મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી ખેરાળી નિવાસી, હાલ મુલુંડ સમરતબેન જેચંદભાઈ દોશીના પુત્ર અનંતરાયભાઈના ધર્મપત્ની અ. સૌ. મંગળાબેન (ઉં. વ. 75) 16-2-24, શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે અમૃતલાલભાઈ-દિપચંદભાઈના નાનાભાઈના પત્ની. નવીનભાઈ તથા ચંપાબેન, હિરાબેન, રસિલાબેન, રંજનબેનના ભાભી. વિજય અને નીલાના માતુશ્રી. પિયર પક્ષે દેપલા નિવાસી રતિલાલ ગોરધનદાસ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: 103, સિદ્ધ શિલા એપાર્ટમેન્ટ, બી.પી. ક્રોસ રોડ નં. 3, મુલુંડ (વે.).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી રંગપર બેલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સમજુબેન કેશવલાલના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. 83) તે સ્વ. દિવ્યાબેનના પતિ. કેતન, નીના, પ્રિતીના પિતાશ્રી. રશ્મિ, સ્વ. યોગેશ તથા કમલેશના સસરા તથા સ્વ. કાંતિભાઈ, મનહરભાઈ, સ્વ. પુષ્પાબેન, સ્વ. હસુમતીબેન, નિરુબેનના ભાઈ તથા કેયુરના દાદા. શ્વસુર પક્ષે પ્રભુદાસ સવજી સંઘવીના જમાઈ 18.2.24ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
મૂળવતન રાણપુર, હાલ ઘાટકોપર, સ્વ. જીતેન્દ્ર પ્રેમચંદ શાહના ર્ધમપત્ની મીનાબેન શાહ (ઉં. વ. 79) તે 18.2.24ના અરિહંતશરણ પામેલ છે. તે નેહા, કેતનાબેનના માતુશ્રી. મિલનભાઈ કોઠારીના સાસુ. તે ચિમનલાલ, કિશોરભાઈ, ચંદ્રાબેન, પ્રભાબેનના બેન. રાશી, દિવ્યમના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ ગોરેગામ સ્વ. મનહરલાલ રતિલાલ દોશીના ધર્મપત્ની ગં. સ્વ. નિરંજનાબેન (ઉં. વ. 74) તે ભાવિન તથા બીરેન ના માતુશ્રી, જીજ્ઞા તથા સોનલના સાસુ, સ્વ. રંજનબેન, ભાનુબેન, સુશીલાબેન, મીનાબેન, કવીબેન, મુકેશભાઈ, ઇન્દીરાબેન ના ભાભી. પિયરપક્ષે ભાણવડ નિવાસી સ્વ. ચુનીલાલ ડાહ્યાભાઈ મહેતા ના દીકરી. 17/2/24ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. 52/3 જવાહર નગર, રોડ નં 6, ગોરેગામ વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉમરાળા નિવાસી હાલ બોરીવલી કીર્તીભાઇ બાબુલાલ મોદી નાં ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં. વ. 77) તે તેજલબેન નાં માતુશ્રી. પરેશભાઈના સાસુ. પ્રિયંકા પલ્લવ વાસા, વંદિત નાં નાનીમા તથા સ્વ. હસમુખભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ, વિક્રમભાઈ, સ્વ. ઇંદુમતીબેન, મંજુલાબેન, હંસાબેન, રશ્મિકાબેન, તથા રીટાબેન નાં ભાભીશ્રી. પિયર પક્ષે ભાવનગર નિવાસી સુરાજબેન મનસુખલાલ શાહ નાં દીકરી. તા. 18/02/2024 રવિવારના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યહવાર સદંતર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી (બોરડાવાળા) હાલ જુહુ સ્કીમ, વિલે પાર્લા, શ્રી કાંતિલાલ કલ્યાણજી શાહના ધર્મપત્ની અ.સૌ. રંજનબેન (ઉં. વ. 77), તે સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ.ચીમનભાઈ, મનસુખભાઈ, સ્વ. વિનુભાઈ તથા સ્વ.જશીબેન મોહનલાલ દોશી તથા સ્વ. હીરાબેન રમણીકલાલ શાહના ભાભી. રૂપલ દિપક ગાંધી (મોટા ખુંટવડાવાળા) અને સોનલ દીપેન દોશી (મહુવાવાળા)ના માતુશ્રી. પિયરપક્ષે બેચરદાસ માણેક ચંદ દોશી (સાવરકુંડલાવાળા)ના દિકરી. અન્તુભાઈ, પ્રવિણભાઈ, દિલીપભાઈ, પ્રવિણાબેન,ઉષાબેન, કોકિલાબેન, રેખાબેન અને ભાવનાબેનના બહેન શનિવાર, તા. 17-2-2024ના અરિહંતશરણ પામેલ છે. ગુરૂવાર તા. 22-2-2024ના સવારે 9.30 થી 11.30 કલાકે નવકાર મંત્રના જાપ રાખેલ છે. સ્થળ-જલારામ હોલ, એન.એસ. રોડ નં-6, હાટકેશ સોસાયટી, જોગર્સ પાર્કની સામે, જુહુ સ્કીમ, વિલેપાર્લા-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા લાયજાના પ્રફુલ મોરારજી ગડા (ઉં. વ. 59) તા. 18/02/2024ના અરિહંતશરણ પામેલ છે. ઉમરબાઈ મોરારજીના પુત્ર. ભારતીના પતિ. કુસુમ, રમણીક, મહેન્દ્ર, મધુ, ચંદનના ભાઈ. (સ્વ. વિમળા) વિમળાબેન રતનશી ગાંગજી લાલનના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રફુલ ગડા, 5/6, સોનાર ચાલ, કાત્રક રોડ, વડાલા માર્કેટ, વડાલા 400031.
છસરા હાલે ભુજપુરના મગનલાલ ઉમરશી ધરોડ (ઉં. વ. 82) તા. 18-2-24 ના કચ્છમાં અવસાન પામ્યા છે. પાનબાઈ ઉમરશી જેઠાભાઈના સુપુત્ર. સુંદરબેનના પતિ. સ્વ. સંદીપ, ભાવેશ, હીના, અલ્પાના પિતાશ્રી. છસરાના માલસી ઉમરશી, રાઘવજી ઉમરશી, રતાડીયા (ગ)ના કંકુબેન પ્રેમજી નેણશીના ભાઈ. ભુજપુરના દેવકાબેન હરશી ખેતશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવેશ ધરોડ : બી/1/401, દયાલ સ્મૃતિ, શાંતિલાલ મોદી રોડ, કાંદીવલી (વે) મું. 67.
ભોજાય હાલે રાયધણજરના મોંઘીબેન (મંગલીબેન) ગાલા (ઉં. વ. 83) તા.18-2 ના અવસાન પામેલ છે. માતુશ્રી ભાણબાઈ માલશી ગાલાના પુત્રવધૂ. નાનજીના પત્ની. રાયધણજરના પાનબાઈ માવજી ગોસરના સુપુત્રી. જેઠુભાઈ, વાલજી, મીઠુભાઈ, દેવરાજ, લીલાધર, ડુંગરશી, નાનજી, કોટડી (મ)ના જેતબાઈ વિસનજી, ડુમરાના મુલબાઈ હિરજી, હીરાબેન મણીલાલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત હીરજી શાહનંદ, સી-112 હાઈવે પાર્ક, ઇ/4, ઠાકુર કોમ્પ્લેક્સ, વે.ઇ. હાઇવે, કાંદિવલી (ઇ), મુંબઇ-101.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત