મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ નવાગામ (છોટાપર)ના સ્વ. કુ.પૂજા ભૂપેન્દ્ર (મુન્ના) નાથા ગાલા- ઝાલાવાણી (ઉં.વ.૩૩) મુંબઈ મધ્યે તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. હીમાબેન નાથાની પરપૌત્રી. ધનજી નાથાની સુપૌત્રી. અ.સૌ. નીતાબેન ભુપેન્દ્રની સુપુત્રી, ખુશ્બુ છેડા, પ્રિયંકા દેઢિયા, વિનાયકના મોટાબેન. ગાગોદરના સ્વ. ગૌરીબેન ગેલાભાઈ ગડાની દોહિત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. સુધા કે સોસાયટી, નેપયન્સી રોડ, મુંબઈ.
ગામ લાકડિયાના સ્વ. દિવાળીબેન વેલજી કાચ્છી (ઉં.વ.૮૪) તા.૨૯-૧-૨૪ સોમવારે અવસાન પામેલ છે. તે સ્વ. માનુબેન કોરશીના પૌત્રવધૂ. સ્વ. જીવાબેન ભામરલની પુત્રવધૂ. સ્વ. વેલજીના ધર્મપત્ની. તે નેણશી, મંજુ, મુકેશ, હેમાના માતુશ્રી. નિર્મળા, ભાનુ, લખમશી હિરજી ગડા, ભચાઉના કાંતિલાલ કારીઆના સાસુ. લાકડિયાના પુજા ગોપાલ નિસરની દિકરી. પ્રાર્થના શુક્રવાર તા. ૨-૨-૨૪ના યોગીસભાગૃહ, દાદર- ઈસ્ટ,૧૦.૩૦ થી ૧૨.૦૦.
ગામ નૂ. ત્રંબૌના સ્વ. વિજય શામજી શાહ (ઉં.વ.૬૯) અવસાન પામેલ છે. ભચીબેન જેસંગના પૌત્ર, રમાબેન શામજીના સુપુત્ર. પાર્વતીબેનના પતિ. કાજલ, મયંક, ઉર્વીના પિતા. સ્વ. કેશર, મણી, કસ્તુર, સ્મિતા, પ્રભા, જવેર, ઉર્મીલા, અરૂણા, જયેશના ભાઈ. ગં. સ્વ. દિવાળીબેન જૂઠાલાલ કારીઆના જમાઈ. પ્રાર્થના ૧૦ થી ૧૧.૩૦ સ્થળ. ટીપ-ટોપ પ્લાઝા, એલ.બી.એસ માર્ગ, થાણા-વેસ્ટ.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી આકોલાવાળા મહેન્દ્રભાઈ બાપુલાલ ભેમાણી (ઉં. વ. ૭૧) તે સ્વ. કંચનબેન બાપુલાલ ભેમાણીના પુત્ર તે જ્યોતીબેનના પતિ. તે રીયાના પિતાશ્રી. તે સ્વ. બાબુલાલ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. વિમળાબેન સારાલાલ ભણસાલી, સ્વ. ઈન્દુબેન રસીકલાલ લાડુ તથા સ્વ. મંજુલાબેન જશવંતલાલ મણીયારના ભાઈ તથા સુલભા દિનકરભાઈ ખર્ચના જમાઈ ૩૦-૧-૨૪ના મંગળવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સરનામું: એ-૭, ઓમ સદન, સ્ટેટ બેંકની ઉપર, બીજે માળે, શીંપોલી સિગ્નલની બાજુમાં, એસ. વી. રોડ, બોરીવલી (વે.).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નુતન ત્રંબૌના વિજય શામજી શાહ (ઉં.વ. ૬૯) તા. ૩૦-૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રમાબેન શામજી જેસંગ શાહના સુપુત્ર. પાર્વતિના પતિ. કાજલ, ઉર્વિ, મયંકના પિતાશ્રી. જયેશ (સ્વ. કેસર, કસ્તુર, સ્મિતા), પ્રભા, જવેર, ઉર્મિલા, અરૂણાના ભાઇ. પ્રાર્થના: તા. ૧-૨-૨૪, ટીપટોપ પ્લાઝા, ૧લે માળે, સમય: સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ વાગે. થાણા (વેસ્ટ). નિ. જયેશ શામજી શાહ, ૧૫૦૩, ગીરીરાજ હાઇટસ, હરી નિવાસ સર્કલ, એલ.બી.એસ. માર્ગ, થાણા (વેસ્ટ).
ભુજપુરના શાંતાબેન પ્રાણજીવન શેઠિયા (ઉં.વ. ૭૬) ૩૦-૧ના અવસાન પામેલ છે. મા.વેલબાઈ રતનશી વલભજી શેઠિયાના પુત્રવધૂ. પ્રાણજીવનના પત્ની. હીના, ભાવીની, મેહલના માતુશ્રી. દેવકાબેન કાનજીના પુત્રી. જાદવજી, પત્રીના જ્યોતિ કમલ ભવાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતાબેન પ્રાણજીવન, બી/૧૩, અમર કુંજ, પેસ્તમસાગર રોડ નં. ર, ચેમ્બુર, મુંબઈ-૮૯.
સણોસરાના શ્રીમતી વિજયાબેન શાહ (નાગડા) (ઉં.વ. ૮૦) તા. ૩૦-૧-૨૪ના અવસાન પામેલ છે. કંકુબેન રવજીના પુત્રવધૂ. મુલજીના પત્ની. હિમાંશુ, વિભવ, વૈશાલીના માતા. દેવપુર મેઘબાઇ શામજી ગાલાના સુપુત્રી. ભવાનજી, સુરેન્દ્ર, ચંદ્રેશ, હમલા મંજલ મંજુલા ચંપક, નાના રતાડીયા ભાનુમતી નાનજી, હાલાપર મીના જયંતીના બેન. પ્રા. શ્રી કાલિદાસ બેન્કવેટ હોલ, મુલુંડ (વે). ટા. ૩.૩૦ થી પ. નિ. વિભવ શાહ, ૨૦૦૧ ત્રિદેવ ટાવર ૧, મુલુંડ (વે).
બાડાના માતુશ્રી ધનબાઈ રવજી સાવલા (ઉં.વ. ૭૫) તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. પાંચીબાઈ રામજીના પુત્રવધૂ. સ્વ. રવજીભાઈના પત્ની. સ્વ. પ્રેમલતા (રશ્મિ), ભારતી, દિપકના માતુશ્રી. બાડા રતનબેન વશનજી, ઉનડોઠ લક્ષ્મીબેન હંસરાજના સુપુત્રી. રામજી, નેમજી, ભુજપુર વાસંતી ચંદ્રકાંતના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા.૪ થી ૫.૩૦. નિવાસ: દિપક સાવલા. અષ્ટાપદ, બાલગૃહ રોડ, દેવલાલી, નાસિક-૪૨૨૪૦૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચુડા નિવાસી હાલ વિલેપારલે વિનયચંદ્ર બાબુલાલ શાહ (ઉં.વ. ૮૯), તે સ્વ. કુસુમબેનના પતિ. તે આનંદ, શિલ્પા, નીતાના પિતા. શીતલ, ડો. મનીષ તથા સંજયના સસરા. તે સ્વ. લતાબેન નવીનભાઈ અજમેરા, જીતુભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ તથા કનકભાઈના ભાઈ. તે મંજુલાબેન, સ્વ. સુરેશભાઈ, નવીનભાઈ, રેખાબેન, સુમતિભાઈ તથા વિક્રમભાઈના બનેવી. તે આશી, ડો. જય-મુક્તિ, વિધિ- દિશાંક, ડોલી-અમીત તથા રોહનના દાદા – નાના. તા. ૩૦/૧/૨૪ને મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાલીતાણા વાળા જૈન
સ્વ. જયસુખલાલ તલકચંદ વેજાણીના ધર્મપત્ની પ્રભાવતીબેન (ઉં.વ. ૮૪) તા. ૩૧/૧/૨૪ના બુધવારના કાંદીવલી અવસાન પામેલ છે, તેઓ ભાવના, પરેશ, ચેતનના મમ્મી તથા સંજય કુમાર, અલ્પાબેન, દીપિકાબેનના સાસુ. ધર્મિલ, વંદિત, વૃષ્ટિ, લક્ષના દાદી તથા નિહિર, અર્ચિતા, શ્રદ્ધા, સ્વ. ઈચ્છાબેન હિંમતલાલ કનાડિયા તથા મંજુલાબેન પ્રવીણચંદ્ર વોરાના ભાભી. પિયરપક્ષે પારેખ અમીચંદ ત્રિકમજી ઠાડચવાળા હાલ મુંબઈ-ભાવનગરની દીકરી. પ્રાર્થના સભા તા. ૨/૨/૨૪ના ૧૦ થી ૧૨. સ્થળ: સ્થાનકવાસી ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
હારીજ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન નટવરલાલ શાહના સુપુત્ર કિરીટકુમાર નટવરલાલ શાહ (ઉં.વ. ૭૭) તા. ૩૧/૧/૨૪, અરિહંતશરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. મેહુલ, મેઘના તથા રૂપેશના પિતાશ્રી. પ્રજ્ઞાના સસરા. સ્વ. કસ્તુરબેન મોહનલાલ શાહના જમાઈ. હેમલતાબેન કલ્યાણજીભાઈ દેઢિયાના વેવાઈ. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: એફ/૧૦, વિવેક સોસાયટી, સાંઈનાથ નગર, એલ.બી.એસ માર્ગ, ઘાટકોપર વેસ્ટ.
વિશા નીમા જૈન
ગોધરા નિવાસી હાલ મલાડ નવીનચંદ્ર નગીનદાસ ગાંધી (ઉં.વ. ૭૯) તે નગીનદાસ મગનલાલ ગાંધીના પુત્ર. રશ્મિબેનના પતિ. અમિત, મીતા, સોનલના પિતા. પ્રિતી, રાકેશ, બીકેનના સસરા. સાક્ષી, રોમીલ, ક્રિશા, પ્રિયાંશી અને ખુશીના દાદા ૩૦/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ બોરીવલી જયાબેન રણછોડદાસ પાનાચંદ વોરાના પુત્ર હરેશ (ઉં.વ. ૬૫) તે ૩૦/૧/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે જાગૃતિબેનના પતિ. અંકુર તથા ખુશીના પિતા. સૌમિલ રાજેન્દ્ર દોશીના સસરા. વીરેન્દ્ર, હસુબેન નવીનચંદ્ર કનાડીયા, સ્વ. ઉષાબેન ચંદ્રકાંત દોશી, લતાબેન દિપકકુમાર શાહના ભાઈ. સાસરાપક્ષે પાલીતાણાવાળા પૂનમચંદ ચુનીલાલ શેઠના જમાઈ. બ્લોક નં ૫, બિલ્ડીંગ નં. એ/૩, શંકર નિવાસ, પૈ નગર, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી ૧૦૮ ગોળનું જૈન
ગુણવંતીબેન બાબુલાલ ખોડીદાસ શાહ (ઉં.વ. ૭૫) તે મૂળવતન સાંગાણપૂર હાલ બોરીવલી રૂખીબેન ખોડીદાસ શાહના પુત્રવધૂ. હિમાંશુ, નિલેશ, અમિતા, નીપા, નેહાના માતુશ્રી. ચેતના, અલકા, જયેશકુમાર, ભાવિનકુમાર, જીગરકુમારના સાસુ. સ્વ. જયંતીભાઈ તથા મહેન્દ્રભાઈના ભાભી. પિયરપક્ષે દેવચંદભાઈ જેશીંગલાલ શાહ સાલડીના દીકરી ૩૧/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧/૨/૨૪ના ૯.૩૦ થી ૧૧.૩૦. વર્ધમાન સ્થા જૈન સંઘ (સર્વોદય હોલ ), ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ બોરીવલી, અ.સૌ. પ્રકાશિની શાહ (ઉં.વ. ૬૭), તા. ૩૦/૧/૨૪નાં મંગળવારે અક્ષરનિવાસી થયા છે. તે જયેશભાઈ ઘનશ્યામભાઈ શાહના ધર્મપત્ની તથા રિધ્ધી વાસુ મહેશ્ર્વરી તથા યોગેશ જયેશભાઈ શાહના માતુશ્રી. ગં.સ્વ. વસંતબેન ધીરજલાલ અમુલખ શાહના પુત્રી. વેદાંતના નાની. પંકજભાઈ, કિરણભાઈ, ભારતીબેન રમેશભાઈ, અનિલાબેન ધીરજલાલ, રાજુલબેન ચિત્તરંજનભાઈ, બીનાબેન રમેશભાઈના ભાભી. પ્રાર્થના સભા તા. ૧/૨/૨૪ના ગુરુવારે ૫:૦૦ થી ૭:૦૦. બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, અજમેરા સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી સ્વ. પ્રવિણચંદ્ર મણીલાલ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. બાહ્નુમતી દોશી (ઉં.વ. ૮૨), તે ભાવેશ-ધરા, સોનલ મીનેષ પીપલીયા, નીપા પીયુષ શાહ તથા નીશા નિલેષ લાખાણીના માતુશ્રી. તે માન્યા, મોનીક-દ્રષ્ટી, નીધી-સુજલ, નમનના દાદી. તે સ્વ. મંજુલાબેન પ્રાણલાલ દોશી તથા ચંદ્રિકાબેન હીતેષભાઈ દોશીના ભાભી. તે ધોરાજી નિવસી સ્વ. રતીલાલ ન્યાલચંદ પારેખના દિકરી તે તા. ૩૦-૧-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button