મરણ નોંધ

જૈન મરણ

સુરત અમદાવાદી દશા શ્રીમાળી જૈન
સ્વ. ખંડુભાઇ દેસાઇના પુત્રી જયોતિબેન સનતકુમાર જરીવાલા (ઉં. વ. ૮૧) મુંબઇ (જુહુ સ્કીમ) મુકામે તા. ૧૫-૧-૨૪ના અવસાન પામેલ છે. તે જય, જસ્મિનના માતુશ્રી. હેમાલી, પ્રેયશભાઇના સાસુ. ઉર્જા, શનયના દાદી. ખુશી કરન નાણાવટી- સાવલાના નાની. નિપુણાબેન દિનેશચંદ્ર ઝવેરીના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ ખાર જયોતિબેન બળવંતરાય મલિચંદ મહેતાના સુપુત્ર પરાગભાઇ (ઉં. વ. ૫૭) તે હીનાબેનના પતિ. નિહારના પિતાશ્રી. તારિકાબેન મનિષકુમાર શાહ, નીતાબેન નિષાદકુમાર શાહના ભાઇ. હંસાબેન રમેશચંદ્ર મિસ્ત્રીના જમાઇ. તોરલબેન પ્રીતિશભાઇ મિસ્ત્રી, છાયાબેન ધીરેનભાઇ શાહના બનેવી મંગળવાર, તા. ૧૬-૧-૨૪ના દેહવિલય થયેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૭-૧-૨૪ના ૫થી ૬.૩૦. ઠે. એમ. વી. એન. હોલ, ખાર એજયુકેશન સોસાયટી, ખાર પોલીસ સ્ટેશન પાસે, એસ. વી. રોડ, ખાર (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઉપલેટા નિવાસી હાલ કલકત્તા ગં.સ્વ. પુષ્પાબેન વાલાણી (ઉં. વ. ૯૨) તે સ્વ. રતીલાલ કેશવલાલ વાલાણીના ધર્મપત્ની. તે સ્વ. જમનાદાસ શામળજી દેસાઈના સુપુત્રી તે મુકેશ, ચેતન, પુનીતા, સ્વ. સીમા, સુજાતા (સેજલ)ના માતુશ્રી. તે અ.સૌ. કિરણબેન વાલાણી, મહેશભાઈ વોરા, અશોકભાઈ દેસાઈ, અજયભાઇ દોશીના સાસુ. શુક્રવાર તા.૧૨.૧.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બેતાલીસ વિશા શ્રીમાળી જૈન
શાંતિલાલ શાહ (ઉં. વ. ૮૭), મુળ વતન વિસનગર, સોમવાર, તા. ૧૫-૧-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. છોટાલાલ વેનીચંદ શાહ તથા સ્વ. મનીબેનના પુત્ર. તે ભારતીબેનના પતિ. તે કિન્નર ભાઈ તથા સ્વ. આશિષ ભાઈના પિતા. દુર્ગાના સસરાજી. દેવના દાદાજી. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૮-૧-૨૪ ના ૦૩.૩૦ – ૫.૦૦. પારસ ધામ, વલ્લભ બાગ લેન, ઘાટકોપર – પૂર્વ.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ નાલાસોપારા સ્વ. સુરેશચંદ્ર ફુલચંદ ધ્રુવ (કલકત્તા)ના ધર્મપત્ની કંચનબેન (ઉ. વ. ૮૫.) તે દક્ષા હર્ષદભાઈ મહેતા, ઝરણા બીપીનભાઇ શેઠ, દિશા દિનેશભાઈ રામાણીના માતુશ્રી. તે કૌશલ, રોહન, સાગર, કૃપા, જશના નાની, સ્વ.જશવંતભાઇ, સ્વ. શશીભાઇ, સ્વ. સુશીલાબેન, અશોકભાઈના ભાભી. પિયર પક્ષ માણાવદર છગનલાલ પ્રાગજી મહેતાના દિકરી. તા: ૧૫/૦૧/૨૪ સોમવારના નાલાસોપારા અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નરેડીના હેમલતા નાગડા (ઉં. વ. ૭૪) ૧૫-૧ના અવસાન પામેલ છે. સુંદરબેન ધનજી ભીમશીના પુત્રવધૂ. દેવરાજ (શાંતિલાલ)ના પત્ની. હમલા (મં) વેલબાઇ દામજીની પુત્રી. ખુશાલ, નાનજી વીરચંદ, વસંત, સુરેશ, શેરડી આસબાઇ શામજી, મુલબાઇ નાગજી, દેવકા રવજી, ગઢશીશા લક્ષ્મીબેન શાંતીલાલ, કોટડી (મ.) પુષ્પા દામજી, મો. આસંબીયા પ્રભા ધીરેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મણીલાલ નાગડા, આર-૨, ૭૦૧, શ્રીરામ રેસીડેન્સી, અંબરનાથ (ઇ), ૪૨૧૫૦૧.
નાની ખાખરના હીતેન કીર્તીલાલ વીરા (ઉં. વ. ૭૩) તા. ૧૫-૧-૨૪ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કીર્તીલાલના પુત્ર. પુષ્પાના પતિ. અમિતના પિતા. પ્રફુલના ભાઇ. ભોરારાના લાછબાઇ ભાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમિત વીરા, ૩૦૧, શિવ દર્શન, જુના નાગરદાસ રોડ, અંધેરી (ઇ.), મું. ૬૯.
તલવાણાના દીનેશ ગાંગજી ખીમજી દેઢીયા (ઉં. વ. ૭૪) તા. ૧૫-૧-૨૪ના અવસાન પામેલ છે. સાકરબેન ગાંગજીના પુત્ર. વિમલાના પતિ. સ્વ. ખીતેન, ધીરેન, હેતલના પિતા. કાંડાગરાના ઉર્મિલા નવીનચંદ્રના ભાઈ. નવાવાસના તલકશી વેરશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિનેશ દેઢીયા, રાજુ ઝેરોક્સ : મોદી ચાલ, સ્ટેશન રોડ, સાન્તાક્રુઝ (વે) ૫૪.
શ્રી ક.દ.ઓ.જૈન
ગં. સ્વ. હીરાબેન નેણશી ખોના, (ઉં. વ. ૮૫) દિનાંક ૧૫-૧- ૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. દેવશી વીરજી ખોના નલિયાના પુત્રવધૂ. સ્વ. વિશનજી લાલજી ધરમશી મંજલ રેલડીયાના સુપુત્રી, સભા દિનાંક ૧૯-૧-૨૪ શુક્રવાર કાલિદાસ ઓડિટોરિયમ રોડ મુલુંડ વેસ્ટ ૪ થી ૫:૩૦.
શ્રી બેતાલીસ દશા હુમ્મડ દિગંબર જૈન
ફતેપુર નિવાસી હાલ દહિસર, શર્મિષ્ઠાબેન ગાંધી, (ઉં. વ.૬૬)નું દેહપરિવર્તન તા. ૧૫-૧-૨૪ના થયેલ છે. તે સ્વ. મુકેશકુમાર અમૃતલાલ ગાંધીના ધર્મપત્ની, કિંજલ અને દિશેષના માતૃશ્રી. પિકેશકુમાર અને ઋતુના સાસુ. સ્વ. રંજનબેન અને શશીકાંતભાઈના બેન. સીયા અને આરવના નાની. માયસાના દાદી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૦૧-૨૦૨૪ને બુધવારના ૧૧.૦૦ પ્રાર્થના રાખેલ છે. સ્થળ- મુક્તિકમલ હોલ, એલ.ટી.રોડ, દહિસર સ્ટેશન પાસે, દહિસર વેસ્ટ, પિયરપક્ષનું બેસણું એજ સ્થળે સાથે રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ, સ્વ. કનૈયાલાલ ભાયચંદ સંઘવીના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન સંઘવી, હિતેશના માતુશ્રી. નીપાના સાસુ. રૂમિત, એનિશાના દાદી. સ્વ. શાંતાબેન જયંતીલાલ શેઠના દીકરી, ધનસુખ, પ્રવિણ, અજિત, મંછા, રસીલા, મનહર-નલિની, ચંદ્રકાન્ત- રસીલા, અનંતરાય-ઈલા, રમેશ-હર્ષા, હસુમતિ- નરેન્દ્રના ભાભી તા. ૧૫-૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૧-૨૦૨૪ બુધવારે ૧૦ થી ૧૨. ગોપુરમ હોલ, પુરસોત્તમ ખેરાજ એસ્ટેટ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુન્ડ-વેસ્ટ.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ વિલપાર્લે (વેસ્ટ) જયંતીલાલ ગલાલચંદ શાહ (ઉં. વ.૯૦) તે નિર્મળાબેન શાહના પતિ. સ્વ. ફાલ્ગુનીબેન પરાગભાઇ શાહ અને વૈશાલીબેન ધર્મેનભાઇ શાહના પપ્પા. સ્વપ્નિલ-વૃતિ, વિરાલી, વીર અને ઔરાના નાના. વરજીવનદાસ તથા ભગવાનદાસ ગલાલચંદ શાહ, જસવંતીબેન રસિકલાલ શાહ અને ગુણવંતીબેન વિનોદભાઇ શાહના ભાઇ. તા. ૧૬-૧-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ મુંબઇ ડો. જયેશ મહેતા (ઉં. વ. ૭૭) તા. ૧૪-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ડો. સુમતિલાલ લાલચંદ મહેતા તથા સ્વ. યસુમતિબેનના સુપુત્ર. ગીતાબેનના પતિ. લેખા હેમાંગ શાહના પિતાશ્રી. મિથિલના નાના. લીના, વર્ષા, શૈલેશ, રોશની, તુષારના ભાઇ. તથા સાસરે પક્ષે રાજકોટ નિવાસી સ્વ. નૌતમલાલ હરિલાલ દોશી તથા સ્વ. સરલાબેનના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. સી-૭૦૫, પૂનમ એપાર્ટમેન્ટ, વરલી, મુંબઇ-૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ વિરાર સ્વ. શારદાબેન કુમુદચંદ્ર (કાકુભાઇ) ડગલીના પુત્ર. જીતેન્દ્રભાઇ (ઉં. વ. ૮૦) તે રેખાબેનના પતિ. તે શીરીષભાઇ, કોકિલાબેન ત્રિલોકભાઇ મહેતાના ભાઇ. તે અલ્પા, સેજલ, વૈશાલી, હેમાલી તથા ચિરાગના પિતાશ્રી. તે સ્વ. સમીરભાઇ, રાકેશભાઇ, ગૌરવભાઇ, કિરણભાઇના સસરા. તે પાળીયાદ નિવાસી હાલ મુંબઇ સ્વ. હરખચંદ અમરચંદ શાહના જમાઇ. સોમવાર, તા. ૧૫-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
વિજાપુર વિશા ઓશવાલ જૈન
વિમલભાઇ સોમચંદ દોશી (ઉં. વ. ૮૬) પિલવાઇ નિવાસી હાલ મુંબઇ તા. ૧૫-૧-૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે અમિત અને અનિષના પિતાશ્રી. કલ્પનાના સસરા. ચિરાગ અને પાયલના દાદા. ઠે. સૂરજ બિલ્િંડગ, ૧૦મો રોડ, જુહુ વિલેપાર્લે (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker