મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના કલ્યાણજી ઘેલા આણંદ ગલીયા (ઉં.વ. ૭૪) તા. ૨૫-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મમીબાઇ ઘેલાના સુપુત્ર. રેખાબેનના પતિ. હેમંતના પિતાશ્રી. તે કેસર, હીરજી, ઝવેર, વસંતના ભાઇ. સોલાપુરના મુગટલાલ શાહના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમંત કલ્યાણજી ગલીયા, ઇ/૧૦, રૂમ નં. ૧૮, દેવનાર કોલોની, ગોવંડી (વે.).

વડાલાના સાકરબેન કાનજી ગાલા (ઉં.વ. ૯૦), તા. ૨૫-૯-૨૩ના દેહત્યાગ કરેલ છે. ખેતબાઇ વેલજીના પુત્રવધૂ. કાનજી વેલજીના ધર્મપત્ની. કુંદરોડી ગંગાબેન હંસરાજ વિસરીયાના સુપુત્રી. કાંતી (પન્નુ), પ્રવિણ, માયા, લતા, કલ્પના, વનિતાના માતુશ્રી. શાંતીલાલ, ઠાકરશી, ભોરારા રતનબેન મેઘજી, વડાલા લક્ષ્મીબેન જીવરાજ, મણીબેન કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સાકરબેન કાનજી ગાલા, તળાવ ફળીયો, વડાલા (કચ્છ) ૩૭૦૪૧૦.

દેવપુરના મહેશ દિપચંદ ગાલા (ઉં.વ. ૫૪) તા. ૨૫-૯-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. અમૃતબેન, સ્વ. દિપચંદના પુત્ર. રંજનના પતિ. પ્રતિકનાંં પિતા. સ્વ. રેખાના ભાઇ. બાણગાંવના ગુલાબ અશોક માળીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રંજન મહેશ ગાલા, સી-૨૮, ૧૦૪ શાંતિનગર, સેકટર-૨, મીરા રોડ (ઇ.).

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી, હાલ ઘાટકોપર ડૉ. બિપીનભાઈ (ઉં.વ. ૮૨) તે સ્વ. કંચનબેન તથા સ્વ. ડૉ. લાલભાઈ સુખલાલ શાહના સુપુત્ર. સ્વ. ડૉ. અનિલાબેનના પતિ. પરીનના પિતાશ્રી. કવિતાના સસરા. દિનાબેન કિશોરભાઈ, સ્વ. જ્યોતિબેન રમેશભાઈ, ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ તથા ચારૂબેન જીતેન્દ્રભાઈના મોટાભાઈ. પિયર પક્ષે પાલનપુર નિવાસી હાલ મદ્રાસ તે સ્વ. ભાનુબેન કાંતિલાલ મહેતાના જમાઈ તે રવિવાર, તા. ૨૪-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

હરિપુરા લાડુઆ શ્રીમાળી જૈન
સુરત, હાલ વસઈ દિપકભાઈ અરવિંદલાલ કાપડીયા (ઉં.વ. ૬૫) હર્ષાબેનના પતિ તથા સ્વ. સુધીરભાઈ અને સ્વ. મનોજભાઈના ભાઈ તથા વિરલ, સપના, મેઘનાના પિતા તથા હિરલ, સમીર, સ્વ. અમીતના સસરા તથા સ્વ. હસુમતીબેનના જમાઈ તા. ૨૫-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ પત્રી, હાલે ઘાટકોપર હિતેન્દ્ર વાડીલાલ વોરા (ઉં.વ. ૬૮) રવિવાર, તા. ૨૪-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મિનાક્ષીબેન (મીનાબેન)ના પતિ. મયુર, રાજુ અને ખ્યાતિના પિતા. શ્રદ્ધા, સપના અને નિરવના સસરા. તે રજનીકાંતભાઈ, સ્વ. જયસુખભાઈ, બીપીનભાઈ, સ્વ. કલ્પનાબેનના ભાઈ. તે સિદ્ધ અને વંશના દાદા. હીર અને હેલીના નાના.

ઝા. શ્ર્વે. મુ. દશા જૈન
બગડ નિવાસી સ્વ. ચિમનલાલ શીવલાલ કુવાડીયાના સુપુત્ર રસીકલાલ કુવાડીયા (ઉં.વ. ૯૫) તે સ્વ. પ્રભાબેનના પતિ. તે પ્રફુલાબેન અનિલકુમાર, સ્વ. શોભનાબેન મહેશકુમાર, પ્રીતીબેન મયુરકુમાર અને સ્વ. ભુપેન્દ્રભાઈના પિતાશ્રી. તે જ્યોતીબેનના સસરા. તે સ્વ. મનસુખભાઈ, બુધાભાઈ, સ્વ. શશીકાંતભાઈ અને સુશીલાબેનના ભાઈ. તે વઢવાણ નિવાસી સ્વ. કંચનબેન કેશવલાલ શાહના જમાઈ તા. ૨૦-૯-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. ઘરનું સરનામું: જ્યોતીબેન ભુપેન્દ્રભાઈ કુવાડીયા, ૮૦૨, સુભશ્રી આર્કેડ, ઝકરીયા રોડ, શિવાજી ચોક, મલાડ (વેસ્ટ).

ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પૂ. જૈન
સુરેન્દ્રનગર હાલ બોરીવલી સ્વ. ફકીરચંદ ગુલાબચંદભાઈ શાહના પુત્ર ઈન્દુભાઈ (ઉં.વ. ૯૩) તે સ્વ. તારાબેનના પતિ. વીરેન્દ્ર, રોહિત તથા નીનાના પિતા. ભારતી, અલકા, દિપક રાજાના સસરા. લીંબડી નિવાસી સ્વ. ચુનીલાલ જસરાજભાઈ શાહના જમાઈ. સ્વ. ચંદુભાઈ, સ્વ. પ્રવીણભાઈ, રમેશભાઈ, સ્વ. સ્નેહલતાબેન મહેન્દ્રભાઈ, સ્વ. સરલાબેન રસિકલાલના ભાઈ, તા. ૨૫/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની શત્રુંજય ભાવયાત્રા ૩૦/૯/૨૩ના ૯.૩૦ કલાકથી. સ્થા જૈન ઉપાશ્રય ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.

વેરાવળ વિશા ઓશવાળ જૈન
હાલ કાંદિવલી, સુનીલ હરકિશનદાસ શાહ ના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૬૬) તે સ્વ.હરકિશનદાસ મોતીલાલ શાહ તથા વિમલાબેન શાહના પુત્રવધૂ. કપડવંજ નિવાસી સ્વ. સવાઈભાઈ નહાલચંદ દોશી તથા સ્વ. તરલીકાબેનના સુપુત્રી. તે હર્ષિલ, હિતેનના માતુશ્રી. તે બીજલ, ઉર્વીના સાસુજી. તે રીષાંક, દિયાના દાદીમા. તે નિરંજનાબેન ભુપેન્દ્રભાઈ, હંસાબેન મુકેશભાઈ, નીનાબેન કલ્પેશભાઈના ભાભી. ૨૫-૦૯-૨૩ ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટા ઉજડા હાલ ભાયંદર સ્વ. રમાબેન રમણિકલાલ તારાચંદ દોશીના સુપુત્ર ચિ. રશ્મિકાંત, (ઉં. વ. ૭૦) તા. ૨૪-૯-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેશ, મુકેશ તથા નલીની અશ્ર્વિનકુમાર વસાના મોટાભાઈ. તે અ.સૌ. રક્ષા અને અ.સૌ.કિર્તિદાના જેઠ તથા સ્વ. મયુરભાઈ, સ્વ. નરોત્તમભાઈ, સ્વ.કાંતીભાઈ, સ્વ. બિપીનભાઈ તથા શ્રી કિરીટભાઈ સાવડીયાના ભાણેજ તથા ચિ. વિનીત, ચિ. કનિષા, ચિ. હસ્તીના મોટા પપ્પા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડ શ્ર્વે. મૂ. પૂ. જૈન
લીંબડી હાલ મીરારોડ સ્વ. વૃજલાલ બેચરદાસ શાહના પુત્ર હસમુખલાલ વૃજલાલ શાહ (ઉ. વ. ૮૨) તા. ૨૫-૯-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇન્દુબેનના પતિ. વિપુલ, અલ્પા, દિપાલીનાં પિતા. તે સ્વ. સંદિપભાઇ, યોગેશભાઇ, રાજુલનાં સસરા. ધીરજલાલ તલકશી ગોસલિયાના જમાઇ. તથા ચાર્મી, ખુશ્બુ, યશ, સાહિલ, ઇશાનાં દાદા-નાના. પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાટણ જૈન
પાટણ (ખેતરપસી-શામળાજીની શેરી) હાલ ગોરેગામ અરવિંદભાઇ હેમચંદભાઇ શાહના ધર્મપત્ની મનોરમાબેન (ઉ.વ. ૭૯) તે પરાગભાઇ, બીનાબેન તથા નિમેષભાઇના માતુશ્રી. તથા પૂર્ણિમાબેન અને કેતકીબેનના સાસુ. સ્વ. પ્રભાવતીબેન કાંતિલાલ પત્રાવાલાના દીકરી. આયુષ, હર્ષિલના દાદી. સ્વ. જયવંતભાઇ, હર્ષદભાઇ, સ્વ.ઇંદીરાબેન, ભારતીબેન, ચિત્રાબેન, સુધાબેન અને પ્રજ્ઞાબેનના ભાભી. તા. ૨૬-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાજસ્થાન હોલ, ૧લે માળે, આરે રોડ, ગોરેગામ (વેસ્ટ), તા. ૨૭-૯-૨૩ના સાંજે ૪થી ૬.

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
રામપરા હાલ મુલુંડ સ્વ. ઝવેરીબેન ઘેલાભાઇ શાહના સુપુત્ર સૂર્યકાંતભાઇ (સુરેશભાઇ) (ઉં. વ.૮૦) તા. ૨૪-૯-૨૩, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રંજનબેનના પતિ. તરુણ, દીપા, સોનલના પિતા. દર્શકભાઇ, દિનેશભાઇ અને નેહાબેનના સસરા. જશવંતભાઇ, સ્વ. તારાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. હીરાબેન, પુષ્પાબેન, સ્વ. લતાબેન, રસીલાબેનના ભાઇ. થાન નિવાસી સ્વ. રતિલાલ પોપટલાલના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થા. જૈન
રાજકોટ હાલ મુંબઇ સ્વ. મનસુખલાલ ખીમચંદ શાહના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૮૮) તે તા. ૨૩-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. દીલીપ, કમલ, મહેશ, રાજુના માતુશ્રી. તે નિર્મળા, સ્મિતા, નીતા, સ્વ. સોનલના સાસુ. તે સ્વ. સુખલાલ ચત્રભુજ શાહના દીકરી અને સ્વ. બાબુલાલ, સ્વ. આણંદલાલ, સ્વ. મનહરલાલ, સ્વ. ધીરજલાલ, રશ્મીકાંત, હસમુખના બેન. તે ભાવીન, સ્વ. બન્ટી, અંકિત, પૂજા, ચિંતન, ભૂમિના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button