મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (વીંછી ફરીયા)ના નીતીન ભવાનજી વોરા (ઉં.વ. ૫૯) તા. ૧૧/૨ના દેશમાં અવસાન પામેલ છે. મણીબેન ભવાનજીના પુત્ર. મીનલના પતિ. પંક્તિ, મૈત્રીના પિતા. ગીરીશ, જાગૃતિના ભાઇ. ગુણવંતી કાંતિલાલના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લઘુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦.
ભુજપુરના પ્રફુલ્લ ડુંગરશી મામણીયા (ઉં.વ. ૭૧) તા. ૧૩-ર-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. મણીબેન ડુંગરશીના પુત્ર. રશ્મી (પુષ્પા)ના પતિ. ધર્મેશ, પૂર્વીના પિતા. સ્વ. ધીરજના ભાઇ. વાંકીના કેશરબેન પદમશી, લક્ષ્મીબેન કેશવજી સાવલાના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રાવક સંઘ સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વેસ્ટ), ટા. ૪ થી ૫.૩૦.
ભોરારાના પ્રેમજી રવજી દેઢીયા (ઉં.વ. ૮૩) તા. ૧૫-૨-૨૪ના અવસાન પામેલ છે. નાનબાઇ રવજી પદમશીના સુપુત્ર. જ્યોતિ (જમના)ના પતિ. ભાવેશ, પુજાના પિતા. નાગજી, ધનજી, ઝવેરના ભાઇ. કોડાયના મણીબેન રવજી ધારશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રેમજી દેઢીયા, ૨, ઓમ મયુરેશ, રામનગર પોસ્ટ ઓફિસની સામે, ડોંબીવલી (ઇસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
પાણેશણા નિવાસી હાલ કાંદિવલી શિરીષ કાંતિલાલ લક્ષ્મીચંદ અજમેરાના ધર્મપત્ની અંજનાબેન (ઉં.વ. ૬૭) તે ૧૨/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રિષભના માતુશ્રી. બરખાના સાસુ. સાયલા નિવાસી સ્વ. નિર્મળાબેન પોપટલાલ ગોસલીયાના દીકરી. સ્વ. ઉષાબેન, વર્ષાબેન, સંધ્યાબેન, કલ્પનાબેન તથા પ્રદીપભાઈના બહેન. પ્રાર્થનાસભા ૧૮/૨/૨૪ના ૧૧ થી ૧. વર્ધમાન સ્થા. જૈન, મોટો ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
પોરબંદર દશા શ્રીમાળી જૈન
શ્રીમતી સુમીત્રા ગોસલીયા તા. ૧૫-૨-૨૪ના અવસાન પામેલ છે. તેઓ સ્વ. ચંદુલાલ પ્રાણલાલ ગોસલીયાના ધર્મપત્ની, મીના ધીરેન શાહ, ફાલ્ગુની નીરંજન શાહ તથા દેવેન્દ્ર ગોસલીયાના માતુશ્રી. સ્વ. રજનીકાન્ત, જીતેન્દ્ર , સ્વ.જ્યોત્સના અને સ્વ. નયના ડી. શાહના ભાભી. સ્વ. શશીકાન્ત પી. ભણસાલી, સ્વ. રમેશચંદ્ર પી. ભણસાલી અને રજની એમ. દોશીના બેન. પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૪ના રવિવારે ૩ થી ૫. સમર્થ આંગન, ક્લબહાઉસ, ઓફ લોખંડવાલા કોમ્પલેક્ષ, ઓશીવારા, અંધેરી-વેસ્ટ.
રાધનપુર તીર્થ જૈન
સ્વ. વિમળાબેન જયંતીલાલ દોશીના સુપુત્ર તે રંભાબેન સેવંતીલાલ દોશીના જમાઈ, રશ્મિભાઈ જયંતીલાલ દોશી, (ઉં. વ. ૭૪) તે ભારતીબેનના પતિ. મેઘલ અને જીગરના પિતા. દિપાલી અને આરતીના સસરા. સૂરજ, રાહિલ, કેયા અને સ્તુતિના દાદા તા. ૧૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રતનપુર (ગાયકવાડી) નિવાસી હાલ કાંદિવલી ચંદ્રાબેન મંગળદાસ સંઘવી (ઉં.વ. ૮૦) તા. ૧૬-૨-૨૪ના અરિહંતશરણ થયેલ છે તે હિતેન્દ્રભાઈ, કીર્તિભાઈ, રેખાબેન, રીટાબેન, પ્રતિભાબેનના માતુશ્રી તથા અલ્પા, વૈશાલી, નરેન્દ્રકુમાર, કમલેશકુમાર, ચેતનકુમારના સાસુ. વિજેન, હેત્વી, વૈભવ તથા સલોનીના દાદી. પિયર પક્ષે રતનપુર (આકોલાળી) સ્વ. સંઘવી કાનજી આણંદજી (સ્વ. શાંતિલાલ ચત્રભુજ સંઘવી)ના દીકરી. સરનામું: ઈ-૩૧૨ એ કમલાનગર, એમ.જી. રોડ, અપોજીટ પટેલ નગર, કાંદિવલી (પશ્ર્ચિમ). (સાદડી તથા લૌકિક વ્યવહાર
બંધ છે).
વિશા ઓસવાળ દેરાવાસી જૈન
કડી નિવાસી હાલ જુહુ, રાજેશ હિંમતલાલ શાહના ધર્મપત્ની મુ્રદુલાબેન (ઉં.વ. ૭૫) તેઓ જય અને પાયલના માતુશ્રી. કુંજલ તથા રોહિતના સાસુ. તેઓ સ્વ. મધુભાઈ, સ્વ. ગુણીબેન, સ્વ. અનિલાબેનના બેન. અનુષ્કા, આલિયા અને આહનાના દાદી. તેઓ સ્વ. શારદાબેન ગોવિંદજી મેહતાના દીકરી સોમવાર, તા. ૧૨-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…