મરણ નોંધ

જૈન મરણ

ક.દ.ઓ. જૈન
અ.સૌ. ધનલક્ષ્મી રમેશચંદ્ર પદમશી નાગડા (ઉં.વ. ૭૪) ગામ રંગપુર હાલ દેવલાલી તા. ૧૯-૩-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. મા. માનબાઈ પદમશી મેઘજીના પુત્રવધૂ. રમેશચંદ્ર નાગડાના પત્ની. મા. રતનબાઈ હંસરાજ શામજી લોડાયા (મોટી ખાવડી)ના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે. ચેતન તથા રીનાના માતુશ્રી. પ્રીતિબેન તથા ભરત રજનીકાંત લોડાયાના સાસુજી. મિલોની તથા કેવિનના દાદી. નીલ ભારત લોડાયાના નાની. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૪, શનિવારના ૪.૦૦થી ૫.૩૦ ગોપુરમ હોલ, પુરુષોત્તમ ખેરાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ ભાવનગર સંઘવી શાંતિલાલ મગનલાલના પુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૭૪) તા. ૨૧-૩-૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે નિરૂબેનના પતિ. રવિન્દ્રભાઇ, વિનુભાઇ, જયાબેન ચંદુલાલ નાણાવટી (તળાજા), મનુબેન કનૈયાલાલ દોશી (મહુવા), કનકબેન અનિલકુમાર ગાંધીના ભાઇ. તે અજય, તરુણ, અભયના કાકા. શાહ અમીચંદ ફૂલચંદ (ભદ્રાવળવાળા)ના જમાઇ. સાદડી રાખેલ નથી. અજય વિનયચંદ સંઘવી, બી-૮૦૭, શ્રીપાર્શ્ર્વ એલીગન્ઝા, જીવદયા લેન, ઘાટકોપર (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇના ભાનુબેન ઠાકરશી કેનીયા (ઉં. વ. ૮૫) તા. ૨૧-૩ના અરિહંત શરણ પામેલ છે. માતુશ્રી પાંચીબાઇ ધનજી ગોવરના પુત્રવધૂ. ઠાકરશીના ધર્મપત્ની. તીરીક્ષણા (રીટા), હર્ષદા, હીના, કવિતા, પુર્ણીમા, કીરીટના માતુશ્રી. મણીબાઇ ઠાકરશીના સુપુત્રી. કાંતીલાલ (મગન), ચંદ્રકાંત, ઝવેરના બહેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. કીરીટ ઠાકરશી કેનીયા, ૫૦૪, સત્યમ, વસંત કોમ્પલેક્ષ, મહાવીરનગર, કાંદીવલી (વે.), મું. ૬૭.
તલવાણાના માતુશ્રી કેસરબેન તલકશી દેઢીયા (ઉં. વ. ૮૭) તા. ૨૧-૩-૨૪ના અવસાન પામેલ છે. સાકરબેન દેવચંદ હંસરાજના પુત્રવધૂ. સ્વ. તલકશીના પત્ની. રાજેશ, વિનોદ, હરેશ, ઉર્મીલા, નંદાના માતુશ્રી. કાંડાગરાના જવેરબેન વલ્લભજી હીરજીના પુત્રી. લાલજી, માવજી, લક્ષ્મીબેન નવિનચંદ્ર, મો. આસંબીયાના નિર્મળા લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરેશ તલકશી, એ-૨૧, મોલેદીના, સનમીલ ગલ્લી, લોઅર પરેલ, મું. ૧૩.
કોડાયના પુષ્પાબેન ખુશાલચંદ છેડા (ઉં. વ. ૯૦) તા.૨૦-૩-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. સુંદરબાઈ વેલજીના પુત્રવધૂ. ખુશાલચંદના પત્ની. નિરંજન, સુભાષ, કુંતલ (કસ્તુર), હર્ષાના માતા. ભુજપુર સુંદરબાઈ ખીમજી તેજશી પોલડીયાના પુત્રી. કેસરબેન, સાકરબેનના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. સુભાષ છેડા. ૧૧ : ૨૦, છોટાલાલ ભુવન, ૧ લે માળે, ૩૫૦ ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.), મું. ૧૯.
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
વવાણીયા નિવાસી હાલ ડોમ્બીવલી ભુપતરાય છોટાલાલ દેસાઈ (ઉં. વ. ૯૨) તા. ૧૯- ૩- ૨૦૨૪ને મંગળવારે દેહપરિવર્તન કરેલ છે. તે સ્વ હેમલતાબેનના પતિ. તે ચિ.અશ્ર્વિન, ભરત, કેતનના પિતાશ્રી. જયશ્રી, જ્યોતિ, તથા રીમાના સસરા. તે રુચિના મોટાસસરા. પંકિત, અનિષ, મિત, કિંજલ, નિધિ, સ્વ.અક્ષીત, શૌર્ય, ધ્યાની, સાગરકુમારના દાદાજી. તે સ્વ.બળવંતભાઈ, હસમુખભાઈ, સ્વ.નિર્મળાબેન, યશોમતીબેન, સ્વ.જ્યોત્સનાબેનના ભાઈ. તે સ્વ.ત્રંબકલાલ પાનાચંદ દોશી વાંકાનેર વાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના સ્વ. વિરાબેન ગાંગજી સત્રાના સુપોત્ર સ્વ. રખુબેન જુઠાલાલના સુપુત્ર દામજીભાઇ (ઉં.વ. ૭૨) તા. ૨૧-૩-૨૪ના મુંબઇ મધે અવસાન પામેલ છે. ચંદ્રાબેનના પતિ. જીતેન્દ્ર, જયેશ, યોગેશના પિતાશ્રી. અલ્પા, ફાલ્ગુની, ભાવીકાના સસરા. મણીબેન, ચાંપશી, મનસુખના ભાઇ. મીઠીબેન કાનજી શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૪ શનિવારે ૧૦.૩૦થી ૧૨. ઠે. ટીપટોપ પ્લાઝા, થાણા.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના ગોપાલ કુંભા ચરલા (ઉં. વ. ૭૬) તા. ૨૧-૩-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. નવલબેન કુંભા ઉકાના સુપુત્ર. સ્વ. પતિ. હંસા, દમુ, દિનેશ, શૈલેશ, હિતેશના પિતાશ્રી. વિશનજી, દિપક, વૈશાલી, હેતલ, મિનાક્ષીના સસરા. અનંત, સુજલ, બંશી, શૌર્ય, જય, જસના દાદા. સ્વ. વિશાબેન દુદા પૂજા શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૪ના પિપ્પલ્સ સ્કૂલ, ખાર-વેસ્ટ, ૩થી ૪.૩૦.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મુંબઇ નિવાસી (હાલ રાજકોટ) સ્વ. અમૃતલાલ લક્ષ્મીચંદ મોદીનાં પુત્ર બિપીનભાઇ મોદી (ઉં. વ. ૭૪) ગુરુવાર, તા. ૨૧-૩-૨૪ના રાજકોટ મુકામે અવસાન પામેલ છે. તે ઉષાબેન મોદીના પતિ. તે મૌલિક, રિદ્ધિના પિતાશ્રી. તે દેવસ્ય અને અમીતાના સસરા. તે સ્વ. ઉજરંગભાઇ, સ્વ. જવાહરભાઇ, કીર્તિભાઇ, સ્વ. પ્રવીણભાઇ, શોભનાબેન, સુરેન્દ્રભાઇ મહેતાનાં ભાઇ. તે સ્વ. જેન્તીભાઇ વાલજી મકાણીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો