જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પુષ્પાબેન કિશોરલાલ દોશીના પુત્રવધૂ. તે દીપકભાઈના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં.વ. ૬૮) ઈન્દોર મુકામે શનિવાર, ૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લાઠી નિવાસી સ્વ. ભાનુબેન ધીરજલાલ ચુનીલાલ ભાયાણીના સુપુત્રી. તે નિશા ભાવિન દેસાઈ તથા નેહલ મિતેશ દોશીના માતુશ્રી. તથા સુધીરભાઈ, સ્વ. ગિરિશભાઈ, સ્વ. કમલેશભાઈ, ભરતભાઈ તથા સ્વ. શીરીષભાઈના બહેન તથા બકુલભાઈ અને નીરુબેન અરવિંદકુમાર શાહ તથા સ્વ. જ્યોતિબેન રમેશકુમાર કોઠારીના ભાભી. તથા હેઝલના નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૫-૩-૨૪ના ૪.૩૦થી ૬.૩૦ સ્થળ: ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, એસી બેન્કવેટ હોલ, હિંગવાલા જૈન ઉપાશ્રયની બાજુમાં, હિંગવાલા લેન, ઘાટકોપર (ઈ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી, હાલ મુલુંડ, સ્વ. મંજુલાબેન નગીનદાસ ભાઈચંદ શાહના સુપુત્ર મનોજભાઈના ધર્મપત્ની. દેવયાનીબેન (ઉં.વ. ૫૬) તે સ્વ. નીલાબેન હર્ષદભાઈ, જલ્પાબેન સતીષભાઈ, ચંદનાબેન ભરતભાઈ, પારૂલબેન મનીષભાઈ, રીટાબેન મુકેશભાઈ, અરુણાબેન (સા. શ્રી. અનંતગુણાશ્રીજી મ.સા.) નયનાબેન, રૂપાબેન અભયકુમાર, ઉલ્લાસબેન નરેશકુમાર રંઘોળાવાળાના ભાઈના ધર્મપત્ની. તે પિયર પક્ષે સ્વ. જયાલક્ષ્મીબેન, મથરાદાસ, માધવજી અનમ (કચ્છ-પદ્ધર) હાલ મુલુંડની દીકરી. દિનેશભાઈ, પંકજભાઈ, નયનાબેન હસમુખભાઈ સોમેશ્ર્વર, હર્ષાબેન ભાવેશભાઈ તન્નાનાં બેન. તા. ૧૦ માર્ચ, ૨૦૨૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તા. ૧૭-૩-૨૪, રવિવારે શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ૧લે માળે, પવાણી હોલમાં ભાવયાત્રા રાખેલ છે. ૧૦થી ૧૨.૩૦.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
પોલારપુર નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પ્રવિણચંદ્ર અમીચંદ શાહના ધર્મપત્ની નિર્મળાબેન ભાનુમતીબેન (ઉં.વ. ૮૪) તા. ૧૧-૩-૨૪ના અરિહંતશરણ થયેલ છે. જે અમલનેર સ્વ. શિવલાલ કામદારના દીકરી અને હરેશ, સંજય, સંગીતા, સોનાના માતુશ્રી. તેમજ પ્રફુલા, ઝંખના, સંતોષભાઈ, હેમંતભાઈના સાસુ. નગીનદાસ અમીચંદ, જયંતિલાલ અમીચંદના નાનાભાઈના પત્ની અને કંચનબેન, મંજુલાબેન, રસીલાબેન, હંસાબેનના ભાભી. સરનામું: હરેશ પ્રવિણચંદ્ર શાહ, ૫૦૭, ૫મા માળે, આદર્શ બિલ્ડિંગ, સમતા કોલોની, ઘાટકોપર (પૂર્વ), લૌકિક વ્યવહાર બન્ને પક્ષે બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
ડૉ.નવીનચંદ્ર વરજીવનદાસ શાહ (ઉં.વ.૮૦) તે સ્વ. વિજ્યાલક્ષ્મી વરજીવનદાસ વેલજીના પુત્ર માંગરોળ (માળીયા હાટીના) નિવાસી હાલ કાંદીવલી બુધવાર, તા.૧૩-૩-૨૪ના અરીહંતશરણ પામેલ છે. તે ડૉ.વિભાબેનના પતિ. તે સ્વ.મૃદુલાબેન વસંતકુમાર, સ્વ. કુસુમબેન અરૂણકાંત, માલતીબેન સ્વ. શશીકાંત, સ્વ. નિમુબેન વિનોદચંદ્ર, ભારતી જીતેન્દ્ર, ભાવિકા પ્રકાશ, સ્વ.જશુબેન પ્રમોદચંદ્ર, સ્વ. મીનાક્ષી કાંતીલાલ, નલીન યોગેનકુમાર, ચંદ્રિકા દિલિપના ભાઈ. તે પિયરપક્ષે જયંતભાઈ માધવલાલ શાહના જમાઈ. તે અંજુબેન ભરતભાઈ, માધુરી જયેશભાઈ, મીનાબેન કમલેશ તથા સ્મીતાબેન શસીનભાઈના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી ઝા. સ્થા. જૈન
લીંબડી નિવાસી-હાલ અંધેરી, અ.સૌ.મધુકાન્તા ચંદ્રકાન્ત શાહ (ડેલીવાળા) (ઉં.વ.૮૭) તે સી.વી. ડેલીવાળાના પત્ની. અતુલ- આરતી, સંદિપ-દિપ્તી, સ્મીતા મુકેશ મહેતા, જયશ્રી, (સ્વ.) કમલેશ સંઘવી, ભામીની સંજય પારેખના માતુશ્રી. ધ્વની પ્રતિક બુધવાની, સલોની હર્ષ બગડીયા, મૈત્રી, નમન, માહિકાના દાદી તથા સમજુબેન મનસુખલાલ માણેકલાલ શાહ (ઊંટડી)ના દીકરી. તા. ૧૪-૩-૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૪ના શનિવારે ૪ થી ૬ વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વે).
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
વિંછીયા નિવાસી સ્વ. કાંતાબેન અને સ્વ. કસ્તુરચંદ ભાઇચંદ ગોસલીયાના સુપુત્ર ભાવેશભાઇ (ભીખાલાલ) (ઉં. વ ૬૧) તે મહાસુખભાઇ, વિનોદભાઇ, સ્વ. હર્ષદભાઇ, સ્વ. રંજનબેન, ગં. સ્વ. હંસાબેન, બા. બ્ર. ક્રાંતિકુમારી બાઇ મ. સ. તથા શિલ્પાના ભાઇ તા. ૧૩-૩-૨૪ના રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
થાનકવાસી જૈન
બિલખા નિવાસી હાલ વિક્રોલી સ્વ મંજુલાબેન લાઠીયા (ઉં. વ. ૯૧) તે મુલચંદ લક્ષ્મીચંદ ઘેલાણીના પુત્રી. સ્વર્ગીય લલિતકુમાર ગીરધરલાલ લાઠીયાના ધર્મપત્ની. જતીનભાઈ, શીલાબેન અને સ્વ. જયપ્રકાશભાઈના માતુશ્રી. ભાવિનીબેન લાઠીયા અને પ્રદીપકુમાર મહેતાના સાસુ. કરિશ્મા, હેત્વી અને ગૌતમભાઈના મોટાસાસુ. મંગળવારે તા. ૧૨ માર્ચ ૨૦૨૪ અરિહંતશરણ પામેલ છે. દેહ દાન કરેલ છે. લૌકિક વ્યહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ કાંદિવલી, અ.સૌ.વૈશાલી સંજય દોશી, (ઉં. વ. ૪૯) તે સ્વ. સુરેખાબેન વસંતરાય જયંતીલાલ દોશીનાં પુત્રવધૂ. હરેશભાઈ, સોનલબેન રાજેશકુમાર પંચાલનાં ભાભી. યશ્ર્વીનાં માતા. સ્વ. સરોજબેન કિશોરભાઈ તુરખીયાનાં દીકરી. પ્રતીક – મોનાનાં બહેન. તા.૧૩/૩/૨૪ને બુધવારનાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર ૧૬/૩/૨૪નાં ૩.૩૦થી ૫.૩૦, : પાવનધામ, ડી માર્ટની પાછળ, એમસીએ ક્લબની બાજુમાં, મહાવીર નગર, કાંદીવલી (વે.).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના કુ. અવની ચંદ્રકાંત છાડવા (ઉં. વ. ૨૫) તા. ૧૨-૩-૨૪ના અવસાન પામેલ છે. દિવાળીબેન વિશનજીના પૌત્રી. વિણા ચંદ્રકાંતના સુપુત્રી. ધૈર્યના બેન. નાના રતડીયા જવેરબેન કલ્યાણજી હીરજી ગડાના દોહિત્રી. સ્થળ : મામણીયા નંદુ ભવન, હરદેવી સોસા., નટવર નગર, જોગેશ્ર્વરી (ઇ.) મું. ૬૦. શુક્રવાર, તા. ૧૫-૩-૨૪, બપોરે ૨ થી ૪.
નવીનારના બિંદુ કીરીટ વોરા (ઉં. વ. ૪૭) તા. ૯-૩-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રતનબેન મેઘજી વોરાના પુત્રવધુ. કીરીટના ધર્મપત્ની. અંકિત, કેતનના મમ્મી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અંકિત વોરા, ૨૦૨, એક્તા સોસાયટી, ઓપોઝીટ બાલાજી હોસ્પીટલ, રાણી સતી માર્ગ, મલાડ (ઇ.) ૬૪.
રાયણ (અમદાવાદ)ના લીલાવંતી કલ્યાણજી છેડા (ઉં. વ.૮૦) તા.૧૩-૦૩-૨૦૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ કાનજી વીરજીના પુત્રવધૂ. કલ્યાણજીના પત્ની. વિજય, દીપક, બિદડા દક્ષા નિરંજન, ડેપા જસુ જયંત, ના.ભાડિયા દિના રમણીકના માતા. રાયણ ભાણબાઈ શામજી અરજણના પુત્રી. મેઘજી, વિશનજી, લક્ષ્મીચદ, જયંતી, કોડાય મઠાબેન નાનજી, રાયણ રતન જયંતીલાલ, ગોધરા ચંચળ રતિલાલ, મેરાઉ ધનવંતી રતિલાલ, વિમળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજય છેડા, બસંત બહાર વિભાગ-૨, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮.
નાના આસંબીયાના દેવચંદ હેમરાજ છેડા (ઉં. વ. ૮૧) તા. ૧૨-૩-૨૦૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી મમીબેન હેમરાજ કુંવરજીના સુપુત્ર. કંચનબેનના પતિ. જીગ્નાના પિતાશ્રી. પોપટલાલ, હંસરાજ, પ્રદીપ, કાંતિલાલ, તલકશી ખીમજી, પુનડીના ગંગાબેન/હેમલતાબેન ધનજી મોનજીના ભાઈ. મેરાઉના માતુશ્રી રાણબાઈ ભવાનજી રવજી મારૂના જમાઈ. પ્રાર્થના : કાલીદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ-વેસ્ટ. ટા. ૪ થી ૫.૩૦. ત્વચાદાન કરેલ છે.
કોડાયના વિમળાબેન હરખચંદ ગાલા (ઉં. વ. ૭૧) તા.૧૦-૩-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઈ લાલજી મોરારજીના પુત્રવધૂ. સ્વ.હરખચંદના ધર્મપત્ની. કિરણ, હિરેન, રાહુલના માતુશ્રી. પત્રી લક્ષ્મીબેન હેમચંદ ગાંગજીના દિકરી. પ્રવિણ, દિનેશ, લીલાવંતી, ભારતી, સુનંદાના બેન. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.
ડેપા હાલે બિદડા (ડોંબીવલી)ના દેવેન્દ્ર મારૂ (ઉં. વ. ૫૬) તા. ૧૩-૩-૨૪ના અવસાન પામેલ છે. ખેતબાઇ રામજીના પુત્ર. ગીતાના પતિ. અનુજ, વિધિના પિતા. પ્રફુલ, કીરીટ, મંજુલા, ભાવનાના ભાઇ. વલસાડના નીરૂબેન બુધાભાઇ પટેલના જમાઇ. પ્રા. સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોંબીવલી (ઇસ્ટ). ટા. ૩.૦૦ થી ૪.૩૦.
રાયણના માતુશ્રી તેજબાઇ નાગજી નેણશી ગડા (ઉ.વ. ૯૨) તા. ૧૨-૩-૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. માતુશ્રી ખીમઇબાઇ નેણશી મોરારજીના પુત્રવધૂ. સ્વ. નાગજીભાઇના પત્ની. નરેન્દ્ર, કિરણ, ભારતી, જ્યોતિના માતા. કંકુબેન હીરજી ઉમરશી ગાલાના પુત્રી. બચુભાઇ, લક્ષ્મીચંદ, તુંબડીના જવેરબેન (ચંચળ) ચીમનલાલ, નાની ખાખરના હેમકુંવર નેમજી, રાયણના જયવંતી છગનલાલ, નવાવાસના લક્ષ્મીબેન કાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નાગજી નેણશી, ૧૧/ન્યુ પુરૂષોત્તમ નગર, બી-વિંગ, જરી-મરી રોડ, વાંદરા (વે.).
નાની ખાખરના ખીમજી રતનશી દેઢીયા (ઉ.વ. ૮૭) તા. ૧૩-૩-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મેઘબાઇ રતનશી રાજપાળ દેઢીયાના પુત્ર. સ્વ. વિમળાના પતિ. કેતનના પિતાશ્રી. શિવજી, દેવચંદ, નેમજી, ડો. રમેશ, ઝવેરબેન, મંજુલાના ભાઇ. મોટી ખાખરના સુંદરબેન રવજી માલશીના જમાઇ. પ્રાર્થના: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર સંચાલિત શ્રી કરસનભાઇ લધુભાઇ નિસર હોલ, દાદર. સમય: ૨ થી ૩.૩૦.