મરણ નોંધ

જૈન મરણ

આગલોડ નિવાસી હાલ કાંદિવલી (પશ્ર્ચિમ) જીતેન્દ્રભાઈ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૮), સ્મિતાબેનના પતિ. તા. ૧/૨/૨૪ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. નીતિન, વિનીત, બીજલના પિતા. નેહલ અને જલકના સસરા. સ્વ-સુરેશભાઈ, સ્વ- પ્રવીણભાઈ, પ્રકાશભાઈ શાહના ભાઈ અને શાંતિલાલ કોઠારીના જમાઈ. હેત, નીશી, પુષ્ટી, સ્તવના દાદા. હિત, વૈરાગ ના નાના. સર્વે પક્ષીય પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨/૨/૨૪ ના ૩ થી ૫ રાખેલ છે.

કચ્છી ગુર્જર જૈન
ગામ મુંદ્રાના, હાલે અંધેરી માતૃશ્રી ચંચળબેન ધનજી સંઘવીના સુપુત્ર ચંદુલાલ ધનજી સંઘવી (ઉં.વ. ૯૪) તા. ૩૧-૧-૨૪, બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધનલક્ષ્મીબેનના પતિ. હિરેન, રિદ્ધિ રમણીક શેઠના પિતાશ્રી. હેતલના સસરા. મીતુલ, મીતાલીના દાદા. ગામ મુન્દ્રાના સ્વ. દેવચંદ ગોપાલજી વોરાના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પોરબંદર નિવાસી હાલ મુંબઇ બ્રીચકેન્ડી હીરાબેન શાહ (ઉં. વ. ૮૯) તે સ્વ. શશીકાન્તભાઇ વન્દ્રાવનદાસ શાહના ધર્મપત્ની. ધોરાજી નિવાસી સ્વ. ચુનીલાલ સવચંદ દોશીના સુપુત્રી. ડો. પંકજ શશીકાન્ત શાહ અને ડો. ટીના (પ્રતિમા) હિતેશ મહેતાના માતુશ્રી. તથા મીરા પંકજ શાહ અને ડો. હિતેશ મહેતાના સાસુ. તથા સ્વ. ડો. નવીનભાઇ તથા શ્રીકાંતભાઇના ભાભી. સોમવાર, તા. ૨૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૪-૨-૨૪ના ૧૦થી ૧૨. ઠે. મઢુલી, ડો. એ. બી. રોડ, વરલી સ્થાને રાખેલ છે.
મચ્છુકાંઠા વીસા શ્રીમાળી દિગંબર જૈન
વાંકાનેર નિવાસી હાલ ગ્રાન્ટ રોડ (કોંગ્રેસ હાઉસ) પ્રભાબેન રમણીકલાલ શેઠના પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૯)નું બુધવાર, તા. ૩૧-૧-૨૪ના અમેરિકા મુકામે દેહપરિવર્તન થયેલ છે. તે રંજનબેનના પતિ. અમિતા, પ્રીતિ, વિશાલ, બીનલના પિતા. રાજેન્દ્રભાઇ (બકુલભાઇ), દેવીબહેન રમેશભાઇ, વીણાબહેન હસમુખલાલ, યશોમતી તથા નયનાના ભાઇ. હિરેન, સૌરભ તથા રીમાના સસરા. કુસુમબહેનના જેઠ તેમ જ વાંકાનેર નિવાસી વ્રજલાલ કસળચંદ સંઘવીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કપાયાના જેઠાલાલ સંગોઇ (ઉં. વ. ૭૮) ૩૦/૧ના અવસાન પામેલ છે. મા. મણીબેન/ હિરબાઇ પ્રેમજી કાનજીના પુત્ર. રંજનના પતિ. પ્રિતી, મનીષ, જયેશના પિતા. કેશવજી સાકર શાંતિલાલ, મીના, મધુ, જયશ્રી જયંતના ભાઇ. ભોરારા ઉમરબાઇ લક્ષ્મીબેન રામજી મુરજી દેઢીયાના જમાઇ. પ્રા. શ્રી.વ.સ્થા. જૈ. શ્રા.સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.).
દેવપુરના અમૃતબેન ગોવિંદજી નીશર (ઉં. વ. ૭૩) તા. ૩૧/૧/૨૪ના અવસાન પામ્યા છે. ખીમઈબાઈ ખેરાજના પુત્રવધૂ. ગોવિંદજી (વેલજી)ના પત્ની. મહેશ, રાજેશ, અનીલા, છાયાના માતુશ્રી. ગઢશીશાના કંકુબાઈ ઠાકરશી ડુંગરશીના પુત્રી. રતનશી, વેલબાઈ ઉમરશી, હીરાવંતી રતનશી, દેવપુરના જવેરબેન જગદીશ, મો. રતાડીયાના ભાનુ વિશનજી, કોટડી-મ.ના નવલ જયંતિલાલના બેન. પ્રા. શ્રી ક.વી.ઓ.દે.મ.સં., શ્રી જીરાવલ્લા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર, ઘાટકોપર-ઈ. ટા. ૩ થી ૪.૩૦. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે.
નવાવાસના મુલચંદ મોતા (ઉં. વ. ૭૬) તા. ૩૧-૧-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન કુંવરજીના પુત્ર. જસુમતિના પતિ. હિતેન્દ્ર, હેતલના પિતા. હેમચંદ, સાકર, હેમલતા, મણીના ભાઇ. ભીંસરાના વેલબાઇ ભીમસી સંગોઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય નિ.: જસુમતિ મોતા, સી-૩૦૨, ગોવર્ધન કોમ્પલેક્ષ, ગુફારોડ, જોગેશ્ર્વરી (ઇ.).
લાયજાના લક્ષ્મીચંદ છેડા (ઉં. વ. ૭૯) તા. ૩૧-૧-૨૪ના અવસાન પામ્યા છે. કેસરબેન રામજીના સુપુત્ર. હેમલતાના પતિ. વર્ષા, જ્યોતિ, વિરલના પિતા. કાંતિલાલ, કુસુમ, વલ્લભજી, વિનોદના ભાઈ. બાડા હીરબાઇ વીરજી માલશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ગ્રા. ફ્લોર, દાદર ઇ. ટા.૪ થી ૫.૩૦, નિ. લક્ષ્મીચંદ છેડા, બાડાવાલા ચાલ, ડી.પી. વાડી, ઘોડપદેવ, મું. ૩૩.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ ભાયંદર જગદીશભાઈ શાંતિલાલ પાનાચંદ ગાંધીના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૬૫) તે ૨૮/૧/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે નેહા, રાહુલ, મિતેષના માતુશ્રી. મેહા, રીમા, મેહુલ વિનયચંદ્ર શાહના સાસુ. સાસરાપક્ષે સ્વ. જયંતીલાલ, છબીલભાઈ, સ્વ. પ્રવિણચંદ્ર ના ભત્રીજાવહુ. પિયરપક્ષે કિશોરભાઈ, સ્વ. કિરણભાઈ, ઉપેન્દ્રભાઈ ગોપાળજી હકમચંદ હકાણી, ગીતા વિક્રમકુમાર શાહ, હિના કિરીટકુમાર દોશીના બહેન. તેમની માતૃવંદના ૪/૨/૨૪ ના ૧૦ થી ૧૨. મુનીસુવ્રત જૈન દેરાસર હોલ, બાલાજી નગર, ભાયંદર વેસ્ટ.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ કાંદિવલી અશ્ર્વિનભાઇ હરગોવનદાસ શાહ (ભાભેરા) (ઉં. વ. ૮૮) તે ૩૧/૧/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. નીપાબેનના પિતા. સ્વ. હિમાંશુભાઈના સસરા. મિતાલીના નાના. સ્વ. જયંતીલાલ, હરગોવનદાસ, સ્વ. લીલાબેન, સ્વ. વસુબેન, સ્વ. પ્રેમિલાબેન, સ્વ. અરૂણાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુંભણ (મહુવા) નિવાસી હાલ મીરારોડ ગીતા શશીકાંત બાબુલાલ પારેખના પુત્ર દીક્ષિત (દક્ષ) (ઉં. વ. ૩૯) તે ૩૧/૧/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે હિરેન તથા હિતેન (પિન્ટુ) ના ભાઈ. ભાવિકાના પતિ. મોસાળપક્ષે રતિલાલ દિપચંદ સંઘવી પાલીતાણાના ભાણેજ. રેવા ભાવનગર નિવાસી ગીરીશભાઈ રમેશભાઈ કોળીના જમાઈ. દિવિતના પિતા. બંને પક્ષની સાદડી ૨/૨/૨૪ ના ૩ થી ૫. શ્રી વર્ધમાન સ્થા હોલ (સર્વોદય હોલ ) ડાયમંડ ટોકીઝ ની સામે, એલ ટી રોડ બોરીવલી વેસ્ટ.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ સાંતાક્રુઝ, સ્વ. સફરીબેન મોહનલાલ ગાંધીના પુત્રવધૂ. અ.સૌ.કોકિલાબેન (ઉં. વ. ૮૨) તે નવીનભાઈ ગાંધીના પત્ની. સ્વ. સંજયભાઈ, સંદીપભાઈ,અને સંગીતાબેનના માતુશ્રી. ફેનિલ-શૈલી, સિદ્ધાંત-ક્રિશાના દાદી-નાની. જાગૃતિ, વિભા અને જિતેનકુમાર દફીયાના સાસુ તા. ૩૧-૦૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા બંધ છે.
દશા શ્રીમાળી જૈન
રાજકોટ નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ.દિનેશભાઈ પ્રભુદાસ દોશીના ધર્મપત્ની જયશ્રીબેન (જ્યોત્સનાબેન) (ઉં. વ. ૬૯), તે જીગ્ના જીગ્નેશ મહેતા, જિનલ ગિરીશ સાદરાણી તથા જતીનના માતુશ્રી. સ્વ. નાથાલાલ લવજીભાઈ મહેતાના સુપુત્રી. તે સ્વ. ભરતભાઈ, પ્રદિપભાઈ, હંસાબેન તથા માયાબેનના બેન. તે સ્નેહલતાબેન ચંદુલાલ કામદાર, સ્વ. હિંમતભાઈ, સ્વ. રેણુકાબેન રમેશભાઈ શાહ તથા સ્વ. જ્યોત્સનાબેન કિશોરભાઈ ખીમાણીના ભાભી. તે હેતાલી, મનન, નયન તથા હર્ષના નાની તા. ૩૧-૦૧-૨૦૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey