મરણ નોંધ

જૈન મરણ

વજાપુર ૨૭ વિશા શ્રીમાળી જૈન
લીંબોદરાના હાલ ગોરેગાંવ ચીનુભાઈ શકરચંદ શાહ (ઉં. વ. ૯૪) ૮-૧-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ કાન્તાબેનના પતિ. સ્વ. લાલુભાઈ, રસિકભાઈ, મનુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના મોટા ભાઈ. વર્ષાબેન, કિરણભાઈ, વિજયભાઈ, પરેશભાઈ, હેમાબેનના પિતાશ્રી. નરેન્દ્રકુમાર, સ્મિતાબેન, સાસ્મિરાબેન, દીનાબેન, તરૂણકુમારના સસરા. ઉર્વિલ, હર્ષિલ, ધ્વનીલ, જાનવી, કેતુર, દિશાના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
કુંદણી હાલ બોરીવલી સ્વ. સરલાબેન મગનલાલ દોશીના પુત્રવધૂ. તે અનિલા જીતેન્દ્ર દોશી (ઉં. વ. ૬૬) ૮-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નલિનીબેન નગીનભાઈ, લતાબેન ચંદ્રકાત, ભારતી ગિરીશભાઈ, હસુમતી ધીરજલાલ બાટવીયા, હર્ષાબેન વિજયભાઈ વઘાણી, રેણુકા કિશોરભાઈ તુરખીયા, લીના નરેનભાઈ ઘેલાણીના ભાભી. દિધડીયા (હળવદ) નિવાસી શાંતાબેન ગોવિંદજી શાહના દીકરી. જિનેશ, દિશા કેશવ દલાલના માતુશ્રી. રસિકભાઈ, ચમનભાઈ, નગીનભાઈ, નંદલાલભાઈના બેન. યુગમ, હૈયુના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ધારી (આંબરડી) હાલ બોરીવલી સ્વ. ત્રંબકલાલ અમૃતલાલ જાટકિયાના પુત્ર રમેશચંદ્ર (ઉં. વ. ૮૧) તે પુષ્પાબેનના પતિ. કેતનભાઈ, ભાવેશભાઈ, અમિતાબેન, નિમિષાબેનના પિતાશ્રી. અશોકભાઈ સંઘવી, નીતાબેન, નીપાબેન તથા ભાવેશભાઈ દેસાઈના સસરાજી. સ્વ. હિમ્મતભાઈ, કંચનભાઈ, સ્વ. પ્રવીણચંદ્ર (બટુકભાઈ), સ્વ. પ્રફુલભાઈ, સ્વ. શારદાબેન નાનાલાલ સંઘવી, ઈન્દુબેન વિજયકુમાર શાહ તથા દયાબેન બિપીનચંદ્ર દોશીના ભાઈ. મેંદરડા નિવાસી સ્વ. જમનાદાસભાઈ વચ્છરાજભાઈ બદાણીના જમાઈ ૮-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. શ્રદ્ધાંજલિ સભા ૧૧-૧-૨૪, ગુરુવારના સવારે ૧૦ થી ૧૨. ઠે: રઘુલીલા મોલ (લોટસ બેન્કવેટ), ૪થા માળે, પોઈસર જીમખાના રોડ, કાંદીવલી (વે.).
સોરઠ વિસા શ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી હાલ બોરીવલી શ્રી લલિતભાઈ જમનાદાસ કાનજી વોરા (ઉં. વ. ૭૨) તા. ૮/૧/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. રિદ્ધિ – સિદ્ધાર્થ ના પિતા. જીમીતભાઈ, ભૂમિકાના સસરા, સ્વ. હર્ષદભાઈ, સ્વ. પંકજભાઈ, સ્વ. વિજયભાઈ, મનીષભાઇ, સ્વ. વસુબેન, સ્વ. મધુબેનના ભાઈ , જૂનાગઢ નિવાસી જગજીવનદાસ અભયચંદ ધોળકિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશાશ્રીમાલી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મલાડ-મુંબઈ, દિનેશચંદ્ર ઝવેરચંદ મહેતા, (ઉં. વ. ૮૯) તા. ૯/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકુવર ઝવેરચંદ મહેતાના પુત્ર. પ્રતિભાબેનના પતિ. સ્વ. હસમુખરાય તથા હર્ષદરાયના ભાઈ. સ્વ. પ્રભાબેન જયંતીલાલ મહેતાના જમાઈ. હિતેશ તથા આશિષના પિતાશ્રી. પુત્રવધુ માધવી તથા સેજલ ના સસરા. ચિન્મય તથા અક્ષયના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના રમણીકલાલ મારૂ (ઉં. વ. ૭૭) તા. ૮-૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લીલાવંતીના પતિ. માતુશ્રી નાનબાઇ કાનજી મણશી મારૂના સુપુત્ર. માતુશ્રી કસ્તુરબેન વેલજી ખેતશી શેઠીયાના જમાઇ. તુષાર (ચંડીગઢ) કેતન, શીતલના પિતા. કેશવજી, ગાંગજી, નાગજી, શાંતીલાલ, બારોઇના વેલબાઇ ખીમજી ભેદા, ગુંદાલાના સંતોકબાઇ માવજી સતરાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. ઠે. કેતન રમણીકલાલ મારૂ, બી/૬૦૪, સુશીલા હાઇટસ, ન્યુ વિવા કોલેજ રોડ, ડી. માર્ટની બાજુમાં, વિરાર (વે.) ૪૦૧૩૦૩.
ડુમરા હાલે ખરગોનના માતુશ્રી ધનવંતીબેન પુનશી નાગડા (ઉં. વ. ૮૨) તા. ૭-૧-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તેજબાઇ પ્રેમજીના પુત્રવધૂ. પુનશીના ધર્મપત્ની. જ્યોતી, નરેડી અનિતા પંકજ, મેરાવા મીના સુનીલ, યોગેશ, ખુશાલના માતુશ્રી. ડુમરા લક્ષ્મીબેન રતનશી શીવજીના પુત્રી. ઉત્તમચંદ લલીત, દેવપુર રેવંતી મોરારજી, પત્રી દમયંતી કાંતીલાલ, વાંકી સરસ્વતી (સ્મિતા) ભવાનજી, પીપલાણા પદમીની રમેશના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. યોગેશ પુનશી, બાલાજીનગર, ચમેલીની વાડીની બાજુમાં, ખરગોન (એમ.પી.) ૪૨૧૦૦૧.
મોટા રતડીયાના અ.સૌ. ગંગાબેન ભાઇલાલ શાહ (ગડા) (ઉં. વ. ૭૧) તા. ૮- ૧-૨૪ના માંદગીથી અવસાન પામ્યા છે. માતૃશ્રી જેઠીબાઇ મોહનલાલ ભવાનજીના પુત્રવધૂ. ભાઇલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની. નિલેશના માતુશ્રી. હાલાપુરના માતુશ્રી પાનબાઈ ભારમલ લીલાધરના સુપુત્રી. નાનજી, નવિનચંદ્ર, રમેશ, કોટડા રોહાના વેલબાઇ દામજી, માપરના અમૃતબેન પ્રેમજી, હાલાપુરના મઠાંબાઇ વીરજી, ખારૂઆના વિમળાબેન નવીનચંદ્રના બેન. ત્વચાદાન અને ચક્ષુદાન કરેલ છે. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર, ટા. ૪ થી ૫.૩૦. નિ. નીલેશ ભાઇલાલ શાહ, એ-૪/૫૦૪, શંખેશ્ર્વરનગર, માનપાડા રોડ, ડોંબિવલી (ઇ)-૪૨૧૨૦૪.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…