જૈન મરણ
પોરબંદર લોકાગચ્છ જૈન
હાલ ચેંબુર પૂર્ણિમા નયન શેઠના (ઉં. વ. ૭૧) બુધવાર, તા. ૨૦-૩-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. હિરામણી, સ્વ. હિરાલાલના પુત્રવધૂ. મધુકર તથા તનમન વિનોદચંદ્ર ઢાંકીના ભાભી. સ્વ. કુમારના માતા. મયુરાના સાસુ. તથા માંગરોળ નિવાસી સ્વ. કાનજી ચત્રભુજ શાહની દીકરી. પ્રાર્થના શુક્રવાર તા. ૨૨-૩-૨૪ના ૪થી ૬. ઠે. ફાઇન આર્ટસ ઓડીટોરિયમ, ચેમ્બુર મોનોરેલ સ્ટેશન પાસે,આર. સી. માર્ગ, ચેમ્બુર, મુંબઇ-૪૦૦૦૭૧.
ઘોઘારી વિશા શ્રીમાળી સમાજ જૈન
અગિયાળીવાળા હાલ ઘાટકોપર રમીલાબેન કનૈયાલાલ લાલંચદ શાહના પુત્ર. વિમલ શાહ (ઉં. વ. ૪૯) તા. ૨૦-૩-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. ચાંદનીના પતિ. આયુષના પપ્પા, હિરેન નિલેશ પરેશ પ્રિતીના ભાઇ. હર્ષાબેન કિશોરચંદ્ર પ્રભુદાસ મકવાણા (મોરબી હાલ ઘાટકોપર)ના જમાઇ. ભાવેશ, જય, નમ્રતા, નીતુ અંકિતા નિખિલકુમારના બનેવી. સાદડી શુક્રવાર તા. ૨૨-૩-૨૪ના ૩થી ૫, ઠે. જીરાવાલા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર, દેરાસર લેન,ઘાટકોપર-પૂર્વ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભંડારીયા (કામળીયા) નિવાસી હાલ કોલકતા રાજેશભાઈ મહેતા તે સ્વ. જયાબેન તથા જયંતિલાલ જાદવજી મહેતાના પુત્ર. મીનાબેનના પતિ. શાલીન-જુલી, મેઘના-રચીતના પિતા. રેખાબેન મહેન્દ્રકુમાર, ભરત-નિશા, જતીન-જીગીશાના ભાઈ. ચારૂબેન ઔચાલાલના જમાઈ. બુધવાર, તા. ૨૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૪ના સવારના ૯ થી ૧૦.૩૦. સ્થળ: તેરાપંથ ભવન, પદપુકુર લેન, કોલકતા.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ ગોરેગામ સ્વ. મનહરલાલ રતિલાલ રાઘવજી દોશીના જેષ્ઠપુત્ર ભાવિન (ઉં.વ. ૫૨) તે જીજ્ઞાના પતિ. જેનીષા તથા શુભમના પિતા. બીરેનના મોટાભાઈ. સ્વ. રંજનબેન, ભાનુબેન, સુશીલાબેન, મીનાબેન, જાગૃતિબેન, મુકેશભાઈ, ઇન્દિરાબેનના ભત્રીજા. શ્ર્વસુરપક્ષે ભાણવડ નિવાસી હાલ હૈદરાબાદ વિનોદરાય મોતીચંદ મહેતાના જમાઈ. તે ૧૯/૩/૨૪ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ૫૨, જવાહર નગર, રોડ નં ૬, ગોરેગાવ વેસ્ટ.
ઝાલા. વિશા. શ્રી સ્થા જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ કાંદિવલી સ્વ. કંચનબેન તથા સ્વ. હિંમતલાલ છોટાલાલ શાહ (માથકિયા)ના સુપુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૭૬) તે સ્વ. વિલાસબેનના પતિ. મેહુલ, વિવેક, નીપા કેતનકુમાર, ઝીલ અમિતકુમારના પિતા. દિપાલી તથા ઝીનલના સસરા. વિક્રમભાઈ, સ્વ. હંસાબેન પૂનમચંદના ભાઈ. શ્ર્વસુરપક્ષે સ્વ. ઝવેરીબેન તથા સ્વ. ખીમચંદ ભાઈચંદ બારભાયાના જમાઈ, તા. ૨૧/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૩/૨૪ના ૪ થી ૫.૩૦. શ્રી વર્ધમાન સ્થા જૈન સંઘ, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ઉનડોઠ (હૈદ્રાબાદ/વિજયવાડા)ના ચંચલબેન માવજી ગાલા (ઉં.વ. ૯૪), તા. ૧૮-૩-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન શીવજી મણશીના પુત્રવધૂ. માવજી શીવજીના ધર્મપત્ની. ચંદ્રકાંત, વિપીન, અશોક, પ્રવિણ, નેમચંદ, પ્રભા, પ્રેમીલા, મંજુલાના માતુશ્રી. ચાંગડાઈ માતુશ્રી આસબાઈ વીરજી ટોકરશી નાગડાની સુપુત્રી. રતનશી, મુરજી, ધનજી, મુલબાઈ જેઠા ભોજરાજ, તેજબાઈ વલ્લભજીના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રવિણ માવજી ગાલા : ૪-બી, કનક દુર્ગાભવન, ૩-૪-૨૫૫, કાચીગુડા, હૈદ્રાબાદ – ૫૦૦૦૨૭.
પ્રાગપુરના રમણીકલાલ નાગજી દેઢિયા (ઉં.વ. ૭૭) તા. ૨૦-૩-૨૪ના અવસાન પામેલ છે. સોનબાઈ નાગજીના પુત્ર. લીલાવંતીબેનના પતિ. મનીષ, હીનાના પિતા. વાલજી, મગનલાલ, જયંત, છોટાલાલ/કૌશિક, દેવકાંબેન, મંજુલાબેનના ભાઈ. મકાંબાઈ મોરારજી લાપસીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : સી/ઓ હીના વિરેન કોન્ટ્રેક્ટર, ૫૦૨, અરિહંત હાઉસ, સેંટ ઝેવીયર્સ સ્ટ્રીટ, પરેલ, મું-૧૨.
ડેપાના મિનાક્ષી (મીના) મારૂ (ઉં.વ. ૬૫) તા. ૨૦/૩/૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઇ ધનજી રવજીના પુત્રવધૂ. બિપિનના પત્ની. પાયલ, નેહાના માતુશ્રી. પાલઘરના માતુશ્રી લીલાવતી હરજીવન ગણાત્રા/ માતુશ્રી રૂક્ષ્મણી મોતીલાલ છેડાની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બિપિન મારૂ, ૨૮/૩૦૪, ન્યુ મોર્ડન, દહાણુકરવાડી, ગોખલે રોડ, કાંદિવલી (વે.).
રાયણના અમૃતલાલ નાનજી (બાબુભાઈ) ગડા (ઉં.વ. ૬૮) તા. ૨૦-૦૩-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી કેશરબેન નાનજીના પુત્ર. ઈંદિરાના પતિ. હેમલ, તન્વી, સાગરના પિતા. વાસંતી, પુષ્પા, સ્વ. ભૂપેન્દ્ર, રાજેશના ભાઇ. મેરાઉના માતુશ્રી લીલબાઇ મગનલાલ જીવરાજના જમાઇ. પ્રા. શ્રી.વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૨ થી ૩.૩૦ નિ. અમૃતલાલ ગડા, ૬૦૨, શરણમ રેસીડેન્સી, ચરઈ, થાણા-૬૦૧.
ટુંડાના પ્રભાબેન શીવજી મોરારજી ગોગરી (ઉં.વ. ૭૪) તા. ૨૦-૩-૨૪ના અવસાન પામલે છે. માતુશ્રી મણીબેન મોરારજીના પુત્રવધૂ. શીવજીભાઇના ધર્મપત્ની. શૈલેષ, કિરણ, નિલેશ, મયુરના માતુશ્રી. ચુનડીના માતુશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગરના સુપુત્રી. હરખચંદભાઇ, નેમચંદભાઇ, જયંતિભાઇ, વિનોદભાઇ, કીર્તિ (રવી)ના બેન. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર (ઇ.) ટા. ૩ થી ૪.૩૦ નિ. શીવજી શાહ, ૨૦૨, ગોપાલ સદન, જામે જમશદ રોડ, માટુંગા-૪૦૦૦૧૯.
વિશા સોરઠીયા વણિક
મોટા કાલાવડવાલા હાલે મુંબઇ સ્વ. લક્ષ્મીચંદ જમનાદાસના સુપુત્ર હસમુખભાઈ (ઉં.વ. ૮૧) તા. ૨૦/૩/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. મૃદુલાબેનના પતિ. આદિત્ય, હેતલના પિતા. નેહા, સંજીવના સસરા. અવીરાજ, જહાનવી, કુશના દાદા-નાના. પ્રવીણભાઈ, કિશોરભાઈ, ભગવાનદાસભાઈ, હરકિશનભાઈ અને ઉષાબેનના ભાઈ. લૌકિક પ્રથા બંધ છે. ગુલમર્ગ, નેપિયનશી રોડ, મુંબઈ ૪૦૦૦૦૬.