જૈન મરણ
મોટી પાનેલી નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૫) તે શીવકુંવરબેન પોપટલાલ શાહના પુત્ર. અ. સૌ. સ્વ. કુમુદબેનના પતિ. અમીતાબેન બકુલભાઇ શેઠ, રૂપલબેન ચંદ્રેશભાઇ પાડલીયા તથા કેતનાબેન હિતેશભાઇ દોશી તથા સ્વ. આશિષભાઇના પિતાશ્રી. સ્વ. રમણીકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. જયાબેન, સ્વ. શાંતાબેન, ગં. સ્વ. ગુલાબબેન તથા ગં. સ્વ. નિર્મળાબેનના ભાઇ. ભૂપેન્દ્રભાઇ કાનદાસ પારેખ, સ્વ. ગુલાબબેન, સ્વ. ઇન્દુબેન, ગં. સ્વ. જયોત્સનાબેનના બનેવી. તથા પ્રકાશ, જય, અ. સૌ. નિધી સાગર ગાંધી તથા અ. સૌ. ભુમિકા મિત્તલ શેઠના નાનાજી તા. ૪-૨-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ત્રંબોના સ્વ. રામજી મોમાયા ગાલા (ઉં. વ. ૮૧) અવસાન પામેલ છે. સ્વ. માનુબેનના પુત્ર. ખેતબાઇના પતિ. સ્વ. (પ્રવિણ, હિતેશ, હેમલતા), કુંવરજી, મહેન્દ્ર, ભારતીના પિતા. કસ્તુર, ભારતી, નિર્મળા, વનિતા, સ્વ. નીતીનના સસરા. વૃષાંક, હિરેન, સૂરજ, અંકેશ, રિકેન, કાજલ, હેમાંશી, ધુતિક્ષા, સ્નેહલ, લેરીશાના દાદા. ત્રંબોના સ્વ. મીઠીબેન કાનજી શાહના જમાઇ. પ્રાર્થના તા. ૭-૨-૨૪ના બુધવાર ૧૦થી ૧૧.૩૦. ઠે. ટીપ ટોપ પ્લાઝા, ૧લે માળે, થાણા (વે).
વાગડ વિ. ઓ. જૈન
સુવઇના સ્વ. નરશી હીરજી સાવલાના ધર્મપત્ની કંકુબેન (ઉં. વ. ૮૪) અવસાન પામેલ છે. પ્રવીણ, કાંતિ, જયંતિ, સ્વ. કમલા, પુષ્પાના માતુશ્રી. પુષ્પા, સવિતા, વનિતા, કુંવરજી, જયંતીના સાસુ. કરન (ઋષભ), રોનક, યશ, ડો. હેત, કૃતિકા, કિંજલ, પ્રેક્ષાના દાદી. મિરા, વૃતિ, કશ્ર્વી, રાહુલ, પરિન, મયુરના દાદી સાસુ. સ્વ. દિવાળીબેન ઉગમશી મોમાયા નીસરના દીકરી. પ્રાર્થના બુધવાર, તા. ૭-૨-૨૪ના ૩થી ૪.૩૦. ઠે. મેવાડ ભવન, સોનાવાલા રોડ, ગોરેગામ (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. જમણાબેન કરશન છેડા (ઉં. વ.૮૮) સોમવાર, તા. ૫-૨-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન દેવરાજ છેડા, લાલજી, કુંવરજી, અરવિંદ, પ્રવિણ, ડાઇબેન, પાર્વતીબેનના માતુશ્રી. સ્વ. મણી, કસ્તુર, કંચન, દમુ, જીવરાજ, ભગવાનજીના સાસુ. નિતીન, સંદીપ, મોનીલ, ધવલ, નેવિલ, પ્રેમ, ભૂમિ, નિધીના દાદી. મીનલ, નીતા, ડો. ધ્રુતી, ડો. ભૂમિ, નિધિના દાદીસાસુ. ધાણીથરના સ્વ. પુરાબેન દેવરાજ રણમલ ગડાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૭ ફેબ્રુઆરી, ૨૪ બુધવાર ૧૦.૩૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા (સ્વામીના) ઘાટકોપર ન્યૂયોર્ક નિવાસી કિશોર તે સ્વ. લીલાવંતી અને સ્વ. જયંતીલાલ મોહનલાલ ગોસલીઆના સુપુત્ર. સ્વ. વર્ષાના પતિ. જીનેશ, કાજલ શાહ અને બિરેનના પિતાશ્રી. શીતલ, રવિ શાહ તથા જીજ્ઞાના સસરા. રોહન, રિષભ, નિધીના દાદાજી. તોરી નિવાસી હાલ સાયન/માટુંગા, સ્વ. જડાવબેન તથા સ્વ. તારાચંદ હરખચંદ શેઠના જમાઇ અમેરિકા મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અમેરિકા ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
ધાંધલપુર નિવાસી માટુંગાવાળા હાલ બોરીવલી સ્વ. નિર્મલાબેન અમીચંદ શાહ (તુરખિયા)ના પુત્ર રમેશચંદ્ર (ઉં. વ. ૮૩) તે જ્યોતિબેનના પતિ. રાજેશ્રી રાજેશકુમાર શાહ, હિના નીતીનકુમાર દોઢીવાળા, શ્ર્વેતા (નાનકી) રાજેશકુમાર રૂપાણીના પિતા. બરવાળા ઘેલાશા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સરલાબેન (સવિતાબેન) હરગોવિંદદાસ ડેલીવાલાના જમાઈ. નરેન્દ્રભાઈ, સ્વ. આઝાદભાઈ, સ્વ. સતિષભાઈ, સ્વ. કીર્તિભાઇના બનેવી. હર્ષી, મીત તથા કેયાના નાના. ૫/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ગામ ધાગ્ંરઘ્રા (જીવા) નિવાસી હાલ વસઈ રોડ, સ્વ. હીરાલાલ મગનલાલ શાહના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈ શાહના ધર્મપત્ની ચારૂબેન શાહ, (ઉં. વ. ૭૧) તે નીરવ શાહ તથા કૃપા રાજેશ જસાણીના માતુશ્રી. તે કામીની શાહના સાસુ. આયુષીના દાદી. તે પિયરપક્ષે સ્વ. જેરામભાઈ દુધાભાઈ પટેલના સુપુત્રી. તે અરૂણભાઈ, કિશોરભાઈ, શીલાબેન, ગીતાબેનના નાનાબેન, તા. ૦૪-૦૨-૨૦૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
હાલાપુરના મંજુલા નવિન ગડા (ઉં. વ. ૬૬) તા. ૫-૨-૨૪ના અવસાન પામેલ છે. નવિનના ધર્મપત્ની. કેસરબેન ગાંગજીના પુત્રવધૂ. ભાવેશના માતુશ્રી. ખેતબાઇ વેલજી દેવજીના સુપુત્રી. પ્રેમજી, ભાછુલાલ, હરખચંદ, ઝવેર, ભારતીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું: નવિન ગડા, ૦૦૧/એચ, બ્રીઝા, એન્કરપાર્ક, નાલાસોપારા (ઇસ્ટ). ૪૦૧૨૦૯.
બિદડા (ઓ.ફ.)ના અરવિંદ કલ્યાણજી શાહ (ફુરીયા) (ઉં. વ. ૭૦) તા. ૪-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. સોનબાઈ કલ્યાણજી (વેલજી) હીરજીના પુત્ર. રજનીના પતિ. ભાવેશ, પ્રિતેશ, મિત્તલના પિતા. રમણીક, કસ્તુરના ભાઈ. મુંબઈના લક્ષ્મી ગંગારામ જયરામના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં, ફોન આવકાર્ય. નિ. રજની ફુરીયા, રૂમ નં. ૫૯૨, મહાત્મા ફુલે નગર ચાલ, બામનવાડા, સીપીડબ્લ્યુડી ઓફિસની સામે વિલેપાર્લે (ઈસ્ટ) ૪૦૦૦૯૯.
પત્રી હાલ નાલાસોપારાના ચુનીલાલ તલકશી ધરોડ (ઉં. વ. ૭૮) તા. ૪-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. તારાબેન તલકશી જેઠાના પુત્ર. સ્વ. ગુલાબચંદ, સ્વ. પ્રવિણ, અશ્ર્વિન, ગુણવંતી, નિર્મળા, લતા, સુરેખા, ચંદ્રીકાના ભાઇ. રતાડીયા ગણેશ જેતબાઇ કચુભાઇના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. અલ્કા ધરોડ, બ્રીઝા, જી/૧૦૨, એંકર પાર્ક, આચોલે તળાવ, નાલાસોપારા (ઇ.) ૪૦૧૨૦૯.
કુંદરોડીના પ્રવિણચંદ્ર વેલજી છેડા (ઉં. વ. ૮૦) તા. ૫-૨-૨૪ના અવસાન પામેલ છે. જીવાબાઇ વેલજી પાસુના પુત્ર. જયવંતીના પતિ. દીપક, અનીલ, છાયાના પિતા. ભાણજી, ગુંદાલાના મણીબાઇ લખમશી પાસુ રાંભીયા, સાકરબાઇ નાનજી શામજી ભેદા (સાધનાબાઇ મહાસતીજી) રતાડીયાના ઝવેરબેન ડાહ્યાલાલ મેઘજી કોરાણી, કુંદરોડી હેમલતા મેઘજી લધુ વિસરીયાના ભાઇ. કપાયાના રતનબેન દામજી ભાણજી ભેદાના જમાઇ. પ્રાર્થના : સ્થાનકવાસી (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી (વે.) ટા. ૩ થી ૪.૩૦. નિવાસ : દીપક છેડા, બી/૫૧, બદ્રીનાથ એપાર્ટમેન્ટ, સોની વાડી, શીંપોલી રોડ, બોરીવલી (વે.), મુંબઇ-૯૨.
લાકડીયાના ખીમઈબેન કાનજી નંદુ (ઉં. વ. ૯૦) શનિવાર, તા. ૦૩-૦૨-૨૦૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન/ભમીબેન કરસન વિશા નંદુના પુત્રવધૂ. કાનજીભાઈના પત્ની. સ્વ. પ્રવિણ, લખમશીના માતુશ્રી. સ્વ. પુનઇબેન લાલજી રાજાભાઈ ગડાના દીકરી. સ્વ. બાબુલાલ, નવલના બેન. પ્રાર્થના સભા: બુધવાર, તા. ૦૭-૦૨- ૨૦૨૪ પ્રા.ટા.: સવારે ૧૦ થી ૧૧.૩૦. પ્રા.સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઇ.). પ્રાર્થના બાદ બરવિધી રાખેલ છે. ઠે. જીમીત નંદુ, ૮૦૨, હરેશ નિવાસ, જૂના માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વે.)-૪૦૦૦૮૬.
ભીસરા હાલે નવાવાસના દેવકાબેન દેવરાજ નાગડા (ઉં. વ. ૯૧) બિદડા માતૃ વંદના મુકામે તા. ૫-૨-૨૪ના અવસાન પામેલ છે. ભીસરાના દેવરાજ કરમશી નાગડાના ધર્મપત્ની. નવાવાસના હાંસબાઇ વેલજી ઘેલાભાઈના પુત્રી. દામજી, દેવચંદ, ચંપાબેન, ભુપેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભૂપેન્દ્ર વેલજી ગડા. ૭, કમલ કુંજ, ઝવેર રોડ, મુલુંડ (વે) ૮૦.
નાની તુંબડી હાલે દેવપુરના કેશવજી ટોકરશી છાડવા (ઉં. વ. ૯૦) તા. ૫-૨-૨૪ના કચ્છમાં અવસાન પામેલ છે. ગંગાબેન ટોકરશી માડણના પુત્ર. જવેરબેનના પતિ. તરૂણાના પિતા. શામજી, લાલજી જીવરાજ, લખમશી, રામાણીયાના જવેરબેન વિરજી, પુનડીના કેસરબેન, રતાડીયા (ગણેશ)ના સાકરબેન વિશનજીના ભાઇ. દેવપુરના રતનબાઇ રવજી ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : જવેરબેન કેશવજી, ગામ : કચ્છ : દેવપુર (ગઢ) હનુમાન ફળીયો, તા. માંડવી. પીન-૩૭૦૪૪૫.
ભુજપુરના ભુવાશ્રી વલ્લભજી ધરમશી દેઢિયા (ઉં. વ. ૭૭) તા. ૪-૨-૨૦૨૪ ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી લધીબાઈ ધરમશી સૂરાના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. પિયુષ, મદનના પિતાશ્રી. ખીમજીભાઈ (બાબુભાઈ), કાંડાગરાના લક્ષ્મીબેન લખમશી કાનજી ગાલા, મોટી ખાખરના સાકરબેન ચુનીલાલ પ્રેમજી કેનીયા, બિદડાના દેવકાબેન ખેતશી વિજપાર પોલડીયા, કોડાયના શાંતાબેન નેમચંદ હંસરાજ સાવલાના ભાઈ. લુણીના માતુશ્રી મકાંબાઈ કરમશી દેવજી છેડાના જમાઈ. પ્રાર્થના : તા. ૭.૨.૨૦૨૪, બુધવાર (સમય ૪ થી ૫.૩૦). હાલારી વાડી, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર-ઈસ્ટ, મુંબઈ-૧૪. વેલે પાર્કિંગની સુવિધા છે. નિવાસ : શ્રીમતી લક્ષ્મીબેન વલ્લભજી દેઢિયા : ફ્લેટ નં. ૨૩૦૫, ટાવર-૨, આઈલેન્ડ સીટી સેન્ટર, સ્પ્રીંગ મિલ કંપાઉન્ડ, જી.ડી.આંબેકર રોડ, દાદર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૪.
કપાયાના ભવાનજી ઉમરશી ગોગરી (ઉં. વ. ૬૭) ૫-૨-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ ઉમરશીના પુત્ર. લક્ષ્મીના પતિ. રીકેશ, ભારતીના પિતા. સ્વ. સુંદર, સ્વ. મઠા, સ્વ. લક્ષ્મીના ભાઇ. લાખાપુરના માતુશ્રી સોનબાઇ માલશી ચના મારૂના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મી ગોગરી, ૯૪૯, ગેટ નં. ૫, બી.એમ.સી. કોલોની, માલવણી, મલાડ (વેસ્ટ).
રાયણના પાનબાઇ જેઠાલાલ ભાણજીના જમાઇ શ્રી બલદેવદાસ વૈરાગી તે રાજસ્થાનના ગામ નરદાસ કા ગુડાના શ્રી પ્રતાપીબેન હરીરામદાસ વૈરાગીના સુપુત્ર તા. ૧૦-૦૧-૨૦૨૪ના અવસાન પામેલ છે. (ઉં. વ. ૭૨) તે પ્રફુલાના પતિ. વીકી સ્વીટીના પિતાશ્રી. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : બલદેવદાસ વૈરાગી, ૨/૫, યાદવ ચાલ, રૂમ નં. ૪, નિયર પ્લાનેટ ઇન્ડસ્ટ્રી, સુભાષ રોડ, વિલેપાર્લા (ઇસ્ટ) ૪૦૦૦૫૭.
પેથાપર/સામખીયારીના જમણાબેન છેડા (ઉં. વ. ૮૮) તા. ૫ ફેબ્રુ.ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન દેવરાજ આણદા છેડાના પુત્રવધુ. સ્વ. કરસનના ધર્મપત્ની. ઘાણીથર સ્વ. પુરાબેન દેવરાજ રણમલ ગડાના દિકરી. લાલજી, કુંવરજી, અરવિંદ, પ્રવિણ, ડાઇ, પાર્વતીના માતુશ્રી. વેલજી, પાલણ, અમરશી, રાજીબેન, ચાંપુબેન, દેવઇબેનના બહેન. ટા. ૧૦.૩૦ થી ૧૨, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (વે.) નવકાર જાપ : ૧૨ થી ૧૨.૩૦. નિ. લાલજી છેડા, ૩૦૩-૩૦૪, માર્બલ આર્ક, યશવંત તાવડે રોડ, દહીંસર (ઇ.).
તલવાણાના કલ્યાણજી પુનશી દેઢિયા (ઉં. વ. ૮૨) તા. ૫-૨-૨૦૨૪ ના અવસાન પામ્યા છે. માતુશ્રી દેવકાબેન/ભાણબાઈ પુનશી આશારીયાના સુપુત્ર. વિમળાબેનના પતિ. અજય, સીમાના પિતાશ્રી. લક્ષ્મીચંદ, નરેન્દ્ર, મનસુખ, જીતેન્દ્ર, જવેરબેન, મોટા આસંબીયાના લક્ષ્મીબેન ડુંગરશી વેલજી, પુનડીના વિમળાબેન શાંતિલાલ કુંવરજી, સવિતા ડુંગરશી હીરજીના ભાઈ. નવાવાસના મણીબેન પદમશી કુંવરજી મોતાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્યાણજી પુનશી દેઢિયા : ૧/૧, સ્વીટ હોમ, શિવાજી પાર્ક રોડ નં.૫, કાફે ટ્રોફીમાની સામે, માહિમ,૧૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નવાગામ (બડેલી) નિવાસી હાલ મલાડ સ્વ. નાનાલાલ ચત્રભુજ વોરાના સુપુત્ર ચિ. ડાયાલાલ (ઉં. વ. ૭૫) તા. ૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. કિરણ, નિમેષ, અમીષના પિતાશ્રી. ગુણીબેન તલકચંદ મહેતા તથા રસીલાબેન ભોગીલાલ શાહ તથા સ્વ. હર્ષદભાઇના ભાઇ. સ્વ. ધરમશી નરસીદાસ સંઘવી રતનપુર (ગાયકવાડી)ના ભાણેજ. સ્વ. બાબુલાલ માણેકચંદ દોશી (સાવરકુંડલાવાળા)ના જમાઇ. (ચક્ષુદાન કરેલ છે.) સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.