જૈન મરણ
ગં. સ્વ. માલતીબેન ત્રિભુવન ખોના (ઉં. વ. ૮૬) ગામ મોટી ખાવડી, હાલ હેરો-લંડન, સોમવાર, ૨૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. બાયાભાઈ જેતશી દામજી ખોનાના પુત્રવધૂ. સ્વ. દેવકુંવર જવેરચંદ દેવજી ધુલ્લા (દૌલત)ના દીકરી ગામ સુથરી. સ્વ. ત્રિભુવન જેતશી દામજી ખોનાના પત્ની. વિભાવરી તથા મુંજાલના માતુશ્રી. ભરતના સાસુમા. સ્વ. પ્રભુલાલ, સ્વ. મણીકાંત, પ્રવિણચંદ્ર, સ્વ. ધીરજલાલ તથા લત્તા મણીલાલ શીયાલ- દલતુંગીના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી.
રાધનપુરી દેરાવાસી જૈન
રાધનપુર તીર્થ નિવાસી, હાલ મલાડ ગં. સ્વ શોભનાબેન જયંતીલાલ સોનેથા (ઉં. વ. ૭૧) શુક્રવાર ૧/૩/૨૦૨૪ના અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. મોંઘીબેન હરગોવનદાસ સોનેથાના પુત્રવધૂ. પિયરપક્ષે વાવનિવાસી સ્વ.સીતાબેન ધુડાલાલ મહેતાની દીકરી. આશિષ, જીજ્ઞા દોશી, શ્ર્વેતા દોશી, ડૉ. મિત્તલ અને એક્તાના માતુશ્રી. જ્વેલ સોનેથા, નંદીશકુમાર દોશી, ભાવિનકુમાર દોશીના સાસુ. આયુષી, મિતિ, નૈતિક, દર્શિનના નાની. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના ઉમરબાઇ મેઘજી નિસર (ઉં. વ. ૮૮) ૩-૩-૨૪ના અવસાન પામેલ છે. જેઠીબાઇ શામજીના પુત્રવધૂ. મેઘજી શામજીના પત્ની. લીલાવંતી, મહેન્દ્રના માતુશ્રી. રતાડીયા ગણેશના ખીમઇબાઇ વીરજી કોરશીના સુપુત્રી. રામજી, પ્રેમજી, પાનબાઇ જાદવજી, કપાયાના સુંદરબાઇ દેવજી, સાડાઉના લીલબાઇ કુંવરજી, વડાલાના કુંવરબાઇ રામજી, ભોરારાના વેલબાઇ મગનલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. મહેન્દ્ર મેઘજી નિસર, પુષ્પક નં.૨, રૂમ નં. ૩, મારવાડી ચાલ, એસ.વી.રોડ, મલાડ (વેસ્ટ).
દેશલપુર (કંઠી) ના મીનાક્ષીબેન (અમૃત) મગનલાલ ખીમજી વીરા (ઉં. વ. ૬૯) તા.૩-૩-૨૪ ના અવસાન પામેલ છે. મણીબેન ખીમજી કુંવરજી જેવતના પુત્રવધૂ. મગનલાલના પત્ની. બીજલ, સેજલ, પ્રીતેશના માતા. સાડાઉ સાકરબેન દેવજી પુંજાભાઈ ગાલાના પુત્રી. કલ્યાણજી, મહેન્દ્ર, દમયંતી, હેમા, ઈન્દીરાના બેન. પ્રા. રામજી અંદરજીની વાડી, રામવાડી માટુંગા (સે.રે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. મગનલાલ ખીમજી વીરા, બી-૧૧, હિંદમાતા કો.હા.સો., ડો. આંબેડકર રોડ, હિંદમાતા, દાદર (ઈ).
ડુમરાના કેશવજી દામજી ગોવા વોરા (ઉં. વ. ૭૭) તા. ૪/૩/૨૦૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન દામજી ગોવાના સુપુત્ર. જસવંતીબેનના પતિ. લીના, જયેશ, ભાવનાના પિતા. રતીલાલ, ખુશાલ, ખેરાજ, દમયંતી, વિમળા, બાંઈયા, વિજયા, ખમાના ભાઈ. હાલાપુરના કેસરબેન ગાંગજી લાલજીના જમાઈ. પ્રાર્થના: શ્રી વર્ધમાન જૈન શ્રા. સં.સં. કરશન લધુભાઈ નિસર હોલ, (દાદર-વે.), ટા. ૨ થી ૩.૩૦. નિ. જસવંતી કે. વોરા : ૦૦૧, સેક્ટર-૩, બિલ્ડીંગ નં સી/૧૩, શાંતિનગર, મીરારોડ (ઈસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉમરાળા ગોલરામા નિવાસી (હાલ વિરાર) સંઘવી પરમાણંદદાસ ઓધવજીનાં સુપુત્ર પ્રવિણભાઇનાં ધર્મપત્નિ અ.સૌ. નિર્મળાબેન (ઉં. વ. ૬૮ ) તા. ૧/૩/૨૪ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે હસુમત્તીબેન, દમયંતીબેન, સુરેશભાઇ, અશ્ર્વિનભાઇનાં ભાભી. રીતેષ, જીજ્ઞેશ, ઋષભનાં માતુશ્રી. સોનાલીનાં સાસુ. પિયરપક્ષે ઠળીયાવાળા શાહ સૌભાગ્યબેન જગજીવનદાસ કેશવજી હાલ મુલુંડનાં દિકરી. લૌકિક વ્યવહાર બંધ છે. ઈ/૧૧૧ વિનય ગાર્ડન બિલ્ડીંગ, બનજારા હોટલ પાસે, વિરાર (વેસ્ટ).
પાટણ જૈન
પાટણ નિવાસી (ફીફળીયા વાડો-પોળની શેરી), હાલ ગોરેગામ સ્વ. દિનેશભાઈ ભિખાચંદ શાહના ધર્મપત્ની ચિત્રાબેન (ઉં.વ.૭૮) તા ૪-૩-૨૪ના સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે હેમચંદ ભિખાચંદ શાહના દિકરી. તે પીના, હેતલ, હેમાંગના માતુશ્રી. હેમાંગકુમાર, રીના, પિનલના સાસુ. મોનીલ, યશ્વીના નાની દાદી. સ્વ. વ્રજલાલ- સ્વ. હસુમતીબેન, સ્વ. નવીનચંદ્રભાઈ-રસવંતીબેન, સ્વ. જશવંતભાઈ, જયરાજભાઈ-વર્ષાબેનના ભાભી.
લૌકિક વહેવાર બંધ છે.
વિજાપુર સત્તાવીશ વિશાશ્રીમાળી જૈન
ઉબલખ નિવાસી હાલ કાંદિવલી વિરેન્દ્રભાઈ પુંજારામ શાહના ધર્મપત્ની નીરૂબેન (ઉં.વ.૭૦) તા. ૨-૩-૨૪ને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે શાંતાબેન અને પુંજીરામ શાહના પુત્રવધૂ. વિરલ, જીજ્ઞાના માતુશ્રી. હેમાલી, બિરેનકુમારના સાસુજી. સ્વ. ભૂપેન્દ્રભાઈના ભાભી. પિયરપક્ષ લીલાવતીબેન પોપટલાલ વખારિયા (ગવોડા). પ્રાર્થનાસભા તા. ૬-૩-૨૪ને બુધવારે ૭.૩૦ થી ૯.૦૦. બાલાશ્રમ હોલ, મથુરદાસ એક્ષ્ટેનશન રોડ, અતુલટાવર પાસે, કાંદિવલી (પશ્ર્ચિમ).
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ મુંબઈ, અ.સૌ. પ્રતિભાબેન (ઉં. વ. ૮૦) તે શીરીષભાઈ માણેકલાલ સંઘવીના ધર્મ પત્ની. તેમજ વિક્રમ, પ્રેરણા તથા નિકીતાના માતુશ્રી. તે પુનમ તથા વિશાલ રસીકલાલ વોરાના સાસુ. તે ચિ. ખુશાંક તથા ચિ. ધરમના દાદી. તેમજ પિયરપક્ષે બોટાદ નિવાસી સ્વ. ચંપકલાલ રાયચંદભાઈ ગાંધીના સુપુત્રી ૪-૩-૨૪ સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ.જૈન
ગામ સુવઈના પ્રવિણ સાવલા (ઉં. વ. ૬૪) રવિવાર, ૩-૩-૨૪ના અવસાન પામેલ છે. કંકુબેન નરશી હીરજી સાવલાના સુપુત્ર. પુષ્પાબેનના પતિ. કરન (ઋષભ), કૃતિકા, કિંજલના પિતા. મિરા, રાહુલ, પરિનના સસરા. કાંતિ, જયંતી, સ્વ. કમળા, પુષ્પાના ભાઈ. સુવઈના હિમાબેન જીવરાજ ગુણશી નિસરના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, ૬-૩-૨૪. પ્રા. ૩થી ૪.૩૦. પ્રા. સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ થોરીયારી હાલે લાકડીયાના સ્વ. ગોરીબેન ગાંગજી ભારા ગાલા (ખીરાણી)ના સુપુત્ર માડણ (ઉં. વ. ૮૦) ૨-૩-૨૪, શનિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. પાર્વતિબેનના પતિ. દિનેશ, મનસુખ, મનિષા, વૈશાલીના પિતાશ્રી. દમયંતી, ભાવના, કેતન, દિપકના સસરા. દિવાળીબેન, દેમતબેનના ભાઈ. થોરીયારીના સ્વ. જશુબેન ખેરાજ ગુણશી રીટાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.