મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સોનગઢ નિવાસી હાલ-ઘાટકોપર સ્વ. કાંતાબેન મનસુખલાલ વૃજલાલ શાહના સુપુત્ર કમલેશભાઈ (ઉ.વ.૬૦) તે આરતિબેનના પતિ, સ્નેહ, યશના પિતાશ્રી. તે મિતાલી, વિરાલીના સસરા. તે જીયાના દાદા. તે સ્મિતાબેન પંકજકુમાર શાહ, કામિનીબેન કમલેશકુમાર વોરાના ભાઈ, તે સ્વ. નગીનદાસ પ્રાગજીભાઈ શાહ (સિહોર)ના જમાઈ. તે મોસાળપક્ષે પ્રભુદાસ મોહનલાલ ગાંધીના ભાણેજ, તા.૨/૩/૨૪ના શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૫/૩/૨૪ના રોજ સવારના ૯.૩૦ થી ૧૧-૩૦ રાખેલ છે. સ્થળ:- ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ઉપાશ્રય લેન, સ્ટેશન રોડ, ઘાટકોપર (ઈસ્ટ), (ચક્ષુદાન કરેલ છે.)
ગોડવાલ ઓસવાલ જૈન
રાજસ્થાનમાં ઘાણેરાવ હાલ બોરીવલી નિવાસી સ્વ. જવાહરલાલ સલેરાજજી લોઢા (ઉં. વ. ૭૫) તા. ૨-૩-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. લીલાબેન સલેરાજજી લોઢાના પુત્ર. તે નીમાબેનના પતિ. તે અમિત, હિરેન, આભાના પિતાશ્રી. તે સ્વ. કનકરાજજી, સ્વ. રૂપરાજજી, કિરણરાજ, રમેશરાજ, સ્વ. સવિતાબેન, જ્ઞાનકુંવરના ભાઇ. તે સીમાબહેન, પૂનમબેન, નિતેશજીના સસરાજી. પ્રાર્થનાસભા સોમવાર તા. ૪-૩-૨૪ના સવારના ૧૧થી ૧. ઠે. વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ) એલ. ટી. રોડ, ડાયમન્ડ તાલકીએસની સામે, બોરીવલી (વેસ્ટ), સાસરા પક્ષ: સ્વ. રંગરાજજી દેવીચંદજી રાંકા, ઘાણેરાવ નિવાસી બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
વાગડ બે. ઔ. સ્થા. જૈન
મુળ ગામ બેલાના હાલે મુલુંડ સ્વ. મહેતા ખેંગારભાઇ ન્યાલચંદના સુપુત્ર જયંતીલાલ (ઉં.વ.૭૪) તે તા. ૨-૩-૨૪ શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે નિરૂપમાબેનના પતિ. સ્વ. મણીલાલભાઇ, હિંમતભાઇ, તારાબેન, પ. પૂ. સુજાતાજી મહાસતીજી તથા સ્વ. મંજુલાબેનના ભાઇ. સ્વ. સુશીલાબેન મલુકચંદ મહેતાના જમાઇ. ભાવેશ તથા શિતલના પિતાશ્રી. વિલોયા તથા પિકેશકુમાર રમેશભાઇ દુતીયાના સસરા. લૌકીક વ્યવહાર રાખેલ નથી.
શ્રી જામનગર વિસા ઓસવાળ જ્ઞાતિ જૈન
સ્વ. લલીતાબેન શાંતિલાલ લાલનના પુત્રવધુ અ.સૌ. જ્યોત્સનાબેન (ઉં.વ.૭૫) તે ખુશાલભાઈના ધર્મપત્ની, અમીષના માતુશ્રી, પૂર્વીના સાસુ, યશવીના દાદી, અમીલાલભાઈ, સ્વ. હસુબેન મણિલાલ શાહ, સ્વ. જાસુદબેન પ્રાણલાલ શાહ, સ્વ. હેમલતાબેન જીતેન્દ્રભાઈ શાહ, અ.સૌ. મીનાબેન નરેન્દ્રભાઈ પારેખના ભાઈ, અ.સૌ. નિરુબેનના જેઠાણી, પિયરપક્ષે સ્વ. તારાબેન હીરાલાલ ઝવેરીના દીકરી. તા.૨/૩/૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાલ જૈન
અચલગચ્છીય પ.પૂ. ગણીવર્ય શ્રીધર્મપ્રભસાગરજી મ.સા. રવિવાર, તા. ૩-૩-૨૪ના રોજ કાળધર્મ પામ્યા છે. (ઉ.વ.૭૫) શાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા ના આજ્ઞાવર્તી. તે સંસાર પક્ષે માતુશ્રી મણીબેન હીરજીભાઈ દંડ કચ્છ ગામ : લાલાના સુપુત્ર.
રામાણીઆના ચેતન રાંભીઆ (ઉ.વ.૫૮) તા. ૨૮-૨ ના અવસાન પામેલ છે. વિમળાબેન લખમશીના પુત્ર. માધુરીના પતિ. કરણના પિતા. હેમાલીના ભાઈ. વડાલા સુશીલા વશનજીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા.૪ થી ૫.૩૦. નિ : લખમશી રાંભીઆ : ૪૦૧, સૌમિત્ર, ૨૯૫/એ, ભીમાણી સ્ટ્રીટ, માટુંગા, મું- ૧૯.
ભુજપુરના શ્રી રમણીકલાલ શીવજી દેઢિયા (ઉ.૭૨) તા. ૧-૩-૨૪ ના રોજ માંદગીથી અવસાન પામેલ છે. જવેરબેન (જીવીબાઇ) શીવજીના પુત્ર. હીના (હેમકુંવર)ના પતિ. પલક, મોનલના પિતા. સુશીલા/કુસુમનાભાઇ. સુંદરબાઇ ગાંગજીના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા.જૈન શ્રા.સં.સં કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૪ થી પ.૩૦. નિ. : રમણીકલાલ દેઢિયા, એ-૪૦૪, સાવન ભવન, એમ.એમ.જી.એસ. માર્ગ, સ્ટેશન રોડ, દાદર (ઇ).
વિઢના જાદવજી કુંવરજી નાગડા (ઉં.વ. ૮૨) તા. ૧/૩/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. વેલબાઇ કુંવરજી જીવરાજના પુત્ર. જયવંતીના પતિ. જ્યોતિ, જાગૃતિ, નીલમ, પરાગના પિતા. જેઠમલ, આણંદજી, મઠાબાઈ વેલજી, કલ્યાણબાઈ વલ્લભજી, હીરબાઈ કુંવરજીના ભાઈ. સાભરાઈના પ્રેમાબેન નરશી સામજી ગડાના જમાઈ. પ્રા. ક.વિ.ઓ.દે.જૈ.મ.સં.શ્રી જીરાવલ્લા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર, ઘાટકોપર (ઇ.) ટા. ૩ થી ૪.૩૦. નિ. જાદવજી કુંવરજી નાગડા, બી-૩૦૨ રાજશ્રી સ્ટેટસ, પંતનગર, ઘાટકોપર (પુ.) મુંબઈ ૭૫.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી સ્વ. વિરેન્દ્ર શાંતિલાલ કામદારના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. ૬૯), તે સ્વ.તારાબેન શાંતિલાલ કામદારના પુત્રવધૂ અને સ્વ. નિર્મળાબેન શાંતિલાલ ગાંધીના પુત્રી. તે ચિ. પિનાકીન તથા રીનાના માતુશ્રી. અને ચૈતાલીના સાસુ, સ્વરાના દાદીમા, હર્ષ અને મેક્ષાના નાની. શનિવાર તા. ૨-૩-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૪-૩-૨૪ને સોમવારે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), એસ.વી.રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી-વેસ્ટ, સમય ૪ થી ૬ માં રાખેલ છે.
પાલનપુરી જૈન
અશોકભાઇ જયંતિલાલ કોઠારી (ઉં. વ. ૮૦) શુક્રવાર ૧ માર્ચ ૨૪ના મુંબઇમાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિણાબેન અને જયંતિલાલ કોઠારીના પુત્ર. રેખાબેનના પતિ. ભરતભાઇ, સ્વ. સંજયભાઇ, મધુરીબેન, ભાનુભાઇ મેઘાણી, પૌલોમીબેન પ્રકાશભાઇ શાહના ભાઇ. વાડીલાલ ચતુરભુજ ગાંધીના જમાઇ. રાહુલભાઇ, સુશ્માબેન શાહના પિતા. પ્રણવભાઇ કેરુલભાઇ શાહના સસરા. આશના, રેયા, સનાયાના દાદા. પ્રાર્થનાસભા સોમવાર ૪ માર્ચે સાંજે ૫થી ૭. ઠે. સોફિયા ભાભા ઓડિટોરિયમ, સોફિયા કોલેજ લેન, બ્રિચ કેન્ડીમાં રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button