મરણ નોંધ

જૈન મરણ

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મુલુંડ સ્વ. શાંતાબેન રમણીકલાલ પારેખના સુપુત્ર કિશોરભાઈ પારેખ (ઉં. વ. 76) તે સ્વ.રેખાબેનના પતિ. જિગ્નેશ તથા કેયુરના પિતા. જેસિકાના સસરા. સ્વ. વિનોદભાઈ, યશવંતભાઈ, સ્વ. મુકેશભાઈ તથા દિલીપભાઈ, સ્વ. ભારતીબેન અનિલકુમાર દોશી, સ્વ. અરૂણા પંકજ દોશી, નિરૂપમા વિશ્વેશ દોશી, દર્શના હરેશ પંચમીયાના ભાઈ. સમરતબેન લાલચંદ દાણીના જમાઈ તા. 8-3-2024ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ હલરાના સ્વ. પરમાબેન ચાંપશી ભીમશી ગીંદરાના પુત્રવધૂ. સ્વ. શીવજીના ધર્મપત્ની સ્વ. વાલીબેન (ઉં. વ. 73) બુધવાર તા. 6-3-24ના મુંબઇ મધે અવસાન પામેલ છે. રૂષભના માતુશ્રી. ગં. સ્વ.નયનાબેન શિવજી સ્વ. વેલજી, સ્વ. રતનશીના ભાઇના ઘરેથી. સ્વ. સામજી, સ્વ. દામજી, સ્વ. મોંઘીબેન, સ્વ.મણીબેનના ભાભી. ગામ આધોઇના સ્વ. નવલબેન કુંભાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નમ્રતા બિલ્ડિંગ, બી-વિંગ, 3જે માળે, રૂમ નં.27-28, આરે રોડ, ગોરેગામ (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરા હાલ કોલાબાના સ્વ. ભાવલબેન નાંઇયા કરમણ સત્રાના પૌત્ર માતુશ્રી ભાનુબેન રતનશી સત્રાના સુપુત્ર મુલચંદ (ઉં. વ. 58) તા. 6-3-24ના બુધાવારના મુંબઇ મધે અવસાન પામેલ છે. પારૂલબેનના પતિ. અંકિત, ભવ્ય, હસ્તીના પિતાશ્રી. જયંતિલાલ, સુરેશ, રમિલાના ભાઇ. ભચાઉના સ્વ. જવેરબેન જાદવજી જખુ ગાલાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી.લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ફેન્કોનિયા બિલ્ડિંગ, 2જે માળે, 3જી પાસ્તા લેન, કોલાબા.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાની હેનીશા દિનેશ ગાલા (ઉં.વ.1) મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. રતનબેન રાજાની પૌત્રી. ભાવિકા દિનેશની સુપુત્રી. તનીષની બેન. ગામ વણોઇના હિમાબેન કરમણ છાડવાની દોહિત્ર પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: બી-420, પાનબાઇ નગર, નાલાસોપારા.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. હીરબાઇ થાવરભાઇ આશધીર ગડા (ઉં. વ. 80) ગુરુવાર, તા. 7-3-24ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. મેઘીબેન આશધીરના પુત્રવધૂ. સ્વ. થાવરભાઇના ધર્મપત્ની. ધીરજ, વિનોદ, સ્વ. પ્રેમિલા, નયનાના માતુશ્રી. ચેતના, નીતા, જયંતીલાલ, સુરેશના સાસુ. અદિતી, નિક્ષીત, અવની ધવલ, હસ્તી, યશ અને સ્નેહી મિતુલના દાદી. ગૌરીબેન માડણ અરજણ ગાલાની પુત્રી. પ્રાર્થનાસભા તા. 11-3-24ના સોમવારના રાખેલ છે. સમય 3થી 4.30. ઠે. યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સોનગઢ નિવાસી હાલ મુલુંડ સોમચંદ ખુશાલદાસ મહેતાના પુત્ર કિર્તીભાઇના ધર્મપત્ની સરલાબેન (ઉં.વ.69) તા. 8-3-24ના અરિહંતશરણ થયેલ છે. વસંતભાઇ, રમેશભાઇ, પ્રતાપભાઇ, ધર્મવીરભાઇ, સુશીલાબેન કાન્તિલાલ શાહ, આશાબેન જસવંતરાય સંઘવીના ભાઇના પત્ની. હેતલબેન હિતેશકુમાર સલોત, નેહલબેન ચિરાગકુમાર સંઘવી, જીનલબેન હિતેશકુમાર દોશી, ઉર્વીબેન વૈભવકુમાર ઠારના માતુશ્રી. પિયર પક્ષે મહાસુખરાય વિરચંદભાઇ ગાંધીના દીકરી. પ્રવિણભાઇ, કળાબેન જયંતિલાલ શાહ, ગુણવંતીબેન જયસુખલાલ શાહ, યશુબેન જવાહરલાલ દોશીના બેન. સાદડી રવિવાર, તા. 10-3-24ના 3થી 5. ઠે. હેતલ બિલ્ડિંગ, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).
પાલનપુરી જૈન
હર્ષ મહેતા (ઉં. વ. 36) તે રિદ્ધિબેનના પતિ. સ્વાતિબેન અને રાજેનભાઇ સેવંતીભાઇ મહેતાના સુપુત્ર. પુષ્પાબેન અને સ્વ. સેવંતીભાઇ મનસુખભાઇ મહેતાના પૌત્ર. પ્રિયાંશી માધવભાઇ શાહના ભાઇ. ઉમાબેન અને રોહિતભાઇ સુંદરભાઇ શાહના જમાઇ. પ્રીતીબેન-કિરણભાઇ તથા રીનાબેન-સંજીવભાઇના ભત્રીજા. આદિત્યભાઇના બનેવી શુક્રવાર, તા. 7-3-24ના અરિહંતશરણ પામેલ છે.
ઝાલા વિ. શ્રી. શ્વે. મૂ. જૈન
બોટાદ નિવાસી હાલ માટુંગા, પરેશકુમાર શશીકાંત હરજીવનદાસ શાહના ધર્મપત્ની નમિષાબેન (ઉં.વ. 65) તા. 8-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પુત્રવધૂ. વિશ્વલ અને વૃતિકાના માતા. અંકિતકુમારના સાસુ. નિતાબેન ગુરુપ્રસાદ રાવના ભાભી. તથા પિયરપક્ષે નિર્મળાબેન મહાસુખલાલ શાહના પુત્રી. પ્રાર્થનાસભા તા. 12-3-24 મંગળવારના 4થી 5-30. ઠે. શ્રી લખમશી નપુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘાટકોપર નિવાસી સ્વ. જયંતકુમાર શાહ (ઉં. વ. 73) મૂળ વતન ધોરાજી તે ગં. સ્વ. દેવીબેન પ્રભુદાસ શાહના પુત્ર. રૂપાબેનના પતિ. મોનિકાબેન, બીજલભાઈના પિતા. રાજુભાઈ, નેહલબેનના સસરા. સ્વ. ચંદ્રિકાબેન બળવંતરાય દોશી, સ્વ. મંજુલાબેન કાંતિલાલ ગાંધી, અ. સૌ. પુનિતાબેન અભયભાઈ મેહતા, અ. સૌ. તરુલતાબેન વિજયભાઈના ભાઈ. ગં. સ્વ. શાંતાબેન ત્રિકમજી દેસાઈના જમાઈ 7-3-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના (હાલે અમેરીકા) ધીરેન ભવાનજી દેઢિયા / શાહ (ઉં. વ. 50) તા. 6/3/24ના અમેરિકામાં અવસાન પામેલ છે. નીલમબેન ભવાનજીના પુત્ર. ડો. દેવાંગીના પતિ. સુરેનના ભાઇ. વિજયા ડો. પ્રવિણ કાનજી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવાંગી ધીરેન શાહ, બી-202, અલય એપાર્ટમેન્ટ, ગોગટે વાડી, ગેોરેગાંવ (ઇ.), મું. 63.
બગડાના જયંતીલાલ રતનશી છેડા (રૂપલ ટુર) (ઉં. વ. 75) તા-7-3-2024ના દેહ પરિવર્તન કરેલ છે. જ્યોતિબેનના પતિ. કંકુબેન રતનશી હીરજીના પુત્ર. વાંકીના સાકરબેન નાનજી ગાંગજી સાવલાના જમાઈ. શીતલ, જીગર, પાયલના પિતાશ્રી. પ્રેમજી, પત્રીના પુરબાઈ લાલજી ધરોડ, વડાલાના સુંદરબેન ભવાનજી નીસર, ગંગાબાઈ પ્રેમજી શેઠિયા, રતાડીયા (ગ.)ના જયવંતીબેન માવજી ગાલાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી.
ગુંદાલાના ચંદ્રીકા (ચંદાબેન) ખીમજી ધરોડ (ઉં. વ. 75) તા. 6-3-24, બુધવારના અવસાન પામેલ છે. ભાણબાઇ કુંવરજી લખમશી ધરોડના પુત્રવધૂ. ખીમજીના ધર્મપત્ની. મનીષ, અમીષાના માતુશ્રી. સુરતના તારાબેન ચીમનલાલ ખાટીવાલાની પુત્રી. ગીતા જગદીશકુમાર, શીતલ મુકેશના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. મનીષ ખીમજી ધરોડ, એ-604, વીના વેલોસીટી, ફેઝ-1, 100 ફીટ રોડ, સનસીટી, વસઇ (વે.).
સાભરાઇના શાંતાબેન જીવરાજ ગડા (ઉં. વ. 86) તા. 8-3-24 ના માંદગી થી અવસાન પામ્યા છે. માતુશ્રી ઉમરબાઈ મેઘજી લધાના પુત્રવધૂ. સ્વ. જીવરાજના પત્ની. રાયણના લક્ષ્મી જયંતીલાલ, કોડાયના તરલા અમરચંદના માતુશ્રી. ચાંગડાઇના માતુશ્રી મુલબાઈ પ્રેમજી ડુંગરશીના પુત્રી. દેવકાંબેન ગોવિંદજી, વીમળાબેન મોહનલાલ, લતાબેન મણીલાલ, નાગ્રેચાના પાનબાઈ ડુંગરશી, મણીબેન જેઠાલાલ, ઉનડોઠના ધનબાઈ હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મી જે સાવલા, એ-23, ૐનાથ પ્રસાદ, શ્રીખંડેવાડી, માનપાડા રોડ, ડોંબીવલી (ઈસ્ટ).
બિદડાના ઝવેરચંદ દેઢિયા (ઉં. વ. 78) તા. 7/3ના અવસાન પામેલ છે. વેલબાઇ/સોનબાઇ દેવશી નેણશીના પુત્ર. લીલાવંતીના પતિ. મનોજ, પિયુષ, દિપાના પિતા. લક્ષ્મીચંદ, શાંતીલાલ, મણીલાલ, લક્ષ્મીબેનના ભાઇ. હિરબાઇ વેલજીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સ. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. 4 થી 5.30. ઠે. જે.ડી. દેઢિયા, આઇ 21/20 મહાવીર નગર, કાંદીવલી (વે.).
વાંકીના શામજી હેમરાજ છેડા (ઉં. વ. 88) તા.7-3-24 ના અવસાન પામેલ છે. ગોમીબાઈ હેમરાજ ઘેલાના પુત્ર. શાંતાબેનના પતિ. નિતીન, કુસુમ, મિનાક્ષી, હંસા, રેખાના પિતા. ધરમશી, લાખાપુર લક્ષ્મી દેવજી વરજાંગના ભાઈ. કપાયા લક્ષ્મીબેન વીરજી માણેકના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : નિતીન શામજી છેડા. 302, પરિમલ, દફતરી રોડ, મલાડ (ઈ).
કોડાયના રજનીબેન (હગુબેન) દામજી સાવલા (ઉં. વ. 69) તા.8-3-2024ના અવસાન પામ્યા છે. સુંદરબેન વીજપારના પૌત્રી. રૂક્ષ્મણીબેન (બચુબેન) દામજીના સુપુત્રી. સ્વ. રશ્મિન, શોભના, અંજુભાઈના બેન. કોડાય ભચીબેન ડો. મોરારજી શામજીના દોહિત્રી. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.2 થી 3.30. નિ. રજની સાવલા. 3/12, ગુરૂ દર્શન સો., જગડુશા નગર, ઘાટકોપર (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટા દેવળીયા નિવાસી હાલ બોરીવલી શ્રી રમેશભાઈ મોતીચંદ સંઘરાજકા (ઉં. વ. 83) તા. 08/03/2024 શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે. તે વિલાસબેનના પતિ. સંગીતા – નમિતા તથા કલ્પેશના પિતાશ્રી. જતીન દોશી-જતીન ઠોસાની-ક્રિષ્નાના સસરા. સ્વ.હંસાબેન સ્વ. રજનીકાંતભાઈ – ઉષાબેન – ભરતભાઈ – અરુણભાઈના ભાઈ. શાંતિલાલ હરખચંદ શેઠ- રાજકોટના જમાઈ. પ્રાર્થના સભા 10/03/2024 શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી પશ્ચિમ, 10 થી 12 લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તારાબેન નરેન્દ્રકુમાર હિંમતલાલ પટ્ટણી (ઉં. વ. 76) તે તા.7/3/24ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેન જયસુખલાલ, પુષ્પાબેન પૂનમચંદ્ર, સ્વ. હીરાબેન ખાંતીલાલના ભાભી. સ્વ. રાજેશ, દિવ્યા હર્ષદ શાહ, દીપિકા અલ્કેશ શેઠ, ભાવિકા ચેતન શાહના માતુશ્રી. જયા રાજેશના સાસુ. પિયરપક્ષે સ્વ. રતિલાલ ફુલચંદ શાહ પિયાવાવાળાના દીકરી. પીઆર, મહેશભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, જયાબેન, યશોમતિબેન, ઉષાબેનના બહેન. એ /502, સર્વોદય હાઈટ્સ, સર્વોદય નગર, મુલુન્ડ વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…