મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના માતુશ્રી સ્વ. નાંગલબેન દેવજી પુનશી દેઢિયાના પુત્ર શાંતિલાલ (ઉં. વ. ૬૭) ૨૫-૨-૨૪, રવિવારે વાપી મધ્યે અવસાન પામેલ છે. તે શાંતાબેનના પતિ. કલ્પેશ, ફાલ્ગુની, ટ્વિંકલના પિતાશ્રી. મીતા, નવનીત, હીતેનના સસરા. વર્ષિલ, હેઝલના દાદા. સ્વ. વેજીબેન અરજણ કુંભા કારીઆના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: એ/૪૦૨, મેક્રોમોલ એપાર્ટમેન્ટ, છરવાળા રોડ, વાપી.
ક. દ. ઓ. જૈન
નલિયા ગામ, હાલ મુલુંડ માતુશ્રી ધનબાઈ શામજી નરશી ધરમશીના પુત્રવધૂ ગં. સ્વ. જયાબાઈ (ઉં. વ. ૮૮) રવિવાર, ૨૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નરશી શામજીના ધર્મપત્ની. નરશી વેલજી દંડની દીકરી. અરુણાબેન નીતિન નાગડા, જયશ્રીબેન દિપકભાઈ લોડાયા, લલીત, પંકજના માતુશ્રી. જયાપ્રભા લલિત, અસ્મિતા પંકજના સાસુ. ઋષભ, કૌતુકના દાદી. ભાવયાત્રા બુધવાર, ૨૮-૨-૨૪ના ૯-૩૦ થી ૧૧-૩૦. ઠે: કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ મુકામે
રાખેલ છે.
દિગમ્બર જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રમણીકલાલ મણીલાલ ગાંધીના સુપુત્ર મનોજભાઇ (ઉં. વ. ૭૨) તા. ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માયાબેનના પતિ. સુકેતુ, સુધીર, પનીલા, વિમલના ભાઇ, સચિવ, શ્રેયાના પિતાશ્રી. વિશિતકુમાર, શ્રેયાસીના સસરા. સનાયાના દાદા તથા અવ્યાન, અર્ણવના નાના. બેસણું ગુરુવાર તા. ૨૯-૨-૨૪ના બપોરના ૨થી ૪. ઠે. સ્વામિનારાયણ મંદિર, લેવેન્ડર બૉની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ કાંદિવલી સ્વ. શકરીબેન માણેકલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. નીલાબેન તે પ્રવિણચંદ્ર શાહના પત્ની. નિરમી, સેજલ, સમીરના માતુશ્રી. તે વિપુલભાઈ, દિપેશભાઈ, કોમલના સાસુ. તે સ્વ. હરિલાલ કેશવજી શાહના દીકરી. સ્વ. ભુપેન્દ્રભાઈ, ધીમંતભાઈ, જગદીશભાઈ, રમીલાબેન, રીટાબેનના ભાભી ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૯-૨-૨૪, ૧૦થી ૧૨ કાંદિવલી પારસધામ રાખેલ છે. (ત્વચા તથા ચક્ષુદાન કરેલ છે.)
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ સાયન રમેશચંદ્ર માનચંદ મેઘજીભાઈ શાહના સુપુત્ર ચિ. નિલેશના ધર્મપત્ની અ.સૌ. કાશ્મીરા (ઉં. વ. ૪૯) સોમવાર, ૨૬-૨-૨૪ના અવસાન પામેલ છે. તેઓ ચિ. ઊમંગ તથા ઈશીતા મનીલકુમાર શાહના માતુશ્રી. અમીત તથા દીપ્તી પારસ મહેતાના ભાભી. રશ્મીના જેઠાણી તથા હર્ષના મોટા મમ્મી તથા પિયરપક્ષે ચંદુલાલ પ્રભુદાસ દોશી સેદરડાવાળા, હાલ મુલુન્ડના દીકરી. તેઓની પ્રાર્થનાસભા શુક્રવાર, ૧-૩-૨૪ના ૯.૩૦થી ૧૧.૩૦, એડ્રેસ: શ્રી નારણજી શામજી મહજન વાડી, પહેલે માળે, ભાવદાજી રોડ, રાધા-કીશન હોટલની સામે, માટુંગા (સે.રે.).
દિગમ્બર જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રમણીકલાલ મણીલાલ ગાંધીના સુપુત્ર મોનોજભાઈ (ઉં. વ. ૭૨) ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ માયાબેનના પતિ. સુકેતુ, સુધીર, પનીલા, વિમલના ભાઈ, સચિવ, શ્રેયાના પિતાશ્રી. વિશિતકુમાર, શ્રેયાસીના સસરા. સનાયા તથા અવ્યાન, અર્ણવના નાના. તેમનું બેસણુ ગુરુવાર ૨૯-૨-૨૪ બપોરના ૪થી ૬, સ્વામિનારાયણ મંદિર, લેવેન્ડર ર્બોની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
ઝાલાવાડ વિશા શ્રી દેરાવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી ચંદ્રકાંત શાહ (ઉં. વ.૭૨) તે સ્વ. લીલાવતીબેન જયંતીલાલ શાહના પુત્ર. સ્વ. હર્ષાબેનના પતિ. સ્વ.ભુપેન્દ્રભાઈ, દિલીપભાઈ, સ્વ.જ્યોત્સનાબેનના ભાઈ. ભુપેન્દ્રકુમાર ગાંધીના સાળા. રાણપુર નિવાસી સ્વ. પુષ્પાબેન મહાસુખભાઈ શેઠના જમાઈ ૨૬/૨/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા ૧/૩/૨૪ના ૧૦. દામોદરવાડી હોલ, અશોકનગર કાંદિવલી ઈસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નિર્મળાબેન નવીનચંદ્ર શાહ (ઉં. વ. ૮૪) દિહોરવાળા નિલેશભાઈ, મનીષભાઈ, હીનાબેન કેતનકુમાર દેસાઈ, રાખી રાકેશકુમાર શાહના માતુશ્રી. મીના, અમીના સાસુ. કિશોરભાઈ નરોત્તમદાસના ભાભી. રસીલાબેન સંઘવીના નણંદ સ્વ. નીલાબેન કિશોરભાઈના જેઠાણી. પિયરપક્ષે શ્રી હરિલાલ પીતાંબરદાસ શિહોરવાળાની દીકરી. તે તા. ૨૬-૨-૨૪ સોમવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૧૧ સી જે બિલ્ડીંગ, શાંતિલાલ મોદી રોડ, હિતવર્ધક મંડળની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
કાનીયાડ નિવાસી હાલ મીરારોડ સ્વ. જયંતીલાલ નેમચંદ દેસાઈના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૮૫) તે ચંચળબેન છોટાલાલ બોરડીયાના સુપુત્રી. તે યોગેશભાઈ, રોહિતભાઈ, બીના નીતિકુમાર મહેતાના માતુશ્રી. સ્વ. શિવલાલભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈના બેન. તે અ. સૌ. બિન્દુબેન યોગેશભાઈ દેસાઈ, આ.સૌ. હેતલ રોહિત દેસાઈના સાસુ. તે સપના, પ્રેમ, ઋષભ-પાયલ, ચાંદની-હર્ષિતના બા. તા ૨૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇ હાલે ગુણપુરીનગરના હીરજી ઉમરશી ભેદા (ઉં. વ. ૮૫) ડોંબીવલીમાં તા. ૨૫-૨-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ ઉમરશીના પુત્ર. ચંચળબેનના પતિ. પ્રીતી, રોહીત, પારૂલના પિતા. સ્વ. પ્રેમજી, સ્વ. ખીમજી, ભુજપુરના સ્વ. પાનબાઇ ગાંગજી દેવરાજ, દેશલપુરના સ્વ. મણીબેન ઉમરશી દેવજીના ભાઇ. ટોડાના હાંસબાઇ/વેજબાઇ ભવાનજી ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રોહીત ભેદા, એ-૭, બાલાજી, પાંડુરંગ વાડી, માનપાડા રોડ, ડોંબીવલી (પૂર્વ).
વડાલાના પોપટલાલ દેવશી છેડા (ઉં. વ. ૮૬) ૨૬-૨-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબાઇ દેવશી ચનાના પુત્ર. પુષ્પા (ચંચળ)ના પતિ. વિપુલ, જીજ્ઞાના પિતા. લખમશી, જેતબાઇ (ઝવેર), જાદવજીના ભાઇ. ટોડા હીરબાઇ માવજી રણશી ગોગરીના જમાઇ. ફોન આવકાર્ય. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ છેડા, બી-૯૦૩, રશ્મિ જ્વેલ, સરોજીની નાયડુ રોડ, કાંદીવલી (વે.).
નાની તુંબડીના વ્રજલાલ રવજી સાવલા (ઉં. વ. ૮૦) તા. ૨૫-૨-૨૪ના અવસાન પામેલ છે. તેજબાઇ-મણીબાઇ રવજીના પુત્ર. પ્રભાવતીના પતિ. રાજુલ, કિરણ, મોનીકા, બિનીતાના પિતા. મુરજી, વસનજી, ચંદ્રકાંત, કાંતીલાલ, કાંતા, પુષ્પાના ભાઇ. લાયજા જેઠીબાઇ લખમશી ભાણજીના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઇ). ટા. ૪ થી ૫.૩૦. નિ. પ્રભાવતી સાવલા, એફ-૪૧૫, કમલાનગર, એમ.જી.રોડ, કાંદિવલી (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગામ ભોકરવા (સાવરકુંડલા) નિવાસી હાલ વસઈ, સ્વ. પ્રભાબેન કપુરચંદ કાળીદાસ બીલખીયાના પુત્ર બળવંતભાઈ (ઉં. વ. ૭૩) સોમવારને તા. ૨૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે તરૂલતાના પતિ. સ્વ.કેવલ તથા નિમેષના પિતાશ્રી. પૂજાના સસરા. તે જયંતીભાઈ, પ્રવિણભાઈ, નિર્મળાબેન અશ્ર્વીનકુમાર ધોળકીયા, વિલાસબેન વિનોદરાય લાખાણી તથા શોભનાબેન શૈલેશકુમાર ગોડાના ભાઈ. તે સ્વ. શામળજીભાઈ દામજીભાઈ લાખાણીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૨૯-૨-૨૪ના ૩થી ૪.૩૦. સ્થળ- માણેકપુર ઉપાશ્રય, ગુજરાતી સ્કુલની બાજુમાં, સ્ટેશન રોડ, માણેકપુર, વસઈ રોડ-વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker