જૈન મરણ
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત હાલ અંધેરી હેમલતાબેન શાહ (ઉં.વ. ૭૧) તા. ૨૫-૧૨-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે જયંતભાઈ રમણલાલ શાહના ધર્મપત્ની. નિરવ, મયંકના માતુશ્રી. દિપલ, બીજલના સાસુ. મોક્ષા, ટીશા, યાવ્હીના દાદી. કોકિલાબેન – સ્વ. ભૂપેન્દ્રભાઈ, રાજેશભાઈ, પ્રવિણાબેન ચંદ્રકાંતભાઈ, સુનીતાબેન નવીનભાઈના ભાભી. પિયર પક્ષે શાંતાબેન તથા રમણલાલ વાડીલાલ પરીખના દિકરી. બંને પક્ષની સાદડી તા. ૨૯-૧૨-૨૩, શુક્રવારના ૫ થી ૭. સ્થળ: સેફાયર હોલ, પ્રેસ્ટીજ હોટલની બાજુમાં, એસ. એન. માર્ગ, અંધેરી ઈસ્ટ સ્ટેશનની સામે, અંધેરી (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના માતુશ્રી નેણબાઇ દામજી ભેદા (ઉં.વ. ૮૯) તા. ૨૭-૧૨-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ ગાંગજીના પુત્રવધૂ. દામજી ગાંગજીના ધર્મપત્ની. ટેકચંદના માતુશ્રી. રાયણના ખેતબાઇ ભાણજી માડણ છેડાના દીકરી. શામજી ભાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ટેકચંદ દામજી ભેદા, ૬૦૧, માર્બલ આર્ચ, યશવંત તાવડે રોડ, દહીંસર (ઇસ્ટ).
બિદડા (વીંછી ફરિયા)ના નાનબાઈ મુરજી વોરા (ઉં.વ. ૯૪) તા. ૨૭/૧૨ના અવસાન પામેલ છે. ઉંમરબાઈ ઉંમરશીના પુત્રવધૂ. મુરજીના પત્ની. તુંબડીના પુષ્પા (પ્રભા), સુરેશ, દિલીપ, શાંતિલાલના માતા. બિદડા હાંસબાઈ, રતનબાઈ દેવજીના પુત્રી. મુરજી દેવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: શાંતિલાલ વોરા, એ-૨૦૨, સંજોગ બિ., ૨ માળે, કિશનનગર નં. ૩, ગણેશ ચોક, થાણા વે.
લાખાપરના જાદવજી ખેતશી શેઠીયા (ઉં.વ. ૮૭) ૨૭-૧૨-૨૩ના અવસાન પામેલ છે. મમીબાઇ ખેતશી વજપારના પુત્ર. ગુણવતી (લક્ષ્મી)ના પતિ. અતુલ, મીના, હીનાના પિતા. કુંવરજી, ગાંગજી, લક્ષ્મી, નાનબાઇ, ચંચળના ભાઇ. ટોડા દેવકાંબેન ડુંગરશી ધારશી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અતુલ, ૩૬/૧, પોસ્ટલ કોલોની, ચેમ્બુર (ઇ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જુનાગઢ નિવાસી હાલ જયસીંગપુર, ગં.સ્વ. સ્મિતાબેન (સરલાબેન) કિરણભાઈ દેસાઈ (ઉં.વ. ૬૯), તા. ૨૮-૧૨-૨૩ના ગુરૂવારે મુંબઈમાં અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ગુલાબચંદ નાથાલાલ અમુલખ દેસાઈના પુત્રવધૂ. તે ધવલ, બિના, વિવેક નરેશભાઈ શાહના માતુશ્રી. તે નાનાલાલ સૌભાગચંદ ગાઠાણી (બગસરા)ની સુપુત્રી. તે સોનાલી, બિપીન, બિપીનભાઈ રતીલાલ ગોડા (સિકંદરાબાદ)ના સાસુ. પૌત્ર વિઆન અને યશ. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૩ના શુક્રવારે ૩.૦૦ થી ૫.૦૦, પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).