જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈન
ગામ સુવઈના સ્વ. મોંઘીબેન કરમણ મોમાયા સાવલાના સુપુત્ર સ્વ.નોંઘા કરમણ સાવલાના ધર્મપત્ની સાકરબેન (ઉં.વ. ૭૭) તા. ૧૯-૧-૨૪, શુક્રવારે અવસાન પામેલ છે. લાલજી, શાંતીલાલ, અમરશી, જયાના માતુશ્રી. પ્રભા, ઉર્મીલા, હસમુખના સાસુ. ગામ મોટી ઉનડોઠના સ્વ.રત્નાબેન લીલાધર ડુંગરશી નાગડાની દીકરી. સ્વ. કાંતીલાલ, ગં.સ્વ. ગંગાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી.
વાગડ વિ.ઓ.જૈન
ગામ રવના સ્વ.દિવાળીબેન વેલજી કારીયા (ઉં.વ. ૭૬) રવિવાર તા.૨૧-૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. નાંગલબેન હરખચંદ રાણાના પુત્રવધૂ, વેલજીભાઈના ધર્મપત્ની. તારા, વનિતા, શાંતિલાલ, મીના, કેતન, સંગીતાના માતુશ્રી. સ્વ. મંજુ, વનિતા, હિના, રસીક, સ્વ. રામજી, જયંતી, મહેશના સાસુ. દર્શન, સાગર, હેનીલ, યસ, દિવ્ય, પ્રિન્સના દાદી. સ્વ. ચોથીબેન હિરજી સામત શાહના દીકરી. પ્રાર્થનાસભા બુધવાર, તા.૨૪-૧-૨૪, ૧૦.૩૦થી ૧૨ થાણા વર્ધમાન સ્થાનક તલાવપાલી, થાણા, ઠે. ૪૦૨, ગજાનન સરસ્વતી, ચરઈ, થાણા. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ પૂના સ્વ. શ્રીમતી ચંપાબેન મુગટલાલ શાહના પુત્ર તે અરૂણાબેનના પતિ, શ્રી પ્રદ્યુતભાઈ શાહ, (ઉં.વ. ૮૭), તે સ્વ.અમીબેન, અક્ષયભાઈ તથા ગૌતમભાઈના પિતાશ્રી. સ્વ. ભરતભાઈ, સુરેશભાઈ, સ્વ. યોગેશભાઈ, સ્વ.તુષારભાઈ, સ્વ.વિનોદીનીબેન કોઠારી, સ્વ.દેવયાનીબેન કપાસી તથા રેખાબેન કાપડીયાના ભાઈ. નુપુર અક્ષય શાહના દાદા. રવિવાર, તા.૨૧-૧-૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના, સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે.મૂ.પૂ. જૈન
વડોદ નિવાસી હાલ ભાયંદર શૈલેષભાઇ શાહ (કુવાડિયા) (ઉં. વ.૭૯) તા. ૨૨-૧-૨૪ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેન રમણીકલાલના સુપુત્ર. તે સર્મિષ્ઠાબેનના પતિ. તે રાકેશભાઇ, રિમ્પલ નિમિષકુમાર, જલ્પા નિલેશકુમારના પિતાશ્રી. તે સ્વ. બળવંતભાઇ, વિનોદભાઇ, અશોકભાઇ, સ્વ. અશ્ર્વીનભાઇ, અંજુલાબેન, ચારુબેન, સરોજબેનના ભાઇ. તે સ્વ. રાજેન્દ્રભાઇ, બીપીનભાઇ હિંમતલાલ બાવીસી, સ્વ. સરોજબેન, સ્વ. હંસાબેન, મિનાક્ષીબેનના બનેવી. જૈનમ, રિદ્ધિ, ઋષિલ, જયનીના નાના. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
શ્રી બેતાલીશ દશાહુમડ દિગંબર જૈન
છાલા (હાલ મુંબઈ) ભોગીલાલ કેશવલાલ શાહનું દેહપરિવર્તન તા. ૨૧-૧-૨૪ના થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૧-૨૪ના બપોરના ૩થી ૫ નીચેના સ્થળે રાખેલ છે. તે સ્મિતા અલ્કેશ શાહ, સંગીતા યોગેશ શાહ, પિન્કી રૂપેશ સંઘવીના પિતાશ્રી. તે કમલેશ જગજીવનદાસ શાહ તથા દિવ્યેશ બાબુલાલ શાહ તથા નિલ બાબુલાલ શાહના કાકા. સ્થળ: શંકર શેટ પેલેસ, સી વિંગ, ૭ માળે, જે.ડી. માર્ગ, નાના ચોક, શાકમાર્કેટ સામે, મુંબઈ ૪૦૦૦૦૭.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ચીયાસરના હીરેન મારૂ (ઉં. વ. ૫૪) ૨૨-૧-૨૪ના અવસાન પામેલ છે. વાલબાઈ પ્રેમજીના પુત્ર. જયશ્રીના પતિ. નિર્મળા, જયંતિ, શાંતા, હીનાના ભાઈ. સાકરબેન રજનીકાંતના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયશ્રી મારૂ, ટી/૩૦૧, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૧.
ભુજપુરના રાજેન્દ્ર (રાજુ) હેમરાજ લાલજી ભેદા (ઉં. વ. ૫૫) તા. ૨૧-૧-૨૪ના અવસાન પામેલ છે. વેજબાઇ હેમરાજના પુત્ર. વલસાડ શાંતીબાઇ બાલુભાઇ રવજી પટેલના જમાઇ. મીનાના પતિ. પ્રતિક, નિરવ, નેહા, નિશાના પિતાજી. સ્વ. ચંચળ, સ્વ. ઇંદીરા, હસમુખ, સ્વ. જયંતિ, જ્યોતિના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. મીના રાજેન્દ્ર ભેદા, રૂમ નંબર પાંચ, તિલકધારી યાદવ ચાલ, બી.એમ.સી. મેદાનની બાજુમાં, ઓરલેમ, મલાડ (વે), મું. ૬૪.
દેશલપુર (કંઠી)ના વસનજી ધારશી ગાલા (ઉં. વ. ૮૬) તા. ૨૨-૧-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. ગંગાબાઇ ધારશી ખેતશીના પુત્ર. નિર્મળાના પતિ. પ્રફુલ, સેજલના પિતાશ્રી. તલકશી, પ્રવિણ, મણી, કેસરના ભાઇ. મોખાના લાછબાઇ લાલજી લાધા સતરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રફુલ ગાલા, એ/૨૦૨, પ્રેમનગર બિલ્ડીંગ નંબર ૫, ઓફ એસ.વી.પી. રોડ, બોરીવલી (વેસ્ટ).
સમાઘોઘા હાલ હૈદ્રાબાદના હરીલાલ ભીમશી ડુંગરશી સાવલા (ઉં. વ. ૮૯) તા.૨૧.૦૧.૨૪ ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઈ/તરલાબાઈ ભીમશીના સુપુત્ર. ચંદ્રાબેનના પતિ. સંજય, તુષાર, બિંદુના પિતા. અમૃતલાલ, લલીત, નવીન, રમેશના ભાઈ. નાની ખાખરના લક્ષ્મીબેન ઠાકરશી દેવજી દેઢિયાના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. સંજય સાવલા, ૩-૫-૪૩ શુભ સાગર, રામકોટ, હૈદ્રાબાદ-૫૦૦૦૦૧.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોખડકા નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ સુભદ્રાબેન વિનયચંદ બાવચંદ દોશી (ઉં. વ. ૮૫) તે ૨૨/૧/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષભાઇ, જયેશભાઇ, ભાવનાબેન, હર્ષાબેન રાજેનકુમારના માતુશ્રી. કલ્પનાબેન, પ્રિતીબેનના સાસુ. મીત, નૈરૂત, ધ્રુમિ, નિધિ તથા ભૂમિ અંકિતકુમાર વોરાના દાદી. પિયરપક્ષે સ્વ. વૃજલાલ વિઠ્ઠલદાસ ભાઈચંદ દોશી વલ્લભીપુરવાળાના દીકરી. જયાબેન ચંદ્રકાન્તભાઈ શાહના બહેન ભાવયાત્રા ૨૫/૧/૨૪ના ના ૯.૩૦ થી ૧૧.૩૦. લોટસ બેન્કવેટ હોલ, રઘુલીલા મોલ, ચોથે માળે, પોઇસર બસ ડેપો પાછળ કાંદિવલી વેસ્ટ.
વિશા શ્રીમાળી જૈન
પાટણ ફોફલિયાવાડાના વાસુપૂજ્યની શેરીના સ્વ. રાયચંદ કસ્તુરચંદના ધર્મપત્ની ચંદ્રાવતીબેન (ઉં. વ. ૯૭) તે સ્વ. શાંતાબેન જયંતીલાલ શાહના જેઠાણી. અરવિંદભાઈ, હસવંતભાઈ, ગુણીબેન, નીરુંબેન, પ્રજ્ઞાબેનના કાકી. તે અનિલાબેન, મીનાબેન, પ્રવીણભાઈ, કિરીટભાઈ, દીપકભાઈના કાકીજી. તે સ્વ. પનાલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. શારદાબેનના બહેન તા. ૨૨/૧/૨૦૨૪ સોમવારના દેવગત થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.