મરણ નોંધ

જૈન મરણ

મેંદરડા નિવાસી હાલ દહીંસર દિલીપકુમાર મગનલાલ ધોડાદ્રા (ઉં. વ. 71) તે હર્ષાબેનના પતિ. છાયા હેમલભાઇ જોબાલીયા, કાશ્મીરા નીરવભાઇ દોશી, કેવલના પિતા. રૂચીના સસરા. મહેન્દ્રભાઇના મોટાભાઇ. રૂજલ-સનાયા-શાયનાના નાનાજી. સસુર પક્ષે રતિલાલ માણેકચંદ મહેતાના જમાઇ. તે શનિવાર, તા. 6-4-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બાઢડા (સાવરકુંડલા) નિવાસી હાલ બોરીવલી અરુણકુમાર પ્રાણલાલ દેસાઇ (ઉં. વ. 79) તે વિણાદેવીના પતિ. અમીષ, ધવલ, દીશાના પિતા. જીજ્ઞા, પૂજા, જયશીલના સસરા. સ્વ. અશોકભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ.અજીતભાઇ, નિરંજન દેસાઇ, સ્વ. કોકીલાબેન મુકુંદરાય મોદી, સ્વ. નીતા ભૂપેન્દ્ર શેઠના ભાઇ. સાસરા પક્ષે વ્રજલાલ માધવજી અજમેરાના જમાઇ. ખુશી, લહેકના દાદા. તા. 5-4-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ સુવઈના હિમાબેન સાવલા (ઉં.વ. 88) ગુરુવાર, તા. 4-4-24ના અવસાન પામેલ છે. સ્વ. ખીમઈબેન શિવજી વાલજીના પુત્રવધૂ. સ્વ. વિજપારના ધર્મપત્ની. સ્વ. અમરશી, સ્વ. રમેશ, વિસનજી, દામજી શાંતિના માતુશ્રી. દેમાબેન, લક્ષ્મીબેન, નેણશીના સાસુ. જતીન, સ્વ. રોનક, રૂષભ, નીલમ, અમીષા, ઉર્વીના દાદી. સ્વ. કામલબેન પાંચાલાલ મેકણ સત્રાના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ છે. પ્રા. તા.: 7-4-24, રવિવાર. પ્રા. સમય 10.30થી 12. જાપ: 12થી 12.30. પ્રા. સ્થળ: કાંતિ વિસરીયા હોલ, થાણા (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેશાવાસી જૈન
રામપુર ભંકોડા નિવાસી, હાલ અંધેરી, સ્વ. ઝવેરીબેન વ્રજલાલ હકમચંદ શાહના સુપુત્ર મહેન્દ્રભાઈ શાહ (ઉં. વ. 80) 4-4-24ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. અનિલભાઈ અને નિર્મળાબેન નવીનચંદ્ર ગાંધીના નાના ભાઈ તથા દેવેન, સુનિલ અને હેમા હિતેશકુમાર શાહના પિતાશ્રી. સેજલ અને તેજલના સસરા. જોરાવરનગર નિવાસી, હાલ મુંબઈ સ્વ. હરીલાલ ચુનીલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણીક જૈન
મોરબી નિવાસી હાલ મીરારોડ સ્વર્ગીય પ્રદીપ પ્રાણલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. જ્યોત્સ્નાબેન (ઉં. વ. 72) તા.4-4-2024ના અરિહંતશરણ પામેલ છે. તે અનીષ તથા રીતેશના માતુશ્રી. હંસાબેન તથા સતીષભાઈના ભાભી. શારદાબેન મોહનભાઇ મેહતાના દીકરી. સુરેશભાઈ, સ્વ.કિશોરભાઈ, દીલીપભાઈ તથા હર્ષિદાબેનના બહેન. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકીક વહેવાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચોકવાળા (કદમગીરી) હાલ મુલુંડ સ્વ. જેઠાલાલ હરજીવનદાસ દોશીના ધર્મપત્ની ગુલાબબેન (ઉં. વ. 90) તા. 4 – 4 -24ને ગુરૂવારના સ્વર્ગવાસ થયેલ છે. તે પ્રવીણભાઈ, હરેશભાઈ, કુસુમબેન જયસુખભાઈ, સ્મિતાબેન રાજેશકુમારના માતૃશ્રી. તે ભારતીબેન, ભાવનાબેનના સાસુ. તે સંજના, ધરા, દેવાંશના દાદી. તે પિયર પક્ષે ગામ પચ્છેગામ નિવાસી હાલ મુલુંડ શાહ અમૃતલાલ જયચંદના દીકરી, તેમની ભાવયાત્રા તા. 09 – 04 – 2024ના મંગળવારે 10 થી 12 સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ.
સુરત વિશા ઓસવાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
શૈલેષભાઈ જવેરી (ઉં. વ. 74 ) તા.5/4/2024 શુક્રવારના દેવગતિ પામ્યા છે. તે સ્વ. ઈન્દિરાબેન સુમતીચંદ જવેરીનાં સુપુત્ર. આશાબેનનાં પતિ. સ્વ. માલવિકાબેન દિલીપભાઈ, માયાબેન સુભાષભાઈ, શરદભાઈનાં ભાઈ. ભાવનાબેનનાં જેઠ. સ્વ ઇન્દિરાબેન શાંતિચદ જવેરી (દેહલું)નાં જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર તા.8/4/2024નાં 4 થી 6: વનિતા વિશ્રામ સ્કૂલ પ્રાર્થના સમાજ.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના ઉમરબેન ટોકરશી સાવલા (ઉં. વ. 91) તા. 3-4-24ના દેહ પરિવર્તન કરેલ છે. ટોકરશીભાઈના પત્ની. લક્ષ્મીબેન નેણશીના પુત્રવધૂ. દીનેશ, મહેશના માતુશ્રી. ગેલડાનાં લધીબેન ભીમશી સૈયાના સુપુત્રી. કુંવરજી, મોરારજી ભવાનજી ભુજપુરના મણીબેન કાનજીના બેન. પ્રાર્થના : યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, દાદર (ઇ), રવિવાર, તા 7-4-24, સમય : 4.15 થી પ.45.
મોટા લાયજાના શ્રી ભુપેન્દ્ર લાલજી ગાલા (ઉં. વ. 70) તા. 4-4-24ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન લાલજીના પુત્ર. માલાના પતિ. દેવપુરના વેલબાઈ પ્રેમજીના જમાઈ. વિરલ, જીગરના પિતા. ધીરજલાલ, હિરાચંદ, જગદીશ, મુક્તા, વાસંતી, અમૃતના ભાઇ. (ચક્ષુદાન / ત્વચાદાન કરેલ છે.) પ્રા. આજે શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લઘુ નિસર હોલ, દાદર (વે). ટા. 4 થી 5.30.
પત્રીના છોટાલાલ કાનજી ધરોડ (ઉં. વ. 76) તા. 5-4-2024 ના અવસાન પામેલ છે. રતનબેન કાનજીના પુત્ર. સુશીલાના પતિ. કલ્પેશ, સેજલના પિતા. દામજી, મગનલાલ, પોપટલાલ, નવિન, ધીરજલાલ, નેમજી, શાંતિલાલ, કસ્તુરબેન, સરોજબેનના ભાઇ. ભોરારાના કેસરબેન વિશનજી દેઢિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્પેશ ધરોડ, 309/51, એમ્બિયન્સ પ્લેટિનમ, કે. આર.રોડ, બસવાનાગુડી, બેંગલોર-560004.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ