મરણ નોંધ

જૈન મરણ

કાળધર્મ પામેલ છે
શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયનાં વર્તમાન આચાર્ય ભોળીયા ભગવાન બા.બ્ર. પૂ. ભાઇચંદ્રજી મ.સા. કાળધર્મ પામેલ છે. ગામ : લુણી, તા. મુંદ્રા, સંસારી નામ : ધનજીભાઇ, માતા: ખીમઇબાઇ રાજપાર દેઢીયા, પિતા: રાજપાર હેમરાજ દેઢીયા, ગુરૂ : પૂ. કુશલચંદ્રજી મ.સા, સ્વર્ગ ગમન : ૨૦૮૦, તા. ૦૨-૦૨-૨૪. શ્રી વિનયેન્દુ સંઘ ચારકોપ-કાંદીવલી મધ્યે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગેલડાના પુષ્પાબેન કાંતિલાલ વોરા (ઉં. વ. ૭૧) તા. ૨/૨ના અવસાન પામેલ છે. કુંવરબેન ઉમરસીના પુત્રવધૂ. કાંતિલાલના પત્ની. નીરવ, પૂર્વીના માતૃશ્રી. પત્રીના મોંઘીબાઈ શામજી કચુ ગોગરીના પુત્રી. બાબુ, મગન, મણીલાલ, લક્ષ્મીચંદ, રૂક્ષ્મણી, હંસા, વિમળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીરવ વોરા, સી/૪૦૪, ક્રેમલીન સોસાયટી, જયરાજ નગર, બોરીવલી (વે) મું- ૯૨.
છસરાના ઉષા ગાલા (ઉં. વ. ૭૫) ૨-૨-૨૦૨૪ના દેહ પરીવર્તન પામેલ છે. મમ્મીબાઇ મુરજી ઘેલાભાઇ ગાલાના પુત્રવધૂ. સુભાષના ધર્મપત્ની. જસ્મીન, મેહુલના માતુશ્રી. ગજોડના હેમકુંવરબેન કેશવજી મોણશીના સુપુત્રી. ચંદ્રેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મેહુલ સુભાષ ગાલા, ૫, લીલા કોટેજ, ૮ બેસન્ટ સ્ટ્રીટ, સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૪.
દેશલપુર (કંઠી) હાલે કાંદિવલીના જયાબેન (ઝવેર) હીરજી વીરા (ઉં. વ. ૮૫) તા. ૩૧/૧/૨૪ના મોક્ષધામી બન્યા છે. મમીબેન નરશી શીવજીના પુત્રવધુ. હિરજીના પત્ની. યોગેશ, નીતા, શૈલષના માતુશ્રી. કોડાય મણીબાઇ ચુનીલાલ દેવરાજની પુત્રી. રમણીક, અમૃત, નિર્મળાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિવાસ : શૈલેષ હીરજી વીરા, ૧૦૨ ભુમી આર્કેડ ટાવર, અશોક નગર, કાંદીવલી (ઇ.).
રામાણીયાના ભારતીબેન શાંતિલાલ મોરારજી રાંભીયા (ઉં. વ. ૭૨) તા. ૨-૨-૨૦૨૪ ના અવસાન પામેલ છે. સ્વ. મણીબેન મોરારજી દેવજીના પુત્રવધૂ. સ્વ. શાંતિલાલ મોરારજી દેવજીના ધર્મપત્ની. નિતેશ, ચિરાગના માતુશ્રી. પુનડીના પાનબાઇ (હિરબાઇ) ઠાકરશી વીરજી છેડાના પુત્રી. નવીન, નિતીનના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા.: ૨ થી ૩.૩૦.
નાગલપુરના મધુબેન ખીમજી દેઢીયા (ઉં. વ. ૫૮) તા. ૦૧-૦૨-૨૪ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. ઝવેરબેન ખીમજીની પુત્રી. રાહુલના માતુશ્રી. મૃગેશ, ગીરીશના બેન. પ્રાર્થના : સ્થાનકવાસી સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી (વે), મુંબઈ-૯૨. સમય: ૧.૦૦ થી ૨.૩૦.
ડેપાના લક્ષ્મીબેન પ્રેમજી મારૂ (ઉં. વ. ૮૫) તા.૧-૨-૨૪ ના અરિહંતશરણ પામ્યા છે. દેવકાબેન ડુંગરશી દેરાજના પુત્રવધૂ. પ્રેમજી ડુંગરશીના ધર્મપત્ની. કાંતિ, સુરેશ, અનિલ, રાજેશ અશોકના માતુશ્રી. રામાણીયા જખીબાઈ રામજી દેરાજના પુત્રી. ધનજી, પુનડી અમૃતબેન હિરજી, હિરબાઈ ભવાનજી, બિદડા ચંચળબેન ધારશી, દેશલપુર ઝવેરબેન ભવાનજીના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦.
હાલાપુરના પ્રફુલ ટોકરશી ગોસર (ઉં. વ. ૬૭) તા. ૨-૨-૨૪ના અવસાન પામેલ છે. તે સવિતાના પતિ. રિધ્ધીના પિતા. ધનબાઇ ટોકરશીના પુત્ર. મહેશ, નરેન્દ્ર, નયના, દક્ષાના ભાઇ. બેંગ્લોરના પાંડુરંગ શેટ્ટીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. (ત્વચાદાન કરેલ છે.) નિ. મહેશ ગોસર, એ-૨૦૨, શ્રી માઉલી પ્રસન્ના, રામનગર, ચિત્તરંજનદાસ રોડ, ડોંબીવલી (ઇસ્ટ).
જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા. જૈન
જામનગર નિવાસી હાલ વિરાર કિરણબેન મહેશભાઈ શાહ (ઉં. વ. ૭૪) તે ૨/૨/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મહેશભાઈ કિશોરભાઈ શાહના ધર્મપત્ની, અભિજીત તથા દેવાંગના માતુશ્રી, જોલીના સાસુ, સ્વ. કિરીટભાઈ, રાજેન્દ્રભાઇ, હેમંતભાઈ, તરલિકાબેન, પુનિતાબેનના બહેન, રીટાબેન, બીનાબેન, વિશાખાબેન, પ્રીતિબેન, ભાવનાબેન તથા બિપીનભાઈના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગાધકડા નિવાસી હાલ ભાયંદર સ્વ. મનસુખલાલ ઓતમચંદ મહેતાના ધર્મપત્ની, મધુબેન (ઉં. વ. ૭૮) તે ૨/૨/૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઈ, સ્વ. શરદભાઈના ભાભી. રૂપેશ, કેતન, અંકિત, સોનલ નીતીનકુમારના માતુશ્રી, હિના તથા ઉર્વીના સાસ. પિયરપક્ષે હરખચંદ કલ્યાણજી મહેતા જામકંડોરણાના દીકરી. તેમની માતૃવંદના ૪/૨/૨૪ ના રોજ ૧૦ થી ૧૨ કલાકે પાવનધામ મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી, હાલ કલકત્તા જયસુખલાલ માણેકચંદ શાહના ધર્મપત્ની અ. સૌ. ધીરજબેન જયસુખલાલ શાહ (ઉં. વ.૮૦) તા.૨/૨/૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે રેણુકાબેન ખાંતિલાલ, મીતાબેન હેમલભાઈ, રક્ષાબેન સુનિલભાઈ, જીજ્ઞાબેન મિતેશભાઈના માતુશ્રી. તે સ્વ. વનિતાભાભી ભોગીલાલભાઈ, સ્વ. મંગળાબેન દલીચંદભાઈ, વિમળાબેન પ્રતાપરાય, કાંતાબેન મગનલાલના ભાભી. તે હરેશભાઈ, હિતેશભાઈ, ભારતીબેન બિપિનભાઈ, હર્ષાબેન અજયભાઈ, બીનાબેન અરુણભાઈ તથા સંગીતાબેન નિલેશભાઈના કાકી. તે પિયરપક્ષે ભાદ્રોડ નિવાસી હાલ કાંદિવલી સ્વ. છોટાલાલ ખોડીદાસ દોશીના દિકરી. તેમની પ્રાર્થના સભા કલકત્તા મુકામે તા. ૦૫/૦૨/૨૪ ના સોમવારના સવારે ૯.૦૦ થી ૧૦.૦૦.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના સ્વ. સોનાબેન રાઘવજી વીશા સાવલાના સુપુત્ર સ્વ. રવજીના ધર્મપત્ની મિનાક્ષીબેન (મણીબેન) (ઉં. વ. ૭૩) તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. શિલ્પાના માતુશ્રી. ગિરીશ પ્રેમજી નંદુના સાસુ. વરૂણા, દેવાંશીના નાની. સ્વ. રતનશીના ભાઇના પત્ની. મનફરાના સ્વ. ચાંપુબેન પ્રેમજી વેરશી દેઢિયાના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૩/૧૧, જયલક્ષ્મી બિલ્ડિંગ, મહાત્મા ગાંધી રોડ, બેન્ક ઓઇ ઇન્ડિયાની સામે, ઘાટકોપર (વેસ્ટ) લૌકિક વ્યવહાર
બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉ હાલે ઘાટકોપરના સ્વ. રતીલાલ (ઉં. વ. ૭૦)તા. ૧-૨-૨૪ ગુરુવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વિશાબેન કરશન ફરિયાના પુત્ર. પદમાવતીના પતિ. મનિષ, ભારતી, મીના, તરલાના પિતાશ્રી. કુંવરજી, તારક, વિપુલ, ભાવનાના સસરા. હેત, જૈનમના દાદા. ખારોઇના સ્વ. સતીબેન ભચુ ગડાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૫-૨-૨૪ના ૧૦થી ૧૧-૩૦. ઠે. જીરાવલા દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ક્રાંકચ નિવાસી હાલ મુલુંડ સ્વ. બાબુલાલ હરજીવનદાસ દોશીના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૮૪) શુક્રવાર, તા. ૨-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મિતાબેન ચેતનકુમાર, જીજ્ઞાબેન નિલેશકુમાર, ડિમ્પલબેન મહાસુખરાયના માતુશ્રી. તે મનસુખભાઇ, ગંભીરભાઇ, જયસુખભાઇ, જશીબેન, લલિતાબેન, શારદાબેન, અનસુયાબેનના ભાભી. પિયર પક્ષે દેવગામ નિવાસી હાલ મુલુંડ હેમચંદભાઇ ડુંગરશી પુનાતરના દીકરી. હેતવી, અર્પીત, વિશાલ, ભવ્યા, પ્રિયાંશીના નાની. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. મહાસુખભાઇ- એ/૪, સુખશાંતિ એપાર્ટમેન્ટ, એસ. એન. રોડ, તાંબેનગર, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લિમડી નિવાસી હાલ મુલુંડ સ્વ. નરેન્દ્રભાઇ ધીરજલાલ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉં. વ. ૮૦) તે આશાબેન દિલીપભાઇ મહેતા, કવિતાબેન જયેશકુમાર શેઠ તથા ધર્મેશના માતુશ્રી. દિલીપભાઇ, જયેશભાઇ તથા કૃપાના સાસુ. મૂળી નિવાસી સ્વ. ચંપાબેન જયંતીલાલ કોઠારીના દિકરી. સ્વ. ભાનુબેન, સ્વ. ચારુબેન, સ્વ. ભારતીબેન તથા ગં. સ્વ. પુષ્પાબેનના ભાભી. બીપીનભાઇ, વિજયભાઇ, મયુરભાઇ, શોભાબેન દિનેશચંદ્ર નારીચણિયા અને નયનાબેન હરિશભાઇ લાખાણીના બહેન. તા. ૩-૨-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડીની પ્રથા બંધ રાખેલ છે. ઠે. એ/૩, ગ્રાઉન્ડ ફલોર, નેમ વિહાર, મુરાર રોડ, મુલુંડ (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button