જૈન મરણ
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
વલભીપુર નિવાસી, હાલ ઘાટકોપર, મુલજીભાઈ નાગરદાસ શાહના સુપુત્ર રમેશચંદ્ર શાહ (ઉં.વ. ૮૦) શુક્રવાર, તા. ૯-૨-૨૪ના અરિહંત શરણ પામેલ છે જે પુષ્પાબેનના ધર્મપતિ. સેજલ મનીષ શાહ, અમીષા વિપુલ સંઘવી, પિંકી કૈનેશ શાહ, નિજેશના પિતાશ્રી. શ્રુતિ નિજેશ શાહના સસરા. રજનીભાઈ, ચંદ્રકાંતભાઈ, હર્ષદભાઈ, સુરેખાબેન દોશી, ભારતીબેન પારેખ, સંગીતાબેન શેઠના ભાઈ. જેમની પ્રાર્થના સભા ૧૩-૨-૨૪, મંગળવારના ૩થી ૪.૩૦. સ્થળ: બાલકન જી બારી, રાજાવાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે. લોકિક વ્યવહાર રાખેલ નથી.
શ્રી સુરત વી. ઓ.મૂ.પૂ. જૈન
ધરા જનક જવેરી, (ઉં.વ.૬૨) તે સ્વ. જનક હીરાચંદ જવેરીના પત્ની. સ્વ. અરુણાબેન હીરાચંદ જ્વેરીની પુત્રવધુ. સ્વ. કિશોરીબેન રોહિતભાઈ જવેરીની સુપુત્રી. જૈનમની માતા, ટ્વિંકલના સાસુ. ભરત-દર્શના, યોગેશ- હર્ષા, દીના-યોગેન શાહની ભાભી. તા. ૯-૨-૨૪ને શુક્રવાર દેવલોક પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગિયાળી નિવાસી, હાલ ઘાટકોપર, કલ્યાણજી વનમાળીદાસ પારેખના પુત્ર નવિનભાઇ (ઉં.વ.૭૯) શુક્રવાર તા. ૦૯-૦૨-૨૪ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ: રસીલાબેનના પતિ. તે વસંતભાઈ, ધીરુભાઈ, હર્ષદભાઈ, સુશીલાબેનના ભાઈ. સ્વ પુષ્પાબેનના દીયર. સ્વ જ્યોસ્તનાબેન તથા હર્ષિદાબેનના જેઠ તથા પ્રીતિ અમિતકુમાર, નિકિતા રાકેશકુમાર, પરિતા શ્રેણિકકુમારના પપ્પા. સાસરપક્ષે સુરેશભાઈ બાવચંદ સલોત. તેમની સાદડી તા: ૧૧-૨-૨૪ના બપોરે ૨થી ૫, સ્થળ: અ-૪, મુનિસુવ્રત દર્શન,નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ),મુંબઈ ૮૬.
વેરાવળ વિશા ઓશવાળ જૈન
ઈન્દુબાળાબેન (ઉં.વ. ૮૭) તે સ્વ. જવલબેન તથા સ્વ. રામચંદ ફુલચંદ શાહના સુપુત્રી તા. ૦૯-૦૨-૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ સ્વ.નગીનભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ.કિશોરભાઈ, હરીશભાઈ તથા કુંજબાળાના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગિયાળી નિવાસી, હાલ કાંદિવલી, સ્વ. શાંતિલાલ જીવરાજના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૮૭) તા. ૯-૨-૨૪, શુક્રવારના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ શરદ, જયેશ અને સંજય તથા જ્યોતિબેન દિનેશકુમાર શાહ (ઘોબાવાળા)ના માતૃશ્રી. કૌશલ્યા તથા જ્યોત્સના તથા સ્વ હર્ષાબેનના સાસુ. તે સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. ચીમનલાલભાઈ, સ્વ. પોપટલાલભાઈ, તથા સ્વ હિંમતભાઈના ભાભી. તેઓ પિયર પક્ષે ઠવીવાળા, સ્વ. દલીચંદ ખીમચંદ શાહના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: રૂમ નંબર ૩, ભાવસાર ભવન, ઈરાની વાડી રોડ, નંબર ૩, કાંદીવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી મહાદેવપુરીના જયેશ ખીમજી ગોસર (ઉં.વ. ૬૪) ૯-૨-૨૪ના માતુશ્રી રાણબાઇ ખીમજીના પુત્ર. મધુના પતિ. હેતલ, ચિરાગના પિતા. સ્વ. કેશવજી, પ્રવિણ, સ્વ. હરખચંદ, ચંચળ, સ્વ. દામજી, ગીરીશ, સ્વ. દીલીપ, હેમલતા, સુધાના ભાઇ. નાના રતડીયા માતુશ્રી. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. ચિરાગ ગોસર, ૭૧, ૩૦૨, ઓમ સાંઇ કૃપા, કાનસાઇ, અંબરનાથ (ઇ.)
સાભરાઇના માતુશ્રી કસ્તુરબેન વલ્લભજી ગોસર (ઉં.વ. ૭૬) તા. ૭-૨-૨૪ના અવસાન પામ્યા છે. કુંવરબાઈ નરશી શામજીના પુત્રવધુ. વલ્લભજીના ધર્મપત્ની. પરેશ, ડૉ. હીના, ભાવના, અલ્પનાના માતુશ્રી. સાભરાઈના લક્ષ્મીબેન ગોવિંદજી રવજી હરીયાના સુપુત્રી. નવિન, પ્રવિણ, નિતીન, મહેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : પરેશ વી. ગોસર : ૨૬/૨૫૦, આત્મારામ ભુવન, સ્ટેશન રોડ, વડાલા, મુંબઈ-૩૧.
વડાલાના પ્રેમજી શામજી શેઠીયા (ઉં.વ. ૮૩) તા. ૯-૨-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન શામજી શીવજીના પુત્ર. ચંચળબેનના પતિ. અમીત, રીટા, નિલેશના પિતા. દામજી, ઝવેરના ભાઇ. પ્રાગપુરના મણીબાઇ પોપટલાલ ખીમજી શ્રીપારના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અમીત શેઠીયા, સી-૨૦૨, આશાનગર, પી.કે.ક્રોસ રોડ, મુલુંડ (વેસ્ટ).
કાંડાગરાના મણીબેન રતનશી ગાલા (ઉં.વ.૯૦) તા. ૯-૨-૨૦૨૪ના મુંબઇમાં અવસાન પામેલ છે. રતનશી ઉમરશીના ધર્મપત્ની. દેવકાંબાઇ ઉમરશી નેણશીના પુત્રવધુ. કિશોર, રાજેન્દ્ર, કેતન, ચંદ્રકાંતના માતુશ્રી. આસંબિયાના જીવીબાઇ કલ્યાણજી નાનજીના પુત્રી. મુરજી, વાંઢના ઝવેરબેન રતનશીના બેન. પ્રા. જોગેશ્ર્વરી અચલગચ્છ જૈન સંઘ, ગુફા રોડ, જોગેશ્ર્વરી (ઇ) ૪થી ૫.૩૦.
બેરાજાના જવેરબેન જાદવજી મામણીયા (ઉં.વ.૯૧) તા. ૯-ર-૨૦૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. મા. હાંસબાઈ રવજી રાઘવજીના પુત્રવધુ. સ્વ.જાદવજીના ધર્મપત્ની. ભાગ્યવંતી, નલીના, સ્વ. રાજેશના માતુશ્રી. બેરાજાના કુંવરબાઈ મુરજી રણશી સાવલાની સુપુત્રી. (પ્રાર્થના રાખેલ નથી) એડ્રેસ : પ્રવીણ રતનશી ગાલા, ૯-સાંતાક્રુઝ મેન્શન ૩બી, બેસ્ટ ડેપો/ રેલ્વે સ્ટેશનની સામે, નેહરુ રોડ, સાંતાક્રુઝ (ઈ).
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
સાયલા નિવાસી હાલ બોરીવલી સ્વ. વિમળાબેન નરોત્તમભાઈ ખારાના પુત્ર પ્રદીપભાઈ ખારા (ઉં.વ. ૭૩) તે જ્યોતિબેનના પતિ. તે ચિરાગ, પૌલમીના પિતાશ્રી. તે હર્ષિના નાના. વ. વિરેન્દ્રભાઈ, પંકજભાઈ, સ્વ. ચેતનભાઈ, સ્વ. રેખાબેનના મોટાભાઈ. સ્વ. શાંતાબેન હરિલાલ શાહના જમાઈ. જીગર, કરીશ્માના સસરા તા. ૯-૨-૨૪, શુક્રવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
લીંબડી નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. કાંતાબેન રસિકલાલ ગાંધીના સુપુત્ર વિરેન્દ્રભાઈના ધર્મપત્ની અ.સૌ. વર્ષાબેન (ઉં.વ. ૭૩) તા. ૯-૨-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે વિક્રાંત, જિનેન્દ્ર, નમ્રતાના મમ્મી. તે તૃપ્તિ, સીમા, મિતેશકુમારના સાસુજી. તે અ.સૌ. નિરુપમા વિપુલભાઈ, જ્યોતિબેન સનતકુમાર, અ.સૌ. મયૂરીબેન મિલનભાઈના ભાભી. તે પિયરપક્ષે વિમળાબેન કિરચંદભાઈ પુરુષોત્તમદાસ સખીદાસના સુપુત્રી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
માંડવી હાલ ઘાટકોપરના નરેન્દ્રભાઇ પ્રાણલાલ મણિલાલ શાહ (ઉં. વ. ૭૯) તા. ૯-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. સ્વ.ચંપકબેન પ્રાણલાલ શાહના પુત્ર. વિમલ, વૈશાલી, ચૈતાલીના પિતા. ફાલ્ગુની, હનીશ સંઘવી, દિપેશ શાહના સસરા. સ્વ. પ્રફુલભાઇના ભાઇ. સ્વ. ગુણવંતીબેન મોહનલાલ શેઠના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૧-૨-૨૪ સવારે ૧૦થી ૧૧.૩૦. ઠે. સુમતિ ગુર્જર ભવન, સ્વસ્તિક પાર્ક, મંગલ આનંદ હોસ્પિટલ પાસે, ચેંબુર, મુંબઇ-૭૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગંજેળા નિવાસી હાલ મલાડ સ્વ. રીટાબેન તેમ જ સ્વ. ગુણવંતભાઇ છોટાલાલ વોરાની દીકરી કલ્પના (ઉં. વ. ૪૬) તા. ૮-૨-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે નિશા નિશીથકુમાર ખોખાણી તથા નીપા કિશોરકુમાર શાહ તથા નિરવના બેન. અને મિહીરના મમ્મી. તેમ જ સ્વ. અમૃતલાલ ભુદરદાસ શાહની દોહિત્રી. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.