મરણ નોંધ

જૈન મરણ

પાટણ જૈન
પાટણ નિવાસી વાગોળના પાડાના હાલ મુંબઈ સ્વ. મનહરલાલ વિઠ્ઠલદાસ સંઘવીના પત્ની ભારતીબેન સંઘવી (ઉં. વ. ૯૩) ૩૦-૧૨-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉમેશ, જીતા શૈલેષ શાહ, સ્વ. જયશ્રી ગિરીશ ધોલકિયાના માતુશ્રી. કલ્પનાના સાસુ. પિયર પક્ષે સ્વ. લક્ષ્મીચંદ મોહનલાલ શાહની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ વાગડ સાતચૌવીસી જૈન
ગામ આધોઈના હાલ ઘાટકોપર ગાંધી ચુનીલાલ ભાઈચંદના પુત્ર વાડીલાલ (ઉં. વ. ૬૮) ૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાન્તાબેનના પતિ. કલ્પેશ, નીતિન, સાગરના પિતાશ્રી. કાજલ, ફાલ્ગુની, પ્રજ્ઞાના સસરા. સ્વ. ગાંધી ભોગીલાલ, નવીનચંદ્ર, અરવિંદકુમાર, નિર્મલાબેન વિશનજી, હીનાબેન હિંમતલાલના ભાઈ. શ્રુત, જૈની, એંજલ, જસ, મેહાન, મિંતાસના દાદા. ધમરકાના મહેતા, કરમચંદ દામજીના જમાઈ. પ્રાર્થના બંને પક્ષ તરફથી ૪-૧-૨૪, ગુરુવારના ૧૦-૩૦ થી ૧૨. ઠે: ૧લે માળે, પાટીદાર વાડી, એલબીએસ માર્ગ, ઘાટકોપર (વે).
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી, હાલ ઘાટકોપર અ.સૌ. સુધાબેન (ઉં.વ. ૭૮) તે સુરેશભાઈ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની તથા તેજલ મેહુલ દેસાઈ અને દિપાલી ધિલન દેસાઈના માતુશ્રી તથા સ્વ. ચંદુભાઈ, નીતિનભાઈ, મધુ, સ્વ. કોકિલા તથા જયશ્રીના ભાભી તથા સ્વ. ધનવિદ્યાબેન ધીરજલાલ વોરા (ઝીંદાબાદ)ના દીકરી તથા ગટુભાઈ, સ્વ. હર્ષદભાઈ, હરીશભાઈ, પ્રિયબાળા, હર્ષદા, મીના, ભારતી અને ગીતાના બહેન મંગળવાર, તા. ૨-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બિલખા નિવાસી, હાલ બોરીવલી સ્વ. મનહરલાલ વ્રજલાલ ટીંબડીયાના ધર્મપત્ની ગં.સ્વ. કનકબેન (ઉં.વ. ૮૪) તે અ.સૌ. પારુલબેન તથા નીલેશભાઈના માતુશ્રી. તે જતીનભાઈ વિનોદરાય મેહતા અને રૂપા (જાગૃતિબેન)ના સાસુજી. તે સ્વ. ગુણવંતરાય, બળવંતરાય, સ્વ. મંજુલાબેન મનસુખલાલ સંઘવી તથા અ.સૌ. રસીલાબેન રોહિતભાઈ વોરાના ભાભી. તે અગતરાય નિવાસી સ્વ. ખુશાલચંદ જગજીવનદાસ બદાણીની દીકરી. તે ચિ. સાર્થ, ચિ. વિદીશા તથા ચિ. પાર્થવીના નાની-દાદી. મંગળવાર, તા. ૨-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેકાણું: ૭૦૨, સહયોગ બિલ્ડિંગ, દૌલતનગર રોડ નં.૫, બોરીવલી (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ચુનીલાલ પ્રેમજી ગોગરી (ઉં.વ. ૮૨) ૧-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન પ્રેમજી હેમરાજના સુપુત્ર. કાંતાના પતિ. નીતીન, પ્રીતી, અલ્પાના પિતાશ્રી. સંસાર પક્ષે સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજી, વેલબાઇ, જવેર, સુંદર નિર્મળા, નિલમના ભાઇ. કોડાય લક્ષ્મીબેન વેરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચુનીલાલ પ્રેમજી ગોગરી, ન્યુ સાંઇ મંદિર, ડી-૧૦૧, એસ.વી. રોડ, દહીંસર (પૂર્વ).
દેઢીઆના દેવચંદ કેશવજી ગોસર (ઉં.વ. ૭૨) ૧-૧-૨૪ના અવસાન પામ્યા છે. દેવકાબેન કેશવજીના સુપુત્ર. પ્રેમીલાના પતિ. વિશાલ, અનીતાના પિતા. ગં.સ્વ. હીરાવંતી, સ્વ. દમયંતી, લીલા, ગં.સ્વ. લતા, ભરતના ભાઇ. કુંદરોડીના નાનબાઇ દેવજી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમીલા ગોસર, એ-૯/૧૦, સીતામાઇ કેને સદન, ડી.એન.સી. સ્કૂલની પાછળ, નાંદીવલી રોડ, ડોંબીવલી (ઇ.).
સામખીયારીના વિરમભાઇ છાડવા (ઉં.વ. ૯૦) મુંબઇ મધ્યે તા. ૩૦-૧૨-૨૩, શનિવારના અવસાન પામેલ છે. માતુશ્રી ભમીબેન હેમરાજ રામજી છાડવાના સુપુત્ર. મંજુલાબેનના પતિ. હરીલાલ, શાંતિલાલ, કસ્તુર, સુશીલા, ભાવના, શાંતિ, ભાનુના પિતાશ્રી. વાઘજી, ગોકળ, લીલાબેનના ભાઈ. લાકડીયાના દેવઇબેન રણમલ રવા શાહના જમાઇ. પ્રાર્થના તા. ૪-૧-૨૪, ગુરુવાર, સમય બપોરે ૨.૦૦ થી ૩.૧૫ કલાકે પ્રાર્થના પછી શ્રદ્ધાંજલિ સભા પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ).
પુનડી હાલે ભુજના ચંદ્રકાંત (બબો) મગનલાલ છેડા (ઉં.વ. ૫૮) તા. ૩૦-૧૨-૨૩ના અવસાન પામેલ છે. દેવકાંબેન માલશી દેવશીના પૌત્ર. જયવંતી મગનલાલના પુત્ર. નેણબાઇ વેલજી ભીમશી ધનાણીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રકાશ ભવાનજી છેડા, ૧૮૦/૭, અબ્દુલ કાદર ચેમ્બર્સ, સેંટ ઝેવીયર સ્ટ્રીટ, પરેલ, મુંબઇ-૧૨.
ભુજપુરના ચિ. પ્રતિક જયંત સંગોઈ (ઉં.વ. ૩૧) તા. ૨-૧-૨૪ના અવસાન પામેલ છે. વિમળાબેન/ચંચળબેન નાનજી પુંજાના પૌત્ર. પ્રજ્ઞા (પ્રિયા) જયંતના પુત્ર. સોનમ, પ્રથમના ભાઈ. ગંગાબેન દેવજી ઉમરશી સાવલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંત સંગોઈ, ૯૦૪, વાસ્તુ માટુંગા બિલ્ડીંગ, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા (સે.રે.), મું. ૧૯.
મકડાના અ.સૌ. ભાનુમતી મણીલાલ ગાલા (ઉં.વ. ૭૨) તા. ૨-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી વાલબાઇ માવજી મુરજીના પુત્રવધૂ. લતા, પરેશ, પલ્લવી, કેતકીના માતુશ્રી. ઝવેરબેન શામજી, લીલબાઇ ખીમજીના પુત્રી. લક્ષ્મીબેન જીવરાજ, વિજયા શામજી, મણીબેન રામજી, કમલ ચીમન, દમયંતી પ્રવિણ, મુલચંદ, પ્રવિણ, સોહીત, દમયંતી હીરજીના બેન. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ, કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. ઠે. મણીલાલ માવજી, ઓમ પ્રથમેશ, એ-૨૦૫, તુકારામનગર, ડોંબીવલી (ઇ.).
ગઢશીશાના કલ્પનાબેન દેઢિયા (ઉં.વ. ૬૬) તા. ૧-૧-૨૪ના પાલીતાણા સિધ્ધવડ મુકામે અરિહંત શરણ થયેલ છે. મમીબાઇ કાનજીના પુત્રવધૂ. સ્વ. જયંતીલાલના પત્ની. દિપેશ, સ્નેહાના માતા. દેવપુર હીરબાઇ આસુ વેરશીના સુપુત્રી. શાંતીલાલ, મધુકાંત, મનોજ, કેતન, ગીતા વશનજી, પ્રેમીલા મણીલાલ, શાંતા રસીકલાલ, હંસા ધનજી, રસીલા ખુશાલના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. ઠે. જયંતીલાલ દેઢિયા, એ/૬, સુખશાંતી, તાંબેનગર, એસ.એન. રોડ, મુલુંડ (વે).
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
શિહોર નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. જયશ્રીબેન હસમુખરાય બાલુભાઇ શાહના પુત્ર અમિતભાઇ શાહ (ઉં.વ. ૫૩) તે ૧/૧/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે ભાવેશભાઈના મોટાભાઈ. મોસાળપક્ષે મહુવા નિવાસી હાલ સાંગલી મનસુખલાલ મોહનલાલ શાહના ભાણેજ. સ્વ. પૂનમચંદ તથા સ્વ. ભરતભાઈના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
માળીયા મિયાણા નિવાસી હાલ ગોરેગામ વેસ્ટ સ્વ. નિર્મલા શશીકાંત મહેતાના સુપુત્ર, શ્રી વિપુલ શશીકાંત મેહતા તા. ૩૧/૧૨/૨૩ના અરિહંત શરણ પામેલ છે. સોનાલીના પતિ. ટ્વિંકલ અને સુરભીના પિતા. અનિલભાઈ, સુરેખાબહેન, માલતીબહેન, પ.પૂ. સાધ્વી પિય દર્શિતા અને હિતેષભાઇના ભાઈ. મેહુલ અતુલભાઈ ધ્રુવના સસરા. ચંપકભાઈ દ. પરીખના જમાઈ. પ્રાર્થનાસભા બંનેપક્ષ દ્વારા તા. ૪/૧/૨૪ના ૩ થી ૫, પાવાન ધામ, મહાવીર નગર, બી. સી. સી. આઈ. ગ્રાઉન્ડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તળાજા નિવાસી, હાલ ઘાટકોપર અરવિંદભાઈ મનસુખલાલ શાહનાં ધર્મપત્ની અ.સૌ. ગુણવંતીબેન (ઉં.વ. ૮૨) તા. ૨-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ જયેશ, હેમાલી, કાનન તથા સેજલના માતુશ્રી. નીપાબેન, મિતેશકુમાર, મિનેશકુમાર તથા વિરલકુમારના સાસુ. બિપિનભાઈ તથા જયાબેનના ભાભી. ભૂપતભાઈ, રાજુભાઈ, હીરાબેન, હંસાબેન, પુષ્પાબેન, વિમુબેન તથા શિલાબેનના બહેન. ક્રિશા-યશ, નીલ, આગમ, રીયા તથા જીનવના દાદી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો