જૈન મરણ
રાજકોટ નિવાસી હાલ ગોરેગાંવ શૈલેષભાઇ તુરખીયા (ઉં. વ. ૬૮) તે સ્વ. મનહરલાલભાઇ ઉમેદચંદભાઇ તુરખીયાના સુપુત્ર. નયનાબેનના પતિ. સૌ. હિરલ, ગૌરવ વસા અને તન્વીના પિતાશ્રી. આનંદભાઇનાં વડીલબંધુ. સ્વ. પ્રતાપરાય મનસુખલાલ કામદાર (રાજકોટ)ના જમાઇ. કિરીટકુમાર, સૌ. નીલાબેન મહેન્દ્રભાઇ દેસાઇ અને સ્વ. કિરણકુમારનાં બનેવી હોંગકોંગ મુકામે તા. ૯-૩-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૪ના અમૃતતારા બેન્કવેટ હોલ, ગ્રાઉન્ડ ફલોર, શ્રદ્ધાનંદ રોડ, વિલેપાર્લે (ઇસ્ટ) ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સુદામડા નિવાસી, હાલ મુંબઈ-વડાલા, સ્વ. મુક્તાબેન શાંતિલાલ અદાણીના પુત્ર પ્રબોધભાઈ (ઉં.વ. ૭૮) તા. ૧૪-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ. તે તરુબેન સુમતિલાલ, અલકાબેન હરીશભાઈ, કોકિલાબેન અશોકભાઈ, નીતાબેન મહેન્દ્રભાઈ, શોભાબેન રોહિતભાઈના ભાઈ. તે કવિતાબેન પરાગ, અર્ચનાબેન પરાગ, મનાલી રાજીવના પિતા. તે તારામતી ઉત્તમલાલ મહેતાના (સુરેન્દ્રનગરવાળા) જમાઈ. તે તનવી-રીયા-યશમી-સીમોની, સનાય-તાન્યા-રોનિત, બ્રિશાના દાદા. એમની પ્રાર્થનાસભા બંને પક્ષે રવિવાર, તા. ૧૭-૩-૨૪ના ૪.૩૦થી ૬.૦૦ નોર્થ ઈન્ડિયા એસોસિએશન, ભાઉદાજી રોડ, માંટુગા-સાયન.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ મુલુંડ કનાડિયા શાંતીલાલ જીવરાજભાઇના સુપુત્ર હર્ષદરાય (ઉં. વ. ૭૯) તા. ૧૪-૩-૨૪ના ગુરુવારના અવસાન પામેલ છે. તે મધુબેનના પતિ. તથા સૌભાગ્યચંદભાઇ, જયંતીભાઇ, જીતુભાઇ, વિણાબેન કાંતિલાલ પારેખના ભાઇ. તથા હિતેષ, જીજ્ઞેશ અને માયાબેન શૈલેષકુમાર શાહના પિતાશ્રી તથા જાગૃતિ, શીતલના સસરા. તથા બોરડાવાળા મણીલાલ હરીચંદભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી, હાલ વાશી નવી મુંબઇ દિનેશભાઇ હરસુખલાલ મહેતા (ઉં. વ. ૭૬) તા. ૧૪-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાવનાબેનના પતિ. ચૈતાલી દેવાંગ પાંચાલ અને વૈશાખી રાહુલ કોઠારીના પિતા. અનિલભાઇ, ભરતભાઇ, પ્રફુલ્લાબેન રાજેશભાઇ ગાંધી, મનીષાબેન શૈલેષભાઇ દોશીના ભાઇ. સ્વ. મનસુખલાલ પ્રભુદાસ હેમાનીના જમાઇ. અને શૌર્ય, સિયા, દિવમ, દિવ્યમના નાના. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી બેતાલીસ જૈન
નારદીપુર નિવાસી હાલ વિલેપાર્લે કંચનબેન કાન્તીલાલ શાહ (ઉં. વ. ૯૧) તે વિઠ્ઠલદાસ નરોતમદાસના પુત્રવધૂ. કૌશિક, શૈલેષ, નિશા હરેશકુમાર શાહ, યામિની પરેશકુમાર શાહ તથા નયના વિપુલકુમાર શાહના માતુશ્રી. અ. સૌ. ગીતાંજલીના સાસુ. શમન તથા મૈત્રીના દાદી. શાહ વાડીલાલ ફૂલચંદ (સોજાવાળા)ના પુત્રી તા. ૧૨-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનસભા- લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગઢસીસાના હંસાબેન ખેતશી દેઢિયા (ઉં. વ. ૮૦) તા. ૧૩-૦૩-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી વાલબાઈ સુંદરજી કુંવરજીના પુત્રવધૂ. સ્વ. એડ. ખેતશી સુંદરજી દેઢિયાના ધર્મપત્ની. અનિલ, ડો. રૂપલના માતુશ્રી. બિદડાના માતુશ્રી કુંવરબેન હધુભાઈ વેલજી છેડાના સુપુત્રી. પ્રેમજી, દામજી, ડો. હિરેન, કોડાયના ચંચળ કલ્યાણજી, રામાણીયાના દેવકા તલકશી, બિદડાના લક્ષ્મી અમૃતના બહેન. પ્રાર્થના: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સં. શ્રી કરસન લઘુ નિસર હોલ, દાદર (વે.), રથી ૩.૩૦, નિવાસ : અનિલ ખેતશી દેઢીયા, ૧૮૦૪, તક્ષશીલા, ડી-માર્ટની બાજુમાં, મુલુંડ ગોરેગામ લિંક રોડ, મુલુંડ (વે.).
ભીંસરાના દિવાળીબેન ખેતશી દેઢીયા (ઉં. વ. ૮૪) તા. ૧૪-૩-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ મોણશીના પુત્રવધૂ. સ્વ. ખેતશી મોણશીના પત્ની. ધનલક્ષ્મી, જયંતી, સ્વ. ભરતના માતુશ્રી. નાગલપુર પાનબાઇ પુનશી ગાલાની સુપુત્રી. પોપટભાઇ, તલવાણા ઝવેરબેન વસનજી, મોટા આસંબીયા મણીબેન પ્રેમચંદ, બિદડાના વિમળાબેન કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતી ખેતશી, બી-૧૪૯/૧૯, શિવનેરી સોસાયટી, ગોરાઇ-૨, બોરીવલી (વે.).
ઝાલાવાડી દિગમ્બર જૈન
વઢવાણ નિવાસી હાલ મલાડ સ્વ.મહાસુખલાલ પાનાચંદ સંઘવીના પત્ની જયાબેન (ઉં. વ. ૯૪) તે લીંબડી નિવાસી સ્વ.ધીરજલાલ વીરપાળ ગાંધીની દીકરી. સ્મિતા, દિપક, લીના, જુલી (જીજ્ઞા)ના માતુશ્રી. રાજેશકુમાર, પ્રજ્ઞા, ગીરીશકુમારના સાસુ. ધવલ, રૈના, બીનલ હર્ષિતકુમાર વોરા, હાર્દિક, જીમિત, વિવેક અનાયા, કવીશના દાદી તા. ૧૩-૦૩-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પ્રવિણચંદ્ર ચીમનલાલ શાહ (ઉં. વ. ૮૩) તે ૧૪/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ મારફતિયા મહેતાનો પાડો, હાલ બોરીવલી નિવાસી. ઉષાબેનના પતિ. હિતેન, છાયા અને તેજલના પિતાશ્રી. વૈશાલી,શ્રીકાંત અને જીજ્ઞેશના સસરા. તે કેવીન, નિષ્મા, પૂજા અને દિયા, રાશી, દીપમ અને શ્રીયમનાં નાના/દાદા. સાસરાપક્ષે પૂનમચંદ ભાયચંદ શાહ પાટણ લીંબડીનો પાડોના જમાઈ. લૌકીક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ અંધેરી સ્વ.શાહ મહેન્દ્રભાઈ (મયુરભાઈ) હિંમતલાલ ગુલાબચંદ તથા મીતાબેન (મધુબેન)ના પુત્ર મિલન (ઉં. વ. ૪૫) તે મનીષાના પતિ. આશ્ર્વી તથા ધ્રુવીના પિતાશ્રી. તે કિંજલ (પીના) મિતુલકુમાર ઝવેરીના ભાઈ. જામનગર નિવાસી હસમુખરાય જમનાદાસના જમાઈ. બાબુલાલ જેઠાલાલ મહેતાના ભાણેજ. તેઓ તા.૧૪/૩/૨૪ ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લોક્કિક વ્યવહાર બંધ રાખેલ છે, એડ્રેસ: ૭૦૨ અનુકૂળ સોસાયટી, મનીષ પાર્ક,પંપ હાઉસ, અંધેરી ઈસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા નિવાસી હાલ સાયન (મુંબઈ) સ્વ. શ્રી કુંવરજી છગનલાલ મહેતાના સુપુત્ર હેમંતભાઈ, (ઉં. વ. ૬૮) તે નયનાબેનના પતિ. નિતુલ અને મેહુલના પિતા. જિનલ અને રાજલના સસરા. સ્વ. ચંદુભાઈ, સ્વ. રસીલાબેન, સ્વ. કુંદનબેન, સ્વ. ઈલાબેન, ભાનુમતીબેનના ભાઈ. પાલીતાણા નિવાસી સ્વ. દલીચંદ નેમચંદ પારેખના જમાઈ તા. ૧૪ માર્ચ ૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે. – નિતુલ હેમંતભાઈ મહેતા, ૨૦૧-૧૭, બંસરી ભુવન, તામિલ સંગમ માર્ગ, સાયન-ઈસ્ટ.