જૈન મરણ
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માંગરોલ હાલ મુંબઇ સ્વ. ઇન્દુભાઇ હિરાલાલ શાહના ધર્મપત્ની તરૂલતાબેન (ઉં. વ.૮૨) ફેમિના, વિમેશના માતુશ્રી. જયાબેન હરીલાલના પુત્રી. પરેશભાઇ, નિપાબેનના સાસુ. પ્રિયેશ, ધ્વનીના દાદી. ક્રિષા, વિરાગના નાની. સ્વ. કનકબેન, સ્વ. દેવેન્દ્રભાઇ, લીનાબેનના ભાભી તા. ૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડિયા નિવાસી સ્વ. શાંતિલાલ જગજીવન કોઠારીના સુપુત્રી હાલ વિલેપાર્લે મુંબઇ પુષ્પાબહેન રમેશચંદ્ર દોશી (ઉં. વ. ૮૮) તે સ્વ. નારણદાસ નવલચંદ દોશીના પુત્રવધૂ. સ્વ. વિનોદભાઇ, સ્વ. જીતુભાઇ, નટુભાઇ, ગુણવંતીબેન ઉદાણી, મધુબહેન પારેખ, ઇલાબહેન શાહના મોટાબહેન. હંસાબેન ટોળિયા, ઉલ્લાસબેન વોરા, કિસનભાઇ, સ્વ. ભરતભાઇના ભાભી. સ્વ. ભારતીબેન, કનકબહેનનાં જેઠાણી તા. ૫-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી જૈન
બામણવા નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. જાસુદબેન અમથાલાલ મણીલાલ શાહ ના સુપુત્ર શ્રી મહેન્દ્રકુમાર ( મનુભાઈ) (ઉં. વ.૮૬) તે સ્વ. ધર્મિષ્ઠાબેન ના પતિ, પરેશા, કેતન, ઉદય ના પિતા, પરેશકુમાર, કવિતા તથા રેશ્મા ના સસરા, .સ્વ. જશીબેન પ્રેમચંદ માણેકલાલ શાહ (વડનગર) ના જમાઈ. તે ભૂમિ, સેહુલ – શુચિ, દિપ્શી – દર્શિલકુમાર, સમકિત – શિખા, જયમ તથા રિઆન ના દાદા, શુક્રવાર તા. ૫/૧/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. રહેઠાણ : ઇ/૬૦૨, બાદશાહ રેસીડેન્સી, પારેખ ગલી, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૬૭ (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
ક. વિ. ઓ. જૈન
પ્રાગપુરના પ્રફુલ કેશવજી ગાલા (ઉ.વ.૫૧) તા.૪-૧-૨૪ ના અવસાન પામ્યા છે જયવંતીબેન કેશવજીના પુત્ર. નિશાના પતિ. શુભ, મૈત્રીના પિતા. દક્ષા, નિતીન, મીતાના ભાઈ. ઝવેર વસનજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા.૨ થી ૩.૩૦. નિ. કેશવજી ગાલા, ૪૦/પ, નવ પારીજાત, તરૂણ ભારત, સો. ચકાલા, અંધેરી (ઈ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા વાળા સ્વ. જયંતકુમાર હરજીવનદાસ દોશી નાં ધર્મપત્ની મીનાક્ષીબેન જયંતકુમાર દોશી (ઉ. વર્ષ ૮૩), તે પદમાબેન કુમુદચંદ્ર ઝવેરીના દીકરી તથા કાનનબેન, મનીષાબેન, નેહુલભાઈ, યતીનભાઈના માતુશ્રી તેમજ પ્રફુલભાઈ સોનપાલ, વિપુલભાઈ ગોસલિયા, ધર્મિષ્ઠાબેન અને નિશાબેનના સાસુનું મુંબઈ મુકામે તા. ૫ -૧-૨૪ ના રોજ અવસાન થયેલ છે. માતૃવંદના તા. ૯-૧-૨૪ ના રોજ મંગળવારના દિવસે સવારે ૧૦ થી ૧૨. ઠે. ૧૩-બી, પબ્લિક હેલ્થ ટ્રસ્ટ વિલે પાર્લે મેડિકલ ક્લબ, ચંદન સિનેમા પાછળ, મુંબઈ ખાતે રાખેલ છે, સદગત નું દેહદાન કરેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી હાલ મુંબઈ સ્વ. ધીરજબેન બાપાલાલ શેઠના સુપુત્ર ભરતભાઈ (ઉં.વ.૭૮) તે પ્રવીણભાઈ, સ્વ. વિક્રમભાઈ, મીનાબેનના ભાઈ, રાકેશ અને મિતુલના કાકા, કુનાલીના કાકા સસરા. યજ્ઞ અને કેયાના દાદા, તા. ૬/૧/૨૪ શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભચાઉ ના સ્વ. ધનીબેન/ગં.સ્વ. ચાંપુબેન કરસન નંદુના પૌત્ર. સ્વ. કામલબેન વીરજી નંદુના પુત્ર કાન્તીલાલના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં.વ. ૭૧) મુંબઈમાં તા.: ૪-૧-૨૪ ના અવસાન પામેલ છે. જતીન, હંસા, ભાવના, જાગૃતી, પ્રિતીના માતુશ્રી. નેહલ, કમલેશ, અરવિંદ, દીપક, નિકુંજના સાસુજી. સ્વ. માનુબેન ગાંગજી શીવજી ગાલાની પુત્રી. નિવાસ: એ-૨૦૧, ગ્લોબલ રેસીડેન્સી, શ્રેયસ કોલોની, ગોરેગાંવ (ઈસ્ટ).
શ્રી વાગડ વિ.ઓ. જૈન
ગામ સુવઈના માતુશ્રી મેઘીબેન ડાયા હાજા સત્રાના પુત્રવધુ નાથીબેન (ઉં.વ.૭૫) તા. ૫-૧-૨૪, શુક્રવારના અવસાન પામેલ છે. રાયશીભાઈના ધર્મપત્ની. મહેક, સ્વ. ઉર્મીલા, ઉર્મીલા, મંજુ, દક્ષા, અલ્પા, આશાના માતુશ્રી. રીંકલ, વશનજી, રમેશ, સંજય, હર્ષદ, સચીનના સાસુ. નુ.ત્રંબૌના સ્વ. પુંજીબેન પાલણ વીરજી ગાલાની દીકરી. પ્રાર્થના તા. ૮-૧-૨૪, સોમવાર. પ્રા. સમય: બપોરે ૩ થી ૪.૩૦. પ્રા.સ્થળ: ટીપ ટોપ પ્લાઝા, થાણા (વે). નિવાસ સ્થાન: લક્ષ્મી કેશવ, ૪૦૧, તળાવપાળી, થાણા (વે.).