મરણ નોંધ

જૈન મરણ

માંગરોળ જૈન
માંગરોળ હાલ મુંબઈ અ.સૌ. રજનીબેન રશ્મિકાંત કંપાણી (ઉં.વ. 78) તા. 22.9.23ના શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. રશ્મિકાંતભાઈના પત્ની, દેવેન, મિતેન અને ફેનિકાના માતુશ્રી. પરાગભાઈ, બીજલ અને પૂર્વીના સાસુ. સના રોહન, વિરેન, નીલ, નિશીલ પ્રિયાંશિ અને હનીશીના દાદી. નીતિનભાઈ, જ્યોતિબેન અને વર્ષાબેનના બેન તેમજ બનેવી મધુભાઈ અને કીર્તિબેન તથા ચેતનાબેનના ભાભી. તેમની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 26.9-23ના જયહિન્દ કોલેજ ઓડિટોરિયમ `એ’ રોડ, ચર્ચગેટ ખાતે 4થી 6.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
લખતર હાલ વિલેપાર્લા (વેસ્ટ) પ્રફુલ્લાબેન (ઉં.વ. 76) રવિવાર, તા. 24-9-23ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મહેન્દ્રભાઈ મનસુખલાલ શેઠનાં ધર્મપત્ની. સ્વ. શાંતાબેન ચીમનલાલ શાહનાં પુત્રી. રાજુલ, મીત્તલના માતુશ્રી. રૂપાલી અને શૈલેષકુમાર પારેખના સાસુ. સ્વ. પ્રેમીલાબેન જયંતીભાઈ, સ્વ. ભારતીબેન સેવંતીભાઈ, ગં.સ્વ. રેખાબેન નરેન્દ્રભાઈ, અ.સૌ. દર્શનાબેન ભરતભાઈ, સ્વ. રસિલાબેન નવીનચંદ્રના ભાભી. રૂષીલ, વિરાજના દાદી-નાની. રહેઠાણ: જુહુસ્કીમ, વિલેપાર્લા (વેસ્ટ), લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
રાધનપુરી જૈન
રાધનપુરી તીર્થ હાલ બોરીવલી સ્વ. કેતનભાઈ શાહ (વોરા) (ઉં.વ. 64) તે સ્વ. પુષ્પાબેન અભયભાઈ ગીરધરલાલ શાહ (વોરા)ના સુપુત્ર. હિનાબેનના પતિ. સાગર, પૂ.સા.શ્રી નિર્મલજ્યોતિશ્રીજી મ.સા.ના સંસારી પિતા. પૂ.મુ. શ્રી જ્ઞાતયશ વિજયજી મ.સા.ના સંસારી કાકા.બિન્દુબેન, મમતા, સોનલ, પારસભાઈ, મેહુલના ભાઈ. સ્વ. જ્યોત્સનાબેન અશોકભાઈ મોરખીયાના જમાઈ. તા. 24-9-23ના રોજ અરિહંતશરણ થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
ઝાલાવાડી મૂર્તિપૂજક જૈન
રાણપુર (નારેચાણીયા) હાલ મુલુંડ ચેકનાકા સ્વ.ગજરાબેન જમનાદાસ નાથાલાલ શાહના પુત્રવધુ ગંગાસ્વરૂપ રંજનબેન (ઉં.વ.68) તા. 23.9.2023 શનિવારના અરિહંત શરણ પામેલ છે. સ્વ.હસમુખ શાહના પત્ની. સિધ્ધાર્થ તથા ગૌતમના માતૃશ્રી. સ્વ. બટુકભાઈ, યોગેશભાઈ, સ્વ.મધુસુદન, જયંતભાઇ, સ્વ.બકુલભાઈ, સ્વ.પ્રફુલભાઈ, સ્વ.સુર્યાબેન બચુભાઈ કપાસી, પ્રતિમાબેન(કોકીબેન) પ્રવીણચંદ્ર ગાંધીના ભાભી. પિયરપક્ષ પક્ષ: ભાવનગર (થોરડી) સ્વ. નરોતમદાસ વનમાળીદાસ સરવૈયાની પુત્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ખાખરના અરવિંદ વલ્લભજી ગંગર (ઉં. વ. 69) તા. 22-9-23ના અવસાન પામેલ છે. દેવકાબેન કેશવજી હીરજીના પૌત્ર. નાનબાઇ વલ્લભજી ગંગરના સુપુત્ર. રમેશના ભાઇ. દેશલપુરના મકાબાઇ લખમશી પરબત સાવલાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : અરવિંદ વલ્લભજી ગંગર, એફ-28, નવનીત નગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ) પીન કોડ-421204.
કોડાયના અ.સૌ. રૂક્ષ્મણીબેન લાલન (ઉં. વ. 78) 21-9ના માંદગીથી દેવલોક પામેલ છે. વિશનજીના પત્ની. રતનબેન ખેતશીના પુત્રવધૂ. ગાંગબાઇ ભવાનજીની પુત્રી. ડુંગરશી, રવિન્દ્ર, દમયંતી, કુસુમના બેન. પાર્થના રાખેલ નથી. નિ.વિસનજી લાલન. 603, સુજલ, કોટેજલેન,
સાંતાક્રુઝ વે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button