મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થા. જૈન
મુંબઈ નિવાસી હિતેશભાઈ (ઉં. વ. ૫૮) તે સ્વ. રજનીકાંતભાઈ તથા સ્વ. રંજનબેન જોબાલીયાના સુપુત્ર. દિપ્તીબેનના પતિ તેમ જ કરણના પિતાશ્રી તથા વિનોદીનીબેન અને સુશીલાબેનના ભત્રીજા. શેફાલીબેન હિતેનભાઈ મોટાણી તથા પંકજભાઈ અને કેતનભાઈના ભાઈ તેમ જ સુશીલચંદ્ર પ્રાણશંકર શાહ (અદાણી)ના જમાઈ ૧૩-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા સ્થળ: એફ.પી.એચ. ગરવારે સભાગૃહ, હાજીઅલી, મુંબઈ-૨૬ ખાતે ૧૫-૨-૨૪ના દિને ૪ થી ૬.
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
માળીયા મીયાણા નિવાસી હાલ મલાડ, અ.સૌ.સરોજબેન મહેશભાઈ મહેતા, (ઉં. વ. ૬૮) તા. ૧૧/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધનલક્ષ્મી શાંતિલાલ મહેતાના પુત્રવધૂ. તે સ્વ. ચંચળબેન વાડીલાલ શાહ (સેંધવા)ના સુપુત્રી. લૌકીક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કમળેજ નિવાસી હાલ કાંદિવલી સ્વ.ધીરજલાલ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૮૫) તે ૯/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. આશિષના માતુશ્રી. હેમલતાબેનના સાસુ. પિયરપક્ષે રાજપરા નિવાસી સ્વ. કુંવરજી છગનલાલ મહેતાના દીકરી. સ્વ. ચંદુભાઈ, હેમંતભાઈ, ભાનુમતી, કુંદનબેન, ઇલાબેનના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા. જૈન
ધાંગ્રધા નિવાસી હાલ મલાડ રમેશભાઈ વાડીલાલ શાહ (ઉં. વ. ૮૧) તે ભારતીબેનના પતિ. મનીષ અને અલ્પાના પિતાશ્રી. સ્વ. પંકજભાઈ, ભરતભાઈ, જયોત્સનાબેન, રેખાબેનના ભાઈ. કિમ્પલ તથા દિપેશભાઈના સસરા. રોજીદ નિવાસી સ્વ.મનસુખલાલ હકમશી વોરાના જમાઈ. તા. ૧૨-૨-૨૪ ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા: તા. ૧૫-૨-૨૪ ના ૩ થી ૫, સ્થળ શ્રી વર્ધમાન સ્થા. જૈન મોટો ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદીવલી વેસ્ટ, ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના વિસનજી ટોકરશી સાવલા (ઉં. વ. ૯૨) તા. ૧૨-૨-૨૪ના અવસાન પામેલ છે. સોનબાઇ ટોકરશીના પુત્ર. કસ્તુરબેનના પતિ. નરેન્દ્ર, કૈલાસ, ગીતા, નીતા, રેખાના પિતાજી. તુંબડીના મઠાબેન રતનશી, નાનબાઇ હરશી, કપાયાના હાંસબાઇ ઉમરશી, ડેપાના સાકરબેન શામજી, મો. આસંબીયા પુષ્પાબેન પ્રેમજી, ભાડીયાના હેમલતાબેન હેમચંદના ભાઇ. દેશલપુર (કંઠી)ના જેવુબાઇ પાસુ વેરશીના જમાઇ. સદ્ગતની ઇચ્છા અનુસાર પ્રાર્થના રાખેલ નથી. નિ. નરેન્દ્ર સાવલા, ૭૦૩, બી-અક્ષર એપાર્ટમેન્ટ નં.૨, ઇરાનીવાડી નં.૩, કાંદીવલી (વેસ્ટ), મુંબઇ નં. ૬૭.
ગોધરા હાલે ગાંધીધામના પુરબાઇ (પુષ્પાબેન) શામજી છેડા (ઉં. વ. ૮૬) તા. ૧૦-૨-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. હીમઇબાઇ/ભાણબાઇ વિશનજી છેડાના પુત્રવધુ. શામજીભાઇના પત્ની. દેવેન્દ્ર, હેમંત, આશા, ક્રિટાના માતા. ગોધરાના નેણબાઇ લખમશી આસુ ગાલાના પુત્રી. દામજી, ડુંગરશી, પાનબાઇ, ખેતબાઇ, મીઠીબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હેમંત છેડા, બાગેશ્રી ટાઉન શીપ ૬, બ્લોક નં. ૩૬, સર્વે નં. ૪૭૬/૧, એરપોર્ટ ક્રોસ રોડ, વરસામેડી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કોળીયાક નિવાસી હાલ ઘાટકોપર, ચંદ્રાબેન રસિકલાલ ઉકાલાલ શાહના સુપુત્ર ચિ. યશવંતભાઈ તા.૧૨-૨-૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ જ્યોતિબેનના પતિ. કેનીલ અને મેઘાના પિતા. હિરલ તથા મૌલીકકુમારના સસરા. ધનુભાઈ, સ્નેહલતાભાભી, જયાબેન નલિનકુમાર, દક્ષાબેન અરિંવદકુમાર, રેખાબેન ભરતકુમારના ભાઈ. કમળેજવાળા હરિલાલ મોતીચંદ મહેતાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૧૫-૨-૨૪ના ૧૦ થી ૧૨, ગ્રાન્ડ બેન્કવેટ (ગ્રાઉન્ડ ફ્લોર), આર.બી.કે.ઈન્ટરનેશનલ સ્કૂલ (કાણકીયા), ઘાટકોપર માનખુર્દ લીન્ક રોડ, છેડાનગર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker