મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂ. પૂ. જૈન
રામપુરા ભંકોડા નિવાસી, હાલ કાંદિવલી ભારતીબેન શાહ (ઉં. વ. ૭૦) તે સ્વ. અનિલકુમાર બાબુલાલ શાહના ધર્મપત્ની સોમવાર, તા. ૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે યોગેશ, પિંકીના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. હર્ષના દાદી તથા સુરેખાબેન જીતુભાઈ, નીતા શશીકાંતભાઈ, સ્મિતા જગદીશભાઈ, દિલીપભાઈ, કલ્પનાબેન સતીષકુમાર, ઉષાબેન નિતીનકુમારના ભાભી તથા શાંતાબેન નારણદાસ ગાંધીની સુપુત્રી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. યોગેશ શાહ, ડી-૪, જયદુર્ગા ભવાની સોસાયટી, પ્લોટ નં. ૧૫૩, ગોરાઈ-૨, બોરીવલી (વે).
કચ્છ ગુર્જર જૈન
ગામ અંજારના ઘાટકોપરના માતુશ્રી ગં. સ્વ. રસીલાબેન વ્રજલાલ શાહના પુત્ર ચિ. રાજેશ (ઉં. વ. ૫૬) મંગળવાર, તા. ૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. ચિ. વંશ, લબધી, નિધિના પપ્પા. ધરવ, અશ્ર્વના સસરા. હેમંતના મોટાભાઈ. ગાંધીધામના ઉજ્જમબેન મનસુખલાલ શાહના જમાઈ. તેમની પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નુ. ત્રંબોના માતુશ્રી સુમાબેન માલશી વાલજી સત્રાના પુત્રવધૂ. નાંગલબેન (ઉં. વ. ૭૪) તા. ૬-૨-૨૪ના અવસાન પામેલ છે. ચાંપશીના ધર્મપત્ની. ભરત, તારા, રાજેશ, અરૂણાના માતુશ્રી. કાંતિ, મહેશ, હેમલતાના સાસુ. વંશી, સોમ્યના દાદી. રમા, અમૃત, કસ્તુરના જેઠાણી. નંદાસરના ધનીબેન માલશી બોરીચાના દીકરી. પ્રાર્થના તા. ૮-૨-૨૪ ગુરુવાર, પ્રા. સમય: ૩ થી ૪.૩૦. જાપ ૪.૩૦ થી ૫. પ્રા. સ્થળ: વર્ધમાન સ્થા. તળાવપાળી, થાણા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના અ.સૌ. પલ્લવી દિનેશ મોણશી દેઢીયા (ઉં.વ. ૫૯) તા. ૬-૨-૨૪ના અવસાન પામેલ છે. તેજબાઇ મોણશીના પુત્રવધૂ. દિનેશના પત્ની. અનિષ, બિનેષના માતુશ્રી. પ્રભાબેન/લતાબેન નેમચંદ જીવરાજના પુત્રી. લીના, પુનમ, મીના, હરેશ, રાજેશ, કૌશલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિનેશ મોણશી દેઢીયા, ૧૦૧, અર્જુન એપાર્ટમેન્ટ, રોડ નંબર-૯, સાંડુ ગાર્ડનની બાજુમાં, ચેમ્બુર, મું. ૭૧.
કોડાયના રજનીકાંત નેમીદાસ નેન્સી (લાલન) (ઉં.વ. ૮૫) તા. ૫-૨-૨૪નાં અવસાન પામ્યા છે. પાનબાઈ નેમીદાસ મોરારજીના સુપુત્ર. સ્વ. લતાબેનના પતિ. હીના અમીન, હીનેશ, હેમાંગના પિતાશ્રી. રાયચંદ નેન્સી, ચંચલબેન ચૌધરી (લંડન)ના ભાઈ. સમાઘોઘાના વેલબાઈ નાગશી સાવલાના જમાઈ. ઠે. રજનીકાંત નેન્સી, હેમકુલ્પ, પ્લોટ નં. ૭૨, લેન સી, સેક્ટર-૮, વાશી, નવી મુંબઇ. પ્રાર્થના: શ્રી ગુજરાતી સમાજ, ગુજરાત ભવન પ્લોટ નં. ૬૧૪/બી, સેક્ટર ૧૫, વાશી, નવી મુંબઈ. તા. ૮-૨-૨૪ને દિવસે સમય: સાંજે ૪ થી ૬.
મોટા લાયજાના માતુશ્રી ગુણવંતીબેન કલ્યાણજી ગડા (ઉં.વ. ૮૭) તા. ૫-૨-૨૪ના અરિહંત શરણ પામેલ છે. વેલબાઇ પાસુભાઈના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. સુરેશ, વસંત, ચંદન, ભરત, બિપીનના માતુશ્રી. મેરાઉના મેઘબાઇ તેજશી હરગણના સુપુત્રી. પોપટલાલ, વિસનજી, દામજી, દેવશી, ગાંગજી, નવીન, હાંસબાઇ, વિમળાના બેન. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) બપોરે ૩.૩૦ થી ૫.૦૦. નિ.: ભરત ગડા, ૫૦૩/એ, ગાર્ડન એસ્ટેટ, ખોપટ, પોખરણ રોડ નં. ૧ થાણા (વે).
દુર્ગાપુર (નવાવાસ)ના માતુશ્રી સાકરબેન કાનજી વિસરીઆ (ઉં.વ. ૯૨) તા. ૫/૨/૨૪ના અરીહંત શરણ થયા છે. માતુશ્રી રતનબેન લાલજી મોનજીના પુત્રવધૂ. સ્વ. કાનજીના ધર્મપત્ની. અનીલા, કુસુમ, નરેન્દ્ર, પંકજ, આશાના માતુશ્રી. માતુશ્રી જમનાબાઈ હીરજી લીલાના સુપુત્રી. આણંદજી, હેમચંદ, નિર્મળા પોપટલાલ, રાયણના પાનબાઈ ઉમરશીના બેન. પ્રા. તા. ૮-૨-૨૪, સ. ૪ થી ૫:૩૦. ઠે. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંધ સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર વે. મુ.૨૮. નિ. ૫ંકજ વિસરીયા બી/૫૦૧, હિરા ભવન, (લા-ઓસ્ટર), સીઝર રોડ, અંબોલી, અંધેરી (વે).
ભુજપુર હાલે ભુજના માતુશ્રી શાંતાબેન માવજી છેડા (ઉં.વ. ૯૪) તા. ૫-૨-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી સુંદરબેન ભાણજીના પુત્રવધૂ. સ્વ. માવજીભાઈના ધર્મપત્ની. નવિનના માતુશ્રી. વિશનજીભાઈ, નટવરભાઈના બહેન. પ્રાર્થના રાખેલ નથી. (દેહદાન કરેલ છે.) નિ. નવિન છેડા, રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ, ફલેટ નં.૨, એ વીંગ, ૧લે માળે, આઈયા નગર, ભૂજ-કચ્છ.
નાના રતડીયા હાલે સાંગલીના મણીબેન ખુશાલચંદ દેઢીયા (ઉં.વ. ૮૬) તા. ૭-૨-૨૪ના સાંગલી મધ્યે અવસાન પામેલ છે. ખુશાલચંદના પત્ની. નેણબાઇ દામજીના પુત્રવધૂ. કિશોર, પ્રતિભા, લીનાના માતુશ્રી. દેવપુરના પુરબાઇ નેણશીના સુપુત્રી. ધનજી, મંગલ, પ્રવિણ, રમીલા, ઉષા, ગુલાબના બેન. પ્રા.: પાટીદાર ભવન, સાંગલી. ટા.: સાંજે પ થી ૬. નિ.: ખુશાલચંદ દેઢિયા, ચંદ્રમણી, ઓવરશીયર કોલોની, સાંગલી.
દશાશ્રીમાળી જૈન
વડનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સુંદરલાલ અંબાલાલના ધર્મપત્ની હિંદબાળાબેન (ઉં.વ. ૮૫) ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શારદાબેન નવનીતલાલના ભાભી. હસમુખભાઇ, પ્રવિણભાઇ, રમીલાબેન, પુષ્પાબેનના કાકી. કલ્પેશભાઈ, બેલાબેન, પીનાબેન, નીતાબેનના માતુશ્રી. ઇરમા, સ્વ. સંજીવકુમાર, અતુલકુમાર, હિરેનકુમારના સાસુ. પિયરપક્ષ ચંદુલાલ કાળીદાસ શાહ (સુરત) ગમ્મતભાઇ, હંસાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કલ્પેશ સુંદરલાલ, ૪૦૩, રતનભુવન નંબર ૧, સંધાણી એસ્ટેટ, ગાર્ડન ગલ્લી, ઘાટકોપર વેસ્ટ.
પોરવાલ જૈન
ભંદર નિવાસી ડો. શ્રી સાગરમલ છોગમલ ચૌહાન (ઉં.વ. ૯૬) હાલ મુંબઇ તા. ૭.૨.૨૦૨૪ ના મુંબઈ મુકામે સ્વર્ગવાસી થયા છે. તેઓ સરલાબેનના પતિ, સ્વ. ફુલીબેન, સ્વ. શાંતાબેન, સ્વ. ગેરીબેન, સ્વ.દેવીબેન, ચંદનમલ અને હીરીબેનનાં ભાઇ, ચંદન ચંદનમલ જૈનના જેઠ, તેમના પુત્ર- પુત્રવધૂ વિનય-છાયા, અનિલ-િંબદુ, મનીષ-ઉપમા, પૌત્ર-પૌત્રી યશ,જય,રીયા, રીષી, વીર, મલ્લિકા, તેમના સાળા-સાળી રાજેન્દ્ર -વિભા પારેખ, ઉષા રતનચંદ જૈન, આરતી નિર્મલકુમાર જૈન, અભય -આભા પારેખ, શત્રુંજય ભાવપુજા તા. ૮.૨.૨૦૨૪ ના ૧૧ થી ૧. શ્રી બાબુ અમીચંદ જૈન દેરાસર, રીજ રોડ વાલકેશ્ર્વરમાં રાખવામાં આવી છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
બરવાળા (ઘેલાશા) નિવાસી હાલ દહિસર શાંતિલાલ પોપટલાલ શાહ (ઉં. વ. ૮૨) તે સ્વ. કીર્તિદાબેનના પતિ. તે નિકુંજ-નયના, ભૈરવી-જયેશ, મોન્ટુ-ચેતનાના પિતા. તે જીનલ, હિનલ, હિરલ, મોનિલ, કરણ-પૂજાના દાદા. તે મણિલાલ પીતાંબર દોશીના જમાઈ. તે ગુણવંતીબેન અનિલકાંત શાહ, શશીકાંતભાઈ, અનંતરાય, સ્વ. કૈલાસબેન બિપીનચંદ્ર શાહના ભાઈ સોમવાર, તા. ૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. મોન્ટુ શાંતિલાલ શાહ, સી-૫૦૨, બ્લૂ બેલ સી.એચ.એસ.લી., સી.એસ. રોડ, આનંદ નગર, દહિસર (ઈસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જૂનાગઢ નિવાસી, હાલ માટુંગા સ્વ. શાંતાબેન શાંતિલાલ શાહ (દોશી)ના સુપુત્ર મુકેશભાઈ (ઉં. વ. ૭૦) તા. ૬-૨-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. તે કિરીટભાઈ, સ્વ. સરોજબેન, સ્વ. ચારુબેન, સ્વ. ગીતાબેનના ભાઈ. તે રક્ષાબેનના દિયર. તે તન્વી-આશિષ, સૃષ્ટિ-રાહુલના પિતા. તે સ્વ. કાંતાબેન છબીલદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
ઝોબાળા નિવાસી, હાલ બોરીવલી સ્વ. શાંતાબેન હરગોવિંદદાસ સંઘવીના પુત્ર નિરંજનભાઈ (ઉં. વ. ૭૯) તે જ્યોત્સનાબેનના પતિ. સ્વ. જીજ્ઞાબેન કંદર્પકુમાર શાહના પિતા. તે સ્વ. દિનેશભાઈ, જયસુખભાઈ, વીરબાળાબેન રસિકલાલ શાહ, જ્યોત્સનાબેન પ્રવિણચંદ્ર સલોતના ભાઈ. તે ચંદુલાલ છોટાલાલ શાહ (નાથા ભવન)ના જમાઈ. તે ઋષિલના નાના તા. ૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ
રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button