મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાદ્રોડ નિવાસી હાલ કાંદિવલી મનસુખલાલ છોટાલાલ ખોડીદાસ દોશી, તે પ્રવિણાબેનના પતિ. કેતન તથા અલ્પાના પિતા. બિજલના સસરા. રિશીતા હર્ષકુમાર શાહ તથા ધિરતાના દાદા. તે સ્વ. શાંતિલાલ, સ્વ. જયંતીલાલ, અનંતરાય, સ્વ. લીલાવતીબેન તલકચંદ પારેખ, સ્વ. ગુણવંતીબેન તલકચંદ શાહ, સ્વ. પ્રભાબેન મનસુખલાલ દોશી, સ્વ. ગુલાબબેન શાંતિલાલ ચોકસી, સ્વ. હીરાબેન ધીરજલાલ પટેલ તેમ જ ધીરજબેન જયસુખલાલ શાહના ભાઈ. પિયર પક્ષે દીવ નિવાસી, હાલ કાંદિવલી સ્વ. ભગવાનદાસ દુર્લભદાસ વોરાના જમાઈ તા. ૧૬-૧-૨૪ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૧-૨૪ શનિવારે ૧૧થી ૧ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘ (મોટા ઉપાશ્રય), ૫ાંચમે માળે, એસ.વી. રોડ, પારેખલેન કોર્નર, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. ચંચળબેન નાગરદાસ ધરમશી શાહના સુપુત્ર કનૈયાલાલ શાહ (ઉં.વ. ૮૩) તા. ૧૬-૧-૨૪ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે નલીનાબેનના પતિ. જાનવી દીપક શાહ, જાગૃતિ હિતેન દોશી તથા નીલા ભાવેશ દોશીના પિતાશ્રી. ભૂમિના દાદા. સ્વ. દલીચંદભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. ભૂપતભાઈ, સ્વ. શાંતિભાઈ તથા સ્વ. નવીનભાઈ શાહના ભાઈ. સસરા પક્ષે સ્વ. પોપટલાલ નાનચંદ જસાણી (કોઈમ્બતુર)ના જમાઈ તેમની સાદડી તા. ૨૧-૧-૨૪, રવિવારના ૩.૩૦થી ૫.૩૦ એડ્રેસ: ગોપૂરમ બેન્કવેટ, પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, ડૉ. આર.પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી દિગંબર મુમુક્ષ જૈન
વઠવાણ હાલ દહિસર ચંપાબેન ચંપકલાલ ચત્રભૂજ સંઘવીના સુપુત્ર મુગટલાલ (ઉં.વ. ૮૩) તા. ૧૭-૧-૨૪ બુધવારના દેહ પરિવર્તન થયેલ છે. તે સ્વ. ચંદનબેનના પતિ. તે સ્વ. છાયાબેન હીમાંશુકુમાર કોઠારી, અ.સૌ. અલ્પાબેન કમલેશભાઈ, કામીનીબેન રાકેશકુમાર ડગલીના પિતાશ્રી. તે બોટાદ નિવાસી સ્વ. પાનાચંદભાઈ ભુદદરભાઈ શાહના જમાઈ. તે સ્વ. કાંતિભાઈ, સ્વ. સવિતાબેન કેશવલાલ શાહ, સ્વ. જયાબેન પ્રવીણચંદ્ર શાહ તથા સુભદ્રાબેન જયંતીલાલ કોઠારીના ભાઈ. તે આકાંક્ષા અને પાર્થના નાના. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
શીવલખા, હાલે લાકડીયાના પ્રવિણ ગડા (ઉં.વ. ૬૦) તા. ૧૪-૧-૨૪ના અવસાન પામેલ છે. ગં. સ્વ. પ્રભાબેન માડણ પાલણ ગડાના સુપુત્ર. હંસાબેનના પતિ. મિતેષ, સ્નેહાના પિતાશ્રી. પ્રફુલ, ચંદન, ભારતીના ભાઈ. ગાગોદરના નાંગલબેન ગોપાલ માડણ છેડાના જમાઇ. પ્રાર્થના સમય: સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ.), મુંબઇ. પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે. નિવાસ સ્થાન: મિતેષ ગડા, મંગલ પ્રભા બિલ્ડીંગ, બીજે માળે, રોડ નં.-૧, પ્રભાત કોલોની, સાંતાક્રુઝ (ઈ.).
ડુમરા, હાલે હૈદ્રાબાદના દિપક જાદવજી નાગડા (ઉં.વ. ૬૬) તા. ૧૬-૧-૨૪ના અવસાન પામેલ છે. વિમળાબેન જાદવજીના પુત્ર. વિભાના પતિ. રિતેશ, યોગિતાના પિતાશ્રી. સુરેશ, બીનાના ભાઇ. કેસરબાઇ ખીમજીના જમાઇ. પ્રાર્થના: તા. ૧૮-૧-૨૪, બપોરે ૪ થી ૪.૩૦, શ્રી કચ્છી ભવન, ઇડનબાગ, હૈદ્રાબાદ.
મોટી ખાખરના ચંદ્રલતા લક્ષ્મીચંદ સંગોઇ (ઉં.વ. ૭૬) તા. ૧૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. લક્ષ્મીચંદના પત્ની. સ્વ. દેવકાબેન ધારશી મોનજીના પુત્રવધૂ. ભુજપુરના મણીબેન નાનજી ખેતશીના પુત્રી. કિરણ, નયનના માતુશ્રી. કિશોર, ભરત, રમેશ, કાંતાબેન વસનજી, કોકીલા ધીરજ, મંજુલા, અરૂણાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નયન લક્ષ્મીચંદ, ૭ શાંતિકુંજ, એમ.જી. રોડ, કાંદીવલી (વે.).
નાની ખાખરના ભાનુબેન શામજી સાવલા (ઉં.વ. ૯૩) તા. ૧૬-૧-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. દેવકાંબેન કેશવજી ગોસરના પુત્રવધૂ. શામજીભાઈના પત્ની. પ્રવિણ, ડો. મહેશ, સરલા, નિરંજના, રીટાના માતા. તલવાણા સોનબાઈ રતનશી જેઠા પોલડીયાના પુત્રી. લક્ષ્મીચંદ, શાંતિલાલ, બિદડા સુંદરબેન ઠાકરશી, ગુણવંતી કલ્યાણજીના બેન. પ્રા. હિંદુ સ્ત્રી મંડળ હીરાવંતી હોલ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (વે). ટા. ૪ થી ૫.૩૦.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી, હાલ વિલે પાર્લે (પશ્ર્ચિમ) હરકિશનદાસ લક્ષ્મીદાસ શાહના ધર્મપત્ની સ્વ. જસુમતીબેન (ઉં.વ. ૮૪) તે ચેતનભાઇ, ફાલ્ગુનીબેન અને પ્રીતિબેનના માતુશ્રી. તે મનિષાબેન, હતિશભાઈ શાહ તથા રાકેશભાઈ પંચાલના સાસુજી. તે સ્વ. પાનાચંદ ધનજી ભણસાલીના દીકરી. તે વિધિતા, નિકેતના દાદી. તે ઋષભ પારેખ અને જીનલના દાદીસાસુ. તે જેસિકા અને આયુષીના નાનીજી. તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
માસરરોડ નિવાસી, હાલ મલાડ સ્વ. રમણીકલાલ ઉજમશી શાહના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૯૪) તે ૧૬/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ, રોહિત, સાધના રાજેશકુમાર કોઠારી તથા ઇશિતા દક્ષેશકુમાર સરવૈયાના માતુશ્રી. નીતા તથા હર્ષાના સાસુ. વિદ્યાબેન રસિકલાલ શાહના ભાભી. સ્વ. નાનચંદ જુઠા ગોડાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા નિવાસી હાલ કાંદિવલી સ્વ. મંગળાબેન પ્રાણલાલ દોશીના સુપુત્ર ચંદ્રેશભાઇ (ઉં.વ. ૬૫) તે મીતાબેનના પતિ. ફોરમ તથા સંકેતના પિતા. ધરાના સસરા. કિયા તથા ક્રિવાના દાદા. વિજય, બિપીન, દિલીપ, જગદીશ, પુષ્પાબેન મનહરલાલ શેઠ, રમીલાબેન મહેન્દ્રકુમાર કોઠારી, મધુબેન સુરેશભાઈ ગાંધીના ભાઈ. સ્વ. મનહરલાલ કેશવલાલ શાહના જમાઈ ૧૫/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૯/૧/૨૪ના ૧૦ થી ૧૨. વર્ધમાન સ્થા. જૈન સંઘ, મોટા ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાખણકા નિવાસી હાલ મીરા રોડ સ્વ. શ્રી રતીલાલ ત્રિભુવનદાસ ગોસલીયાના સુપુત્ર હર્ષદભાઈ (હિંમતભાઈ) (ઉં.વ. ૮૪), તે સ્વ. ચંદ્રકાન્તભાઈ, કિશોરભાઈ, રજનીભાઈ, સ્વ. રસીલાબેન ચંદ્રકાન્તભાઈ તથા લતાબેન અનીલકુમારના ભાઈ. સ્વ. ભારતીબેનના પતિ. નયનીશ, ચેતન, ફાલ્ગુનીબેન મિનેષકુમારના પિતાશ્રી. સૌ. લીનાના સસરાજી. તે શ્ર્વસુર પક્ષે સ્વ. અમૃતલાલ નરભેરામ કામદાર (હાલ કલકત્તા)ના જમાઈ મંગળવાર, તા. ૧૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત