જૈન મરણ
વિશા નીમા જૈન
કપડવંજ, હાલ માલાડ કિરીટભાઈ શંકરલાલ શાહ (ઉં. વ. ૮૧) તેઓ કનકબેનના પતિ. રિતેશ, કેનલ, બિઝલના પિતા. વૈશાલી, હેમલ, સ્નેહલના સસરા. આર્વીના દાદા. વંશ, અમાયા, દેવાંશીના નાના તા. ૧૨-૩-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: બી-૩૦૬, શ્રીરામકુંજ, પોસ્ટ ઓફિસની બાજુમાં, હાજી બાપુ રોડ, માલાડ (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હોંગકોંગ, હાલ મુંબઈ પુષ્પાબહેન (ઉં. વ. ૯૪) સ્વ. પ્રવીણભાઈ દલપતરામ મહેતાના પત્ની. સ્વ. ઝવેરચંદ રાઘવજી સંઘરાજકાના દીકરી. સ્વ. ભારતી અને સ્વ. અમિતાના માતુશ્રી. રમેશ શાંતિભાઈ મહેતાના સાસુ. શેફાલી યોગેશ ગોયેલ, શિવાની અહમદ રહિમતુલ્લાના નાની. ઊર્મિલાબહેન પ્રમોદચંદ્ર મહેતા અને સુધીરભાઈ દલપતરામ મહેતાના ભાભી ૧૨-૩-૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દિગમ્બર મુમુક્ષુ જૈન
લાઠી, હાલ ઘાટકોપર ધીરજલાલ શામજીભાઈ પારેખના પત્ની અ. સૌ. મિનાક્ષીબેન (ઉં. વ. ૮૬)નું ૧૨-૩-૨૪ મંગળવારના દેહપરિવર્તન થયેલ છે. તે રૂપા, નિલેશ (રાજુ) સમીરના માતુશ્રી. જયશ્રી, કોમલ તથા કમલેશભાઈ વાડીલાલ શાહના સાસુ. વત્સલ-આસ્થા, હસ્તી, પંક્તિ-અભિષેક, કિંજલના દાદી. પિયરપક્ષે ગોંડલ નિવાસી વિનોદરાય, વસંતભાઈ અને અશ્ર્વિનભાઈ ત્રંબકલાલ વીરજી પારેખના બહેન. તે પ્રવિણચંદ્ર શામજીભાઈ પારેખના ભાભી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના સ્વ. શામજી છેડા (ઉં. વ. ૭૯) ૧૦-૩-૨૪ના અવસાન મુંબઈ મધ્યે પામેલ છે. તે જેતીબેન કરમણ હરગણના પુત્ર કેસરબેનના પતિ. માલશી, સ્વ. મોંઘી, સ્વ. મુરઈ, સ્વ. કુંવરના ભાઈ. ગુણવંતીના જેઠ. સ્વ. કામલ વીજપાર હાજા ડાઘાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. માલશી કરમણ છેડા, બી.૧૩૦૪, નિલયોગ ટાવર, ધનજીવાડી, મલાડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગામ લાકડિયાના સ્વ. ધીરજલાલ ગાલા (ઉં. વ. ૭૦) સોમવાર, ૧૧-૩-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. હીરાબેન, સ્વ. લાધીબેન, સ્વ. નાનજી ખેતશી ગાલાના પુત્ર. મંજુલાબેનના પતિ. જીમિત, શીતલ, સપનાનાં પિતા. પૂનમ, પુનીત, ગોયલના સસરા. સ્વ. વાલજી, શામજી, રમેશ, પ્રવિણ, હસમુખ, ગં. સ્વ. મંજુબેન, વિમળાના ભાઈ. ભચાઉના સ્વ. દિવાળીબેન રાયશી હેમરાજ ફુરિયાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૫-૩-૨૪ ૯થી ૧૧ સ્થળ: જલારામ હોલ, જેવીપીડી, જુહુ, મુંબઈ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પુષ્પાબેન કિશોરલાલ દોશીના પુત્રવધૂ તે દિપકભાઈના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૬૮) ઈન્દોર શનિવાર, ૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લાઠી નિવાસી સ્વ. ભાનુબેન ધીરજલાલ ચુનીલાલ ભાયાણીના સુપુત્રી. તે નિશા ભાવિન, નેહલ મિતેશના માતુશ્રી તથા સુધીરભાઈ, સ્વ. ગીરીશભાઈ, સ્વ. કમલેશભાઈ, ભરતભાઈ તથા સ્વ. શીરીષભાઈના બહેન તથા બકુલભાઈ, નીરૂબેન અરવિંદકુમાર, સ્વ. જ્યોતિબેન રમેશકુમારના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૫-૩-૨૪ના ૪.૩૦થી ૬.૩૦. સ્થળ: ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા એસી બેન્કવેટ હોલ, હિંગવાલા જૈન ઉપાશ્રયની બાજુમાં, હિંગવાલા લેન, ઘાટકોપર (ઈ).
પાટણ જૈન
પાટણ નિવાસી લખીયારવાડો, હાલ મુંબઈ શ્રીમતી જ્યોતિબેન શાહ (ઉં. વ. ૬૭) તે મુકેશભાઈ ગુલાબચંદ શાહના ર્ધમપત્ની. તે નેહાના માતુશ્રી. તે મીના ઝવેરી, હર્ષા ઝવેરી, ભારતી અને ભરત કામદારના ભાભી. તે ચેતના અને જનક ઝવેરી, નીતા અને રાજીવ શાહના બેન. મંગળવાર, ૧૨-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૩-૨૪ સાંજે ૫.૩૦થી ૭. સ્થળ: વાય.બી. ચવ્હાણ સેન્ટર, સચિવાલયની બાજુમાં, નરીમન પોઈન્ટ, મુંબઈ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના ભરત રાંભીયા (ઉં.વ. ૫૬) તા. ૧૧-૩-૨૪ના અમદાવાદમાં અવસાન પામેલ છે. ઉર્મીલા આણંદજીના પુત્ર. પ્રીતીના પતિ. જય, લાલાના ઝીલ નૈતિકના પિતા. મધુકર, જયેશ, ભીંસરાના વર્ષા યુપીન, મુંબઇના છાયા રાહુલના ભાઇ. નાગલપુરના મંજુલા ધીરજલાલ ખીમજી સંગોઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જય ભરત, ૭ વિધિ એપાર્ટ., અનંત સોસાયટી, રમણનગર, મણીનગર, અમદાવાદ-૦૮.
પત્રીના મનસુખલાલ (જખુ) કુંવરજી ધરોડ (ઉં.વ. ૬૭) તા. ૧૧-૩-૨૪ના અવસાન પામેલ છે. તેજબાઇ કુંવરજી વિરપારના પુત્ર. મંજુલાના પતિ. સ્વ. હીતેન, જીતેન, ભાવીનીના પપ્પા. સ્વ. ઠાકરશી, કલ્યાણજી, વેલબાઇ, સાકરબાઇ, ઝવેરબાઇ, મયાબાઇ અને ભાનુબેનના ભાઇ. ફરાદી મા. હાંસબાઇ પુનશી દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતેન ધરોડ, શ્રી સિધ્ધી વિનાયક બિ.નં. ૧, ઇરાનીવાડી રોડ નં. ૩, કાંદીવલી (વે.).
બાડાના તિલક કોરશી છાડવા (ઉં.વ. ૬૮) તા. ૧૨-૩-૨૪ના અવસાન પામેલ છે. નાનબાઇ કોરશીના સુપુત્ર. ધનવંતી, અલ્પા, ભરતના ભાઇ. ભીંસરાના પાંચીબાઇ શામજી તેજશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: ભરત છાડવા, ૬૦૧ ઓ, ક્રિસ્ટલ મીડ ટાઉન, એલ.બી.એસ. માર્ગ, ગંગાવાડી, ઘાટકોપર (વેસ્ટ).
ગઢશીશાના શાંતીલાલ દેઢીયા (ઉં.વ. ૭૦) તા. ૧૨-૩-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન કોરશી ભીમશીના પુત્ર. સ્વ. સાકરબેનના પતિ. પિયુષ, હિમાંશુ, નેહાના પિતા. પ્રેમજી, રમેશ, જેઠાલાલ, હેમચંદ, કોટડા રોહાના મઠીબાઇ ખીમજી, દેવપુરના અમૃતબેન દિપચંદ, સુશીલા વલ્લભજીના ભાઇ. પુરબાઇ હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પિયુષ દેઢીયા, સી-૧૦૨, ડાયમંડ સોસાયટી, કૈલાસ નગર, અંબરનાથ (ઇ).
લુણીના કસ્તુરબેન શાંતીલાલ માલદે (ઉં.વ. ૮૦) તા. ૧૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચોથીબાઇ રવજી વજપારના પુત્રવધૂ. શાંતીલાલના ધર્મપત્ની. રેખા, આશા, ડો. વર્ષા, ગીતા, નિશા, દિપેનના માતુશ્રી. વડાલા વેલબાઇ દેવશી ધરોડના સુપુત્રી. રમેશના (માતાતુલ્ય), મણીલાલ, હીરબાઇ, કેસરબાઈ, ઝવેરબેન, ભાનુબેનના બેન. પ્રા. યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઇ), ટા. ૩ થી ૪.૪૫.
માપર હાલે જબલપુરના અમૃતલાલ હંસરાજ ગડા (ઉં.વ. ૭૪) તા. ૧૦/૩/૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન હંસરાજ ગડાના પુત્ર. હેમલતાના પતિ. ગિરીશના પિતાજી. ગચ્છાધિપતિ શ્રીમદ વિજય હેમપ્રભસૂરી મહારાજ સાહેબ (ગિરિવિહારવાલા)ના શિષ્ય આચાર્ય વિજય યુગોદયપ્રભસૂરિ મહારાજ સાહેબ અને સાધ્વી શ્રી દેવર્ધિ પ્રભાશ્રીજી મહારાજ સાહેબના સંસારી પિતા. રમણીક, સાભરાઈના કંકુબેન સુંદરજી, માપરના હીરબાઇ દામજી, વિઢના વિમળાબેન પોપટલાલના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગિરીશ ગડા, એફ-૮, દીપ ટાવર, મહકોશલ સ્કૂલની પાછળ, ગોલબજાર, જબલપુર-૪૮૨૦૦૨.
મોખાના રતનબેન નાગજી શાહ /ગોગરી (ઉં.વ. ૮૭) તા. ૧૨-૩-૨૪ના અવસાન પામ્યા છે. ડો. નાગજી (બાબુભાઈ) વિજપાર શાહના ધર્મપત્ની. પુષ્પલતા, ભાવના, કલ્પના, વર્ષાના માતુશ્રી. સમાઘોઘાના સુંદરબેન રામજી વેલજી સંગોઈના સુપુત્રી. કાનજી, રમેશ (બટુક), ભાનુ, હેમલતા, મંજુલાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સમીર સંગોઈ: એ-૯૦૯, એક્તા ટેરેસ, મહાવીર નગર, કાંદીવલી (વે.).
શ્રી વેરાવળ દશા શ્રીમાળી જૈન
વેરાવળ નિવાસી હાલ બોરીવલી સોનલબેન (ઉં.વ. ૭૪) તે લલિતભાઈ માણેકલાલ ભીમજી શાહના ધર્મપત્ની. સ્વ. ભગવાનદાસ પુરુષોત્તમદાસ જુઠાણીના સુપુત્રી. સમીર માલવિકા તથા વિક્રમના માતુશ્રી. શીતલ, કૌશલ, સોનાલિના સાસુ. વેદિકા, ભાવિકા તથા નિધિના બા. સોમવાર ૧૧/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી કનાસાનો પાડો હાલ મુંબઈ મંજુલાબેન પરીખ (ઉં.વ. ૯૦) તે ૧૧/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નવીનચંદ્ર શિવલાલ પરીખના ધર્મપત્ની. સ્વ. કૌશિક, દિલીપ, રાગીણી, નિકિતાના માતુશ્રી. હર્ષા, રક્ષા, સ્વ. વિજયભાઈ, સુનિલભાઈના સાસુ. સ્વ. મહાસુખલાલ પોપટલાલ શાહ પાટણ લખ્યાનવાળાના દીકરી. સ્વ. મહેન્દ્રભાઈ, અશ્ર્વિનભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, અજિતસેના શ્રીજી મ.સા. સ્વ. નયલતાબેન, કોકિલાબેનના સંસારીબેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી ફોફલીયાવાડો, ચૌધરીની શેરી (હાલ મુંબઈ), નવીન શાહ (ઉં.વ. ૮૪), તા. ૧૩ માર્ચ ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ; સ્વ. વિમળાબેન બાબુલાલ શાહના પુત્ર; નીરવ, જતીનના પિતા; મેઘાલી, હિરલના સસરા; સ્વ. શશીકાંતભાઈ, સ્વ. ઉમાકાંતભાઈ, સ્વ. શૈલેષભાઈ, પ્રિયવદનભાઈ, વીણાબેન, સ્વ. દીપકભાઈના ભાઈ; રમેશભાઈ, હરેશભાઈના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલ નિવાસી હાલે વિલેપાર્લા સ્વ. રસીલાબેન અમૃતલાલ દોશીના પુત્ર મહેશભાઈના ધર્મપત્ની કિરણબેન (ઉ.વ. ૭૩) બુધવાર તા. ૧૩-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેન -વિપીનભાઈ, દક્ષાબેન- રાજુભાઈ, ઈલાક્ષીબેન-ચંદુભાઈ , કલ્પનાબેન-મૂળચંદભાઈના ભાભી, અમીષ અને વિશાલના માતુશ્રી, ઝંખના અને હેતલના સાસુ, પિયરપક્ષે ફુલચંદ ઝવેરચંદ મહેતા રાજપરાવાળા(જેસર)ના દિકરી, પ્રાર્થના તા. ૧૫-૩-૨૦૨૪ શુક્રવારે માતૃવંદના, ૯.૩૦ થી ૧૧.૩૦. એડ્રેસ- વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા વેસ્ટ