મરણ નોંધ

જૈન મરણ

બાડાના મુક્તાબેન ભીમશી ગાલા (ઉં. વ. ૮૨) તા. ૨૩-૩-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. તેજબાઇ ભવાનજીના પુત્રવધૂ. ભીમશીભાઇના પત્ની. લલિત, રાજેશ, દક્ષાના માતા. લાયજાના ગાંગબાઇ મેઘજી થોભણના પુત્રી. નાગજી, હીરાલાલ, મંજુલા, ગુણવંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. નિ. દક્ષા જગદીશ પાસડ, ૩૦૧, મૈત્રી પ્રસાદ, આર.પી.રોડ, ડોંબીવલી (ઇસ્ટ).
ગુંદાલાના મહેશ જાદવજી સાવલા (ઉં. વ. ૫૮) તા. ૨૨-૦૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જયાબેન ઉર્ફે ઝવેરબેન જાદવજીના સુપુત્ર. રક્ષાના પતિ. દર્પણના પિતા. રમેશ, વર્ષા, અલ્પાના ભાઇ. નાંગલપુર વાસંતી કેશવજી નાનજી દેઢિયાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ). ટા. ૩ થી ૪.૩૦. નિવાસ : મહેશ સાવલા. ૭૦૧, શ્રેયસ એપાર્ટમેન્ટ, ટી.પી.એસ. રોડ, બોરીવલી (વે).
જામનગર વિશા ઓસવાલ જૈન
બોરીવલીના સ્વ પ્રભાવંતી ધીરજલાલ ઝવેરીના સુપુત્ર ચિ. મહીનભાઈ (ઉં. વ. ૬૭) સ્વ. ચીમનલાલ પોપટલાલ શાહની સુપુત્રી. રેખાબેનના પતિ. યજ્ઞેશ તથા હેનલના પિતાશ્રી. અ. સૌ. જિનલ તથા નિરાગના સસરા. વિજયભાઈ, હસમુખભાઈ અને ભરતભાઈના નાનાભાઈ, ચંદુભાઈ, ઉપેનભાઈ, ઉષાબેન પારેખ, રીટાબેન ગાંધીના બનેવી ૨૨ માર્ચના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર
બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના ગં.સ્વ. દમયંતી મોરારજી ગાલા (ઉં. વ. ૮૦) ૨૨-૩-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. નાનબાઈ વેરશીના પુત્રવધૂ. સ્વ. મોરારજીના ધર્મપત્ની. સ્વ. રીટા, સ્વ. બીપીનના માતુશ્રી. મકાબાઇ વેલજીના પુત્રી. સ્વ. મગન સ્વ. નવીનના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે.સંગીતા બીપીન ગાલા, ૩૦૪, સૃષ્ટિ સોલેટર, ક.ઇ.જ માર્ગ,ભાંડુપ, વેસ્ટ મું. ૭૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button