મરણ નોંધ

જૈન મરણ

ક. દ. ઔ. જૈન
કચ્છ ગામ કોઠારાના લખમશી મોતા (ઉં. વ. ૮૮) તા. ૧૦-૧-૨૪ના બુધવારના મુલુંડ મધે અરિહંતશરણ પામેલછે. માતુશ્રી સ્વ. ધનબાઇ હંસરાજ મોતા, કોઠારાના પુત્ર. માતુશ્રી સ્વ. હિરબાઇ નરશી ભારમલ લોડાયા-કોઠારાના જમાઇ. ધનબાઇના પતિ. રાજેશ, દર્શના તથા ફાલ્ગુનીના પિતાશ્રી. રેખાબેન તથા પિયુષ નારાણજી ધરમશી. કોઠારાના સસરાજી. સ્વ. લક્ષ્મીબાઇ લખમશી ધુલ્લા-સુથરી, સ્વ. જેઠાભાઇ, સ્વ. આણંદજીભાઇ, સ્વ. કેસરબાઇ કુંવરજી મૈશીરી-બાંઢિયાના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થના રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ વાશી સ્વ. ઝવેરચંદ જેઠાલાલ મહેતાના સુપુત્ર ધીરજલાલ (ઉં. વ. ૮૩) તા. ૧૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. હિનાબેનના પતિ. તે સ્વ. બિરેન, મનીષ, દેવેનના પિતા. જયશ્રી, અલ્પા, દિપાના સસરા. તે સ્વ. ભોગીલાલ ચત્રભુજ દોશીના જમાઇ. તે સ્વ. શીવલાલભાઇ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. હરીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. મંગળાબેન, સ્વ. લાભુબેનના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૪ના શનિવારના ૪થી ૬. ઠે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સેકટર-૨, રેલવે સ્ટેશન રોડ, સાન-પાડા, નવી મુંબઇ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી ગોઘાવી જૈન
ગોઘાવી નિવાસી હાલ કાંદિવલી દેવેન્દ્રભાઈ (ઉં.વ. ૮૮) તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે સંજય, ભદ્રેશ, અમીના પિતા. રૂપલ, કિરણ, મનિષકુમારના સસરા. કૃતિ, જય, ધ્રુવ, દિશા, જીનયના દાદા. સાસરા પક્ષે રતિલાલ પોપટલાલ શાહ (ખંભાતવાળા)ના જમાઈ તા. ૧૧-૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૩-૧-૨૦૨૪ના ૩.૩૦ થી ૫.૩૦. સ્થળ: સ્થાનકવાસી ઉપાશ્રય, ૪થે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વે.)
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી હાલ બોરીવલી શારદાબેન (ઉં.વ. ૮૬) તે ૧૦/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હિંમતલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની. નિમિષ, અમિત, બીના મિલનકુમાર ધ્રુવ, જીગીષા દિનેશકુમાર દોશીના માતુશ્રી. જસ્મીન, કેતકીના સાસુ. સ્વ. હસમુખભાઈ, જયસુખભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. કોકિલાબેન, સરોજબેનના બહેન. સ્વ. હીરાબેન ભીખાલાલ શાહના દીકરી. સ્વ. સૌભાગ્યચંદ મોહનલાલ શાહ, સ્વ. પ્રવિણકાંત વાડીલાલ ધ્રુવ, સ્વ. ધીરજલાલ વશનજી દોશી, સ્વ. સુરેશભાઈ ખીમચંદ શાહના વેવાણ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા ઓશવાલ જૈન
વડાસણના હાલ મુંબઈ સવિતાબેન બાબુલાલ બબલદાસ શાહના પુત્ર પ્રફુલભાઈ (ઉં. વ. ૬૮) તેઓ અનિલાબેનના પતિ. પાયલ વૈભવ તથા પુજા અમરના પિતાશ્રી. સુરેખાબેન રમેશભાઈ, પ્રફુલ્લાબેન હસમુખભાઈ, કંચનબેન પ્રવીણચંદ્ર, સરોજબેન ગૌતમલાલ તથા વિરુબેન કુમુદચંદ્રના ભાઈ તથા કાંતાબેન રમણલાલ દોષીના જમાઈ. ઋષભ અને રાજવીરના દાદા ૧૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩-૧-૨૪, શનિવારના ૨-૩૦ થી ૪.૩૦. ઠે. બ્લેવેટસ્કી લોજ, થિયોસોફિકલ સોસાયટી, પાટીદાર સમાજની સામે, ૭ ફ્રેંચ બ્રિજ, મુંબઈ-૭.
રાધનપુરી જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી પુષ્પાબેન રસિકલાલ શાહના પુત્ર પ્રકાશભાઈ (ઉં.વ. ૬૮) તે ૧૦/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે છાયાબેનના પતિ. નિનાબેન તથા કિરણ આશિષના ભાઈ. પ્રતીક, પ્રિયલના પિતા. શ્રદ્ધા તથા ભાવિનકુમારના સસરા. શારદાબેન હસમુખભાઈ ભિલોટાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સી/૬૦૧, પંચશીલ રેસીડેન્સી, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
ઓસવાલ જૈન
ગુંદોજ નિવાસી હાલ વિલેપાર્લા સ્વ. કાંતિલાલ હીરાચંદ લોઢાના ધર્મપત્ની વિમળાબેન (ઉં.વ. ૭૭) તે ૯/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દાકુબેન મીઠાલાલજીના દેરાણી, રેખાબેન માંગીલાલજી, લલિતા રાજેન્દ્રજી, મમતા મુકેશજી, ગીરીશ, મનોજ તથા શોભા મનોજજી પરમારના માતુશ્રી. રાહુલ, કરણ, પાયલ આકાશજી, સાક્ષીના દાદી. અંકિતા રોહિત, મોહિત. તે પિયરપક્ષે સ્વ. પુખરાજજી જુહારમલજી લલવાણીના દીકરી. તેમની શત્રુંજય ભાવયાત્રા ૧૨/૧/૨૪ના ૧૧ થી ૧, તિલકમંદિર હોલ, તિલક મંદિર રોડ, વિલેપાર્લા ઈસ્ટ.
માંગરોળ દશાશ્રીમાળી દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી, હાલ પૂના, શ્રીમતી માલતી પારેખ (ઉં.વ. ૯૨), તા. ૧૦-૧-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુકર મોહનલાલ પારેખના ધર્મપત્ની. સ્વ. તારાચંદ ખીમજી શાહના પુત્રી. પ્રકાશભાઈ, મુકેશભાઈ, સૌ. નિરુપાબેનના માતુશ્રી. તે હીતેંદ્રભાઈ પ્રતાપરાય મહેતા, સૌ. અલકાબેન, સ્વ. નીતાબેનના સાસુ તથા ચી. તેજસ, જીજ્ઞેશ, પ્રીયાંક, અ.સૌ. ફેનાલી, નિશિત મહેતા તથા અ.સૌ. ઉમંગી બજારીયાના દાદી-નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
જોરાવરનગર નિવાસી હાલ માટુંગા, સ્વ. માતુશ્રી વસંતબેન વ્રજલાલભાઈ સંઘવીના સુપુત્ર જયેશભાઈ (ઉં.વ. ૬૧), તે દિપ્તીબેનના પતિ. તે સ્વ. જતીનભાઈ, સ્વ. વિજયભાઈ તેમજ જ્યોતિબેન રમેશકુમાર સંઘવી, અમીધારા પ્રદુમનકુમાર સખીદાના ભાઈ. તે વાંકાનેર નિવાસી હાલ વિલેપાર્લે માતુશ્રી કુમુદબેન પ્રવિણચંદ્ર મગનલાલ મહેતાના જમાઈ. તે તેજસ- રૂપલના બનેવી. બુધવાર, તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના, સાદડી તેમજ લૌકિક વ્યવહારની પ્રથા સદંતર બંધ રાખેલ છે. નેત્રદાન તેમજ ત્વચાદાન કરેલ છે.
શ્રી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
શીયાનગર નિવાસી હાલ વસઈ, સ્વ. રમાબેન જીવનલાલ બધાણીના સુપુત્ર હિતેશભાઈ વધાણી (ઉં.વ. ૫૭), તે દિપીકાબેનના પતિ. રિતીક, જયના પિતા તથા ગિરીશભાઈ વધાણી, નયનાબેન લલિતભાઈ શાહ, સાધનાબેન કિરીટભાઈ દોશી, બીનાબેન પંકજભાઈ જાગાણી, અલ્પાબેન પ્રફુલ્લભાઈ નાગડા, પારૂલબેન મનોજભાઈ વલંદા, રૂપલબેન મુકેશભાઈ રાજાણીના ભાઈ તથા સમતાબેન રમણીકલાલ શાહના જમાઈ તા. ૧૦-૧-૨૪ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૪ શનિવાર ૩ થી ૫, વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, માણેકપુર, વસઈ વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગેલડાના વીરજીભાઇ ફુરીયા (ઉં.વ. ૯૬) તા. ૧૦-૧-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. તેજબાઇ જેઠાભાઇ કેશવ ફુરીયાના પુત્ર. વિમળાબાઇના પતિ. નવિન, કાંતિ, ગીરીશ, સુશીલા, મધુના પિતા. નાનજી લક્ષ્મીચંદ, પ્રાગપરના મઠાબાઇ કેશવજી, દેશલપુરના મણીબાઇ ધીરજ, ટુંડાના જવેરબાઇ સુરજી, બેરાજાના જયવંતી જયંતીલાલના ભાઇ. કારાઘોઘાના ગોમીબાઇ વેલજી વેરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગીરીશ ફુરીયા, ૪૦૩, પાર્સ ગેલેક્ષી, મામલતદાર વાડી રોડ-૧, મલાડ (વે.).
છસરા હાલે અમરાવતીના અ.સૌ. તરલા હસમુખ ગંગર (ઉં.વ. ૫૧) તા. ૮-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી નિર્મલાબેન (નાનબાઇ) પોપટલાલના પુત્રવધૂ. હસમુખના પત્ની. અક્ષત, મનનના માતુશ્રી. મોટી સિંધોડીના અ.સૌ. કમલાબેન ખીમજી લોડાયાની દીકરી. જયેશ, મનિષ, બાંડીયાના સૌ. વિજયાબેન સોમચંદ મૈશેરી, સુથરીના સૌ. સરલાબેન કિરણ મોમાયા, લાલાના સૌ. નયના વસંત મોતાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હસમુખ પોપટલાલ ગંગર, શ્રી કૃષ્ણા પેઠ, અગ્રવાલ પેટ્રોલ પંપની પાછળ, અમરાવતી-૪૪૪૬૦૧.
નાના રતડીયાના હરખચંદ કાનજી સાવલા (ઉં.વ. ૭૧) ૧૦-૧-૨૪ના હૈદ્રાબાદમાં અવસાન પામેલ છે. લક્ષ્મીબેન કાનજીના પુત્ર. ધનવંતીના પતિ. નીલમ, જસ્મીનના પિતા. સંસાર પક્ષે ચારૂનિધિશ્રીજી મ.સા., મુલચંદ, કાંતિ, જયંતિ, નવલના ભાઇ. સાભરાઇ દેવાબાઇ ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરખચંદ સાવલા, ૫૦૪, રાજ રીજેન્સી, વલ્લભબાગ એક્સ. લેન, ઘાટકોપર (ઇ.).
કોડાયના અમૃતબેન લાલન (ઉં.વ. ૭૯) તા. ૯-૧-૨૪ના અવસાન પામ્યા છે. દેવકાબેન દેવરાજ ખીંયશીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. નિતિન, પ્રફુલ્લા, શોભના, સુનિતા, રશ્મીના માતુશ્રી. લાયજા દેવકાબેન વિજપારના પુત્રી. શાંતિલાલ, જયંતિલાલ, લાયજા ઝવેરબેન કાંતિલાલ, ભુજપુર જ્યોતિ હસમુખના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીતીન લાલન, બી-૩૦૮, સાંઇશ્ર્વર દર્શન, આચોલે તળાવ, નાલાસોપારા ઈસ્ટ.
રાયધણજરના દામજી નાગજી ગડા (ઉં.વ. ૯૪) ૭-૧ના દેશમાં અવસાન પામેલ છે. રાણબાઇ/ખેતબાઇ નાગજીના પુત્ર. બચુબાઇના પતિ. હેમલતા, મણીલાલ, ગીતા, લીલાવંતી, વસંત, નેહાના પિતા. રાયધણજર દેવજી, ગાંગજી, લક્ષ્મીબેન શીવજી, નરેડી વેજબાઇ હેમરાજ, ખારૂઆ વેલબાઇ માવજીના ભાઇ. કોટડી (મહા.) જેઠીબાઇ રવજીના જમાઇ. પ્રા. શ્રી ક.વિ.ઓ જૈન સંઘ અંબરનાથ, ગુણશતાબ્દી, કાનસાઇ, અંબરનાથ (ઈ). ટા. ર થી ૩.૩૦. નિ. વસંત ગડા, ૨૦૩, પુનીત નગર, સાવંત પાર્ક, અંબરનાથ (ઇ).
પત્રીના હસમુખ લાલજી ધરોડ (ઉં.વ. ૬૬) તા. ૧૦-૧-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ લાલજીના પુત્ર. સુનીતાના પતિ. હેરીન, આરશ્ર્વીના પિતા. માવજી, ભવાનજી, શાંતિલાલ, મહેન્દ્ર, સરલા, મીના/ તરલાના ભાઇ. અમૃતબેન રાઘવજીના જમાઇ. (ત્વચા-ચક્ષુદાન કરેલ છે). પ્રા. શ્રી વ.સ્થા. જૈ. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. હસમુખ ધરોડ, ૭૦૧, કોનાર્ક આકૃતિ, દેવી દયાલ રોડ, મુલુંડ-વે.
મોટા આસંબીયાના અ.સૌ. ચંદન મનસુખ છેડા (ઉં.વ. ૬૮) તા. ૯-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી કસ્તુરબેન પોપટલાલ ભવાનજીના પુત્રવધૂ. મનસુખના ધર્મપત્ની. સચીન, જતીન, રીના, શીતલ, જીનલના માતુશ્રી. કોડાય કંકુબેન પ્રેમજી લખમશીના સુપુત્રી. હિંમત, તનસુખના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. નિ. મનસુખ છેડા, ૪-જમુના, નવયુગ નગર, એસ.વી. રોડ, દહીંસર (ઇ.).
બેરાજાના મંજુલા ગાંગજી ધનાણી (ઉં.વ. ૭૮) તા. ૯-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મઠાબેન ખીમજી કાનજી ધનાણીના પુત્રવધૂ. ગાંગજી (બચુભાઈ)ના પત્ની. વિપુલ, દીપેશના માતા. કારાઘોઘાના મણીબેન મેઘજી હીરજીના સુપુત્રી. જીતેન્દ્ર, રતનબેન, કંકુ, ગુણવંતી, મધુ, રંજનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: દીપેશ ગાંગજી ધનાણી, બી/૨૦૨, દામલે બિલ્ડીંગ, ફડકે રોડ, ડોંબિવલી (ઈ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી