જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા, હાલ મુલુંડ અ. સૌ. ડૉ. મોના (પ્રવીણા) (ઉં. વ. ૬૧) તે અરુણાબેન રતીલાલ ગાંધીના પુત્રવધૂ. હરેશના ધર્મપત્ની. ડૉ. ધર્મિલના માતુશ્રી. અ. સૌ. દેવીકા અભય, અ.સૌ. જાગૃતિ ભરત તથા અ. સૌ. ચેતના દિલીપના દેરાણી. અ. સૌ. કિરણ દિપક શેઠના ભાભી. ગં. સ્વ. વિજયાબેન હીરાચંદ મોતાના પુત્રી ૧૪-૨-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
રાણપુર સોરઠ નિવાસી, હાલ સાયન પ્રકાશ અનસુયાબેન મનસુખલાલ કોઠારી (ઉં. વ. ૬૨) બુધવાર, ૧૪-૨-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે દીપિકાના પતિ. ભરતભાઈ અને પ્રીતીબેન વિપુલકુમાર હેમાણીના ભાઈ. પ્રેક્ષાના પિતા. વરુણ વિપુલભાઈ લાપસિયાના સસરા. સ્વ. ચીમનભાઈ રણછોડદાસ ટિંબડિયાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. જવેરબેન મેઘજી ગડા (ઉં. વ. ૭૩) રવિવાર, ૧૧-૨-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે વેજીબેન મેઘજીના પુત્ર. સ્વ. ભચુના ધર્મપત્ની. અમૃત, કવિતા, ભરત, ભાવના, દિનેશના માતુશ્રી. કાંતિલાલ, ભગવાનજી, હસમુખ, અલ્પા, ટીનાના સાસુ. વિધી, તીર્થ, ધ્રુમિલ, ખીલ્તીના દાદી. પીપરાળાના મીઠીબેન ડુંગરશી લખમશી નિસરના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: સી/૭૦૭, પ્રતાપનગર, દફતરી રોડ, મલાડ (ઈ.).
ગામ ખેગારપર, હાલ સુવઈના મુકેશ આસધીર (બાબુલાલ) નિસર (ઉં. વ. ૪૯) ૧૨-૨-૨૪ના અવસાન પામેલ છે. તે માતુશ્રી ભચીબેન આસધીરના પુત્ર. રસીક, સ્વ. દમયંતી, ભાવનાના ભાઈ. સ્વ. મીઠીબેન કરમશીના પૌત્ર. સ્વ. ગોમાબેન ગોવર મોતાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે: ૧૩, એશિયાડ સોસાયટી, ચરઈ, થાણે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘાના લખમશી (જખુભાઈ) હીરજી ભેદા (ઉં.વ. ૮૦) તા. ૧૨-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ગંગાબેન હીરજીના પુત્ર. જવેરના પતિ. પુષ્પા (પુશી), અરૂણ, ઉર્વીના પિતા. પત્રી મુલબાઈ માણેક છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અરૂણ લખમશી ભેદા. ૧૦૨, પેરેડાઈઝ પ્લાઝા, કારાણી લેન, ઘાટકોપર (વે).
ફરાદીના શામજી રામજી માલશી ગાલા (કચ્છ રચનાવાળા) (ઉં.વ. ૭૪) તા. ૧૨-૨-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઈ રામજીના સુપુત્ર. ખંતીલાના પતિ. મયુર, પ્રીતીના પિતા. ભવાનજી, પુરબાઇ, ભચીબેન, જયા, સુશીલાના ભાઇ. કોડાય ગોમીબાઇ મગનલાલ ગોગરીના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના સભા રાખેલ નથી. અમદાવાદ પ્રાર્થના સભા ટા. સવારે ૯.૩૦ થી ૧૧. નવનીત વિવિધલક્ષી ભવન કોમલ એન્કલેવ પાસે, ચન્દ્રનગર, પાલડી અમદાવાદ.
કોડાયના કીરીટ જગશી ગડા (ઉં.વ. ૬૪) તા. ૧૨/૨ના અવસાન પામેલ છે. રતનબેન જગશીના પુત્ર. વર્ષાના પતિ. હેતલના પિતા. સંદીપના ભાઈ. થાણા સુશીલા પદમાકરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કીરીટ ગડા, બી-૧૦૩, નવ ઉમીયા કૃપા, મઢવી બંગલાની પાછળ, રાજાજી પથ, ડોંબિવલી (ઈ).
ઝાલાવાડી સ્થા વિશા શ્રીમાળી જૈન
ચુડા નિવાસી હાલ કાંદિવલી અવનીશભાઈ જયંતીલાલ ગાંધી (ઉં.વ. ૭૦) તે લીનાબેનના પતિ. જીમિત તથા ધ્રુવિનના પિતા. લેશાના સસરા. સ્વ. અરવિંદભાઈ, સ્વ. રજનીભાઇ, જીતેન્દ્રભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. પ્રકાશભાઈ, સ્વ. સુશીલાબેન ચંદ્રકાંત, વીરબાળાબેન દેવેન્દ્રભાઈ શાહ, સરોજબેન મહેશભાઈ સંઘવી, ભારતીબેન ભરતભાઈ, દેવીબેનના ભાઈ. વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ઇન્દુમતી સૌભાગ્યચંદ મોહનલાલ શાહના જમાઈ. તે ૧૨/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટી કુકાવાઉ નિવાસી હાલ મલાડ સ્વ. જયંતિલાલ બાપાલાલ કામદારના ધર્મપત્ની ગં.સ્વ. શોભાબેન (ઉં.વ. ૭૨) નયના, વિશાલ, મેહુલના માતુશ્રી. રાજનભાઈ શાહ, શીતલ અને હેમાના સાસુ. ભવ્યના નાની. યુગ અને નવ્યાના દાદી. તે સ્વ. માધવલાલ જનાર્દન શાહના દીકરી સોમવાર, તા. ૧૨/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ક.દ.ઓ. જૈન
વેલજી લાલજી પોલડીયા (ઉં.વ. ૮૨) ગામ/હાલ બાયઠ તા. ૧૨/૨/૨૪, સોમવાર કરછ ગામ બાયઠ મુકામે અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી મણીબેન લાલજી કેશવજી પોલડીયાના સુપુત્ર. લક્ષ્મીચંદ લાલજી પોલડીયા, સુશીલાબેન પ્રેમચંદ મુલજી લોડાયા (મોટીખાવડી) તથા કલાવંતીબેન હીરાચંદ ગોવિંદજી ખોના (જખૌ)ના મોટાભાઈ. પ્રાર્થના તા. ૧૫/૨/૨૪ ગુરૂવારના ૩ થી ૪.૩૦. શ્રી જીવરાજ ભાણજી સ્મારક હોલ,અશોક નગર મેહુલ ટોકીજ સામે મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.