જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઠળીયા નિવાસી હાલ ડોમ્બિવલી હીરાલક્ષ્મીબેન મહાસુખરાય મહેતા (ઉં. વ. ૮૨) તે પંકજ, ધનેશ, રાજેશ તથા હિના અતુલકુમાર સંઘવીના માતુશ્રી. હર્ષા, સોનલ, અલકા તથા અતુલકુમાર ચંદ્રકાન્તભાઈ સંઘવીના સાસુ. સ્વ. ફતેચંદભાઈ, સ્વ. હિંમતભાઇ, સ્વ. વિમળાબેન હર્ષદરાય શેઠના ભાઈના પત્ની. પિયરપક્ષે મેથળાવાળા સ્વ. હીરાલાલ ગાંડાલાલ દોશીના દીકરી. સ્વ.ઠાકરશીભાઈ, સ્વ.હરખચંદ્રભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.તારાબેન નાગરદાસ શાહ, સ્વ.કાંતાબેન પરમાણંદદાસના બહેન. ૩/૩/૨૪ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
બોટાદ નિવાસી હાલ બોરીવલી ચંપકલાલ જગજીવનદાસ ચીકાણી (ઉં. વ. ૮૫) ૬-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે તે. સ્વ. રસીલાબેનનના પતિ. નિખીલ-સોનલના પિતાશ્રી તથા પાર્થ-તીર્થના દાદા. તે સ્વ. રતીભાઈ, સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. બાલચંદભાઈ, સ્વ. દલીચંદભાઈ, સ્વ. રંભાબેન, સ્વ. વિમળાબેન તથા સ્વ. લીલાબેનના ભાઈ. સ્વ. અમરચંદ ડોસાભાઈ દેસાઈના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વાંઢના શામજી દેરાજ નંદુ (ઉં. વ. ૮૨) તા. ૫-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સુંદરબેન દેરાજના સુપુત્ર. રમીલાબેનના પતિ. વર્ષા, હિતેન, રશ્મિના પિતાશ્રી. ખીમજીભાઇ, નાનજીભાઇ, મોંઘીબેન મોરારજી સતીયા, લીલબાઇ જેવત ગાલા, લાડબાઇ માલશી ગોગરીના ભાઇ. નાના આસંબિયાના પાનબાઇ જેઠા પાસુ છેડાના જમાઇ. પ્રાર્થનારાખેલ નથી. નિ: હિતેન નંદુ, ૨૦૪-સી, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઇસ્ટ).