મરણ નોંધ

જૈન મરણ

પાટણ જૈન
પાટણ નિવાસી તંબોળીવાડાના હાલ બોરીવલી સ્વ. ભગવતીબેન ચીમનલાલ શાહ ના સુપુત્ર ક્રિર્તિ કુમાર શાહ (ઉં. વ. ૮૪) જે સ્વ.ચંદ્રિકાબેન શાહના પતિ. તથા હિરેન, મોના, કુંજનના પિતા તથા હેતલબેન ને કલ્પેશ કુમારના સસરા. સ્વ. મહેન્દ્રભાઈ ને ચંન્દ્રાબેનના ભાઈ. તા.- ૨૧/૦૩/૨૪ ને ગુરુવાર એ અરિહંત શરણ પામેલ છે ને લૌકિક વહેવાર બંધ છે રહેઠાણ- ૧૦ /બી ભાગ્ય નગર, એપેક્ષ હોસ્પિટલની સામે, ચંદ્રાવર્કર રોડ, બોરીવલી- વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ મુંબઈ સ્વ.પ્રવિણચંદ્ર હિંમતલાલ મેઘાણી, સ્વ.ભારતીબેન મેઘાણીના પુત્ર વિપુલ (ઉં. વ. ૪૯) બુધવાર, તા. ૨૦/૦૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મિત્તલ, પૂર્વીના દેર, ઝરણાં, ઈશાના પિતા. જૈનમ, હિત, યોહાનના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના નવિનચંદ્ર ડુંગરશી ગડા (ઉં. વ. ૬૭) તા. ૨૨-૩-૨૪ના અવસાન પામેલ છે. મમુબાઈ ડુંગરશી કરમશીના પુત્ર. રેખાના પતિ. મૈત્રી, અવની, મહેકના પિતા. લાલજી, હિરજી, ચુનીલાલ, ભવાનજી, જયંતિ, નવલના ભાઇ. નવસારીના કમળાબેન ક્રિષ્નના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ સ્થાન : રેખાબેન ગડા, રૂમ નં. ૨૩, મહેશ નગર નં. ૬, સ્ટેશન રોડ, ભાયંદર (વેસ્ટ).
રાયણના બિંદુ (દેવકાબેન) બીકેશકુમાર છેડા (ઉં. વ. ૭૮) તા. ૨૧-૩-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન કાનજી ખીમજીના પુત્રવધૂ. બીકેશભાઇના પત્ની. નાંગલપુરના લીલબાઇ વેરશી વાઘાના સુપુત્રી. રતનશી, તેજશી, ચાંપશી, મણીબાઇ/નેણબાઇ મગનલાલ, કોડાયના શાંતાબેન લાલજી, લાયજાના મીનાબેન પ્રાણલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતીલાલ કાનજી શાહ, ૬, ખટાઉ એપાર્ટમેન્ટ, જોશી લેન, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
મોથારાના કુંવરબેન જેઠાલાલ સાવલા (ઉં. વ. ૯૦) ૨૩-૩ના અવસાન પામેલ છે. જેઠીબાઈ પાલણના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. કિશોર, પ્રવિણ, સુરેશ, લહેરચંદ, રેખાના માતા. સણોસરા ઘનબાઈ દેવજી શીવજી નાગડાના પુત્રી. ગાંગજી, ગઢશીશા વેજબાઈ આસુ, કોટડા રોહા ભાણબાઈ ધારશીના બેન. પ્રાર્થના સભા : તા. ૨૫-૩-૨૦૨૪, સોમવાર. સમય-૩.૩૦થી ૫. સ્થળ: શ્રી માટુંગા ક. મુ.શ્ર્વે. જૈન સંઘની શ્રી નારાયણજી શામજી વાડી, માટુંગા.
પત્રીના જમનાબેન હરશી ધરોડ (ઉં. વ.૯૦) કચ્છ મધ્યે તા.૧૬-૦૩-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી કમઈબાઈ કુંવરજી (જખુબાઈ)ના પુત્રવધૂ. સ્વ. હરશીના ધર્મપત્ની. પ્રભા રમણીક (દેશલપુર), મહેન્દ્ર, કિશોરના માતુશ્રી. લાખાપરના સ્વ. મોંઘીબાઈ નાનજી ગાલાના સુપુત્રી. સ્વ. જશવંત, પત્રીના ભાનુબેન અરવિંદ (છગન) ધરોડ, મુન્દ્રાના જયવંતી નાનાલાલ કેનીયા, બેરાજાના નિર્મળા જાદવજી મામણીયા, કારાઘોઘાના મંજુલા લાલજી સાવલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મહેન્દ્ર હરશી, ૪૦૩/એ વરૂણ સોસાયટી, તિલકનગર સ્કુલ રોડ, ડોંબિવલી (ઈ).
ઝાલાવાડી શ્ર્વેતામ્બર મૂ. જૈન
બોટાદ નિવાસી હાલ મલાડ બગડીયા પ્રવીણચંદ્ર હરગોવિંદદાસના ધર્મપત્ની હસુમતીબેન (ઉં. વ. ૮૭) તા. ૨૧-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ભાવનાબેન, મનિષભાઇ તથા હેતલબેનના માતુશ્રી. નિલેશકુમાર, નયનાબેન તથા શ્રેણિકકુમારના સાસુ. પ્રતિક તથા દેવકીના દાદીશ્રી. પિયર પક્ષે ધ્રાંગધ્રા નિવાસી હાલ મુલુંડ લીલચંદ ભૂરાભાઇ શાહની સુપુત્રી. પ્રવીણભાઇ, મહેન્દ્રભાઇ, જયંતભાઇ, હરનીસભાઇ તથા વસંતબેન, કોકીલાબેન, પ્રેમિલાબેન, અરુણાબેન, દિપીકાબેનના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડિયા દેવળી નિવાસી, હાલ ઘાટકોપર ગં.સ્વ. લલીતાબેન કાંતિલાલ મૂળચંદ વૈદ (ઉં. વ. ૧૦૪). તેઓ કિશોરભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. કુંજલતાબેન બળવંતરાય, ગં.સ્વ. પ્રફુલાબેન હિંમતલાલના માતુશ્રી. સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. ઈલાબેન, સુધાબેનના સાસુ. નિશાબેન રાજેશભાઈ, દેવાંગભાઈ, વિકાસભાઈ, વીજલભાઈ, દિવ્યેશભાઈના દાદી. સારિકાબેન વિપુલભાઈ, સ્વ. અનિલભાઈ, હેમંતભાઈ, પ્રિતેશભાઈ, ભાવેશભાઈના નાની. અમીબેન તથા ભાવિકાબેનના દાદી સાસુ. પિયરપક્ષે સ્વ. અંબાબેન મંગળજી મહેતાના દીકરી ૨૧-૩-૨૪, ગુરુવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પોરબંંદર દશા શ્રીમાળી વણીક જૈન
પોરબંદર નિવાસી ઇન્દિરાબેન વિનોદચંદ્ર નરોતમદાસ શાહ હાલ બોરીવલી (ઉં. વ.૮૯) તે સ્વ. હેમાણીબેન, સ્વ. હેમાંગીબેન કૌશીકભાઇ શાહ, પ્રજ્ઞા, ભાવિન, નીશાના માતુશ્રી. તે સ્વ. કાંતિભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. હરકીશનભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. શશીકાન્તભાઇ, સ્વ. વસંતબેન, સ્વ. પ્રભાબેનના ભાભી. તે સ્વ. લલીતાબેન મથુરાદાસ ભણશાલીના સુપુત્રી. તે સ્વ. રમેશભાઇ, સ્વ. અનિલભાઇ તથા મીનાક્ષીબેન દિનેશભાઇ શાહના બેન. તા. ૨૩-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દામનગર સ્થા. જૈન
લાભુબેન હરગોવનદાસ દોશી (ઉં. વ. ૯૦)ના પુત્ર સ્વ. નરેન્દ્રભાઇ, પુત્રવધૂ સ્વ. ગીતાબેન, પૌત્ર-પૌત્રી: દિપ્તી પારેખ, શ્ર્વેતા શાહ, નીશા અજમેરા, તેજસ દોશી, કમલેશ પારેખ, રૂપેશ શાહ-અમીત અજમેરા, રિચા દોશીના મોટા સાસુ. ચિ. ઝેનના પર દાદી. તા. ૨૩-૩-૨૪ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા સાંજે-૪-૦૦, કલાકે દામોદરવાડી, ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સ્વ. કાંતિલાલ ભુરાલાલ ગાંધી, જૂનાગઢ હાલ ઘાટકોપર તા. ૨૨-૩-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પતિ : સ્વ. ઇલાબેન ગાંધી, પુત્ર-પુત્રવધુ: ભાવેશ-લતા, નિખિલ-સ્મિતા. પૌત્ર-પૌત્રવધૂ: ઋષભ-વિદિશા, પ્રતીક-પલક, પૌત્રી-પૌત્રી જમાઇ: પ્રિયંકા-વિવેક. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૬-૩-૨૪ના ૪થી ૬, ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
(ગોલરામા) નિવાસી હાલ કાંદિવલી સ્વ ચંદનબેન હરજીવનદાસ ઓધવજીભાઈ સંઘવીના સુપુત્ર અશોકભાઈ (ઉં. વ. ૭૯) તા : ૨૨.૩.૨૪ને શુક્રવાર અરિહંતશરણ પામેલ છે તે શારદાબેનના પતિ. સ્વ ભૂપતરાય હરજીવનદાસ સંઘવી, જયશ્રીબેન કિશોરભાઈ શાહના ભાઈ. સમીર, ભાવિક, સચિન અલ્પાબેનના પિતાશ્રી. નિલેશકુમાર, વૈશાલીબેન, રીટાબેન, મીનલબેનના સસરા. શ્ર્વસુર પ્રક્ષે સ્વ બાવચંદભાઈ નરસીદાસ સંઘવી (રતનપુર ગાયકવાડી)ના જમાઈ, સાદડી તથા લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. અશોકકુમાર હરજીવનદાસ સંઘવી એ/ ૨૦૧ ધીરજ રેસિડનશી એમ. જી.રોડ કાંદીવલી વેસ્ટ.
સુરત વિશા ઓ.શ્ર્વે.મૂ.પૂ.જૈન
સુરત નિવાસી હાલ મુંબઈ જયશ્રીબેન જવેરી (ઉં. વ. ૯૩) તા. ૧૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. જીવનચંદ રતનચંદ જવેરીના ધર્મપત્ની, તે સ્વ. સમીરભાઈ અને અંજલિબેનના માતુશ્રી. સ્વ.રતનચંદ પ્રેમચંદ જવેરીના પુત્રવધૂ. સ્વ.મોતીચંદ અમીચંદ જવેરીના પુત્રી, લૌકિક વ્યવહાર બંધ છે. નિ.- ૪૬૦, પીરભાઈ મેન્શન, ગિરિરાજ બિલ્ડીંગ, ૩જે માળે, બ્લોક-બી, ફ્લેટ નં-૩૧, એસ.વી.પી.રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા