જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાયના રતનશી ઉમરશી ગાલા (ઉં. વ. ૮૪) ૨૪-૨-૨૪ના અવસાન પામેલ છે. વાલબાઇ ઉમરશીના પુત્ર. રતનબેનના પતિ. ઉમેશ, દિપક, સ્વ. જવેર, જ્યોતિ (ગીતા), મધુ, શીલાના પિતા. પાસુભાઇ હીરજી, કોટડા (રો.) મુલબાઇના ભાઇ. ડુમરા હાંસબાઇ પ્રેમજીના જમાઇ. પ્રા. વ.સ્થા. જૈન શ્રાવક સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ઠે. ઉમેશ ગાલા, બી-૧૦૧, કાવ્ય રચના, પંતનગર, ઘાટકોપર (ઇ.).
ભીંસરાના જયંતીલાલ પુનશી સાવલા (ઉં. વ. ૭૯) તા. ૨૪-૨-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ પુનશી ગોવરના પુત્ર. જ્યોત્સના (ખુશાલવંતી)ના પતિ. શીતલ, મિતેષના પિતા. લાયજાના પ્રભાવંતી કાંતીલાલ, પત્રીના રતન રમેશના ભાઇ. ગોધરાના વેજબાઇ દેવરાજ ખેરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મિતેષ જયંતીલાલ સાવલા, રૂમ નં. ૧૯, પ્લોટ નંબર ૭૧૨, સેક્ટર નં. ૭, શાંતિ નિવાસ, ચારકોપ, કાંદીવલી (વે.).
કોડાયના વિજય (બંટી) ધીરજલાલ ગડા (શાહ) (ઉં. વ.૫૭) તા. ૨૪-૨-૨૪ ના અવસાન પામેલ છે. નીતાના પતિ. શ્રીયા, ધ્વનિલના પિતા. નિતીન, પ્રીતિના ભાઇ. રમીલા શાંતિલાલ લાલનના જમાઈ. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ : સુશીલાબેન ધીરજલાલ ગડા, ૩૦૧, પરેશ/કળશ બિલ્ડીંગ, પોદ્દાર રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
નાની ખાખરના હરેશ મણીલાલ વીરા (ઉં. વ. ૬૩) મુંબઇમાં તા. ર૪-૨-૨૪ ના અવસાન પામેલ છે. નાનબાઈ/હીરબાઈ/લક્ષ્મી મણીલાલના સુપુત્ર. હીનાના પતિ. વીકી, નીલના પિતા. મુકેશ, પ્રીતિના ભાઈ. ભોરારાના વેલબાઈ ખીમજીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ). સ.૩ થી ૪.૩૦. નિ. નીલ વીરા, એ/ર, અજિંક્ય એપા., ટાગોર રોડ, સાંતાક્રુઝ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર સરોજબેન (ઉં. વ. ૮૧) તે જયેન્દ્રભાઇ છબીલદાસ મહેતાના ધર્મપત્ની તા. ૨૩-૨-૨૪ના અવસાન પામેલ છે. મુંબઇ નિવાસી કાંતાબેન રતીલાલ નીમચંદ કોઠારીની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
સુરતના વતની, હાલ સાયન મુંબઇ સુનંદાબેન કૈલાશભાઇ પેઇંટર (ઉં. વ. ૮૮) તે સ્વ. કૈલાશભાઇ પેઇટરના પત્ની. સ્વ. તુલસીદાસ સવાઇના પુત્રી. સુરેન્દ્રભાઇ સવાઇ, ચંદ્રેશભાઇ અને રીમાબેનના માતુશ્રી. ચિત્રાબેન અને અમીનભાઇના સાસુ. શીવાની, ફાગુન, ધર્મિષ્ઠા, જયના દાદી. શનિવાર, તા. ૨૪-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ વડાલા અ. સૌ. સુધાબેન હર્ષદભાઇ જયંતિલાલ ગાંધી (ઉં. વ. ૮૨) તે મેહુલ તથા દીપાના માતુશ્રી. દિપ્તી તથા રાજીવ તનસુખલાલ કામદારનાં સાસુજી.યશ-ખુશ્બુ તથા હેતવી-પ્રેમ રાજીવભાઇ પારેખના દાદીજી. હેતાન્શી-રિયાનાં નાનીજી અને સ્વ. હીરાચંદ કુંવરજી શાહ (ધ્રાંગધ્રા)ના સુપુત્રી તા. ૨૪-૨-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૨-૨૪ સોમવારે સાંજે ૪-૩૦થી ૬. ઠે. અમુલખ અમીચંદ હાઇસ્કૂલ સભાગૃહ, રફી અહમદ કીડવાઇ રોડ,
માટુંગા-૧૯.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ગામ દાણાવાડા નિવાસી, હાલ ઘાટકોપર, શ્રીમતી ચંદનબેન હસમુખભાઈ શાહના પુત્રવધૂ અ.સૌ. રૂપલબેન તે જયેશભાઈના ધર્મપત્ની. તે ચિંતન અને રિદ્ધિ ધ્રુવીલભાઈ ટોપીવાલાના માતુશ્રી. તે પૂજાના સાસુ તથા પિયરપક્ષે સ્વ. મધુબેન હસમુખભાઈ શાહના સુપુત્રી. કલ્પેશભાઈ, ઐલેશભાઈ, બીનાબેનના બહેન તા. ૨૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ભાવ યાત્રા ૨૭-૨-૨૪ના સવારે ૧૦ થી ૧૨ પરમકેશવ બાગ , નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રતનપુર (ગાયકવાડી) નિવાસી હાલ મલાડ સ્વ. બાવચંદ નરસીદાસ સંઘવીના સુપુત્ર મનસુખલાલના ધર્મપત્ની અ. સૌ. નયનાબેન સંઘવી (ઉં.વ.૭૧) શનિવાર, તા. ૨૪-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પારુલ, ધવલ, કેનિલના માતુશ્રી. તે દીપ્તી, સલોની, મનીષકુમારના સાસુ. તે નિલાબેન ચંદુભાઇ સંઘવીના દેરાણી. તે નિર્મલાબેન હરગોવિંદદાસ શાહ, શારદાબેન અશોકકુમાર સંઘવી, ભાવનાબેન કિશોરભાઇ દોશીના ભાભી. તે હેજલ, પ્રિશા, આર્યન, રિધાન, સાહિલના દાદી-નાની. પિયર પક્ષે તણસા નિવાસી હાલ વલસાડ જયંતીલાલ મગનલાલ વોરાની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧/એ/૬૦૨, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, જીતેન્દ્ર રોડ, ઓપો, અશોકા હોસ્પિટલ, મલાડ (ઇસ્ટ).
કાળધર્મ પામેલ છે
લીંબડી અજરામર સંપ્રદાયના તપોધની બહુસુત્ર ગાદિપતિ પૂ. શ્રી શામજી સ્વામી પરીવારના પ.પૂ.શ્રી ધૈર્યમુનિ મ.સા. (ઉં. વ. ૭૭) સુરેન્દ્રનગર મુકામે શુક્રવાર, તા. ૨૩-૨-૨૪ના કાળધર્મ પામેલ છે. મુંબઇમાં (થાણા) મુકામે તેઓશ્રીની ગુણાનુવાદ સભા સોમવાર, તા. ૨૬-૨-૨૪ના સવારે ૯.૦૦ કલાકે રાખેલ છે. એડ્રેસ : શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જૈનાચાર્ય અજરામરજી સ્વામી ચોક, નૌકાવિહાર, તળાવપાળી, થાણા (વે.).