જૈન મરણ
આંબા નિવાસી, હાલ મુંબઇ (ગોરેગાંવ) સ્વ. પરશોતમ લક્ષ્મીચંદ શાહના પુત્ર નટવરલાલ (ઉં. વ. ૮૪) તા. ૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે પ્રાણલાલ, સ્વ. ધીરજલાલ તથા ભરતકુમારના ભાઇ. તે સ્વ. જશવંતીબેન, લીલાવંતી, શારદાબેન તથા સ્વ. સાધ્વીજી તત્ત્વરત્નાશ્રીજી મ. સા. ના ભાઇ. તે મોણપર નિવાસી શામળજીભાઇ તથા પોપટભાઇના ભાણેજ. તે ગઢડા નિવાસી સ્વ. લાલચંદ તારાચંદ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી, હાલ મુલુંડ હીરાલાલ છગનલાલ શેઠના સુપુત્ર કિશોર (ઉં. વ. ૬૫) બુધવાર, તા. ૩-૧-૨૪ના અવસાન પામેલ છે. તે દિલીપભાઇ, સ્વ. કિર્તિભાઇ, સ્વ. નરેન્દ્રભાઇના ભાઇ. દમયંતીબેન દિલીપભાઇ શેઠના દીયર. દિપેન, અમી અમીષકુમાર શાહના કાકા. મોસાળપક્ષે અનોપચંદ ગોરધનદાસ શાહ. ભાવનગરવાળા. સાદડી તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગામ બરફ ટાણા હાલ વાશી, નવી મુંબઇ સ્વ. હરગોવિંદદાસ માધવજી અજમેરાના ધર્મપત્ની મધુકાન્તા (ઉં. વ. ૯૩) તા. ૩-૧-૨૪ના બુધવારના દેહપરિવર્તન કરેલ છે. તે ડો. મુકેશ, સ્વ. રાજેશ, વિજય તથા પ્રિતી, (બેના) (પૂના)નાં માતુશ્રી. ડો. હિના, પ્રતિમા, રાગિણી તથા અશ્ર્વિન વિ. શેઠ (પૂના)નાં સાસુ. તે પરવડી નિવાસી હાલ મુંબઇ સ્વ. મણીલાલ દુર્લભજી દેસાઇના દિકરી. તે નિરવ, પ્રતીક, હેમાલી, નિકીતા, વિધી, પ્રાચી, ધરમ તથા ચિરાગના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મુંબઇ લોખંડવાલા અંધેરી સ્વ. જયાલક્ષ્મી મૂળશંકર અવલાણીના સુપુત્ર ચંદ્રકાન્ત (ઉં. વ. ૮૫) તા. ૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇલાબહેનના પતિ. દેવેનભાઇ કેતનભાઇ જસ્મિનાના પિતાશ્રી. તે પલ્લવી અને ભાવેશકુમારના સસરા. દીસ્તીના દાદા. ભૂપેન્દ્રભાઇ, સ્વ. દિનેશચંદ્ર અશ્ર્વિનભાઇ, સ્વ. શારદાબહેન, સ્વ. ભાનુબહેન, જયોતિબહેનના ભાઇ. અમૃતલાલ નિમચંદ મહેતાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દિગંબર મુમુક્ષુ જૈન
વિંછીયા હાલ મુલુંડ સ્વ. રૂપાળીબેન તથા સ્વ. અમરચંદ વાલજીભાઇ ડગલીના સુપુત્ર મહાસુખલાલ ડગલી (ઉં. વ. ૮૨) બુધવાર, તા. ૩-૧-૨૪ના દેહપરિવર્તન થયેલ છ. તે સ્વ. નિલમબેનના પતિ. તોરલ-ધરમેશભાઇ ગાંધી તથા અમીત-છાયાના પિતા. સ્વ. રસીકભાઇ, સ્વ. લતાબેન, ચંદ્રકાંતભાઇ, જિનબાળભાઇના ભાઇ. સ્વ. હીરાલાલભાઇ, હરખચંદભાઇ તથા સ્વ. નટુભાઇ ભાયાણીના બનેવી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે.મૂ.પુ જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ દહીસર કીર્તિકુમાર અમૃતલાલ શાહના ધર્મપત્ની જાગૃતિબેન (જાગુ) (ઉં. વ. ૫૯) તે રુચિના મમ્મી. તે સ્વ.વિજયભાઈ- મહેન્દ્રભાઈ – દીપિકાબેન – ધર્મિષ્ઠાબેનના ભાભી. તે મૃદુલાબેનના દેરાણી, તે રુષભ – બીરેનના કાકી. તે પિયરપક્ષે સ્વ. હસુમતીબેન હસમુખભાઇ શાહની મોટીદીકરી સોમવારના તા.૧-૧-૨૦૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કીર્તિકુમાર અમૃતલાલ શાહ,૩૦૨ જમુના બિલ્ડીંગ,નવયુગ લેન,એસ.વી.રોડ,દહિસર-ઈ.
કપડવંજ વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી હાલ મલાડ સ્વ ઉષાબેન (રાધાબેન) કિર્તીકુમાર શાહ (ઉં. વ. ૭૭) તે ૧/૧/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે કિર્તીકુમારના ધર્મપત્ની, શરદ (સમીર), મનીષ તથા જીજ્ઞેશના માતુશ્રી. પિયરપક્ષે બાબુભાઇ માણેકલાલ શાહ તથા ભુરીબેનના પુત્રી. સ્વ. રમેશભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અરૂણભાઈ, સ્વ.જશીબેન તથા સ્વ.હીરાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર વિશા ઓસવાલ જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ ગીરીશભાઈ ઝવેરી (ઉં. વ. ૬૭) તે ૩/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતીબેન બાબુલાલ ઝવેરીના પુત્ર. જાગૃતિબેનના પતિ. સ્વ. રમણબેન હસમુખલાલ શાહ, સુમનબેન પ્રાણસુખભાઈ ગાંધી, શકુંતલાબેન રાજેન્દ્ર શાહ, સૂર્યકાન્ત,રજનીકાંત, દિનેશભાઇ, પ્રબોધભાઈ, સ્વ. બિપીનભાઈ, વિજયભાઈના ભાઈ. સ્વ. કુમુદચંદ્ર પોપટલાલ કોઠારીના જમાઈ. ઉષાબેન સુરેન્દ્રકુમાર શાહ, વર્ષાબેન મહેશભાઈ ધોળકિયા, કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ તથા વિજયભાઈના બનેવી.
દશા શ્રીમાળી સ્થા જૈન
પાળીયાદ નિવાસી રજનીકાંત શેઠ (ઉં. વ.૭૫) તે ૧/૧/૨૪ ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. તારાબેન ચંદુલાલ શેઠના પુત્ર. મીનાબેનના પતિ. સ્વ. વૃજલાલ લક્ષ્મીચંદ દોશી બોટાદના જમાઈ. જીગીષા વિશાંતકુમારના પિતા. પ્રિયલના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
ઢૂંઢર નિવાસી હાલ ભાયંદર સ્વ. શારદાબેન રમણલાલ શાહના પુત્રવધૂ. ચેતનાબેન લલિતભાઈ શાહ (ઉં. વ. ૫૮) તે ૩/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મિત-અ.સૌ. દિસીના માતુશ્રી. સ્વ. અરવિંદકુમાર, હિતેષભાઇ, અરુણાબેન પ્રકાશકુમાર તથા જ્યોતિકા હસમુખલાલના ભાઈના પત્ની. પિયરપક્ષે સ્વ. ગજરાબેન નગીનદાસ શાહ આગીયોલના દીકરી. તેમની ભાવયાત્રા ૫/૧/૨૪ ના ૧.૩૦ થી ૩.૩૦. મહેશ્ર્વરી ભવન, એસ. વી. રોડ, ભાયંદર વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના રતડિયાના માણેકચંદ લધુભાઈ વેરશી ગોસર (ઉં. વ. ૭૨) તા. ૨-૧-૨૪ના અવસાન પામેલ છે. આંસબાઈ લધુભાઈના પુત્ર. ભાવનાના પતિ. અમિત, પૂનમના પિતા. ગુણવંતી (શીલા), છબીલા (જ્યોતિ), અમૃત (અંજના)ના ભાઈ. ડોણ માતુશ્રી કેશરબેન શામજી કેશવજી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. (ચક્ષુદાન કરેલ છે) ઠે. માણેકચંદ ગોસર, ૭૦૨, સાઠે રેસિડેન્સી, યુ.યુ. ભટ્ટ રોડ, માટુંગા, મું-૧૯.
બારોઈના વલ્લભજી શીવજી કેનીયા (ઉં. વ. ૭૪) તા. ૧-૧-૨૦૨૪ના કચ્છ (બારોઈ)માં દેહપરિવર્તન આદરેલ છે. કોરબાઈ શીવજી ભીમશીના સુપુત્ર. મણીબેન/ઉર્મિલાબેનના પતિ. ધીરેન, દીપા, કેકિનના પિતાશ્રી. ધનજી, કુંદરોડીના લક્ષ્મીબેન માવજી, બારોઈના રતનબેન રતનશીના ભાઈ. કુંદરોડીના મોંઘીબેન શીવજી ચના છેડાના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરશન લધુ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫.૩૦. નિ. ધીરેન કેનીયા: ચંદ્રા નિવાસ, બ્લોક ૧૫, પ્લોટ-૯, સ્વામી વલ્લભદાસ માર્ગ, સાયન-વે., મું-૨૨.
ભોજાયના ચિ. મનીષ ગડા (ઉં. વ. ૪૬) તા. ૩-૧-૨૪ ના અવસાન પામેલ છે. મણીબેન મુરજીના પૌત્ર. કોટડી જેઠીબાઇ રવજીના દોહિત્ર. સુંદરબેન અમૃતલાલના સુપુત્ર. રીટાના ભાઇ. ના. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ. રીટા ગાલા, ૩૯૪/સી, ગુપ્તા નિવાસ, ૨જે માળે, ભાઉદાજી રોડ, માટુંગા (ઈ), મું. ૧૯.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મુ. જૈન
હેબતપુર નિવાસી હાલ મલાડ (વેસ્ટ) જયંતીલાલ શિવલાલ શાહ (ઉં. વ. ૮૪) તા. ૪/૧/૨૦૨૪ના ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વસુમતીબેન શાહના પતિ. તે નિશા દિનેશ બારભાયા, ચેતના, બીના કમલેશ શાહ, ચાર્મી વિશાલ માથુકિયાના પિતાશ્રી. સ્વ. મણીલાલ, સ્વ કાંતિલાલ, સ્વ. શાંતાબેન ચંદુલાલ, સ્વ. સુશીલાબેન ભોગીલાલના ભાઈ. તે નિંગાળાવાળા સ્વ. કિશોરભાઈ રતિલાલ માથુકિયા, સ્વ. અશોકભાઈ, સ્વ. બીપીનભાઈ, નરેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. ઇન્દુબેન પન્નાલાલ, હંસાબેન વાડીલાલ, ભાનુબેન રમણીકલાલ, સ્વ. પુષ્પાબેન મુકેશભાઈ બગડીયાના બનેવી તે અક્ષત, મૌનીલ, આયુષી રુચિતકુમાર ક્રિશાના નાના. લૌકિક વ્યવહાર, સાદડી રાખેલ નથી.
ઝાલાવાડ શ્ર્વે. દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
જોરાવરનગર નિવાસી હાલ કાંદિવલી સ્વ. ચંદુલાલભાઈના નાનાભાઈ સ્વ. નવીનચંદ્ર ભાયચંદ શાહના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ.૮૨), તે જયેશભાઈ, દિવ્યેશભાઈ, અનીલાબેન તથા લીનાબેનના માતુશ્રી તથા ભાવનાબેન, નીપાબેન, કમલેશભાઈ વખારીયા તથા ગિરીશભાઈ જોગાણીના સાસુ તથા હર્ષ, ઋષભ તથા દૃષ્ટિના દાદી તથા હળવદ નિવાસી સ્વ. મુળજીભાઈ ધનજીભાઈ શાહ (પાનવાળા)ના દીકરી તા. ૦૨-૦૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બિલખા નિવાસી હાલ બોરીવલી સ્વ. મનહરલાલ વ્રજલાલ ટીંબડીયાના ધર્મપત્ની ગં.સ્વ. કનકબેન (ઉ.વ.૮૪) તે અ.સૌ. પારૂલબેન તથા નીલેશભાઈના માતુશ્રી. તે જતીનભાઈ વિનોદરાય મેહતા અને રૂપા (જાગૃતીબેન)ના સાસુજી. તે સ્વ. ગુણવંતરાય, બળવંતરાય, સ્વ. મંજુલાબેન મનસુખલાલ સંઘવી તથા અ.સૌ. રમીલાબેન રોહિતભાઈ વોરાના ભાભી. તે અગતરાય નિવાસી સ્વ.ખુશાલચંદ જગજીવનદાસ બદાણીની દીકરી. તે ચિ.પાર્થ, ચિ. વિદીશા તથા ચિ. પાર્થવીના નાની-દાદી મંગળવાર તા. ૨-૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેકાણું- ૭૦૨, સહયોગ બિલ્ડિંગ, દૌલતનગર રોડ નં-૫, બોરીવલી-ઈસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ બોરીવલી નલિનકુમાર કાંતિલાલ વોરા (ઉં. વ. ૮૩) તા. ૪-૧-૨૪ના ગુરુવારનાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ રામજી વોરાના સુપુત્ર. સ્વ. મૃદુલાબેનના પતિ. સ્વ. ઉષાબેન વિરેશભાઇ ભણશાળી, હિતેશભાઇ મીનાના મોટાભાઇ. તે ચેતના હિતેશકુમાર મહેતા, તુષાર-ભાવિષા, મેહુલ-નેહાના પિતાશ્રી. ધ્વની, હેતાંશ, પરમ અને ધૈર્યના દાદા. શ્ર્વસુર પક્ષે પાડરશીંગાવાળા સ્વ. માવજી વીરચંદ મહેતાના જમાઇ. તેમની સાદડી તા. ૫-૧-૨૪ શુક્રવારના રોજ બપોરે ૩થી ૫. ઠે. સ્થાનકવાસી સર્વોદય હોલ, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ)માં રાખેલ છે.
તપગચ્છીય સાધ્વીશ્રી સ્મિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાળધર્મ
ગચ્છાધિપતિ પ.પૂ. વ્યાખ્યાન વાચસપતિ આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્ર્વરજી મહારાજાના નિશ્રાવર્તી વર્તમાન ગચ્છાધિપતિ શ્રી આ.ભ. શ્રીમદ વિજય પુણ્યપાલ સુરીશ્ર્વરજી મહારાજાના આજ્ઞાવર્તી પ.પૂ. સાધ્વીશ્રી સુર્યમાલાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પ.પૂ. સાધ્વીશ્રી સ્મિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૮૬ વર્ષની ઉંમરે ૫૬ વર્ષનો દિક્ષા પર્યાય પાળી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં અમદાવાદ પાલડી મુકામે શુક્રવાર તારીખ ૨૯-૧૨-૨૦૨૩ સાંજે ૬.૦૦ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પાલખી યાત્રા અંતિમ યાત્રા તા. ૩૦-૧૨-૨૦૨૩ના ૧૨.૪૦ કલાકે સંપૂર્ણ થયેલ છે. સંસાર પક્ષે ગામ : મોટી રાયણના રત્નકુક્ષી માતુશ્રી નેણબાઇ રામજી દેવજી શાહ (ગડા)ના સુપુત્રી સાગર રામજી શાહ (ગડા) નવાવાસ માતુશ્રી પ્રભાવતી જેઠાલાલ દેઢીયા, મો.આસંબીયા સ્વ. સુરેખા હસમુખ છેડાના બેન મહારાજ. નીના સાગરના નણંદ મહારાજ. જીગર, મો. આસંબીયા પુજા નિલેશ સાવલાના ફુઇ મહારાજ. નવાવાસ વિભા દિપક, ખ્યાતિ નીખીલ, ઝંખના ભુષણ, મો.આસંબીયા જ્યોતિ સુરેશ, નાની ખાખર ચારૂલતા બીપીન, કોડાય ભાવિની (સીમા) હરીશ સાવલાના માસી મહારાજ સાહેબ પ.પૂ. ગુરૂ મહારાજના આત્મ શ્રેયાર્થે નવકાર ગણવા. ગુણાનુવાદ સભા રાખેલ નથી.