંક, અવ્યાનના દાદા. હસમુખભાઈ ત્રંબકલાલ ડગલી (ઉં.વ. ૮૭) તા. ૨૯-૯-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાદ્રોડ નિવાસી સ્વ. ધનલક્ષ્મીબેન હરિલાલ ખોડીદાસ દોશીના પુત્ર અરુણભાઈ (ઉં.વ. ૮૦) તે ૨૯/૯/૨૩ના અવસાન પામેલ છે. તે પ્રફુલાબેનના પતિ. અલ્પા જીતેન્દ્રકુમારના પિતા. ચંપકભાઈ, અંબાલાલભાઈ, ધીરુભાઈ, સુમિતભાઈ, અનંતભાઈ, હંસાબેન હિંમતલાલ, દીનાબેન દિપકકુમારના ભાઈ. સાસરાપક્ષે થાણા દેવળીવાળા શાહ નંદલાલ તારાચંદના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ હાલ બોરીવલી સ્વ. નગીનદાસ ધનજી સંઘવીના ધર્મપત્ની દમયંતીબેન (ઉં.વ. ૮૪) તે મનીષ, ભરત, રાજીવ, ચેતન તથા સંજીવના માતા. કલ્પના, કિરણ, આરતી, હિરલના સાસુ. ઋષભ, સલોની, આયુષ, રોશનીના દાદી. પિયરપક્ષે રાણપુર ભેસાણ (ચાલીસગાંવ) મનસુખભાઇ, ચુનીલાલભાઈ, પ્રવીણભાઈ, વિનોદભાઈ, કિરણભાઈ, ચંદનબેન, જશવંતીબેન, કરૂણાબેન તથા કનકબેનના બહેન. ૨૭/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાલનપૂરી જૈન
સ્વ. વર્ષા નિરુપમ શાહ (ઉં. વ. ૭૮) નિરુપમ બાલચંદ શાહ-પતિ. પુત્ર-પુત્રવધૂ: સેહુલ-શિબાની. દીકરી-જમાઇ: શેફાલી-ચેતન, જેસિકા-નિશિત. પ્રાર્થનાસભા: તા. રવિવારે ૧ ઓક્ટોબરે સાંજે ૪થી ૬. ઠે. ભારતીય વિદ્યાભવન, ગામદેવી.
વાગડ વિ. ઓ.જૈન
ગામ લાકડીયાના સ્વ. સોનાબેન વેલજી ગાલા (ઉં. વ. ૮૪) ગુરુવાર તા. ૨૮-૯-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. તે સ્વ. પાર્વતીબેન ખેરાજ ગાલાના પુત્રવધૂ. તે વેલજીભાઇના ધર્મપત્ની. ધીરજ, હસમુખ, મનસુખ, વિનોદ, હંસાના માતુશ્રી. સ્વ. રંજન, જયવંતી, પુષ્પા, અરુણા, ખીમજીના સાસુ. તેજસ, કૃપેશ, પ્રતિક, હિરેન, વિનિત, જીજ્ઞા, મમતા, સ્નેહા, વૃત્તિ, વિધીના દાદી. સ્વ. ભમીબેન-પુંજીબેન હિરજી રતન ગડાના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૧૦૦૧, કૈલાસ રિજન્સી, ગાંધી માર્કેટની પાછળ, એમ. જી. રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ કાંદિવલી અનુપચંદ જુઠાભાઇ શાહના ધર્મપત્ની પ્રફુલાબેન (ઉં. વ. ૭૫) તે વિપુલભાઇ, જાગૃતિબેન ગૌતમકુમાર દોશી, કામિનીબેન ગીરીશકુમાર શાહના માતુશ્રી. તેજલબેનના સાસુ. ઋષીન તથા હેતવીના દાદી. અર્પિત તથા ભવિશના નાની. પિયરપક્ષે સ્વ. પ્રભાશંકર સુંદરજી મહેતાના દીકરી. શુક્રવાર, તા. ૨૯-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
જૈન દેરાવાસી
મૂળ દહેગામ હાલ (ઘાટકોપર) ડો. પ્રવીણભાઇ ચુનીલાલ શાહ (ઉં. વ. ૮૯) તા. ૩૦-૯-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સરોજબેનના પતિ. પ્રિતી, પરાગ, સોનલના પિતાશ્રી. તે પૂજા (રોહિણી) અને નીતિનભાઇના સસરા. તથા કનુભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. સુરેશભાઇના ભાઇ. પંક્તિ તથા પ્રિયલના દાદા. તે સ્વ. કોદરલાલ વકીલના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૩ના, ૧૦-૩૦થી ૧૨.૩૦. ઠે. એસ.વી.ડી.ડી. સ્કૂલ, બેન્કવેટ હિંગવાલા લેન, સાંઇબાબા નગર, પંત નગર, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચુપણા હાલ મુલુંડ માતુશ્રી ગુલાબબેન બાવચંદભાઇ શાહના સુપુત્ર કાંતિલાલ બાવચંદભાઇના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં. વ. ૭૮) તા. ૨૯-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મનીષ, દિપ્તીબેનના માતુશ્રી. તેજલ તથા હિતેનકુમારના સાસુ. નૈતીક, યુગમ તથા ધારિકના દાદી. પિયર પક્ષે જેસર નિવાસી શેઠશ્રી તલકચંદ રાઘવજી શેઠ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
થોરડી હાલ ઘાટકોપરના સ્વ. શારદાબેન અને સ્વ. દામોદરદાસ મોહનલાલ સરવૈયાના સુપુત્ર હસમુખભાઇ સરવૈયા (ઉં. વ. ૭૯) તા. ૨૮-૯-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. સુધાબેન સરવૈયાના પતિ. તે દેવાંગ-જાનવી, નંદીની-મેહુલભાઇ, ડો. નેહલ, ડો. પ્રફુલભાઇ, તેજલ-મલયભાઇના પિતા. કિરીટભાઇ દામોદરદાસ, સ્વ. ઇલાબેન દિલીપભાઇ, અ. સૌ. આશાબેન મહેશભાઇ, ગં. સ્વ. મીનાબેન મુકેશભાઇ, અ. સૌ. પલ્લવીબેન રાજેશભાઇના ભાઇ. તે સ્વ. રાયચંદભાઇ મગનલાલ શાહ ભડી ભંડારીયાના જમાઇ. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨-૧૦-૨૩ના સવારે ૧૦થી ૧૨. ઠે.લાયન્સ કોમ્યુનિટી હોલ, ૯૩ બી, ગોરડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).